સ્વાર્થભર્યો જગનો વ્હાલ !

June 7, 2014 at 11:58 am 15 comments

 

http://keralites.net/

 

સ્વાર્થભર્યો જગનો વ્હાલ !

 

કોણ કોને વ્હાલું આ જગમાં ?

પ્રીતી છે એ સબ સ્વાર્થભરી !……(ટેક)

 

હોય રાજા કે રંક, સૌને વ્હાલું ધન,

છે આજે, ‘ને નથી કાલે , એવું જાણે મન,

તેમ છતાં, સ્વાર્થમાં આશાઓ સૌની ધન તણી !…..(૧)

 

સંતાનોને વ્હાલા માતાપિતા, માતાપિતાને વ્હાલા દીકરી કે દીકરા,

પતિ-પત્નીના વ્હાલમાં છે સંતાનો હોય એ દીકરી કે દીકરા,

નથી રહે કોઈ કાયમનું, છે આ બધું પળભરનું !……(૨)

 

સગા સ્નેહીઓ અને મિત્રો જીવનસફરે સ્નેહ ચાદર પાથરે,

જીવનમાં જરૂરત પડતા, દુર સૌ કોઈ  ભાગે,

એવી સ્વાર્થગતીના છે સર્વ જગપ્રાણીઓ, સત્ય એવું જાણજે !….(૩)

 

આવ્યા હતા જગમાં એકલા, જઈશું જગ છોડી એકલા,

એવા પરમ સત્યને જાણી, અજ્ઞાનમાં સૌ અહીં રહેતા,

તો, ઘોર અંધકારમાં જ્ઞાનપ્રકાશ ક્યારે આવશે ?…….(૪)

 

નામ, અને નામના રહે આ જગમાં, ના આવે સાથમાં,

“હુંપણ” ત્યાગતા, ખુદની પહેચાણ કરી, જાણો તમ આત્મા,

એવી પવિત્રતામાં વહી રહે “જ્ઞાનગંગા” તમ હ્રદયમાં !….(૫)

 

માનવ ત્યારે, જીવનપંથે પ્રભુને ખરેખર જાણે,

જ્ઞાન પ્રકાશથી સ્વાર્થભાવનાઓ એ ત્યાગે,

એવી ચંદ્રસમજમાં ભવસાગર તરીને, માનવજન્મ ધન્ય બને !

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૫,૨૦૧૪ ચંદ્રવદન

 

 

બે શબ્દો…

એક દિવસ “અખંડ આનંદ”નું નવો અંક પોસ્ટ દ્વારા મળ્યો.

એમાં એક લખાણે “સ્વાર્થ” વિષે લખાણમાં “કોણ કોનું છે આ જગમાં ?” ના શબ્દો સાથે થોડી ચર્ચાઓ હતી.

મારા હ્રદયને આ વાંચન મારા હ્રદયના “ઊંડાણ” સુધી પહોંચી ગયું.

અને…આ રચના શક્ય થઈ.

તમોને ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati is a Post & it talks of Human attracted by MONEY & other ATTRACTIONS of this World….These are all SELFISH Acts.

When he/she does the SELFLESS Acts he marches towards GOD.

The RELATIVES & ALL are with their SELF INTEREST…one is born on the Earth ALONE & will leave this place ALONE…..NOBODY will give the COMPANY then. This is the ULTIMATE TRUTH.

Hope you like the MESSAGE.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

શરીર,મન અને આત્મા ! વેદના !

15 Comments Add your own

 • 1. Purvi Malkan  |  June 7, 2014 at 12:27 pm

  I like it

  Reply
 • 2. RonakHD  |  June 7, 2014 at 1:33 pm

  હોય રાજા કે રંક, સૌને વ્હાલું ધન,
  છે આજે, ‘ને નથી કાલે , એવું જાણે મન,
  તેમ છતાં, સ્વાર્થમાં આશાઓ સૌની ધન તણી !
  એકદમ સત્ય !
  ખરેખર ગમી ગઈ.

  Reply
 • 3. pravina Avinash  |  June 7, 2014 at 1:43 pm

  આ દુનિયાનો એ જ શિરસ્તો છે.

  સત્ય છે, સ્વાર્થની ધરી ઉપર જિવન ઘુમે છે

  પ્રવિનાશ

  Reply
 • 4. P.K.Davda  |  June 7, 2014 at 1:44 pm

  આજકાલ વ્યહવાર ચલાવવા સ્વાર્થ એ જરૂરી તત્વ બની ગયું છે, નિસ્વાર્થ કાર્ય માટે લોકો પાસે સમય ક્યાં છે?

  Reply
 • 5. dhavalrajgeera  |  June 7, 2014 at 1:55 pm

  નિસ્વાર્થ કાર્ય માટે લોકો પાસે સમય છે ?
  Dhavalrajgeera
  http://www.bpaindia.org

  Reply
 • સ્વાર્થ નિસ્વાર્થ એ આપણા મનની પરિભાષા- ઉપજ છે, જેમ દુખ કે સુખ. હા, જરૂર એ હકીકત છે કે કોઈ પણ હેતુ વિના કોઈ પણ કાર્ય દરેક કરી શકતા નથી, હેતુ પાર પાડવા થતાં કોઈ પણ કાર્યને આપણે સ્વાર્થ કહી શકીએ !!!!

  Reply
 • 7. Hemant  |  June 7, 2014 at 3:30 pm

  Nice poem , though it is a true fact that soul will born and live this wourld by himself , but throughout this Journey karma will play the key role for next destination which is moksha , ……..Hemant Bhavsar

  Reply
 • 8. Deejay  |  June 7, 2014 at 3:32 pm

  તદ્દન સાચી વાત છે. આપની.નિવૂતી બાદ આ બધું યાદ આવે છે.

  Reply
 • 9. La Kant Thakkar  |  June 8, 2014 at 1:12 am

  અતિ સામાન્ય વાત,,લગભગ મહદ અંશે “હુ” મને આવી વાતોથી અળગો જોઉં.
  “જે છે તે” સહી જ છે!”-કલિયુગમાં કુદરત્તની વ્યવસ્થા આવી જ !કારણકે, આ સ્રુશ્ટિની રચના જ “વિરોધાભાસી દ્વંદ્વો”પર થયેલી છે . આપણે બને એટલું “શુધ્ધ” રહેવું.આ પણને અને /પોતાના માનીએ તેમને થયેલા કડવા અનુભવો
  ક્વચિત આવુંય વિચારીને લખવાનું મન થાય ….

  પાણા જ પાણા

  વાતો તો ઘણાય કરે છે મુલાયમ મુલાયમ,
  પણ ભીતર જુઓ તો, કાળા પાણા જ પાણા!
  એમ ક્યાં કોઈ કંઇ આપી દેતું હોય છે કોઈને?
  હકીકતમાં,વહેવારમાં તો સહુ શાણા જ શાણા!
  બાહ્યમાં સૂટ-બૂટ!સજ્જનતાના ગાણાં જ ગાણાં
  ગંજી-ને મોજાં,કચ્છામાં,અંદર તો કાણાં જ કાણાં!
  સંબંધની ખરી વ્યાખ્યા શું,કેવી રીતે કરવી હવે?
  જ્યાં મકસદ બધેય એકજ,સિર્ફ નાણાં જ નાણાં!
  મને ફાયદો શું? મૂલવણી તો આખર નોટો-નાણાં?
  કાયદા,નીતિ,રીતિ નિયમ તો ગણે સૌ અન્યો માટે!
  ખુદને ગણે છે અપવાદ, ખુદ જાણે રાણા જ રાણા.
  ‘હું આમ’ને,‘હું તેમ’બસ બડાશના ગાણાં જ ગાણાં!

  -લા૧૪ ‘ કાંત /૮.૬.

  Reply
 • 10. Vinod R. Patel  |  June 8, 2014 at 1:32 am

  આ જગમાં સહુ સ્વાર્થનું સગું છે

  હું અને મારું સાચું બીજું બધું નાં કામનું

  Reply
 • 11. Ramesh Patel  |  June 8, 2014 at 1:38 am

  રામ રાખે એમ રહીએ ,આપણે તો ચીઠ્ઠીના ચાકર છીએ…સરસ ચીંતનભરી જીવન દર્શન કહેતી કવિતા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 12. Dr. Kamlesh Prajapati  |  June 8, 2014 at 4:17 am

  Nice poem kaka.
  I dont know how to type in Gujarati on your blog.
  because of busy schedule not able to visit the blog.

  Reply
 • 13. pravinshastri  |  June 9, 2014 at 5:01 pm

  સગા સ્નેહીઓ અને મિત્રો જીવનસફરે સ્નેહ ચાદર પાથરે,

  જીવનમાં જરૂરત પડતા, દુર સૌ કોઈ ભાગે,

  એવી સ્વાર્થગતીના છે સર્વ જગપ્રાણીઓ, સત્ય એવું જાણજે

  સાચે જ કડ્વું સત્ય.

  Reply
 • 14. prdpraval  |  June 10, 2014 at 5:50 am

  swarth ni samajik sachhayi vishe aape lakhelu kadvu satya kharekhar loko ne gamse ne andarthi swaikari bahya rite aavkarse….

  Reply
 • 15. chandravadan  |  June 16, 2014 at 7:59 pm

  This was an Email Response >>>>

  Me સ્વાર્થભર્યો જગનો વ્હાલ ! DEAR MITRO, A NEW POST @ https://chandrapukar.wordpress.com/2014/06/07/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a
  Jun 7
  Dharamshi Patel
  To Me
  Jun 7
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshibhai,
  Abhar !
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

June 2014
M T W T F S S
« May   Jul »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: