માનવ આત્મબળ !

જુલાઇ 1, 2014 at 1:24 એ એમ (am) 11 comments

 

 

માનવ આત્મબળ !

 

માનવી, આત્મબળને તું જાણ,

જાણી એને, જીવનમાં અપનાવ !……..(ટેક)

 

કોઈ કહેશે આત્મબળ તે વળી શું ?

પ્રષ્ન એવો ભલે, જવાબ એનો હું કહું !

 

માનવ દેહ તો પ્રાણ થકી ટકે,

એવા પ્રાણમાં અપાર શક્તિ રહે,

 

જે કાર્યો થાય તે સર્વ એવી શક્તિ દ્વારા થાય,

જે વપરાય તેમાં તો ફક્ત તલભાર શક્તિ વપરાય,

 

જ્યારે મનડું કહે આ કાર્ય છે અશક્ય,

ત્યારે, આત્મબળ કહે એ તો છે શક્ય,

 

આત્મબળ દ્વારા અપાર હિંમત મળે,

હિંમત થકી, છુપાયેલ શક્તિ સહારે આવે,

 

જે અશક્ય હતું તે શક્ય નજરે આવે,

ત્યારે, આત્મબળની સમજ માનવને આવે,

 

ગરીબ ભુખ્યો, અંધો કે લુલો લંગડો જે કે અસહાય હોય,

તે લાચારીમાં આત્મબળને જ કેદી કરતો હોય,

 

એવી હાલતે, આત્મબળની શક્તિ સહાયરૂપે કદી ના હોય,

એ જ કારણે લાચારીની જીત સદા જીવનમાં હોય,

 

કદી જો, બુરી હાલતે, કોઈ આત્મબળને જાગૃત કરે,

તો, અપાર શક્તિ મેળવી, જીવન બાજી એ બદ્લે !

 

આત્મબળનો મહિમા,ચંદ્રે સરળ રીતે સમજાવ્યો,

 

જે કોઈ સમજે, જીવન એનું ધન્ય થયું એવું તમે જાણો !

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૪,૨૦૧૪                  ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ “માનવ આત્મબળ” છે.

આ કાવ્ય દ્વારા સૌને આત્મબળની સમજ આપવાનો મારો પ્રયાસ છે.

માનવ દેહની અંદર એક અદભુત “શક્તિ”છુપાયેલી છે.

માનવ એવી શક્તિ વિષે ભુલી જાય છે.

સંજોગો આધારીત ઘટનાઓ સમયે માનવી આત્મબળને ભુલી “લાચારી” અનુભવે છે.

મારા કાવ્યનો હેતુ એક જ છે>>>માનવીએ એના “આત્મબળ” વિષે જાણી, એવી છુપાયેલી “શક્તિ”ને ફરી જાગૃત કરી, સંજોગો સાથે લડવાનું છે.

બસ, આ જ સંદેશો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Poem in Gujarati is titled “MANAV ATMABAL”.

It means the “CONFIDENCE of the SELF”.

This is the “potential fighting spirit” that is hidden within each Human.

One must “activate” that spirit & fight the adversity as faced at a given circumstance.

If one does not do that, one is disappointed & sad….and thus “self defeated”.

The realisation that such a “power” exists within is the key to the successes in the life.

This is the  MESSAGE conveyed in the Poem.

Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો.

જ્ઞાનપંથનો અંત ! સંસારમાં માનવતા રહી છે કે નહી ?

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જુલાઇ 1, 2014 પર 1:50 એ એમ (am)

  એવી હાલતે, આત્મબળની શક્તિ સહાયરૂપે કદી ના હોય,
  એ જ કારણે લાચારીની જીત સદા જીવનમાં હોય,

  કદી જો, બુરી હાલતે, કોઈ આત્મબળને જાગૃત કરે,
  તો, અપાર શક્તિ મેળવી, જીવન બાજી એ બદ્લે !
  ખૂબ સુંદર

  જવાબ આપો
 • 2. sapana53  |  જુલાઇ 1, 2014 પર 3:26 એ એમ (am)

  wahhh khoob saras rachana..aatmbala vagar badhu nakamu

  જવાબ આપો
 • 3. ishvarlal R. Mistry.  |  જુલાઇ 1, 2014 પર 5:15 પી એમ(pm)

  Very nice post ,aatmabal is amazing ,if one has faith it can help do wonders.we need to have and believe in it.for success in life.well said Chandravadanbhai.Very nice thought for sharing.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  જુલાઇ 1, 2014 પર 11:42 પી એમ(pm)

  આત્મબળના સુંદર ઉદાહરણ ને સમજ સાથેનું આ કાવ્ય સંદેશ સભર છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  જુલાઇ 2, 2014 પર 11:31 એ એમ (am)

  એવી હાલતે, આત્મબળની શક્તિ સહાયરૂપે કદી ના હોય,
  એ જ કારણે લાચારીની જીત સદા જીવનમાં હોય,

  કદી જો, બુરી હાલતે, કોઈ આત્મબળને જાગૃત કરે,
  તો, અપાર શક્તિ મેળવી, જીવન બાજી એ બદ્લે !

  આત્મબળ વિશે સુંદર રચના.

  જવાબ આપો
 • 6. pravina Avinash  |  જુલાઇ 2, 2014 પર 7:21 પી એમ(pm)

  માનવ દેહની અંદર એક અદભુત “શક્તિ”છુપાયેલી છે.

  very true

  જવાબ આપો
 • 7. pravinshastri  |  જુલાઇ 2, 2014 પર 10:49 પી એમ(pm)

  સરસ સંદેશ. Strength of inner soul.

  જવાબ આપો
 • 8. La Kant Thakkar  |  જુલાઇ 3, 2014 પર 12:45 પી એમ(pm)

  આપણું જોડાણ -અનુસંધાન ,મૂળ શક્તિ-સ્રોત ‘પ્રભુ’/સુપર પાવર કે,’હાયર ઇંટેલિજંસ’ , ;’યુનિવર્સલ એનર્જી સોર્સ ” સાથે છે જ…આપણે એના ” અંશ”
  છીએ ,એટલે…એમ જ છે ….
  -લા’ કાંત / ૩.૭.૧૪

  જવાબ આપો
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જુલાઇ 3, 2014 પર 5:15 પી એમ(pm)

  ડૉ.પુકાર સાહેબ

  નમસ્કાર

  આપે માનવ સમુદાયમાં અત્મબળ જગાવવાનો સુંદર પ્રયત્ન

  રચના દ્વારા કર્યો,

  ખુબ જ પ્રભાવિત કરનારી રચના છે.

  યુવાનોમાં વિશ્વાસ જગાડનારી છે.

  જવાબ આપો
 • 10. P.K.Davda  |  જુલાઇ 3, 2014 પર 11:30 પી એમ(pm)

  કોઈપણ મનોરથ પૂરા કરવા આત્મબળ જરૂરી છે.

  જવાબ આપો
 • 11. prdpravaladip raval news editor  |  જુલાઇ 5, 2014 પર 4:39 એ એમ (am)

  એવું કહી શકાય કે દિવસે દિવસે સંસાર ના રોજ બરોજ ના બનાવો જોતા માનવતા મારી પરવારી છે પણ તે કાયદો અને પોતાની સેફટી ના અભાવે.હવે માત્ર કુદરતી શક્તિઓ આત્મબળ થી કેળવીને જ સંસાર માં માનવતા બતાવી ઉદાહરણ પુરા પડી શકાય..માનવ સંસાર માં રહીને સારા કર્યો કરી ને લોકોમાં પોતાની સુવાસ પીરસીને ને માનવતા ના દર્શન કરાવી ને સમાજ ને કૈક સુધરવા લાલબત્તી બતાવે છે..જયારે કુદરત ઉત્તરાખંડ,કુદરતી આફતો માં થતા માનવ મૃત્યુ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ આપણ ને બતાવી ને સુધરવા તરફ ઈશાર કરી છે..અતિ ન અંત ખુબ જલ્દી હોય….આભાર ચંદ્રકાન્તભાઈ….અત્યારે અમે તો માનવતા ની મહેક અમરનાથ માં પ્રસરાવી ને લોકો ને લોકોઓએ આપેલું પહોચાડવાનું કાર્ય કરીએ છીએ..પછી બરફ નું તોફાન હય કે વરસાદ હોય કે રાજકારણીઓ ના રીબીન કાપવાના પ્રોગ્રામ હોય…અંતે તો યાત્રીકોને જ હાલાકી ભોગવવી પડે છે..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,823 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: