મનના વિચારો હ્રદયમાં !

June 16, 2014 at 12:29 pm 8 comments

 

gulab1

 

મનના વિચારો હ્રદયમાં !

હ્રદયમાં વિચારો ગુંગળાય ગયા, હ્રદય બહાર જાવા પ્રયત્નો કરતા રહ્યા,

કોઈ દ્વાર નજરે ના આવે, તો મનડું સહાયે આવે,

મનડાનો પ્રભાવ જીભ પર પડે,  વિચારો વાચારૂપી શબ્દો બને,

હ્રદયના વિચારો શબ્દો બની વહે, હ્રદય હવે વિચારો વગર હલકું બને,

શબ્દોરૂપી વિ્ચારો વાચારૂપે અન્યને સંભળાય છે, સાંભળી, સારી કે બુરી અસર જરૂર થાય છે,

જો કોઈ વાચારૂપે વિચારો ના સાંભળે, તો, એ હવામાં ગુંજન કરી આકાશમાં ભળે,

આકાશ એજ પ્રભુ તરફનો પંથ રહ્યો, વાચારૂપી વિચારોનો પ્રભુને સંદેશો મળ્યો,

માનવી હ્રદયે જે કાંઈ વિચારરૂપે હોય, તે, વાચારૂપે બને તો પ્રભુને ખબર હોય,

માનવી જો માને કે વાચા એની કોઈએ ના સાંભળી, છુપી રાખી એમ માને,પણ ભુલે કે પ્રભુએ તો સાંભળી,

આથી, ચંદ્ર કહે ઃ

હ્રદયમાં વિચારો શુધ્ધ અને રાખો સત્યપંથે, હ્રદયમાં રહે તો પણ પ્રભુ જાણે તમે આનંદપંથે,

જો કદી વિચારો હ્રદયમાંથી વાચારૂપે શબ્દો બને, તો, જરૂર સાંભળી એવા વિચારો અન્ય હૈયે આનંદ વહે,

 અસત્ય કે કોઈનું બુરૂ વિચારોમાં તમે કદી રાખશો, એવું કરશો તો, તમારા પતન તરફ તમે વળશો,

જો વિચારો અન્યના ભલા માટે હશે, તો,તમારા કર્મો પણ અન્યના ભલા માટે હશે,

એવી હાલતે, તમો અન્યની સેવામાં તલ્લીન હશો, જનકલ્યાણના પંથે પ્રભુના તમે ખુબ વ્હાલા હશો,

માનવ છો, તો માનવ જન્મનો હેતુ તમે સમજી લેશો, એવા જ્ઞાનમાં, અંધકાર દુર તમે જરૂર કરી શકશો,

આવા જ્ઞાનમાં સાકાર કે નિરાકાર ઈશ્વરની ચિંતા નહી, ફક્ત પ્રભુમાં સર્વ છે એવા ભાવે કોઈ ચિંતા રહે નહી,

નિહાળો પ્રભુને હંમેશા કોઈ પણ સ્વરૂપે તમે, એવા સ્વરૂપે પ્રભુ શરણું સ્વીકાર્યું છે તમે,

માનવ જન્મનો ધ્યેય આજ રહ્યો, જે ચંદ્રે આજે સૌને કહ્યો !

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૨,૨૦૧૪                    ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ એક કાવ્યપોસ્ટ છે….”મનના વિચારો હ્રદયમાંથી”.

એક દિવસ, મારા મનમાં એક વિચાર આવ્યો….જો વિચાર હ્રદયના ઉંડાણમાંથી હોય તો એ જરૂર અન્યના ભલા માટે હોય…એવા વિચારો પ્રભુભક્તિ તરફ હોય.

બસ, આવા વિચારોમાં ડુબી, આ રચના થઈ છે, અને તમોને એ ગમે એવી આશા છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW WORDS…

 

Today’s Post is a Poem in Gujarati about the THOUGHTS of  the MIND being born in the HEART.

As one thought leads is born, it reaches the heart & eventually becomes the WORDS…the words are heard as the SPEECH….and the EFFECTS can be BAD or GOOD.

The ACTIONS that lead to GOOD, pleases GOD and benefit others.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

ક્રોધ પર વિજય ! સુવિચારોરૂપી વાણી !

8 Comments Add your own

 • 1. Purvi Malkan  |  June 16, 2014 at 1:09 pm

  bahu j sundar મનડાનો પ્રભાવ જીભ પર પડે,  વિચારો વાચારૂપી શબ્દો બને, હ્રદયના વિચારો શબ્દો બની વહે, હ્રદય હવે વિચારો વગર હલકું બને,aa line vaanchine mane mari vallabh saakhi ni yaad aavi gayi.

  purvi. 

  Reply
 • 2. Prad  |  June 16, 2014 at 4:49 pm

  Dad – are you back on-line? Pratik

  Kind Regards

  Prad Mistry
  07875 379492
  (sent from my iPhone, please excuse any typo’s!)

  >

  Reply
  • 3. chandravadan  |  June 16, 2014 at 6:36 pm

   Pratik,
   Thanks for visiting my Blog.
   Yes, the New Computer was installed on 15th June 2014…that is on the Father’s Day.
   You can send me the Emails now.
   Please..do REVISIT my Blog…You can read the script in ENGLISH & understand the Post…Then, may be a COMMENT for the Post you had read.
   Chandravadan (Dad)

   Reply
 • 4. Vinod R. Patel  |  June 16, 2014 at 9:56 pm

  મન, વિચાર અને બુદ્ધિ

  મનુષ્યની તમામ ક્રિયાઓનું આરંભ બિંદુ વિચાર

  વિચારનું આરંભ બિંદુ મન

  વિચાર બુદ્ધિને ઢંઢોળીને સજાગ કરે અને કર્મ કરવા પ્રેરે

  જેવું મન એવો વિચાર

  જેવો વિચાર એવી બુદ્ધિ

  જેવી બુદ્ધિ એવું કાર્ય

  મન, વિચાર અને બુદ્ધિનો સુ સંયોગ થાય એટલે ભયો ભયો

  Reply
 • 5. Ramesh Patel  |  June 17, 2014 at 10:08 pm

  પ્રભુ પંથે દોરે એવા સુંદર ભાવ વિચારો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. P.K.Davda  |  June 17, 2014 at 10:33 pm

  નવું કોમપ્યુટર અને મનમાં નવા વિચારો. સરસ.

  Reply
 • સુંદર ભાવ અને વિચાર …

  Reply
 • 8. chandravadan  |  June 18, 2014 at 6:15 pm

  This was an Email Response>>>

  Dharamshi Patel
  To Me
  Jun 17 at 8:29 PM
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharmashiji,
  Thanks for expressing you liking the Post.
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

June 2014
M T W T F S S
« May   Jul »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: