શરીર,મન અને આત્મા !

જૂન 5, 2014 at 12:13 પી એમ(pm) 9 comments

 

 

 

શરીર,મન અને આત્મા !

માનવ છે એક જગનું પ્રાણી, જેના શરીર આકારને જાણી,

એટલું જાણી માનવ નામે પહેચાણ મળી,

તો, શું એટલું જાણતા, માનવને પુર્ણતા મળી ?

 

 

શરીર અંદર મન રહે, એ તો અતી ચંચળ રહે,

અનેક વિચારો જન્મતા રહે,

શું એ ખરેખર સ્થીર ના હોય શકે ?

 

ભલે ,મન ચંચળ હોય, બુધ્ધીરૂપી લગામ જો હસ્તે હોય,

તો, વિચારોમાં સમજશક્તિ હોય,

તો, ફક્ત સમજશક્તિથી માનવ પુર્ણતા હોય ?

 

એક વિચારમાં એક સમજ. એવી સમજમાં કોઈ બીજી સમજ,

ત્યારે કેવી સમજ સાચી સમજ ? કોણ હશે સમજાવવા એવી સમજ ?

એવી વિચારધારામાં રહે મુજવણો, કેમ મળે ખરી સમજ ?

 

એવા સમયે, “આત્મા”પ્રકાશ પ્રગટી કહેઃ ચંચળ મનને કહું આ સાચુ કે ખોટું અને મન નવા વિચારે,

જેથી એ દોડવાનું જરા બંધ કરે અને મન છે ફરી નવા વિચારે,

એવી ઘડીએ “લગામ” મારી લગાવી મન શાંત બને !

 

જ્યારે મન જો ઘડીભર શાંત અવસ્થામાં રહે,

ત્યારે પ્રભુતત્વ મારો એને થોડી સહાય કરે,

દિવ્ય શક્તિના પ્રભાવે એ નિર્ણય કરે, એવા નિર્ણય આધારે વિચારોને અમલ કરે !

 

વિચારોનું અમલ એવા સમયે બુધ્ધિ અને મનને સ્વતંત્ર રાખ્યું,

કર્મ કરતા માનવીને મેં તો માર્ગદર્શન દીધું,

એથી કર્મનું “મુલ્ય”માં ફાળો બુધ્ધિ મનનો ગણવો રહ્યો !

 

 

જો દિવ્યશક્તિને આધારે મન જે કરે તે પુન્ય રહે,

જો મન ફક્ત બુધ્ધિ આધારે કરે, તો ભુલો કરે,

એવી ભુલોમાં સ્વાર્થઆધીન અન્યના બુરાનું એ કરે, એવા કર્મો માનવીને પાપોરૂપી કામો તરફ દોરે !

 

આત્માની અંતરવાણી સાંભળી અંતે ચંદ્ર કહેઃ

 

માનવ પ્રભુએ ઘડ્યો છે ખુબ કારીગીરી સાથે, અદભુત શરીર જુદા જુદા અંગો સાથે,

અંદર અને બહાર કુદરતની ઉદારતાના દર્શન કરતા, પ્રભુને આભાર માનવાની તકો કદી ના ચુકતા,

પ્રભુના ગુણલા ગાવાનું કદી પણ ભુલતા, ભક્તિ પંથે રહીને હર પળ પ્રભુને ભજવા!

જો કદી માનવી પ્રભુ ભક્તિ પંથ આપનાવે, તો, મન બુધ્ધિ એની સ્થીર બની શકે,

મન બુધ્ધિની સ્થીરતા સાથે ભક્તિ રંગ લાગે, તો,સત્ય પંથે ફક્ત સતકર્મો હોય શકે,

સતકર્મો જ જન્મ મરણના ફેરામાંથી છુટકારો આપે, એવા છુટકારામાં મુક્તિ મળી એવું જ્ઞાની કહે,

જેણે મુક્તિ પામી, તેણે પ્રભુને જાણ્યા સમજ્યા, આત્મારૂપી પ્રભુઅંશરૂપે પ્રભુમાં જ એઓ સમાયા,

જો કદી માનવ અવતારે આવું શક્ય થયું, તો માનજો તમ માનવ જીવન ધન્ય થયું!

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૦,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

એક દિવસે માનવ “શરીર”ના વિચારો…..એવા વિચારો સાથે માનવીના “મન”ના વિચારો.

આ બે વિચારો રમવા લાગ્યા અને ત્રીજો વિચાર હતો “આત્મા”….પણ વચ્ચે રમી રહી હતી માનવ “બુધ્ધિ”.

બસ…આ ત્રણની સાથે હું રમવા લાગ્યો.

એવી વિચારધારામાં જન્મી આ રચના !

ગમી?

વાંચશો જરૂર….અને બની શકે તો પ્રતિભાવ પણ આપશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Poem in Gujarati is a play between MIND-BRAIN & SOUL.

The HUMAN with the BODY….has the MIND creating THOUGHTS ( Bad or Good)….the BRAIN has to ANALYSE what is RIGHT or WRONG….and  at times CONFUSED. It is the SOUL then is the GUIDE. It is the INNER VOICE….One has to listen to…..but, often the Humans often IGNORES.

This Poem narrates this as a DIALOGUE…..which leads to the GOD REALIZATION.

Hope you like this Poem.

Dr. Chandravadan Mistry

 

 

 

Entry filed under: કાવ્યો.

કુદરતના શણગારમાં પ્રભુદર્શન ! સ્વાર્થભર્યો જગનો વ્હાલ !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Ratilal Mistry  |  જૂન 5, 2014 પર 1:15 પી એમ(pm)

  Bhai I liked your thoughts.Thanks & blessing from Ratilalbhai

  Sent from my iPad

  >

  જવાબ આપો
 • 2. Deejay  |  જૂન 5, 2014 પર 2:58 પી એમ(pm)

  બહુ ઉત્ત્મ વિચારો છો આપ તો.ચંચળ મનને લગામથી નાથી શકાય તે કક્ષાએ પહોચવું અઘરું તો છેજ.

  જવાબ આપો
 • 3. La Kant Thakkar  |  જૂન 5, 2014 પર 3:34 પી એમ(pm)

  “શરીર”ના વિચારો…..એવા વિચારો સાથે માનવીના “મન”ના વિચારો.
  આ બે વિચારો રમવા લાગ્યા અને ત્રીજો વિચાર હતો “આત્મા”….પણ વચ્ચે રમી રહી હતી માનવ “બુધ્ધિ”.” આ વિચાર્વંત વ્યક્તિના લક્શ્ણો ,સરસ !મૂળભૂત પાયાની વાતો વણી લીધી છે.

  કઇંક સંકલિત વિચારોનો ગુલ-દસ્તો પેશ છે: – “ હું અંદર-બહાર ”
  “આપણી ભીતર જે કઈ છે,તે આપણી સામે અને આપણી પાછળ જે કઈં છે એથી વધુ અગત્યનું અને મહત્વનું છે.”
  એટલે ( ખ્યાલ રાખવો કે,મર્કટ મનની મસ્તી અને નખરાં ને વશ નથી થતા ને?“બહાર કોઈ નહીં ને, ભીતર એક જણ! એ એકાંતની ક્ષણ.” “ચાલો, પાછળ નજર કરીએ,સમજણથી,આગળ શ્રધ્ધાથી અને આસપાસ પ્રેમથી!’

  “દૃષ્ટિ તેવી સૃષ્ટી”નો ઈન્કાર થાય ખરો? મતલબ,જે થાય છે,તે જ ખરું! ઠીક જ! ઈશ્વરે કર્યું/કરાવ્યું=તેનીઇચ્છા તેજ આપણીઈચ્છા બનાવી શકીએ તો?આપણા જીવનની સમસ્યાઓ-તકલીફો ઓછામાં ઓછી!
  ઈશ્વર આકાશમાં નથી,સર્વત્ર છે.ઈશ્વર એક ઊંચાઈ છે,ગુરુતત્વ છે.ઊચાઈને પામવી એટલેજ પરમતત્વને પામવું. આધ્યાત્મિકતા [SPIRITUALITY] એટલે ઉતમતાછે. જીવન ઉત્તમ બનાવવાની સાધના એટલેજ….આધ્યાત્મિકતા….. ફક્ત ‘’જીવન” [ ચાલુ ક્ષણ]= વર્તમાન ઉપરજ આપણી સત્તા છે. આપણી પસંદગી, નિર્ણય છે,શું-કેવી રીતે ક્યારે કરવું? આપણા કરવા પરજ બધું અવલંબે છે,કારણ કે,જેબની ગયું,તેમાં ફેરફાર કોણ કરી શકે ભલા?“ બન્યું તેજ ન્યાય “ અને જે અનાગત છે,આવ્યું જ નથી,ઘટવાનું છે,તેની આપણને પૂરી ખબર નથી.તેની નિશ્ચિતતા જોવી જ .
  (નક્કી કરવીજ) હોય તો,આજની આ ક્ષણે પુરુષાર્થ કરીને સહી દિશામાં ગતિ કરતાં રહેવાની છે,જેથી આવનારી ક્ષણો ઉત્તમ બની રહે.પુરુષાર્થ (=“CAUSE’’)થી પરિણામ(=અસર-“EFFECT” ) ભવિષ્યની ક્ષણો સુધારવાની
  પ્રાર્થનાસહ કરેલી/કરાયેલી પ્રતીક્ષાભરી કોશીશએટલેજ “જીવન”.એટલા માટે, શક્ય હોય તેટલી વાર પ્રાર્થનામય બની રહી પોતાના કર્તવ્ય,ફરજ અંતરતમને અનુસરતારહી(=વિવેક-શક્તિનો ઉપયોગ કરતાં રહી)નિભાવવા એજ કરવાનું છે.કર્મની જેમ ભ્રમને આધીન બધા હોતાજ હોય છે.ભ્રમ તો બધા પાળતા જ હોય છે.,કારણ કે , તેનું ચેતન-તત્વ,-પ્રાણવાયુ જેવું,સંજીવની-અમૃત પોત છે,જે જીવાડ્યે રાખે છે.આપણું ભાવ જગત ધબકતું રહ્યા કરેછે……જીવંતતા વર્તાય છે, દેખાય,ભાસે છે.તેના કારણે આપણે પછી એને ઉમ્મીદ-આશા રૂપે પણ જોઈ લેતા હોઈએ છીએ,કારણ,શક્યતાઓ અસીમ-અપાર છે.કઈંજ અશક્ય નથી,બધું જ શક્ય છે.જેને નિરસ રહેવામાં જ રસ હોય,તેણે મરજીવા બનવા જેવું થાય.તેને જ મોતી મળે, જે અન્યને આપી દેવાય। મોતીનો સંઘરોકઈં કેટલો કરી શકાય? જરૂરી તો એ છે કે, એનો ઉપયોગ થાય ! એટલેજ કોઈ અનુભવી જ્ઞાનીએ-શાણાએ કહ્યું જ છે : “ જે આપી દઈ શકો છો ,વહેંચોછો એ જ તમારું છે !ને, રાજેશ વ્યાસ “ મિસ્કિન’ જેવાકવિ તો પડકારજ કરે છે :
  “તારું કઈં ન હોય તો છોડીને ચાલ્યો આવ તું,
  ને, તારું જ હોય બધું તો એ આપી બતાવ તું”

  આપીને ખુશ થાઓ તો, ખુશી બેવડાય,’ મારું મારું ’-કહી જે કઇં છાતીએ વળગાડી ફરો તેનો ‘સૂડો-સંતોષ’સિવાયકોઈ ઉપયોગ? એટલે, સુપાત્રને આપી,પ્રભુનું કામતો કરવું જ.]જીવન અને ધર્મ વર્તમાનમાં જ છે. આજે જે મળ્યું તેનો આનંદ માણવો .ભવિષ્યની ખોટી ચિંતામાં ‘આ ક્ષણ નો આનંદ’ ખોવો નહીં.-વર્તમાન નું સુખ અંકે કરી લેવું . આના માટે જરૂરી છે ,ખુદને વફાદાર રહેવું અને પ્રામાણિક બની રહેવું.ખોટું કરવું નહીં.કોઈ કરતું હોય તેમાં ભાગીદાર થવું નહીં.ઈમાનદાર વ્યક્તિપોતાને હમેશાં તણાવમુક્ત -‘હલકો’ મેહસૂસ કરે છે .હમેશાં પોતાની મર્યાદામાં રહી ,અન્યોને મદદરૂપ થવા કોશીશકરવી ઈશ્વરને પ્રાર્થના કરતાં રેવું.એવા વધુ નિ વધુ મોકા-તક,ચાન્સ આપે!સારા પવિત્ર વિચારો આપણી તરફ મોકલે.જેથી મન સાફ-સુથરું અને શુદ્ધ રહેશે ,પવિત્ર બની રહેશે.કારણ કે , “સુખ”તો અંતરમાં-આપણી ભીતરની સહી સમજ માં છે.બાહ્ય ભૌતિકસાધનો,-સગવડોમાં સુખ નથી.મુશ્કેલ પરિસ્થિતિ-અગવડ ભર્યા સંજોગો ઘટનાઓ આપણનિ તાવી-તપાવી તૈયાર કરે છે,આત્મ-વિશ્વાસઅને હિમત તથા ખુદની શક્તિમાં દૃઢતા સ્થિર કરે છે ;એથી ગમે તેવી દુષ્કર પરિસ્થિતિમાં ટકી રહેવાનું બળ પ્રદાન કરે છે. બધુંજ સાપેક્ષ છે .પર્યાયી, (સંજોગ અનુસાર ફેર-બદલાવને આધીન જ છે. અહીં કશું જ કાયમી નથી.એક ખણખણતી સોનામહોર જેવી સાચુકલી ચમકદાર વાત હંમેશ યાદ રાખો: “એકવાર તમે એક ક્ષણ જીવી ગયા કે,એ “અતીત”બની ગઇ .એણે પડતી મૂકો,ભલે એ ગમે તેટલી સુંદર હતી કે,અપમાન જનક હતી એ હવે છે જ નહીં .તમે એણે વળગો નહીં .એ છે જ નહીં. હવે આ ક્ષણે તમારે જે કંઈ કરવાનું છે ,કર્તવ્ય-ફરજ છે.મૂળ ધર્મ છે તે જ નીભાવી જાણો,આ ક્ષણ નિ તમારી શક્તિ-ક્ષમતા મુજબ તમારું ઉત્તમોત્તમ આપો; તો તમે બેહતર સમય-ક્ષણો ને ઉપલબ્ધ થશો.બુદ્ધિ ને હૃદયના તત્કાલ સ્ફુરેલા સારા કામ કરવાના વિચારમાં અહંકારી દખલગીરીને હાંવી થવાની તક ન આપો .બુદ્ધિને સહી દિશામાં સહી માત્રામાં પ્રવૃત કરવા માટે વધુ માહિતીની હંમેશ જરૂર નથી હોતી .
  હા, તમારે વધુ “ધ્યાન” [ મેડીટેશન ] કરવાની જરૂર છે….પુકારો…અને “સ્વ” સાથેની બેઠકમાં ,શાંત ક્ષણોમાં “શાશ્વત તત્વ”ને વિનંતી કરો. જરૂરત છે , બોલવા કરતાં સંભાળવાની. એ સદાય તૈયાર જ છે,તમને અંતરની ગુફામાંથી પ્રતિસાદ-ઉત્તર આપવા માટે! માત્ર તમારે તમારા કાન સરવા કરી ધ્યાનસ્થ થઇ એ જીણો-તીણોપણ તાત્કાલિકઊઠતો સ્વર સાંભળવા-સમજવા તમારા ‘રિસીવર’ને સતેજ-સજ્જ કરવાની.કુદરતી સ્વયં સંચાલિત વ્યવસ્થાને વધુ સક્ષમ-સંવેદનશીલ [સેન્સીટીવ] બનાવવાની હથોટી આવડત કેળવવાની .આ વાત મહાવરાથી,[પ્રેકટીસથી], રોજીંદી ‘સ્વ’સાથેની સંવાદ સાધવાની સ્વકીય પદ્ધતિ દ્વારાશાંત થવાની જરૂરત છે! બોલવા કરતાં આસપાસમાં ઘટી રહેલી ઘટનાઓને વિશિષ્ટ રીતે જોતાં રહેવામાં [ વિપશ્યનામાં ] ,અવલોકન કરવામાં જ વ્યસ્ત-પ્રયત્નશીલ રહેવાનું છે.મગજ કહેતાં ને બુદ્ધિ નહીં પણ ‘હૈયા સાથે વધુ સંયોજાવાનું છે.જેવું આપણે આપણા માટે ઈચ્છીએ તેવું બીજાને મળે,એવું કરવાનું છે.મન,વચન અને કરણીનું એકત્વ જળવાય [cohesiveness ]રહે એ માટેજ પ્રયત્નો કરવાના છે.માણસની સવચેતીજ એને ભ્રમ [Illusion]
  અને ‘અતિ’થી [ overture ] થી બચાવે છે. અડધી મુશ્કેલીઓ અ-સાવધાનીઓથી જઆવે છે. awareness ,alertness સાવધાની -બુદ્ધિની જાગૃતિથી ,મન ની શિસ્તથી આવે,વિવેકશીલતાથી આવે. જાગરૂકતા કેળવવી જરૂરી છે.’ જીભ’નો સંયમશીલઉપયોગ-…આહાર તેમજ વાણી માટે ,આપણ ને અડધી સલામતી બક્ષી શકે.સમજદાર માનવી લાગણી ના અતિરેકમાં ઉદ્વિગ્ન [ અપસેટ-upset ] થતો નથી ,
  થતો નથી.તે કેવળ નસીબ પર આધાર રાખતો નથી .કારણ તેણે ‘પુરુષાર્થ’ના સામર્થ્ય પર પૂરો વિશ્વાસ હોય જ છે.તે કરવામાં માને છે. ” Go On Doing “[ G O D ] તેનો ગુરુ-મંત્ર !
  ડો.અબ્દુલ કલામ આઝાદ ,આપણા ભારતના માજી પ્રમુખ [પ્રેસિડેન્ટ] તેમની જીવનકથામાં લખે છે :
  :કુદરતના નિયમો,કર્મની થીયરી ,-‘પ્રત્યાયન’=દ્વિમાર્ગી વ્યવહાર -” આપ અને લે ” , એવી પરસ્પર સંલગ્ન સ્વયં-સંચાલિત સુચારુ સંવાદિતા સુવ્યવસ્થા ( જે સચોટ છે -સ્પષ્ટ છે ,ને ચોક્કસ છેજ! )સારા ઉત્તમ કામનું પરિણામ -બદલો-ફળ સરાજ હોય… કશુંય ઘસડીને..જબરન,કમનેન કરો ! હૃદયપૂર્વક,રસપૂર્વક પોતાની પોતીકી પૂરી કાર્યક્ષમતા અક્કલ -હોશિયારીથી કરો.ચેતના તેનાથી જાગૃત થાય છે ,તે જ્યારે કોઈ કાર્યમાં તલ્લીન બને છે.”એ”મય થાય છે!એ પોતાના પદચિહ્નો મૂકતી જાય છે .તે હૃદયના સંપૂર્ણ વિનિમયપ્રક્રિયા નો સંકેત કરે છે .[ IT INDICATES OF COMPLETE EXCHANGE-PROCESS ] છેલ્લે,સમગ્ર પરિસ્થિતિ વિષે સચોટ વિચારવા યોગ્ય વિધાન છે :
  “પરસ્પર સંનિષ્ઠા થી હૃદયપૂર્વકનું યથાર્થ પ્રત્યાયન નથી થતું ,તે આપણી સર્વક્ષેત્રીય નિષ્ફળતાનું,-સંઘર્ષનું મૂળ કારણ છે.”

  ઉપર નોંધાયેલ મુદ્દા ને સુ-સંગત કઈંક “ક્વોટસ”:
  “આશા અપેક્ષા જગાડે છે,શ્રદ્ધા તેમાં માનવા પ્રેરે છે ,ધીરજ ( જે ભીતરનો ગુણ છે )શાંતિથી રાહ જોવાનું કહે છે! તમને થતો પ્રત્યેક અનુભવ આપણ ને વધુ મજબૂત-સક્ષમ બનાવવા નિર્માયો છે. આશાવાદ ના ચશ્માં પહેરો અને શક્યતાઓ, જે અસીમ છે, ભરપુર જગત જુઓ. દરેક પરિસ્થિતિમાં ‘કઈંક’ સારું છે જ !તમારે માત્ર તમારી સમજ થી એક આગવી દૃષ્ટિથી એ શોધી કાઢવાનું છે .
  “સંજોગોની સામે લડતો,ને મુજને હું જ નડતો.”,” બાકી બધું અનુકૂલ મને,એક હુંજ પ્રતિકૂલ મને. ”
  “જો આ જગતમાં કંઈ સુધારવાની જરૂરત છે તો તે પોતાની જાત માત્ર! ”
  [ ને,કેટલું આસાન છે આ !-સહજ ને સરલ રીતે ઈમાનદાર બની રહેવું !બધી રીતે! ]
  [ કોઈ દુઃખી છે તો પોતાને કારણેજ !([ હું તો ગૂંચ-ભર્યો દોરાનો ઢગલો !) ]
  ” મન ભરપૂર રસજ્ઞ હોય તો , ‘રસ’ સર્વત્ર છે ! ભીતરનું પોત રસમય હોવું જોઈએ! તે જ કરવું….. ચારેકોર આનંદ જ આનંદ જ છે ! શાશ્વત છે જ . ”
  ” સુખ ” એટલે હાથવગા ફૂલોમાંથી ગજરો બનાવવાની કળા …જેની હથોટી કેળવાય તો ” સુખ ” સમજાય !
  ઈચ્છા-શક્તિ અને અદમ્ય આત્મ-વિશ્વાસથી જ કર્તુત્વ -શક્તિ નિર્માણ થાય છે!
  ” કૃતિ ” કરણી પુરુષાર્થ જ જપરમ-ગુરુ,જે અનુભવ-જ્ઞાન આપે છે !

  -L.M.THAKKAR ,
  ======================================================

  મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
  શબ્દના નીકળે છે પરપોટા સતત.
  જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
  હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું
  મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
  છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું [- મનહરલાલ ચોકસી ]

  મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
  કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
  કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
  પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
  =====================================================

  જવાબ આપો
 • 4. Sanat Parikh  |  જૂન 5, 2014 પર 4:36 પી એમ(pm)

  Very good depiction!

  જવાબ આપો
 • 5. harnishjani52012  |  જૂન 5, 2014 પર 6:01 પી એમ(pm)

  ડોકટર સાહેબ બહુ જ મહત્વપૂર્ણ લેખ બન્યો છે.

  જવાબ આપો
 • 6. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 5, 2014 પર 6:50 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Thu, 6/5/14, Navin Banker wrote:

  Subject: Re: શરીર,મન અને આત્મા !
  To: “chadravada mistry”
  Date: Thursday, June 5, 2014, 11:29 AM

  Kya Khub
  !!
  Navin
  Banker
  .

  http://navinbanker.gujaratisahityasarita.org/
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Navinbhai,
  Thanks for Reading the Post !
  Hope to see your Comment directly @ Blog.
  Chandravadan

  જવાબ આપો
 • 7. Purvi Malkan  |  જૂન 7, 2014 પર 12:25 પી એમ(pm)

  Nice one

  જવાબ આપો
 • 8. ishvarlal R. Mistry.  |  જૂન 8, 2014 પર 6:14 પી એમ(pm)

  Nice post Chandravadanbhai, you have explained very nicely with good meaning and good thoughts body mind and Soul.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 9. Vinod R. Patel  |  જૂન 9, 2014 પર 4:35 પી એમ(pm)

  અંદર અને બહાર કુદરતની ઉદારતાના દર્શન કરતા, પ્રભુને આભાર માનવાની તકો કદી ના ચુકતા,

  બહુ જ સાચી વાત

  પોસ્ટમાં રજુ થયેલ મનોમંથન મનનીય છે .

  .શ્રી La Kant Thakkar નો પ્રતિભાવ મને ખુબ ગમ્યો .

  એમાં વ્યક્ત થયેલ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ આકર્ષક ર હ્યો .

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: