વિકારોનું મૂળ અહંકાર !

જૂન 22, 2014 at 1:06 પી એમ(pm) 11 comments

 

 

વિકારોનું મૂળ અહંકાર !

ઈન્દ્રીઓ માનવીના મનને રમાડે,

“હુંપણા” કે “હું છું”ના દર્શન કરાવે,

એવા દર્શનમાં “અહંકાર”રૂપી દાનવ જન્મે,

એ જ માનવીને ખોટાપંથે જવા લલચાવે !……(૧)

અહંકારભર્યો માનવ જગમાં જીવનસફર કરે,

“જે જોયું જાણ્યું “એની પ્રાપ્તિ માટે આશાઓ રાખે,

એવી આશાઓમાં “લોભ”રૂપી વિકાર જાગે,

એ જ માનવીને એના પતન તરફ દોરે !…….(૨)

જે મળ્યું તેના કરતા વધુ મેળવવા ઈચ્છાઓ રહે,

અન્ય પાસે કાંઈ નિહાળી, હાંસીલ કરવાની ભાવનાઓ જાગે,

“ઈર્શા”રૂપી આગમાં બળી, “ક્રોધ”થી મન એનું ભરે,

એ જ માનવીને એના પતન નજીક લાવે !……..(૩)

જ્યારે, અન્યનું “બુરૂ” કરવાની ઈચ્છાઓથી એ ના ડરે,

ત્યારે, સર્વ કાર્યોમાં, “સ્વાર્થ” એને અંધો બનાવે,

એવી સ્વાર્થભરી સફરમાં “હાની કે હત્યા”જેવા રાક્ષકો જન્મે,

એ જ માનવીને એના પતનની ખુબ જ નજીક લાવે !…..(૪)

જ્યારે, “વિકારો” સર્વ, માનવી અંદર રહી માર્ગદર્શન આપે,

ત્યારે, એ માનવી પ્રભુનો સ્વીકાર કરવા માટે મના કરે,

એવા સમયે, પ્રભુઅંશી”અંતર-અત્મા”ને એ કેદી કરે,

એ જ માનવીની “પતનઘડી” રહી !……………………(૫)

લોભ, ક્રોધ, ઈર્શા, હાની-હત્યાના વિચારો છે વિકારો બધા,

જેનું મૂળ “અહંકાર”અને એથી સમાય એમાં વિકારો બધા,

જે કોઈ અહંકારની કતલ કરી શકે,

તે જ સગુણોના પંથે રહી, “મુક્તિ” મેળવી શકે !……….(૬)

અહંકારનું મૃત્યુ, એ જ મોહમાયાના બંધનોમાંથી છુટકારો આપે,

મોહમાયાના ચક્કરે અહંકાર છોડવો,નથી સહેલી વાત એવું સૌ જાણે,

છતાં, જ્યારે પ્રભુશરણે પ્રભુસહારો મળે, એવું જીવનમાં શક્ય હોય શકે,

આવી છે “ચંદ્ર સમજ”, અમલ કરવા,તમ પ્રયત્ન હંમેશા રહે !…(૭)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૩,૨૦૧૪                        ચંદ્રવદન

બે શબ્દો…

આજની આ કાવ્ય રચના અચાનક શક્ય થઈ.

રૂમમાં બેઠો બેઠો વિચારતો હતોઃ “શું કરૂં ?”

અને…”અહંકાર”શબ્દ મનમાં આવ્યો.

હમણા કોઈએ રેકોર્ડ કરેલી “સાઈ બાબા”વિષેની ટીવી સીરીયલ જોઈ હતી…એમાં બાબા ઉપદેશ હતો”અહંકાર ત્યાગ”.

બસ..આવા વિચારોમાં રહી મારી સમજ પ્રમાણે મેં અહંકારને માનવ પતનનું મૂળ કારણ કહ્યું.

આશા છે આ રચના તમોને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS..

Today’s Post is a Poem in Gujarati titled “VIKARONU MUL AHANKAR” meaning the BAD THOUGHTS HAVE THE ROOTS in ONE’S SELF-PRIDE.

When one is free from the EGO…then only the SALVATION is possible.

I hope you like the message in this Post.

Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો.

ભુતકાળ અને ભવિષ્ય સાથે વર્તમાન ! જ્ઞાનપંથનો અંત !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  જૂન 22, 2014 પર 3:05 પી એમ(pm)

  hun panane bahu saral rite darshavyo chhe.   

  “હુંપણા” કે “હું છું”ના દર્શન કરાવે, એવા દર્શનમાં “અહંકાર”રૂપી દાનવ જન્મે,

  જવાબ આપો
 • 2. Hemant Bhavsar  |  જૂન 22, 2014 પર 5:11 પી એમ(pm)

  When we let it go of Ego , we are close to god , This is extremely nice poem posted in your blog , it had depth meaning , Thank you for sharing with us ………Hemant Bhavsar

  જવાબ આપો
 • 3. dhavalrajgeera  |  જૂન 22, 2014 પર 11:04 પી એમ(pm)

  Without Ego there is no identity.
  So, First one has to surrender Ego to Thy!!!!
  And say Tu He tu……

  જવાબ આપો
 • 4. pravina Avinash kadakia  |  જૂન 22, 2014 પર 11:32 પી એમ(pm)

  અહંકારનો હું કાર તું મનમાંથી કાઢ

  અહંકારનો હું કાર તારો કરશે રકાસ

  પ્રવિનાશ

  જવાબ આપો
 • 5. harnishjani52012  |  જૂન 23, 2014 પર 1:12 એ એમ (am)

  મેરા મુઝમેં કુછ નહીં, જો કુછ હૈ વો સો તોર
  તેરા તુઝકો સોંપતે કય્ા લાગત હૈ મોર.

  કબિરજીની વાણી યાદ આવી ગઈ. આપણા લાખો કે કરોડો રૂપિયા આપણાં નથી.
  બુરા જો દેખન મૈં ચલા.બુરા ન મિલીયા કોઈ,
  જબ દિલ ખોજા અપના,. મુઝસે બુરા ન કોઈ.

  મિસ્ત્રી સાહેબ,અચાનક કશું મનમાં આવતું નથી. તમે અગાઉ કરેલાં ચિંતન અને મનન પાછા પ્રગટે છે.

  જવાબ આપો
 • 6. chandravadan  |  જૂન 23, 2014 પર 3:36 પી એમ(pm)

  This was an Email Response>>>>

  વિકારોનું મૂળ અહંકાર !(2)
  Me વિકારોનું મૂળ અહંકાર ! ઈન્દ્રીઓ માનવીના મનને રમાડે, “હુંપણા” કે “હું છું”ના
  Jun 22 at 3:54 PM
  Kamlesh Prajapati
  To Me
  Today at 7:34 AM
  કાકા
  અહંકાર વિશે ખુબજ સરસ રચના આ બાબતે ઘણું બધું આ રચના સંદેશો આપે છે. આ બાબતે વધુ લખવાની હજુ ઉમર નથી. આપશ્રી દ્દારા કરવામાં રચના થી ખુબજ પ્રભાવિત છું ઉતરો ઉતર નવી નવી રચના કરતા રહો એવી અપેક્ષ શહ
  કમલેશ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh,
  Abhar !
  Thanks for inspiring me.
  Kaka

  જવાબ આપો
 • 7. ishvarlal R. Mistry.  |  જૂન 23, 2014 પર 6:13 પી એમ(pm)

  Very nice post Chandravadanbhai, Need to let go of ego, and salvation comes,worth remembering.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. Vinod R. Patel  |  જૂન 23, 2014 પર 8:08 પી એમ(pm)

  અહંકાર છોડવો,નથી સહેલી વાત એવું સૌ જાણે,

  તદ્દન સાચી વાત કહી .

  નરસિંહ મહેતાએ એના એક પદમાં ગાયું છે

  પ્રભુજી પાસે રે , હરિ નથી વેગળા

  આડો પડ્યો છે એન્કાર

  એન્કાર એટલે અહંકાર . હરી ને પામવામાં અહંકાર વચ્ચે નડતર રૂપ બને છે .

  જવાબ આપો
 • 9. Sanat Parikh  |  જૂન 24, 2014 પર 4:52 પી એમ(pm)

  Good advice to put into practice.

  જવાબ આપો
 • 10. પરાર્થે સમર્પણ  |  જૂન 30, 2014 પર 4:25 એ એમ (am)

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

  વાહ સાહેબ વાહ ..સરસ વિષય પર સુદર શબ્દો

  અહંકારમાં રાજાઓનાં રાજ ગયાં અહંકારમાં વિવેક બુધ્ધિ નષ્ટ થાય.

  જવાબ આપો
 • 11. hemapatel  |  જૂન 30, 2014 પર 2:31 પી એમ(pm)

  તદન સત્ય વાત કરી છે, અહંકારને કારણ માનવીનુ પતન થાય છે. એક ‘ હું’ જ બધાને પરેશાન કરે છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: