જ્ઞાનપંથનો અંત !

June 25, 2014 at 1:54 pm 14 comments

http://keralites.net/

 

જ્ઞાનપંથનો અંત !

માનવીને મળી બુધ્ધિ સાથે સમજ શક્તિ,

અજાણ્યુંને જાણવાની આ છે અપાર શક્તિ,

જે થકી, અજ્ઞાનરૂપી અંધકાર દુર થઈ શકે,

અને, જ્ઞાનરૂપી પ્રકાશમાં નવી સમજ ખીલી રહે,

આવી સમજમાં નવું જાણવાની તમન્ના રહે,

અને, તમન્નાઓ દ્વારા અજાણને જાણવામાં માનવી પડે,

આવા જ્ઞાન ચક્રમાં માનવી ઉંડો અને ઉંડો ઉતરે,

કદી, એવા ચક્રમાં જો એ પડી રહે તો ગુંચવાયેલ રહે,

અને અંતે જ્ઞાનની સીમાની શોધમાં એ રહે,

એવી હાલતે, જાણેલું એમાં અભિમાની બને,

ત્યારે, અહંકાર માનવીને જડકી કેદી કરે,

અહંકારભર્યો માનવી સર્વ શક્તિમાન પ્રભુને ભુલે,

પોતે જ “પુર્ણ જ્ઞાની” કહી પ્રચાર કરતો રહે,

એવા પ્રચારમાં માનવી પોતાના પતન તરફ વળે,

કદી, માનવી જો જ્ઞાન મેળવી પળ માટે વિચારે,

તો, પરમ જ્ઞાની પ્રભુ છે એવું એ સ્વીકારે,

કદી જો એવા સ્વીકાર સાથે જ્ઞાનપંથે એ રહે,

ત્યારે જ,ખરેખર જ્ઞાનપંથનો અંત આવે,

એવા જ્ઞાનપંથ અંતમાં ભક્તિપંથ સહારો મળે,

માનવજીવનમાં જ્ઞાન સાથે ભક્તિ જ ઉધ્ધાર લાવે,

પ્રભુ શરણું વગર માનવ જીવનનો ઉધ્ધાર નથી,

બસ, આટલી સમજ ચંદ્રે અહીં સૌને કહી !

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૫,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

ગીતામાં શ્રી કૃષ્ણજીએ માનવીઓને ત્રણ પંથે જીવન જીવવાની વાત કહી.

(૧) જ્ઞાન પંથ

(૨) કર્મ પંથ

(૩) ભક્તિ પંથ.

આ ત્રણેમાંથી કોઈ પણ પંથ અપનાવી માનવી પ્રભુને પામી શકે છે.

માનવ જીવનનો હતું જ પ્રભુને જાણી સમજી એનામાં જ લીન થઈ જવાનો છે….યાને પુર્ણ શ્રધ્ધા સહીત “પ્રભુશરણું”.

જ્ઞાન પંથને ઉચ્ચ પદ આપ્યું છે.

તેમ છતાં….જ્ઞાનની સીમા કોઈને ખબર નથી….જે જાણ્યું તે ઓછું અને જાણ્યા પછી પણ ખુબ જ “અજાણ” રહે છે.

એથી….માનવીએ કોઈ પણ સમય “પુર્ણ જ્ઞાની છું” એવો ભ્રમ ના કરવો.

પ્રભુ ગીતામાં કહે છે….જ્ઞાનથી “અજ્ઞાનતારૂપી” અંધકાર દુર જરૂર કરવો….જ્ઞાન પ્રકાશમાં રહી કર્મ કરવા….આવી હાલતે, ત્યાગભાવની જાગૃતિ હોય શકે…અને એવા ત્યાગભાવમાં “પ્રભુ” સમાય અને એની સાથે જ્ઞાન સાથે ભક્તિનું મિલન થાય.

જો આવું શક્ય ના થાય તો….માનવી અહંકારમાં રહી જ્ઞાન તરફ દોડ ચાલુ રાખે અને “હું કરૂં હું કરૂં”ના વિચારે પોતાના “પતન” તરફ વળે છે.

મારી કાવ્ય રચનામાં બસ આટલી જ “સમજ ” છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Post is a Poem in Gujarati entitled “GYANPANTHNO ANT” meaning the END of the PATH of LEARNING.

Gita mentions of 3 Paths for the HUMANS ( GYAN, KARMA, BHAKTI).

The Gyan Path removes the DARKNESS within by the LIGHT of the KNOWLEDGE.

There is NO END to this Path…..one learns NEW all the time. But, it is ONLY when this PATH accepts BHAKTI, can there be that feeling of CONTENT & may be that gives the END POINT to GYAN as this leads to the GOD REALISATION or the SALVATION.

This is the MESSAGE via this POEM.

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

વિકારોનું મૂળ અહંકાર ! માનવ આત્મબળ !

14 Comments Add your own

 • 1. pragnaju  |  June 25, 2014 at 2:11 pm

  શરણાગતી ભાવ સાથે ખરેખર મુક્તિ માટે એક માત્ર કર્મ પણ ઉપયોગી નથી અને એકલી ભક્તિ કે જ્ઞાન પણ પૂરતાં ગણાય નહિ. ત્રણેણો સમન્વય જીવનમાં સુખશાંતિને ખેંચી લાવે છે અને સમ્યક પ્રકારે મુક્તિ પ્રાપ્ત થાય છે.

  Reply
  • 2. chandravadan  |  June 25, 2014 at 3:25 pm

   Pragnajuben,
   Welcome home….your comment on the Blog for this Post after being away for a short period, is appreciated.
   Agree to your view of the need of Gyan & Karma to be with the Bhakti for the ultimate Mukti.
   I think what even path you take….ultimalely lead to BHAKTI.
   Eg. Karmayogi if does SEVA to others eventually touches the DIVINE & thus to BHAKTI.
   A Bhakta on the Path of the DIVINITY eventually sseing the DIVINE in all is attracted to SEVA & LOVE for others.
   A True GYANI will understand the truth that the KARMA must be done & then to SEVA & thus to the BHAKTI.
   Thus….3 Paths of GITA lead to the GOD REALISATION ( if followed without the EGO or AHANKAR)
   Chandravadan
   Please REVISIT my Blog & share your WISDOM.

   Reply
 • 3. Purvi Malkan  |  June 25, 2014 at 2:55 pm

  beautifuuull uncleji 

  Reply
 • 4. ishvarlal R. Mistry.  |  June 26, 2014 at 7:04 pm

  Chandravadanbhai, very nice meaning on your post, worth remembering, like it ,
  Ishvarbhai.

  Reply
 • 5. La Kant Thakkar  |  June 27, 2014 at 4:57 am

  તમારી ત્રણ પંથ/માર્ગની વાત યથાર્થ અને સર્વ-સામાન્ય છે જ.

  [“શરણાગતી ભાવ સાથે ખરેખર મુક્તિ માટે એક માત્ર કર્મ પણ ઉપયોગી નથી અને એકલી ભક્તિ કે જ્ઞાન પણ પૂરતાં ગણાય નહિ.
  ત્રણેનો સમન્વય
  જીવનમાં સુખશાંતિને ખેંચી લાવે છે અને સમ્યક પ્રકારે મુક્તિ પ્રાપ્ત થાય છે.]

  સહી લાગે છે !કારણકે, ” મન ની પાર જવાની મૂળ પ્રક્રિયા”માંથી પસાર થઈ
  મંઝીલને [અંતિમ મુક્તિને] ઉપ્લબ્ધ થવાનું છે .

  માત્ર ” ઈશ/પરમ સતા” જ ” સિંગલ સોર્સ્ડ” પ્રેમ-શક્તિદાતા ” છે .
  બાકી અન્ય સર્વ “દ્વંદ્વગત”( વિરોધી/વિરોધભાસી તત્ત્વ સાથે )જ છે અને તે પણ ત્રીજા ઈશ-ક્રુપા તત્ત્વ”- નિમિત્ત કેટેલિસ્ટ(=ઉદ્વિપક) ની હાજરીમાંજ કારગત
  નીવડે છે/કાર્ય થતું દેખાય છે.
  “EGO or AHANKAR” ઘમંડ/અભિમાનતો સહજ નડતર રુપ બનેજ…ખસૂસ !

  Reply
 • ગીતામાં શ્રી કૃષ્ણજીએ માનવીઓને ત્રણ પંથે જીવન જીવવાની વાત કહી.
  (૧) જ્ઞાન પંથ
  (૨) કર્મ પંથ
  (૩) ભક્તિ પંથ.
  આ ત્રણેમાંથી કોઈ પણ પંથ અપનાવી માનવી પ્રભુને પામી શકે છે.

  હકીકતમાં આજના સંજોગમાં ત્રણેય માર્ગનો સમન્વય જરૂરી છે.

  Reply
 • 7. chandravadan  |  June 27, 2014 at 12:47 pm

  This was an Email Response>>>

  Me જ્ઞાનપંથનો અંત ! માનવીને મળી બુધ્ધિ સાથે સમજ શક્તિ, અજાણ્યુંને જાણવાની આ છે

  Dharamshi Patel
  To Me
  Jun 26 at 8:08 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar.
  Chandravadan

  Reply
 • 8. Vinod R. Patel  |  June 29, 2014 at 3:01 pm

  ૧) જ્ઞાન પંથ

  (૨) કર્મ પંથ

  (૩) ભક્તિ પંથ.

  રસ્તા ત્રણ પણ ધ્યેય એક …. પ્રભુ પ્રાપ્તિ .

  આ ત્રી પથ ની કાવ્ય મય સમજ ગમી .

  Reply
 • 9. પરાર્થે સમર્પણ  |  June 30, 2014 at 4:22 am

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

  માનવીને મળી બુધ્ધિ સાથે સમજ શક્તિ,

  અજાણ્યુંને જાણવાની આ છે અપાર શક્તિ,

  જે થકી, અજ્ઞાનરૂપી અંધકાર દુર થઈ શકે,

  અને, જ્ઞાનરૂપી પ્રકાશમાં નવી સમજ ખીલી રહે,

  આવી સમજમાં નવું જાણવાની તમન્ના રહે,

  અને, તમન્નાઓ દ્વારા અજાણને જાણવામાં માનવી પડે,

  વાહ આપે તો સરળ શબ્દોમાં જ્ઞાન પ્રકાશ વર્ણવ્યો છે.

  Reply
 • 10. hemapatel  |  June 30, 2014 at 2:26 pm

  જે જ્ઞાન મળ્યુ હોય તેને જ્યારે જીવનમાં ઉતારીને કર્મ અને ભક્તિ કરીએ ત્યારે તે સાર્થક થાય .જ્યાં જુધી અહમ દુર ન થાય ત્યાં સુધી સઘળુ વ્યર્થ છે.

  Reply
 • 11. pravina Avinash  |  June 30, 2014 at 2:43 pm

  જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ અને રાજ યોગ.

  જે પણ માર્ગ અનૂકુળ લાગે, બધા કૃષ્ણ તરફ લઈ જાય છે.

  સરળ શબ્દોમાં સુંદર રચના.

  પ્રવિનાશ

  Reply
 • 12. Ramesh Patel  |  July 1, 2014 at 11:47 pm

  પ્રભુ શરણું વગર માનવ જીવનનો ઉધ્ધાર નથી,

  બસ, આટલી સમજ ચંદ્રે અહીં સૌને કહી !
  જગતનો આધાર પરમ ચૈતન્યને જાણવા બધા પંથ વિકસ્યાને અનુભવે જ સમતોલ બનાવી..શરણે પડી સુખ અનુભવે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 13. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  July 3, 2014 at 5:21 pm

  ડૉ. ચન્દ્રવદન સાહેબ

  જ્ઞાન અને ભક્તિનો સમન્વય જ મનુષ્યને મુક્તિ અપાવે છે.

  Reply
 • 14. P.K.Davda  |  July 3, 2014 at 11:33 pm

  અને જો કોઈપણ પંથમાં શ્રધ્ધા ન રહે તો “શરણમ..” એક જ ઉપાય છે.
  સર્વ ધર્મ પરિતજ્ય મામેકમ શરણં ભજ (શ્રી કૃષ્ણ ભગવાન- ગીતામાં)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

June 2014
M T W T F S S
« May   Jul »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: