કુદરતના શણગારમાં પ્રભુદર્શન !

જૂન 3, 2014 at 12:12 પી એમ(pm) 17 comments

Flying birds

 

કુદરતના શણગારમાં પ્રભુદર્શન !

 

સુરજ થાકી, ગતી ધીરી કરી, આથમી રહ્યો હતો,

સાંજના સમયે, ઠંડો પવન મુજને સર્પસી રહ્યો હતો,…(૧)

 

કાંઠે પથ્થરો સંગે સાગર પાણી રમી રહ્યા હતા,

આનંદમાં મોજાઓ બની પાણી હલી રહ્યા હતા,…..(૨)

 

દ્રશ્ય એવું,ધરતીમાતાની ગોદમાં,નિહાળતા વિચારો હતા,

ત્યારે, આનંદીત પંખીઓ આકાશી ચાદરે ઉડી રહ્યા હતા,…(૩)

 

કાંઈ જ ના સમજાયું, રહસ્ય શું રે હશે એ દ્રશ્યનું ?

એવા વિચારોમાં સાગર કાંઠે, હું બેસી વિચારૂં !…….(૪)

 

બેસી,આંખો બંધ ‘ને મનમાં વિચારો વહેતા રહે,

એવા વિચારોમાં અણજાણ્યો પ્રકાશનો અનુભવ રહે,….(૫)

 

પ્રકાશ અદભુત કે  વર્ણન કરવાની શક્તિ નથી,

જેમાંથી નાદો મુજ કાને સંભાળાય પણ ડર નથી,….(૬)

 

નાદના શબ્દો હતા,”જે નિહાળ્યું તે જ હું છું,

જે જ્યારે નિહાળે તેમાં મુજ દર્શન હંમેશા કર તું !”….(૭)

 

અચાનક, આંખો ખુલી મારી, તો હવે પ્રકાશ નથી,

ના કોઈ નાદ, અનુભવ બાદ ફક્ત છે બધું જ શાંત !….(૮)

 

કોઈ જો હવે પૂછેઃ “પ્રભુ છે જગમાં ક્યાં ?”

તો કહીશઃ”શોધી લે તુંજમાં ‘ને આ સર્જેલા જગમાં !”….(૯)

 

કાવ્ય રચના ઃ તારીખ, એપ્રિલ, ૫,૨૦૧૪ ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

એપ્રિલ,૫,૨૦૧૪ના દિવસે દિનેશ વોરાનો એક ઈમેઈલ.

એમાં, એક ચિત્રમાં સાગર કાંઠેથી સાગરપાણીના મોજા બની રહ્યા હતા.

ઉપર આકાશમાં સુરજ આથમી રહ્યો હતો, અને સાંજનો સમય હતો.

અને એવા સમયે પક્ષીઓ ઉડી રહ્યા હતા…કદાચ આનંદમાં ઘરે જઈ રહ્યા હતા.

આવા દ્રશ્યમાં મને “કુદરત”ના દર્શન થયા.

બસ…આ જ મેં કાવ્યરૂપે કહ્યું છે.

આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post of a Poem in Gujarati is based on a PICTURE in which there is the scene on the SUNSET at the SEA, and the BIRDS are flying in the SKY.

This OBSERVATION of the NATURE is imagined as seeing GOD as the BRIGHT LIGHT.

The MESSAGE is “SEE GOD within one’s SELF & in EVERYTHING in the NATURE.

 

Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૫) શરીર,મન અને આત્મા !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. P.K.Davda  |  જૂન 3, 2014 પર 3:39 પી એમ(pm)

  હકીકતમાં કુદરતી તત્વોને જ આપણે ઈશ્વર માનીએ છીએ, સૂર્યદેવ, ચંદદેવ,
  વાયુદેવ, વરુણદેવ વગેરે વગેરે

  જવાબ આપો
 • 2. captnarendra  |  જૂન 3, 2014 પર 5:39 પી એમ(pm)

  આજની કવિતા વાંચી મન ઘણું જ પ્રસન્ન થયું. સૌ પ્રથમ તો તેનો છંદ, કવિતાના વિષયનું ઉંડાણભર્યું તત્વ અને પ્રભુની અકળ લીલાનું સુંદર દૃશ્ય આપે શબ્દોમાં એવી રીતે વર્ણવી છે કે તેની છબી નજર સામે ઉભી થઇ. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિના સૌંદર્યની શબ્દોમાં રજુઆત મનને સ્પર્શી ગયાં. સરસ.

