રાષ્ટીય સ્વયંસેવક સંઘ

મે 30, 2014 at 1:02 pm 6 comments

A RSS volunteer taking the oath in full uniform

Sangh shakha at Nagpur headquarter

 

રાષ્ટીય સ્વયંસેવક સંઘ

 

“રાષ્ટીય સ્વયંસેવક સંઘ”ની આજે હું વાત કરૂં,

સત્ય કહી, અસત્યને હટાવવાનો હું પ્રયત્ન કરૂં !……………..(ટેક)

 

જ્યારે, હિન્દુસ્તાનમાં અંગ્રેજ સરકારનું રાજ હતું,

ત્યારે, દેશભક્તિની જ્યોત પ્રગટાવવાનું કાર્ય રહ્યું,

 એવા કાર્ય હેતુએ “રાષ્ટીય સ્વયંસેવક સંઘ”થયું !………….(૧)

 

અંગ્રેજ સત્તા હેથળ ૧૯૨૫ની એ સાલ હતી,

નાગપુરમાં ડો. કેશવ બલીરામ હેજવાર હૈયે આઝાદી-જ્યોત હતી,

જેના કારણે, સંધરૂપી આ સંસ્થા જન્મી !……………………(૨)

 

સંઘ સ્થાપનાનો મુખ્ય હેતુ એક જ રહે,

હિન્દુસ્તાનની ધરતી પર સંસ્કારોનો વારસો રહે,

એવી ઉચ્ચ ભાવનારૂપી એકતામાં સંઘસફર રહે !……………..(૩)

 

ડોકટરી ભણતા, હેજવારજીનું ક્રાંતીકારી જીવનનું અંગ્રેજ જાણે,

એવી જાણકારીને દેશદ્રોહ સાથે જોડી, સંઘ તોડવા પ્રથમ પ્રયાસો રહે,

પણ, જ્યારે સત્ય પંથે સંઘ હોય તો પ્રભકૃપાથી સંધ જીવીત રહે !…..(૪)

 

૧૯૩૪માં આઝાદીની ચળવળે, મહાત્મા ગાંધીજી સંઘ-કેમ્પના દર્શન કરે,

ત્યાં જાતી ભેદભાવ વગર નિયમપાલનનું નિહાળી આશ્ચયરૂપી ખુશીનું કહે,

સત્યપ્રેમી ગાંધીજીના શુભ-શબ્દો એવા સંધને આશિર્વાદોરૂપે મળે !…..(૫)

 

૧૯૩૯માં પુનાના સંધ-કેમ્પમાં આઝાદીના લડવૈયા ડો. અંબેડકરજી પધારે,

ત્યાં ઉંચ-નીચના ભેદ વગર ફક્ત સ્નેહભાવો નિહાળી ખુશીઓ હૈયે લાવે,

એવા જ્ઞાની નેતાની શુભેચ્છાઓ પણ સંઘ ભાગ્યે વહે !………………(૬)

 

જ્યારે હેજવારજી પછી સંઘ માર્ગદર્શન ગોલવાલકરજી હસ્તે રહે,

ત્યારે ભલે હીટલરની પ્રસંસા કરી પણ જ્યુ-પ્રજાના સ્વતંત્ર ઈઝરાઈલ માટે સંઘ ટેકો રહે,

એવી ઘટનામાં છુપાયેલા સત્યને શોધતા, ઈતિહાસને જે કેહવું તે કહે !……(૭)

 

જ્યારે, ૧૯૪૭માં ભારતને આઝાદી મળતા હિન્દુસ્તાનના ભાગલા પડે,

ત્યારે,ગાંધીવાદી ભગવાનદાસજીએ સંઘ-કાર્યકર્તાઓના સહારે નહેરૂનું રક્ષણ કરે,

અહીં, ભારતમાતા પ્રેમી સંઘના દર્શન સૌને જોવા મળે !……………….(૮)

 

૧૯૪૮માં નથુરામ ગોડસે એની વિચારધારાએ ગાંઘીજીની હત્યા કરે,

ત્યારે, સંધને જોડી દોષીત કરી, છતાં કપુર કમીશન રીપોર્ટથી કોર્ટ નાદોષીત ઠરે,

સત્યપંથે ચાલત સંઘ સામે અસત્યને હાર મળે !……………………..(૯)

 

આઝાદી બાદ, કોંગ્રેસ દ્વારા નહેરૂ-નેતાગીરીએ “સેક્યુલારીઝમ”પંથે રહે,

સંધ “ફક્ત હિન્દુઓ માટે છે” ની વિચારધારાએ સંઘને દોષીત ઠરવા અનેક પ્રયાસો રહે,

આવા સમયગાળાને સંઘનો કશોટીનો સમય ગણી લેવો રહે !……………(૧૦)

 

૧૯૫૦માં દાદરા,નગરહવેલી ‘ને ગોઆનો પોર્ચ્યુગીઝ હક્ક છોડાવવા સંઘ પડકાર રહે,

અંતે, ૧૯૫૪માં પોર્ચ્યુગીઝ સત્તા છોડી, ભુમી સ્વતંત્ર ભારતની બને,

અહીં, ભારતને મજબુત બનાવવાનો પ્રયાસ સંઘનો રહે !………………..(૧૧)

 

૧૯૬૦થી ચાઈના અને પછી પાકીસ્તાન સાથે યુધ્ધ સમયે,

સંઘના ટેકાથી નહેરૂ અને શાસ્ત્રીજીને ભારત જનતાની એકતારૂપી પ્રેમ મળે,

એવી દેશભક્તિમાં સૌએ સંઘના દર્શન કરવા રહે !…………………….(૧૨)

 

૧૭૭૫માં ઈન્દીરાના “ઈમરજન્સી રુલ”સમયે સંઘના જયપ્રકાશ નારાયણજી જેલમાં રહે,

ભારત જનતા પૂકાર અને “હ્યુમન રાઈટ્સ”સહારે ઈમર્જન્સી અને “સંઘ બેન” ટળે,

ભારતની જનતાની સ્વતંત્રતાના રક્ષણ માટે સંઘનો આ ફાળો રહે !………(૧૩)

 

૧૯૯૨માં પણ અયોધ્યામાં બાબરી મસજીદ અને રામમંદિરની ઘટનાઓમાં સંઘને દોષીત ગણે,

ત્યારે, “સંઘને દોષીત ઠરાવવા કોઈ પુરાવા નથી”એવું ભારત સરકાર “વાઈટ પેપર ” કહે,

કોઈ ઈશ્વરી સહાય હશે કે સંઘ જીવીત એવું મારૂં માનવું છે ! ……………..(૧૪)

 

આંધ્ર પ્રદેશ, ઓરીસ્સા સાઈક્લોન કે ભોપલની ગેસ-દુરઘટના સમયે સંઘ સેવાકાર્યમાં આગળ રહે,

ગુજરાત ધરતીકંપ, કારગીલ ઘટના કે ઉત્તરાખંડ અને અન્ય રેલોના સંકટ સમયે સંઘનો ફાળો રહે,

તો, એવા જનસેવાધારી સંઘની કદર કરવા કેમ સૌ આજે ભુલે ?………….(૧૫)

 

૨૦૧૪માં નહેરૂ પરિવારના માર્ગદર્શને ચાલતી કોંગ્રેસ રાજનિતીથી સંઘને જોડે,

નવયુવાનો અને શિક્ષીત જનતા, જુની ચાલતી આવતી પ્રથાને તોડે,

ભલે, મોદીજી સંઘના કાર્યકર્તા હતા, અંતે તો સત્યની જીત એ હોય !………….(૧૬)

 

હિન્દુસ્તાન જે હતું તેમાં “હિન્દુતત્વ” ત્યારે હતું તે જ આજે ભારતમાં જાગી રહે,

એવા તત્વમાં ભારતવાસીઓ અન્ય ધર્મનો આદર કરવાનું કદી ના ભુલે,

તો, શું ખોટા ભયના આધારે સંઘ નાબુદ હોય શકે ?…………………………..(૧૭)

 

એવા જ ભયનો પ્રચાર ૨૦૧૪ અને અન્ય ભારત ચુંટણીઓએ થયો હતો,

એવી રાજનિતી હવે ના ચાલે, એકતાના પંથે ભારત દેશને સૌએ ઘડવો રહ્યો,

તો, મોદીજી સરકારે શું સંઘ પર આરોપો ના હશે, એવું કહેવું અશક્ય રહે !………..(૧૮)

 

અંગ્રેજ રાજસત્તા તોડી, સ્વત્રંતા આપવા ગાંધીજી જેવા નેતા હતા,

સ્વતંત્ર ભારતને “અખંડ” રાખવા સરદાર જેવા નેતા મળ્યા હતા,

આજે, અસલ સંઘના કાર્યકર્તા મોદીજી શાને ભારતમાતાને મળ્યા ?…………….(૧૯)

 

દેશમાં ભ્રષ્ટાચાર હટાવવા અને દેશની કિર્તી વધારવાની જનતા આશાઓ રહે,

સમગ્ર વિશ્વમાં ભારત દેશને માન સન્માન મળે એવી આશાઓ પણ સૌ હૈયે રહે,

તો, હવે આવું ભગીરથ કાર્ય કરતા, સંઘ વિષે ખોટો પ્રચાર અટકી શકે ?………..(૨૦)

 

આજે ભારત સરકાર “બીજેપી” હેઠળ મોદીજી બની રહે,

જનતાની આશાઓ મોદી સરકાર દ્વારા જો કદી પુર્ણ થશે,

તો, ભારત ઈતિહાતના પાને સંઘ માટે ગૌરવગાથા હશે !…………………….(૨૧)

 

સત્યનો પંથ છે ખુબ કઠીણ પણ સત્ય જ અમર રહે,

ભલે, અસત્યોના પંથીઓ સંધને નાબુદ કરવાના પંથે રહે,

એવું ચંદ્ર કહી, સંઘની ભવિષ્યયાત્રા માટે પ્રાર્થનાઓ કરતો રહે !………………(૨૨)

 

કાવ્ય રચના ઃ તારીખ,મે, ૨૬, ૨૦૧૪ ચંદ્રવદન

(નોંધ ઃ આજે મે, ૨૬, ૨૦૧૪ના શુભ દિવસે મોદીજી ભારતના ૧૫મા “પ્રાઈમીનીસ્ટ્અર” બન્યા ત્યારે મોદીજી સંઘના કાર્યકર્તા હતા…એમજ ચુંટણી સમયે સંઘ ( R.S.S.) સાથે મોદીજીને જોડી, જે પ્રચાર થયો હતો તે યાદ કરી મેં સંઘ વિષે ઈનટરનેટ પર જાણવા નિર્ણય લીધો…જે જાણ્યું એ આધારીત આ રચના છે )

 

બે શબ્દો…

 

આજની કાવ્ય પોસ્ટ ભારતમાં ચાલી રહેલી સોસીયલ સંસ્થા “રાષ્ટીય સ્વયંસેવક સંઘ (R.S.S. ) ના ઈતિહાસ વિષે છે.

જે ઈનટરનેટ દ્વારા મેં જાણ્યું એને જ કાવ્ય સ્વરૂપ આપવા મારો આ પ્રયાસ છે.

જે કોઈને વધુ મહિતી જાણવી હોય તેઓ નીચેની દ્વારા જાણી શકે છે >>>>>

http://en.wikipedia.org/wiki/Rashtriya_Swayamsevak_Sangh

 

આશા છે કે આ પોસ્ટ દ્વારા સંઘને વધુ જાણી સત્યને સમજી સૌ કોઈ પોતાનો અભિપ્રાય આપી શકે છે.

આખરે જે સત્ય હોય તેજ ટકી શકે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

અને, આ લેખ દ્વારા વધુ જાણકારી>>>

 

ડૉ. કિશોર પી. દવે
સંસ્કૃતિ સંવર્ધન સંઘની પાયાની કામગીરી છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૧૯૨૫ના વિજયાદશમીના દિવસે થઈ હતી. તે વખતની રાજકીય – સામાજિક ભૂમિકા અને પશ્ર્ચાદ્ભૂ તપાસવામાં આવે તો રાષ્ટ્ર પરતંત્ર હતું. ૧૮૫૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયા પછી જે પ્રત્યાઘાત હતા તેની આડઅસર સ્વરૂપે સંઘ સંસ્કૃતિની રક્ષાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરવા આગળ આવ્યો હતો. સંઘની સ્થાપના વખતે માત્ર એક વિચારબીજ હતું તે સંસ્કૃતિ સંવર્ધનનું હતું. વળી ત્યારે કોઈ મોટું નેટવર્ક પણ નહોતું.


માત્ર આંગળીને વેઢે ગણાય તેટલા જ લોકો તેમાં હતા અને તેમની પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો. ડૉ. કેશવ બળીરામ હેડગેવાર શરૂઆતમાં તો માત્ર બાળકો અને તરુણો સાથે જ વિચારવિમર્શ કરીને એક નક્કર ભૂમિકા તૈયાર કરી રહ્યા હતા, પરંતુ તેમના વિચાર ઘણાં જ શુદ્ધ અને તાર્કિક હતા. સમાજને સંગઠિત કરવાની એક ચોક્કસ દૃષ્ટિ તેમની પાસે હતી. શરૂઆતના સમયગાળામાં તેમને ટીકા અને કટાક્ષનો પણ સામનો કરવો પડતો હતો.

જેમ કે સંઘમાં માત્ર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોનું જ વર્ચસ્વ છે. અર્ધી ચડ્ડી પહેરનારાની ટોળી શું કરી શકે વગેરે જેવા વ્યંગબાણ છૂટતા હતા. પરંતુ શિસ્ત અને અનુશાસન દ્વારા સંસ્કૃતિ સંવર્ધન એ સંઘની પ્રવૃત્તિની કેન્દ્રમાં છે. ભારતીય સમાજની એક નબળી કડી હજારો વર્ષથી છે, તે સંગઠનનો અભાવ. વિદેશી આક્રાંતાઓ ફાવી ગયા. તેનું એક જ કારણ છે કે એકતાનો અભાવ હતો.

એક બ્રિટિશ ખાનગી દસ્તાવેજમાં ભારતીય પ્રજા માટે લખવામાં આવેલું છે કે ‘ઈંિં શત વિંયશિ શક્ષફબશહશિું જ્ઞિં ૂજ્ઞસિ જ્ઞિંલયવિંયિ‘ આ વાતને સંઘ દ્વારા સમજીને પહેલા તો એકતા સ્થાપવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જ્ઞાતિ-જાતિ-ઊંચ-નીચના ભેદભાવ વગર સૌ સમાન એ ધોરણે વૈચારિક ક્રાંતિ લાવવાની શરૂઆત થઈ. તેના સારા પરિણામ પણ જોવા મળ્યા હતા અને આજે પણ તે પ્રક્રિયા ચાલુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક નાગપુર ખાતે છે. હાલમાં મોહન ભાગવત તેના વડા છે, પરંતુ સંઘમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનેક તબક્કા છે. માત્ર એક જ વ્યક્તિ પાસે કોઈ સત્તા નથી. સમગ્ર પ્રક્રિયા અનેક રીતે પસાર થાય છે. તેમાં વિચારના આટાપાટા તપાસવામાં આવે છેે અને ત્યારબાદ આખરી નિર્ણય થાય છે. તેના પૂર્વે છથી સાત તબક્કા હોય છે.

નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર તરીકે કાર્ય કરીને આગળ આવ્યા- ભાજપના સંગઠન મંત્રી બન્યા – મુખ્ય મંત્રી બન્યા અને હવે વડા પ્રધાનપદ સુધી પહોંચી ગયા. સંઘ દ્વારા તેમને દરેક પ્રકારની સુવિધા અને પીઠબળ પૂરાં પાડવામાં આવ્યાં છે તેવે વખતે હવે સંઘનું અને મોદીનું પરસ્પર નિયંત્રણ-અનુસંધાન અને પક્કડ કેવી હશે તે જોવાનું રહે છે.

સંઘ દ્વારા મોદીને સિનિયર નેતાઓ સાથે સુમેળ રાખીને તેમને વિશ્ર્વાસમાં લઈને આગળ વધવાના નિર્દેશ પણ અપાયા છે. આવે વખતે સમતોલ નિર્ણય પ્રક્રિયા દરેક સ્તરે હોવી જરૂરી બની રહે છે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે બહુ ઝાઝી વાત વિશ્ર્લેષણમાં આવે છે તેવે વખતે લાભને બદલે નુકસાન વધારે થતું હોય છે.

અલબત્ત, સંઘની નિર્ણય પ્રક્રિયામાં જટિલતા વધારે છે એટલે કોઈ એક નિર્ણય હોય તો પણ તે સો વખત ચર્ચામાં આવ્યા બાદ જ અમલીકરણની દિશામાં આગળ વધે છે.

સંઘની સાથે સંકળાયેલા અન્ય ૪૦ જેટલાં સંગઠનો છે. જે વિવિધ કક્ષાએ કાર્યરત છે. તેમાં મુખ્યત્વે નીચે પ્રમાણેના સંગઠન છે.

અ.ક્ર. સંગઠનનું નામ સંખ્યા સ્થાપના વર્ષ કાર્યક્ષેત્ર

૧. ભારતીય કિસાન સંઘ ૨૦ લાખ ૧૯૭૮ કૃષિ અને

ખેતીવાડી પદ્ધતિ

૨. અખિલ ભારતીય ૨૦ લાખ ૧૯૪૮ શિક્ષણ અને

વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી પ્રવૃત્તિ

૩. વિદ્યાભારતી ૨૫ હજાર સ્કૂલ ૧૯૫૨ શિશુમંદિર અને

શાળા સંચાલન

૪. ભારતીય મઝદૂર સંઘ ૧ કરોડ ૧૯૫૫ શ્રમ સંગઠન પ્રવૃત્તિ

૫. વિશ્ર્વ હિન્દુ પરિષદ ૭૦ લાખ ૧૯૬૪ ધર્મ પ્રવૃત્તિ

૬. વનવાસી કલ્યાણ પરિષદ ૧૦ હજાર ૧૯૫૨ આદિવાસી મંદિર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સભ્ય સંખ્યા ૫૦ લાખ જેટલી છે. તેમની પાસે ૨,૫૦૦ પૂર્ણ સમયના પ્રચારક છે. ૪૫ હજાર શાખાની સંખ્યા છે. ૮ હજાર જેટલાં સાપ્તાહિક મિલન યોજવામાં આવે છે અને ૨૫૦ જેટલી ખાસ વિશિષ્ટ શાખા છે કે જેમાં ડોક્ટર્સ – ધારાશાસ્ત્રી – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે જેવી બૌદ્ધિક પ્રતિભા પ્રસંગોપાત હાજરી આપે છે અને વિચારની આપ-લે કરે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હવે યુવાન વર્ગને વધુ જવાબદારી સોંપવાનો નિર્ણય થયો છે. તેમાં એક વાત નક્કી કરવામાં આવી છે કે ૭૫ વર્ષ વટાવી ગયેલી કોઈ વ્યક્તિને હવે સંગઠનની કોઈ જવાબદારી સોંપવામાં નહિ આવે. પરિણામ એ આવ્યું છે કે ૫૦ થી ૬૦ વર્ષની વયજૂથના કાર્યકરો આજે મહત્ત્વનો પદભાર સંભાળી રહ્યા છે. તેનાથી સંઘની પ્રતિભા સમાજમાં વધુ લોકભોગ્ય બની રહેવાની છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પ્રમુખ મોહન મધુકર ભાગવત ૬૩ વર્ષની વયના છે. તેમના સહાયકોમાં સુરેશ “ભૈય્યાજી જોશી સરકાર્યવાહક – કૃષ્ણ ગોપાલ – સંયુક્ત સરકાર્યવાહક – દત્તાત્રેય હોસંબલે, સુરેશ સોની બન્ને સંયુક્ત સરકાર્યવાહક છે જ્યારે મનમોહન વૈદ્ય પ્રચાર પ્રમુખ છે અને રામ માધવ અખિલ ભારતીય કક્ષાએ સહસંપર્ક પ્રમુખ છે. ઉપરાંત હવે સંઘમાં ટેક્નોલોજીના નિષ્ણાતની એક ટીમ છે કે જેઓ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર નેટવર્ક દ્વારા હજારો કાર્યકરોના સંપર્કમાં રહે છે.

સંઘની સામે ઘણો કુપ્રચાર વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ ૧૯૬૨ના ચીનના આક્રમણ બાદ જ્યારે સમગ્ર દેશમાં નિરાશા અને હતાશાનું વાતાવરણ હતું તે વખતે ૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીની પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા ખુદ તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સંઘને આમંત્રણ આપ્યું હતું. તેવી જ રીતે ૧૯૬૫માં દિલ્હીની ટ્રાફિક સમસ્યા હળવી કરવા લાલબહાદુર શાસ્ત્રીએ સંઘને મદદરૂપ બનવા જણાવ્યું હતું.

સંઘની જ એક સહયોગી સંસ્થાએ વિવેકાનંદ રીક મેમોરિયલ ક્ધયાકુમારી ખાતે નિર્માણ કર્યું હતું. તેમાં વ્યક્તિગત દરજ્જે ઈન્દિરા ગાંધીએ પોતાનો નાણાકીય ફાળો નોંધાવ્યો હતો. આવા ઘણાં દૃષ્ટાંત છતાં એકતરફી રીતે જ કેટલીક કામગીરી થાય છે તેની સામે ખુદ સંઘ દ્વારા હવે જવાબ અપાય અને સાચી માહિતી રજૂ કરવામાં આવે તે યોગ્ય બાબત બની રહેશે.

સંઘની જ એક સહયોગી સંસ્થાએ વિવેકાનંદ રીક મેમોરિયલ ક્ધયાકુમારી ખાતે નિર્માણ કર્યું હતું. તેમાં વ્યક્તિગત દરજ્જે ઈન્દિરા ગાંધીએ પોતાનો નાણાંકીય ફાળો નોંધાવ્યો હતો. આવા ઘણાં દૃષ્ટાંત છતાં એકતરફી રીતે જ કેટલીક કામગીરી થાય છે. તેની સામે ખુદ સંઘ દ્વારા હવે જવાબ અપાય અને સાચી માહિતી રજૂ કરવામાં આવે તે યોગ્ય બાબત બની રહેશે.

સંઘના હાલના અગ્રતાક્રમ આ પ્રમાણે છે.

(૧) સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું સંવર્ધન અને સંસ્કૃતિ રક્ષક બાબતોને વધુ મજબૂત કરવી.

(૨) મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સંસ્કારનો વ્યાપ સમાજમાં વધે તેવી ભૂમિકા તૈયાર કરવી.

(૩) યુવાન વર્ગમાં રાષ્ટ્રીય ચારિત્ર્યની ઓળખ સ્થાપિત કરવી અને તેનું ઘડતર કરવું.

(૪) મહિલાઓને સમાજમાં વધુ સારી તક મળે તેવી કામગીરી કરવી.

કોઈ કારણથી શિક્ષણ અને તેમાં પણ ગુુરુકુળ આધારિત શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વધારવાની જરૂર છે. તે દિશામાં બહુ આગળ વધી શકાતું નથી. ધર્મસ્થળોની સાથે જ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ. પછી ભલે નાનકડું શિશુમંદિર હોય કે માત્ર ચાર જ ધોરણ સુધીની પ્રાથમિક શાળા હોય.

ભારતમાં ૧૮ લાખ ધર્મસ્થળો છે. જો તેને સંલગ્ન શિક્ષણ સંસ્થા હોય તો કેટલું મોટું કાર્ય થઈ શકે તેમ સમજી શકાય તેવું છે.

દરેક રાષ્ટ્રને પોતાનું રાષ્ટ્રીય ચારિત્ર્ય છે. જેમ કે બ્રિટન તેના મુત્સદ્દીપણા – શિષ્ટાચાર અને વહીવટી કુનેહ માટે જાણીતું છે, જર્મની તેના ઈજનેરી કૌશલ્ય તો ફ્રાન્સ તેના ભાષા વૈભવ – જપાન તેના દેશપ્રેમ અને શિસ્ત તેમ જ અમેરિકા તેની પરિણામલક્ષી કામગીરી માટે જાણીતું છે. તેવે વખતે ભારતની ઓળખ કઈ? આથી જ રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ માટે વધુ સક્રિય બનવાની જરૂર છે.

કરોડોનું સંગઠન ધરાવનાર સંસ્થાની વિદ્યેયાત્મક શક્તિ રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગમાં લેવાની જરૂર છે. બાકી નકારાત્મક બાબતોમાં કેટલી શક્તિ વેડફાઈ ગઈ છે તે જુદી જ ચર્ચાનો મુદ્દો છે. હાલમાં શિક્ષણ – સંસ્કાર અને ચારિત્ર્ય જેવી બાબતોને વધુ મહત્ત્વ આપવાનો અગ્રતાક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે જરૂરી છે.

————-

તિખારો!

વિચાર એ વિશ્ર્વનું સૌથી વધુ અસરકારક શસ્ત્ર છે. વિશ્ર્વની તમામ કામગીરીની શરૂઆત પહેલા વિચારથી થાય છે. વિચાર એ બુદ્ધિને પ્રેરક છે અને વિચાર એ વ્યક્તિ અને સમાજનો આત્મા છે.

 

 

FEW WORDS…

Today’ Kavya Post in Gujarati is often discussed RASTRIYA SWAYAMSEVAK SANGH.

I tried to know MORE about this SOCIAL ORGAIZATION in India.

The Poem is based on this KNOWLEDGE via the INTERNET.

Please click on the LINK in the Post to know about R.S.S.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

“માનવ તંદુરસ્તી” એક પુસ્તક ! ગોધરાની કરૂણ ઘટના, નરેન્દ્ર મોદીજી અને જોડેલી ભારતની રાજનિતી !

6 Comments Add your own

 • 1. pragnaju  |  મે 30, 2014 at 2:15 pm

  સત્યનો પંથ છે ખુબ કઠીણ

  પણ સત્ય જ અમર રહે,

  Reply
 • 2. Anila Patel  |  મે 30, 2014 at 5:52 pm

  Satymev jayate. e bhartiy mantr kadi khoto hoi shakej nahi.

  Reply
 • 3. Ramesh Patel  |  મે 30, 2014 at 7:01 pm

  દેશ ભક્તોના હીરને ઊણું ઉતારવા મથતા તત્ત્વો દેશ માટે ઘાતક છે..એ સમય જ સમજાવશે. આપનો સુંદર લેખ ખૂબ જ ગમ્યો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 4. Vinod R. Patel  |  મે 31, 2014 at 4:52 am

  રાષ્ટીય સ્વયંસેવક સંઘ (R.S.S. ) ના ઈતિહાસ વિષે સારી માહિતી આપી છે .

  ભૂતકાળમાં કિશોર અવસ્થામાં ગામમાં રાષ્ટીય સ્વયંસેવક સંઘ (R.S.S. ) માં જતો હતો એની યાદ તાજી થઇ .

  એ વખતે રોજ ગવાતી માતૃભુમીની પ્રાર્થના આ હતી.

  नमस्ते सदा वत्सले मातृभूमे
  त्वया हिन्दुभूमे सुखं वर्धितोहम्
  महामङ्गले पुण्यभूमे त्वदर्थे
  पतत्वेष कायो नमस्ते नमस्ते ।

  શ્રી નરેન્દ્રભાઈ મોદીની કારકિર્દીની શરૂઆત R.S.S. ના ચુસ્ત કાર્યકર તરીકે થઇ હતી .

  એક સભામાં શ્રી મોદીએ RSS સંસ્થા વિષે આપેલ એક પ્રવચનનો વિડીયો આ રહ્યો .

  Narendra Modi on RSS

  Reply
 • ખૂબજ સુંદર વિષયને આવરી લેતો લેખ … ધન્યવાદ.

  Reply
 • 6. ગોદડિયો ચોરો…  |  June 6, 2014 at 5:03 pm

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  રાષ્ટ્રીય સ્વ્યંસેવક સંઘની કથા કાવ્ય શ્બ્દો દ્વારા વર્ણવી

  ખુબ જ સરસ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

મે 2014
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: