Archive for જૂન 5, 2014

શરીર,મન અને આત્મા !

 

 

 

શરીર,મન અને આત્મા !

માનવ છે એક જગનું પ્રાણી, જેના શરીર આકારને જાણી,

એટલું જાણી માનવ નામે પહેચાણ મળી,

તો, શું એટલું જાણતા, માનવને પુર્ણતા મળી ?

 

 

શરીર અંદર મન રહે, એ તો અતી ચંચળ રહે,

અનેક વિચારો જન્મતા રહે,

શું એ ખરેખર સ્થીર ના હોય શકે ?

 

ભલે ,મન ચંચળ હોય, બુધ્ધીરૂપી લગામ જો હસ્તે હોય,

તો, વિચારોમાં સમજશક્તિ હોય,

તો, ફક્ત સમજશક્તિથી માનવ પુર્ણતા હોય ?

 

એક વિચારમાં એક સમજ. એવી સમજમાં કોઈ બીજી સમજ,

ત્યારે કેવી સમજ સાચી સમજ ? કોણ હશે સમજાવવા એવી સમજ ?

એવી વિચારધારામાં રહે મુજવણો, કેમ મળે ખરી સમજ ?

 

એવા સમયે, “આત્મા”પ્રકાશ પ્રગટી કહેઃ ચંચળ મનને કહું આ સાચુ કે ખોટું અને મન નવા વિચારે,

જેથી એ દોડવાનું જરા બંધ કરે અને મન છે ફરી નવા વિચારે,

એવી ઘડીએ “લગામ” મારી લગાવી મન શાંત બને !

 

જ્યારે મન જો ઘડીભર શાંત અવસ્થામાં રહે,

ત્યારે પ્રભુતત્વ મારો એને થોડી સહાય કરે,

દિવ્ય શક્તિના પ્રભાવે એ નિર્ણય કરે, એવા નિર્ણય આધારે વિચારોને અમલ કરે !

 

વિચારોનું અમલ એવા સમયે બુધ્ધિ અને મનને સ્વતંત્ર રાખ્યું,

કર્મ કરતા માનવીને મેં તો માર્ગદર્શન દીધું,

એથી કર્મનું “મુલ્ય”માં ફાળો બુધ્ધિ મનનો ગણવો રહ્યો !

 

 

જો દિવ્યશક્તિને આધારે મન જે કરે તે પુન્ય રહે,

જો મન ફક્ત બુધ્ધિ આધારે કરે, તો ભુલો કરે,

એવી ભુલોમાં સ્વાર્થઆધીન અન્યના બુરાનું એ કરે, એવા કર્મો માનવીને પાપોરૂપી કામો તરફ દોરે !

 

આત્માની અંતરવાણી સાંભળી અંતે ચંદ્ર કહેઃ

 

માનવ પ્રભુએ ઘડ્યો છે ખુબ કારીગીરી સાથે, અદભુત શરીર જુદા જુદા અંગો સાથે,

અંદર અને બહાર કુદરતની ઉદારતાના દર્શન કરતા, પ્રભુને આભાર માનવાની તકો કદી ના ચુકતા,

પ્રભુના ગુણલા ગાવાનું કદી પણ ભુલતા, ભક્તિ પંથે રહીને હર પળ પ્રભુને ભજવા!

જો કદી માનવી પ્રભુ ભક્તિ પંથ આપનાવે, તો, મન બુધ્ધિ એની સ્થીર બની શકે,

મન બુધ્ધિની સ્થીરતા સાથે ભક્તિ રંગ લાગે, તો,સત્ય પંથે ફક્ત સતકર્મો હોય શકે,

સતકર્મો જ જન્મ મરણના ફેરામાંથી છુટકારો આપે, એવા છુટકારામાં મુક્તિ મળી એવું જ્ઞાની કહે,

જેણે મુક્તિ પામી, તેણે પ્રભુને જાણ્યા સમજ્યા, આત્મારૂપી પ્રભુઅંશરૂપે પ્રભુમાં જ એઓ સમાયા,

જો કદી માનવ અવતારે આવું શક્ય થયું, તો માનજો તમ માનવ જીવન ધન્ય થયું!

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૦,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

એક દિવસે માનવ “શરીર”ના વિચારો…..એવા વિચારો સાથે માનવીના “મન”ના વિચારો.

આ બે વિચારો રમવા લાગ્યા અને ત્રીજો વિચાર હતો “આત્મા”….પણ વચ્ચે રમી રહી હતી માનવ “બુધ્ધિ”.

બસ…આ ત્રણની સાથે હું રમવા લાગ્યો.

એવી વિચારધારામાં જન્મી આ રચના !

ગમી?

વાંચશો જરૂર….અને બની શકે તો પ્રતિભાવ પણ આપશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Poem in Gujarati is a play between MIND-BRAIN & SOUL.

The HUMAN with the BODY….has the MIND creating THOUGHTS ( Bad or Good)….the BRAIN has to ANALYSE what is RIGHT or WRONG….and  at times CONFUSED. It is the SOUL then is the GUIDE. It is the INNER VOICE….One has to listen to…..but, often the Humans often IGNORES.

This Poem narrates this as a DIALOGUE…..which leads to the GOD REALIZATION.

Hope you like this Poem.

Dr. Chandravadan Mistry

 

 

 

જૂન 5, 2014 at 12:13 પી એમ(pm) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30