  જવાબ આપો
  • 3. chandravadan  |  જૂન 3, 2014 પર 5:57 પી એમ(pm)

   1st Davdaji….& then You commented.
   Glad you liked the Rachana,Narenbhai.
   Thanks !
   Chandravadan

   જવાબ આપો
 • 4. SARYU PARIKH  |  જૂન 3, 2014 પર 6:52 પી એમ(pm)

  ભાઈશ્રી,
  મજાની ભાવભરી શીતળ રચના. દરિયા કિનારે જાણે પંહોચી ગયા.
  સરયૂ

  જવાબ આપો
  • 5. chandravadan  |  જૂન 3, 2014 પર 7:45 પી એમ(pm)

   Saryuben,
   Your Comment was 8500th for my Blog.
   I am happy to know you liked the Rachana.
   Chandravadanbhai

   જવાબ આપો
 • 6. pravina Avinash  |  જૂન 3, 2014 પર 8:04 પી એમ(pm)

  ખૂબ સુંદર કૃતિ. કુદરતમાં પ્રભુના દર્શન થાય તેને સર્વત્ર પ્રભુ જણાય.

  શિતળતા અને શાંતિનો સમન્વય દ્રષ્ટીગોચર થાય. .

  પ્રવિનાશ

  જવાબ આપો
 • 7. ishvarlal R. Mistry.  |  જૂન 3, 2014 પર 9:18 પી એમ(pm)

  Chandravadanbhai, Very nicely said and described in your poem Nature is beauty Of God’s creation,God is every, imagine deep in your mind and thoughts you can get peace,tranquility in life,Like it very much .thank you for sharing.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. KishoreCanada  |  જૂન 4, 2014 પર 3:56 એ એમ (am)

  કુદરતના કરિશ્માને અભિવ્યક્ત કરતી ભાવભરી સુંદર ક્રુતિ. આવી જ એક પ્રકૃતિના દેદીપ્યમાન મિલનને નિહાળતી રચના –
  મધુરજની

  જવાબ આપો
 • 9. chandravadan  |  જૂન 4, 2014 પર 1:01 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Tue, 6/3/14, Dharamshi Patel wrote:

  Subject: Re: કુદરતના શણગારમાં પ્રભુદર્શન !
  To: “chadravada mistry”
  Date: Tuesday, June 3, 2014, 7:57 PM

  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 10. dhavalrajgeera  |  જૂન 4, 2014 પર 1:18 પી એમ(pm)

  Thy is there one knows how to see thy….!!!!

  જવાબ આપો
 • 11. hemapatel  |  જૂન 4, 2014 પર 1:54 પી એમ(pm)

  ખરેખર તો જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ .કુદરતમાં પ્રભુ દર્શન થાય એ મોટી વાત છે. સુંદર રચના.

  જવાબ આપો
 • 12. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  જૂન 4, 2014 પર 5:23 પી એમ(pm)

  સુંદર રચના … કૂદરતને કોઈપણ તત્વમાં માણી શકાય છે… ફક્ત દ્રષ્ટિ હોવી જરૂરી… ધન્યવાદ.

  જવાબ આપો
 • 13. Ramesh Patel  |  જૂન 4, 2014 પર 6:01 પી એમ(pm)

  ભાવ જગતમાં ડૂબ્યા એટલે અનંત દર્શન, જે થકી ઉદગમ પામે એ પરમ શક્તિની સ્વાનુભૂતિ મળે..આપની આ રચના થકી, એ આનંદની ક્ષણોની નિકટતા માણી…સરસ ભાવભરી અને લયબધ્ધ રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 14. Vinod R. Patel  |  જૂન 4, 2014 પર 10:47 પી એમ(pm)

  કોઈ જો હવે પૂછેઃ “પ્રભુ છે જગમાં ક્યાં ?”

  તો કહીશઃ”શોધી લે તુંજમાં ‘ને આ સર્જેલા જગમાં

  જ્યાં જ્યાં નજર મારી ઠરે , યાદી ભરી ત્યાં આપની

  સરસ રચના

  જવાબ આપો
 • 15. sapana53  |  જૂન 5, 2014 પર 12:37 એ એમ (am)

  દરિયાને મારે ખૂબ દોસ્તી..દરિયા કિનારે બેસી અલ્લાહન વિચાર એતલે મારી બંદગી..ખૂબ સરસ રચના

  જવાબ આપો
 • 16. riteshmokasana  |  જૂન 5, 2014 પર 4:37 એ એમ (am)

  દિલમાં દરિયો સમાવી, મન કરીને વેગળું મોજા સમાન
  કુદરત તારો મહિમા ગાતા ધન્ય થયા રે સર્વે કવિ ગણ
  ચંદ્રવદન અંકલ, સરસ કાવ્ય રચના !!

  જવાબ આપો
 • 17. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 5, 2014 પર 3:53 પી એમ(pm)

  This was an Email Response >>>>

  On Thu, 6/5/14, Parbhubhai Mistry wrote:

  Subject: Nature is God
  To: “chadravada mistry”
  Date: Thursday, June 5, 2014, 3:50 AM

  મું
  ચંદ્રવદનભાઈ,
  પહેલી વાત તો એ કે
  ચાર્વાકની વેબસાઈટ પર
  તમે કરેલી કોમેન્ટ ગમી.
  બીજી વાત એ કે કુદરત એ
  ભગવાનનું જ રૂપ છે.
  નિરાકાર નિર્ગુણ
  પરમાત્માના દર્શન કરવા
  કે એનું સાંનિધ્ય
  માણવું બધાને માટે શક્ય
  નથી. એટલી પાત્રતા કે
  સમજણ સૌ વિકસાવી શકે એ
  વાત વધારે પડતી ગણાય, પણ
  ગીતા માં ભગવાને કહ્યું
  છે કે પ્રકૃતિ એ મારું જ
  સ્વરૂપ છે. પ્રકૃતિ અને
  પુરુષ એ પરમ તત્વના જ
  ઘટકો છે. પ્રકૃતિ માતા
  છે અને માતાને ખોળામાં
  જે નિશ્ચિંતતા , હળવાશ
  અને તૃપ્તિ અનુભવાય તે
  આપણને કુદરત-પ્રકૃતિ-
  નિસર્ગ પાસે જવાથી મળે
  છે.

  આપણા બધા જ મંદિરો કે
  યાત્રાધામો કુદરતને
  ખોળે આવેલા છે. નાદી
  કિનારે, સમુદ્ર તટ પર કે
  ગિરિશિખરો અને વનસ્પતિ
  આચ્છાદિત સ્થળોએ જવાથી
  આપણા ચિત્તને શાંતિ
  પ્રાપ્ત થાય છે.
  ભગવાન બધે જ છે પણ
  તેની અનુભૂતિ આપણે કરી
  શકતા નથી જ્યારે
  નિસર્ગમાં ભગવાનની
  અનુભૂતિ થાય છે.

  તમે વૈષ્ણોદેવી ગયા
  હો તો ત્યાં ઠેર ઠેર
  પાટિયાં મારેલા વાંચવા
  મળે છે કે વૈષ્ણોદેવી
  નામની કોઈ માતા નથી !
  તમારે કુદરતમાં
  વ્યાપેલા પરમાત્માના
  દર્શન કરવાના છે. જો કે,
  ત્યાં નાની નાની ત્રણ
  મૂર્તિઓ મૂકેલી છે જેથી
  ભાવિકો નિરાશ ના થાય!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Parbhubhai,
  Thanks for your Thoughts.
  Hope you will continue to read the Posts @ Chandrapukar.
  Your comment anytime will be appreciated.
  You may agree or disagree…your thoughts respected.
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,825 hits

Disclimer

સંગ્રહ

જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: