Archive for જૂન 25, 2014

જ્ઞાનપંથનો અંત !

http://keralites.net/

 

જ્ઞાનપંથનો અંત !

માનવીને મળી બુધ્ધિ સાથે સમજ શક્તિ,

અજાણ્યુંને જાણવાની આ છે અપાર શક્તિ,

જે થકી, અજ્ઞાનરૂપી અંધકાર દુર થઈ શકે,

અને, જ્ઞાનરૂપી પ્રકાશમાં નવી સમજ ખીલી રહે,

આવી સમજમાં નવું જાણવાની તમન્ના રહે,

અને, તમન્નાઓ દ્વારા અજાણને જાણવામાં માનવી પડે,

આવા જ્ઞાન ચક્રમાં માનવી ઉંડો અને ઉંડો ઉતરે,

કદી, એવા ચક્રમાં જો એ પડી રહે તો ગુંચવાયેલ રહે,

અને અંતે જ્ઞાનની સીમાની શોધમાં એ રહે,

એવી હાલતે, જાણેલું એમાં અભિમાની બને,

ત્યારે, અહંકાર માનવીને જડકી કેદી કરે,

અહંકારભર્યો માનવી સર્વ શક્તિમાન પ્રભુને ભુલે,

પોતે જ “પુર્ણ જ્ઞાની” કહી પ્રચાર કરતો રહે,

એવા પ્રચારમાં માનવી પોતાના પતન તરફ વળે,

કદી, માનવી જો જ્ઞાન મેળવી પળ માટે વિચારે,

તો, પરમ જ્ઞાની પ્રભુ છે એવું એ સ્વીકારે,

કદી જો એવા સ્વીકાર સાથે જ્ઞાનપંથે એ રહે,

ત્યારે જ,ખરેખર જ્ઞાનપંથનો અંત આવે,

એવા જ્ઞાનપંથ અંતમાં ભક્તિપંથ સહારો મળે,

માનવજીવનમાં જ્ઞાન સાથે ભક્તિ જ ઉધ્ધાર લાવે,

પ્રભુ શરણું વગર માનવ જીવનનો ઉધ્ધાર નથી,

બસ, આટલી સમજ ચંદ્રે અહીં સૌને કહી !

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૫,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

ગીતામાં શ્રી કૃષ્ણજીએ માનવીઓને ત્રણ પંથે જીવન જીવવાની વાત કહી.

(૧) જ્ઞાન પંથ

(૨) કર્મ પંથ

(૩) ભક્તિ પંથ.

આ ત્રણેમાંથી કોઈ પણ પંથ અપનાવી માનવી પ્રભુને પામી શકે છે.

માનવ જીવનનો હતું જ પ્રભુને જાણી સમજી એનામાં જ લીન થઈ જવાનો છે….યાને પુર્ણ શ્રધ્ધા સહીત “પ્રભુશરણું”.

જ્ઞાન પંથને ઉચ્ચ પદ આપ્યું છે.

તેમ છતાં….જ્ઞાનની સીમા કોઈને ખબર નથી….જે જાણ્યું તે ઓછું અને જાણ્યા પછી પણ ખુબ જ “અજાણ” રહે છે.

એથી….માનવીએ કોઈ પણ સમય “પુર્ણ જ્ઞાની છું” એવો ભ્રમ ના કરવો.

પ્રભુ ગીતામાં કહે છે….જ્ઞાનથી “અજ્ઞાનતારૂપી” અંધકાર દુર જરૂર કરવો….જ્ઞાન પ્રકાશમાં રહી કર્મ કરવા….આવી હાલતે, ત્યાગભાવની જાગૃતિ હોય શકે…અને એવા ત્યાગભાવમાં “પ્રભુ” સમાય અને એની સાથે જ્ઞાન સાથે ભક્તિનું મિલન થાય.

જો આવું શક્ય ના થાય તો….માનવી અહંકારમાં રહી જ્ઞાન તરફ દોડ ચાલુ રાખે અને “હું કરૂં હું કરૂં”ના વિચારે પોતાના “પતન” તરફ વળે છે.

મારી કાવ્ય રચનામાં બસ આટલી જ “સમજ ” છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Post is a Poem in Gujarati entitled “GYANPANTHNO ANT” meaning the END of the PATH of LEARNING.

Gita mentions of 3 Paths for the HUMANS ( GYAN, KARMA, BHAKTI).

The Gyan Path removes the DARKNESS within by the LIGHT of the KNOWLEDGE.

There is NO END to this Path…..one learns NEW all the time. But, it is ONLY when this PATH accepts BHAKTI, can there be that feeling of CONTENT & may be that gives the END POINT to GYAN as this leads to the GOD REALISATION or the SALVATION.

This is the MESSAGE via this POEM.

Dr. Chandravadan Mistry

 

જૂન 25, 2014 at 1:54 પી એમ(pm) 14 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,825 hits

Disclimer

સંગ્રહ

જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30