Archive for જૂન 20, 2014

ભુતકાળ અને ભવિષ્ય સાથે વર્તમાન !

 

THIS WAS THE PICTURE with the EMAIL of PRAVIN PATEL

ભુતકાળ અને ભવિષ્ય સાથે વર્તમાન !

 

ભુતકાળને ભુલો અને વર્તમાનમાં રહો,

એવી ચંદ્રશીખને તમે સમજો ‘ને જાણો !…….(ટેક)

 

અનેક ઘટનાઓમાંથી ભુતકાળ બને,

એવી ઘટનાઓમાં સારૂં કે નબળું હોય શકે,

ભલે, પળભર યાદ એની જો આવે,

ત્યારે, થયેલ ભુલો સુધારવાનો નિર્ણય લેવો રહે !……..(૧)

 

વર્તમાનના વાતાવરણમાં તમે હવે પ્રવેશ કરો,

જે કરવું તે આજે જ કરવાનો વિચાર આજે કરો,

અરે ! “અબ” કરો ‘ને કાલ પર કાંઈ ના છોડો,

એવું જીવન તમે હર ઘડી ઘડતા રહો !…………….(૨)

 

ભવિષ્ય વિષે જરા પણ ના ચિન્તાઓ કરો,

જો વર્તમાનના પગલાઓ જો સારા ભરો,

તો, ભવિષ્ય પણ ઉજ્જ્વલ,એવું જરૂર માનજો,

એવા વિચારે વર્તમાનમાં સફર કરો !…………….(૩)

 

સમયની ગતી ન્યારી, નથી એને કોઈના બંધનો,

વર્તમાનમાં જ કર્મો થાય, તો પાળો સારી આદતો,

એવા જીવનમંત્રે પ્રભુકૃપાનો વરસાદ  ચાખજો,

મૃત્યુના ડરથી દુર તમે ભાગજો !……………….(૪)

 

માનવી તરીકે વર્ષો કેટલા જીવ્યા એનું મુલ્ય જરા નથી,

જીવન કેવી રીતે જીવ્યાના મુલ્યની અહીં તો ખરી વાત રહી,

સમજી લ્યો આવા સનાતન સત્યને, ચંદ્ર શીખ આવી રહી,

સમજ્યા તે ભવસાગર તર્યા, માનવ જન્મ ધન્ય થયાની આ વાત રહી !…….(૫)

કાવ્ય રચના ઃ તારીખ માર્ચ,૧૯,૨૦૧૪                        ચંદ્રવદન

 

બે શબ્દો…

ન્યુ યોર્કના “લોન્ગ આઈલેન્ડ”માં રહેતા, એક પ્રવિણ પટેલનો ઈમેઈલ આવ્યો.

એમાં એક કલર ચિત્ર હતું ..જેમાં એક ફુલ ખીલતું નજરે આવે છે અને સાથે એક ગ્લાસમાં પ્રવાહી રડાતું નજરે આવે છે.

એ ચિત્ર ઉપર અંગ્રેજીમાં નીચે મુજબ લખાણ હતું>>>

Face your PAST without regrets. Handle your PRESENT with Confidence…and prepare for the FUTURE without Fear.

બસ, આ અંગ્રેજી શબ્દો મારા હ્રદયના ઉંડાણમાં પહોંચી ગયા.

જરા ચળવળ થઈ !

અને, અંતે, પ્રભુકૃપાથી એક રચના શક્ય થઈ  એ જ આજે તમો પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

પોસ્ટ ગમી ?

કાવ્ય જેવું લખાણ છે એને તમો કાવ્ય માનો કે નહી એ વિષે ચિન્તા નથી….પણ તમે એમાં ભરેલા “હ્રદયભાવ” ને સમજી સ્વીકારશો એવી મારી આશા છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS….

This Post is a Poem in Gujarati with the ADVICE to HUMANS that one must live in the PRESENT always…..Do not dwell in the PAST……And, do not worry about the FUTURE that is UNKNOWN.

Learn to do everything TODAY….and if today NOW & do not postpone it to TOMORROW.

If you march in your Life with this RESOVE, you are in the RIGHT PATH & even CLOSER to GOD.

Hope you like the MESSAGE.

Dr. Chandravadan Mistry

જૂન 20, 2014 at 12:18 પી એમ(pm) 14 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,540 hits

Disclimer

સંગ્રહ

જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30