માનવ-સ્વીકારરૂપી પ્રભુભક્તિ !

July 12, 2014 at 12:14 pm 13 comments

 http://keralites.net/

 

માનવ-સ્વીકારરૂપી પ્રભુભક્તિ !

 

ગમે તેવા સંજોગો હોય અને હોય માનવ સ્વીકાર,

એવો સ્વીકાર પ્રભુનામે,તો એમાં હોય શક્તિ અપાર !…….(ટેક)

 

સંસારમાં રહી કર્મ તો કરતા રહેવું પડે, એ જ સત્ય,

કર્મનું પરિણામ નથી નક્કી, હોય સફળતા કે હાર, એ જ સત્ય,

એવા સમયે,જે પરિણામ હોય એનો સ્વીકાર, એ જ ખરૂં જ્ઞાન જાણવું !…..(૧)

 

જો કદી હાર હોય તો, કંઈક પ્રભુકૃપા એમાં હશે એવું માનવું,

એવી હાર સ્વીકારમાં એવી કૃપાનું રહસ્ય ભવિષ્યમાં હશે એવું માનવું,

જો કદી આવું તમે કર્યું, તો જીવન જીવવાની ચાવી મેળવી એવું જાણવું !…(૨)

 

અસ્વીકારમાં રહો જો તમે, જીવન તમારૂ ફક્ત ઉદાસીભર્યું હશે,

આવી ઉદાસી મનને જીતી તમોને જરૂર કેદી કરી લેશે,

તો, એ જ ખરેખર મુર્ખતા કહેવાય એવું જાણવું !……………..(૩)

 

ભલે, અસફળતાઓ હશે પણ કાર્ય જો સત્ય પંથે હોય,

તો, ફરી આત્મબળ જગાવી, પ્રભુના માર્ગદર્શને ફરી સફળતા હોય,

એવી સમજ ગ્રહણ કરી, તો મનમાં જ્ઞાનગંગા વહી એવું જાણવું !….(૪)

 

સફળતા કદી મળી તો ભલે થોડી ખુશીઓ હૈયે હશે,

પણ, એવી સફળતામાં ડુબી, અહંકારના મોજાઓ ખુદને ડુબાડશે,

આવો જ્ઞાન પ્રકાશ જો મળ્યો, તો જીવન ધન્ય થયું એવું જાણવું !….(૫)

 

અંતે, ચંદ્ર સૌને કહે ઃ જગતમાં આવ્યો છે તું પ્રભુકૃપા થકી,

એવા સત્યને ના ભુલવું , જે ભુલે તેનો કદી ઉધ્ધાર નથી,

આવી પ્રભુભક્તિમાં સ્નાન કરતા, પરમ આનંદ મળે એવું જાણવું !…(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૦,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

આ કાવ્યપોસ્ટ દ્વારા એક જ સંદેશો છે.

એક માનવ જન્મ મળ્યો એ જ પ્રથમ પ્રભુકૃપા….કર્મ કરવું જ પડે પણ કર્મના ફળનો ત્યાગ કર, અને જે પરિણામ હોય ( સફળતા કે હાર) તેનો પ્રભુઈચ્છારૂપે સ્વીકાર કરતા શીખ…અને આ પ્રમાણે જીવનમાં પરિવર્તન આવે તો માનવજીવન ધન્ય થઈ જાય કારણ કે અહીં “અહંકાર”નો ત્યાગ સમાયો છે.

આ પોસ્ટ સૌને ગમે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati”MANAVSVIKAR-RUPI PRABHU BHAKTI” meaning ” HUMAN ACCEPTANCE (of the Events inLife)as the DEVITION to the DEVINE”

One performs the ACTIONS…..then ACCEPTS the END RESULTS as the WILL of the GOD.

This ATTITUDE  will make the HUMAN remain in the POSITIVE THOUGHTS even if faced with the ADVERSE SITUATIONS….even when the RESULT is not PLEASANT.

The MESSAGE is that one MUST NEVER FORGET GOD.

I hope you like this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

હંસ માનવીને જીવન જીવવા શીખવે ! મોર તો કુદરતની કરામત !

13 Comments Add your own

 • 1. Purvi Malkan  |  July 12, 2014 at 12:18 pm

  સફળતા કદી મળી તો ભલે થોડી ખુશીઓ હૈયે હશે, પણ, એવી સફળતામાં ડુબી, અહંકારના મોજાઓ ખુદને ડુબાડશે, આવો જ્ઞાન પ્રકાશ જો મળ્યો, તો જીવન ધન્ય થયું એવું જાણવું !….

  આ નહીં સમજાયું. શું ખુશી મળતા, સફળતા માલ્ટા અહંકાર આવી જાય છે? મને તો લાગ્યું કે ખુશી એ ખુશી છે એ વાતની કે આપના પ્રયત્ન સફળ થયા છે. અને અહંકાર અલગ છે જ્યારે કોઈનું અપમાન કરવાની વૃતિ સાથે સફળતા બોલે તે અહંકાર છે.  પૂર્વી. 

  અહંકાર વિષે વધુ બતાવશો તો ખુશી થશે. 

  Reply
  • 2. chandravadan  |  July 12, 2014 at 2:20 pm

   પુર્વી,

   પ્રથમ પ્રતિભાવ માટે આભાર.

   કોઈ પણ સફળતા સમયે થોડી કે ઘણી ખુશી થાય એ તો માનવી માટે સ્વભાવીક કહેવાય.

   પણ….આવી ઘડીએ જો માનવી આવી જ ખુશીમાં “મે કયું”ના ભાવમાં આવી જાય છે. જ્યારે આવો “ભાવ”જાગૃત થાય ત્યારે “અહંકાર”નો જન્મ થાય છે.

   પણ…જો સફળતા (કે અસફળતા) સમયે પરિણામને પ્રભુને અર્પણ કરતા “મેં કર્યા”નો ત્યાગ થાય છે, અને એથી અહંકારનો પણ નાશ થાય છે.

   મારી થોડી સમજ….પણ સવાલોના જવાબો સર્વ માનવીઓના હ્રદયમાં જ છુપાયેલા છે…મનન કરતા મળે છે.

   ચંદ્રવદન (અંકલ)

   Reply
 • 3. Hemant Bhavsar  |  July 12, 2014 at 12:33 pm

  this is the best poem ever i had read , very true and honest applicale to all of us , Thank you ……………….Hemant Bhavsar

  Reply
 • 4. pravina Avinash  |  July 12, 2014 at 12:49 pm

  સફળતા કદી મળી તો ભલે થોડી ખુશીઓ હૈયે હશે,
  પણ, એવી સફળતામાં ડુબી, અહંકારના મોજાઓ ખુદને ડુબાડશે,
  આવો જ્ઞાન પ્રકાશ જો મળ્યો, તો જીવન ધન્ય થયું એવું જાણવું !….(૫)

  Very true.

  Reply
 • 5. pragnaju  |  July 12, 2014 at 1:26 pm

  સફળતા કદી મળી તો ભલે થોડી ખુશીઓ હૈયે હશે,
  પણ, એવી સફળતામાં ડુબી, અહંકારના મોજાઓ ખુદને ડુબાડશે,
  આવો જ્ઞાન પ્રકાશ જો મળ્યો, તો જીવન ધન્ય થયું એવું જાણવું !…
  ખૂબ અગત્યની વાત
  ભમતા મનની -બુધ્ધી. ચિત ના જેવી જ અહંકાર પણ શ્તિતી છે

  તમે તમારી અહંકારને ઓગાળી શકો છો. કોઈને નમવું અને પરાજ્ય બે અલગ અલગ બાબતો છે. વ્યક્તિનો અહંકાર વજિય અને પરાજ્યની પણ પરિભાષાને બદલી શકે છે. અહંકારી વ્યક્તિ હારવા છતાં તેને પોતાની જીતમાં ખપાવે છે. આ તેની પોતાની પરિભાષા છે. તે અજીબ રીતે તર્ક કરે છે અને શત્રુતાપૂર્ણ જીવન બનાવી લે છે. નિરહંકારી પોતાના વજિયમાં બીજાને પણ શ્રેય આપવાનું જાણે છે. જેમ કોઈ વૃક્ષ મોટું થયા પછી ફળ આપે છે તેમાં જ તેનો વજિય છે. તેણે તે કામ કરી બતાવ્યું જેના માટે તેનું અસ્તિત્વ છે. વૃક્ષ પોતાના લક્ષ્યમાં તો વજિયી થઈ ગયું પણ તેને તે વાતનો અહેસાસ જ નથી કે તેણે શું કર્યું છે. તે સમગ્ર અસ્તિત્વના ક્રમને સ્વીકારે છે. તે જ પ્રકૃતિના વિશેષતા છે. કોઈ વૃક્ષને તમે પૂછશો તો તે કહેશે કે હું બીજમાંથી આવ્યો છું, ધરતી મને સંભાળ્યો, પાણીએ આગળ ધપાવ્યો, માળીએ સુરક્ષા પૂરી પાડી, હવાએ તેનું કામ કર્યું, સૂર્યનો આધાર મળ્યો અને મેં ફળ આપ્યાં. ફળ મેં આપ્યું પણ પરિણામમાં આ બધાનો જ ફાળો છે. હું તો નિમિત્ત માત્ર છું. પ્રકૃતિ અન મનુષ્યમાં આટલો જ ભેદ છે. મનુષ્ય માનવા તૈયાર જ નથી કે જે મદદ મળી રહી છે, તેમાં બીજાનો જ આધાર છે. મનુષ્યતો એ જ માને છે કે મદદ મેં લીધી છે. અર્દશ્ય શક્તિનો જો પરિચય પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તેની સાથે વધારેમાં વધારે જોડાઓ. કોઈને કોઈ સત્તા તેની અંદર અથવા તો તેની પાછળ કારણભૂત છે. કોઈ એવું તત્વ છે જે આ તમામ ક્રિયાઓનું સંચાલન કરે છે. તે અજ્ઞાત સાથે જો આપણો પરિચય થઈ ગયો, તો આપણો અહંકાર કપૂરની જેમ ઊડી જશે અને આપણી સફળતા સુગંધની જેમ રહી જશે.

  Reply
 • 6. Vinod R. Patel  |  July 12, 2014 at 5:11 pm

  ભલે, અસફળતાઓ હશે પણ કાર્ય જો સત્ય પંથે હોય,

  તો, ફરી આત્મબળ જગાવી, પ્રભુના માર્ગદર્શને ફરી સફળતા હોય,

  જીવનમાં સફળતાઓ અને અસફળતાઓ તો આવવાની જ છે .અસફળતાથી

  નિરાશ થવાની જરૂર નથી . ફરી પ્રયત્નો અને પ્રભુ ઉપર વિશ્વાસ રાખવાથી

  ફરી સફળતા મળી શકે છે . વિચાર સરસ છે .

  Reply
 • 7. Raksha  |  July 12, 2014 at 7:51 pm

  તમારી પોસ્ટ ખૂબ ગમી! તત્વજ્ઞાનથી તરબોળ વિચારોને કાવ્યમાં સરસરીતે
  ગૂંથી લીધા!

  Reply
 • 8. Ramesh Patel  |  July 12, 2014 at 11:23 pm

  ગીતાના જ્ઞાનની છાયા ઝીલાઈ રચના જીવન કઈ રીતે જીવાય એ આપની રચના થકી ઝબકે છે….ડૉશ્રી ચંદ્રવદનભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 9. Pragnaji  |  July 13, 2014 at 6:08 am

  જો કદી હાર હોય તો, કંઈક પ્રભુકૃપા એમાં હશે એવું માનવું,

  એવી હાર સ્વીકારમાં એવી કૃપાનું રહસ્ય ભવિષ્યમાં હશે એવું માનવું,
  જો કદી આવું તમે કર્યું, તો જીવન જીવવાની ચાવી મેળવી એવું જાણવું !…

  જ્ઞાન આપની રચના થકી ઝબકે છે..

  જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
  તે તણો ખરખરો ફોક કરવો;

  હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,……

  બસ આવીજ વાત આપ કહો છો

  Reply
  • 10. chandravadan  |  July 19, 2014 at 1:02 am

   Pragnaben,
   I am so happy to see you on my Blog.
   Thanks for your nice comment for the Post.
   I had been on your blog & it was my pleasure to enjoy reading the posts.
   Your activity in the Sahitya at bay area noted.
   keep it up!
   Please do REVISIT my Blog.
   Chandravadan

   Reply
 • ખૂબજ સુંદર રચના, હાર-જીત – અહંકાર વિગેરે મનના ભાવ છે અને તેને કઈ રીતે સમાવી લેવા/ શાંત પાડવા અને અલ્પિત રહી કાર્યને કરતાં રહેવું ? તે માટે આદત પાડવી પડે, અને તે એક દિવસનું કાર્ય નથી, તે માટે સતત માનવીએ પોતાની જાત સાથે રહેવું પડે અને કહેવું પડે કે ભાઈ તું કાંઈ જ નથી, જે કાંઈ છે તે ઈશ્વર નિમિત છે. તું ફક્ત તારું કાર્ય કરતો જાં, આ મારી અંગત સમજ છે.

  Reply
 • 12. ishvarlal R. Mistry.  |  July 14, 2014 at 5:29 am

  Very nice poem with good meaning,Gita knowledge will keep you in right faith and not Anhkar ,its God,s grace that ‘s your success,and give you faith and confidence.
  Ishvarbhai.

  Reply
 • 13. ગોદડિયો ચોરો…  |  July 18, 2014 at 5:41 am

  આદરણિય વડિલ ડો. શ્રી ચંદ્રવદન્ભાઇ

  આપની રચનાઓ માનવ જીવનને એક આર્દસ્ગ રાહ બતાવે છે અને

  એય નામના ગુણ પ્રમાણે મીઠી શીતલ ને સફેદ ચાંદની પ્રકાશે છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

July 2014
M T W T F S S
« Jun   Aug »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: