ચંદ્રવિચારધારા (૧૨) ફેમીલી પ્લાનીંગ કે નિયોજીત કુટુંબ

મે 26, 2014 at 2:29 પી એમ(pm) 10 comments

 

Happy family with dream house - stock photo

 

 

ફેમીલી પ્લાનીંગ કે નિયોજીત કુટુંબ

 

આજની પોસ્ટની તૈયારી કરતો હતો ત્યારે મારા મનમાં થોડી મુજવણ હતી.

આ જે પ્રગટ કરનાર છે તેને “અનામી” યાને “અનકેટોગોરાઈઝ્ડ ” વિભાગે પ્રગટ કરૂં કે કોઈ અન્ય વિભાગે ?

ઉંડો વિચાર કરતા થયું કે….આ માનવ તંદુરસ્તીને પણ લાગુ પડે.

તો નિર્ણય લીધો કે આ હશે “માનવ તંદરસ્તી”ની પોસ્ટરૂપે.

પણ..પછી બીજો વિચાર આવ્યો…..તંદુરસ્તી પોસ્ટ તરીકે યોગ્ય ના હશે.

ફરી વિચારોમાં રહ્યો, અને અંતે, થયું કે “ચંદ્રવિચારધારા શબ્દોમાં”ની કેટેગોરીમાં એની ચર્ચા કરતા એ ત્યાં યોગ્ય હશે

આ પોસ્ટ બનવાનું કારણ ઈ-મેઈલની કમાલ છે !

એક મિત્ર “દાવડાજી” ઈમેઈલથી “નિયોજીત કુટુંબ” વિષે એમની વિચારધારા મોકલે.

એના જવાબરૂપે મેં એમને એક ઈમેઈલ મોકલ્યો…જેમાં ભારતની આઝાદી પછી સરકારે “ફેમીલી પ્લાનીંગ”ની જાહેરાત કરી ભારતમાં જુનવાણી સાથે ટક્કર લીધી હતી તેમાંથી શું સારૂં અને શું ખરાબ થયું તે તરફ મેં ધ્યાન દોર્યું હતું.

તો વાંચો આ બે ઈમેઈલો>>>>>

(૧) દાવદાજીની વિચારધારા…..

નિયોજીત કુટુંબ

ભારતને આઝાદી મળ્યાને થોડા વર્ષો બાદ જ દેશના વસ્તિ વધારાના પ્રશ્ન ઉપર ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું. કુટુંબ નિયોજન વિષે જ્ઞાન અને સાધનોનો પ્રચાર પ્રસાર શરૂ થયો. આની સૌથી વધારે અસર શિક્ષિત મધ્યમ વર્ગ ઉપર થઈ. શરૂઆતમાં ચારથી વધારે સંતાનો નહિં, એવો પ્રચાર થયો. પછી ચાર તો વધારે કહેવાય બે અથવા ત્રણ બસ એવા સૂત્રો શરૂ થયા. હું એકવાર રાજસ્થાનના પ્રવાસ ગયેલો ત્યારે દિવાલ ઉપર લખેલું એક સૂત્ર આજે પણ યાદ છે,

પહેલો ટાબર હીવડો, દુજો તારણહાર, ત્રીજો ટાબર માફ થાય, ચોથો નરકનો દ્વાર.” (ટાબર એટલે બાળક, હીવડો એટલે હ્રદયનો ટુકડો)

ત્યાર પછીના સમયમાંહમ દો હમારે દોસૂત્ર આવ્યું. આજે Single Child Norm પ્રચલિત છે, અને કેટલાક કીસ્સાઓમાં Childless Couple પણ જોવા મળે છે.

માત્ર પચાસ વર્ષના સમયગાળામાં થયેલા આ ફેરફારો માટે કોઈ એક કારણ નથી. શરૂઆતમાં ગરીબી દૂર કરવા, કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ જરૂરી છે એમ માનવામાં આવ્યું. ત્યારબાદ બાળકને સારૂં જીવનધોરણ મળે એ માટે આ જરૂરી છે એમ કહેવામાં આવ્યું. અને હવે સ્ત્રીઓ માટે બાળકો પેદા કરવા સિવાય પણ બીજા ઘણાંબધા પર્યાયો છે એ કારણને આગળ કરવામાં આવે છે.

અત્યાર સુધી એમ માનવામાં આવતું કે સ્ત્રીની જીવનમાં સૌથી મોટી ઈચ્છા મા બનવાની હોય છે. આજે ક્યાંક ક્યાંક જોવા મળે છે કે સ્ત્રીને પણ પુરૂષની જેમ કારકીર્દીમાં આગળ વધવું છે, મા ન બની શકે તો ચાલસે. આજે સ્ત્રીઓ જે વ્યવસાયમાં દાખલ થાય છે, તે વ્યવસાયમાં એટલો બધો સમય આપવો પડે છે કે ત્યારબાદ બાળકો ઉછેરવાનો સમય જ મળતો નથી.

આના પરિણામે કુટુંબના માળખામાં જબરા ફેરફાર જોવા મળે છે. ઘણાંને ભાઈ નથી, બહેન નથી. ફઈ છે તો કાકા નથી, મામા છે તો માસી નથી. લાગે છે કે ભાઈ, બહેન, કાકા, ફઈ, મામા અને માસી ઐતિહાસિક પાત્રો બની જશે.

એકલો ઉછરેલો બાળક ઘરની બહારના સંબંધો સિવાય બીજા સંબંધોને સમજવા અસમર્થ થઈ જાય છે. લોહીના સંબંધોને સ્થાને Need based સંબંધોથી જ પરિચિત રહે છે. સંબંધોમાં લાગણીની ભિનાશ રહેતી નથી.

દેશના વસ્તીવધારાને રોકવા આના સિવાય બીજો ઉપાય પણ ક્યાં હતો?

પી. કે. દાવડા

(૨) જવાબરૂપે મારો ઈમેઈલ>>>>


પીકે,

આ એક સુંદર લેખ છે.

ટુંકો છે તેમ છતાં ગંભીરતા ભરી છે.

ભારત સરકારના નિયમો….”ફેમીલી પ્લાનીંગ” વિષે.

જુની પ્રથા….અને સંતાનો તો પ્રભુ આપે અને ઘરના સંજોગો કેવા હોય એ વિષે જરા પણ મનમાં વિચારો ના આવતા.

વળી, એની સાથે સંતાનના ઘરે બાળક હોવું જોઈએ એવો વિચાર હ્રદયના ઉંડાણમાં હંમેશા રહેતો.

આ વિચારના કારણે….જ્યારે મેડીકલ કારણે બાળક થવું અશક્ય હતું ત્યારે પણ આ એક બાળકની આશા પરેશાન કરી દેતી.

આવા સમયે…સંતાન ના થવાનું કારણ ફક્ત નારીમાં ખામી છે એવું માનવામાં આવતું..એ મોટી ભુલ હતી.

બીજી એક વાત…ફક્ત “છોકરો” સંતાનરૂપે..એવી વિચારધારામાં “દીકરી” પ્રત્યે નફરતો…બાળ હત્યા વિગેરે.

તો….આઝાદી પહેલાની વિચારધારા યોગ્ય હતી ?

હવે..અઝાદી બાદ,,….નારીઓમાં ભણતર વધ્યું..સારી વાત !અને, હવે ગુજરાન ચલાવવા નારીએ પણ નોકરી કરવાનો સવાલ ઉભો થયો.

તો….આવા સંજોગોમાં નારીઓ જે પ્રમાણે ફરજો બજાવે છે તે યોગ્ય કહેવાય ???

આજે….સંતાન દીકરી કે દીકરો…જે હોય તે માટે સ્વીકાર વધ્યો છે ..આ એક આનંદની વાત.

બીજી વાત એ રહી કે….જ્યારે નારી સંતાન ના આપે ત્યારે નર/નારીની તપાસ તેમજ અનેક શોધો દ્વારા સંતાન હોય શકે એવું પણ શક્ય થયું છે..આ પણ ખુશીની વાત.

ત્રીજી વાત એ છે કે…..જ્યારે, ના સંતાન હોય ત્યારે “એડોપશન”ની વાત આવે ત્યારે જુનવાણી આ માટે ઉત્તેજન ના આપે એ ભુલ છે !

કોઈ અજાણના બાળકને પોતાના બાળકરૂપે સ્વીકાર કરવો એ કાંઈ નાનું કાર્ય નથી….આ તો એક મોટું ” પુન્ય”નું કામ છે…આ કાર્ય દ્વારા નારીમાં છુપાયેલ “મમતા”ને શાંતીભર્યો “સંતોષ” મળે છે. આ પણ એક ખુશીની વાત છે.

હવે…એક વાતની ચર્ચા બાકી રહી. આ તે નોકરી કરતી નારી !….જે નારી સંજોગોના કારણે કે આનંદ કારણે નોકરી કરે છે તેઓએ એક દિવસ માતા બનવાના વિચારને “નોકરીના કારણે” પોસ્ટપોન કરતા રહેવું એ એક મોટી ભુલ છે…આ જવાબદારી તો હશે અને સ્વીકાર કરી ફેમીલી માટે યોગ્ય વિચારો કરી નિર્ણય લેવો એ જ યોગ્યતા હશે એવું મારૂં માનવું છે.

સંસારી સફળતા માટે નર અને નારીએ પોતાને “મોટું ” ગણી સરખામણી કરવાની ટેવને છોડવી પડશે. પતિએ પત્નીને માન આપવું …પત્નીએ પતિને એમાં જ સફળતાની ચાવી છે !

ડો. ચંદ્રવદન

તો…તમોએ બે ઈમેઈલો વાંચ્યા.

શા કારણે મેં આને “હેલ્થ”ને લગતી પોસ્ટ ગણી તેની ચર્ચાઓ કરીએ.

પતિ અને પત્ની એક સાથે જીવન જીવે, અને એની સાથે હ્રદયની અંદર સંતાનસુખના વિચારો જાગૃત થાય એ સ્વભાવીક છે.

સંતાન થાય કે ના થાય ત્યારે અનેકવાર “મેડીકલ ખામીઓ” એનું કારણ હોય, જે માટે પુરૂષ કે સ્ત્રીમાં ખામી હોય શકે.

પણ પરિવારમાં વાંક ફક્ત પત્નીનો જ ગણાતો.

ભારતમાં આવી જુનવાણીના દર્શન થતા હતા.

શિક્ષણ/જ્ઞાન દ્વારા યુવાનોની વિચારધારા બદલાવા લાગી.

હવે, યુવાનો ડોકટરી તપાસ બાદ, સત્યને સમજવા લાગ્યા….થોડા “જુના વિચારો” નાબુદ થયા.

પણ….દીકરાનો પ્રેમ ઉંડો હતો…એ કારણે “દીકરી”નો અસ્વીકાર હતો…આ વડીલોની ભુલ હતી.

દીકરી કે દીકરો સંતાનરૂપે જન્મે તેમાં અનેક સંજોગો કારણોરૂપે હતા.

જ્ઞાનમાર્ગ દ્વારા યુવાનો..અને ત્યારબાદ, વડીલો આ સ્વીકારવા તૈયાર હતા.

આવા પરિવર્તનમાં દીકરી પ્રત્યે પ્રેમ જાગૃત થયો એ આનંદની વાત છે.

અને, જ્યારે ડોકટરી જાણકારી દ્વારા ખબર પડી કે સંતાન ના જ થશે ત્યારે યુવાનો બાળકને દત્તક લેવા તૈયાર થયા ત્યારે વડીલોના જુના વિચારો આડા આવ્યા….પણ અંતે તો જીત છે સત્યની જ. એથી આજે, ધીરે ધીરે “એડોપશન” કરતા કોઈને ડર કે શરમ નથી.

સૌ આટલું વાંચી ફરી કહશે કે આ બધી હકિકતો છે, તેમ છતાં, શા માટે “માનવ તંદુરસ્તી”ના પોસ્ટરૂપે છે ?

મેં ઉપર મુજબ મારી વિચારધારા પ્રમાણે સૌને સમજાવ્યું એમાં “તંદુરસ્તી” યાને “હેલ્થ”રૂપે જોવાનો ઈરાદો હતો.

તો એક સારરૂપે નીચે મુજબ મારા વિચારો જાણો>>>

(૧) એક પુરૂષ અને નારી જ્યારે પરણી “પતિ અને પત્ની” બને ત્યારે સંતાનસુખના વિચાર સાથે માનવ શરીરની તંદુરસ્તી તરત જોડાય જાય છે.

(૨) શરીરની તંદુરસ્તી સાથે ખોરાકના આરોગ્યતા સાથે ઘાટો સબંધ છે…યાને ખોરાક યોગ્ય હોવો જોઈએ, અને શરીરે પ્રાચન કરી લોહી સુધી પહોંચાડી શરીરનની બધી જ સીસ્ટમો સારી રીતે ચાલી શકે એ શક્ય કરે છે.

(૩) જ્યારે પુરૂષ કે સ્ત્રીના મનને શાંતી ના હોય ત્યારે એની બુરી અસર શરીર પર પડે છે. જ્યારે સમાજના નિયમો સત્ય વિરોધ હોય ત્યારે અશાંતી રહે. દીકરી કે દીકરાનો સ્વીકાર સમભાવે થાય કે પછી દત્તક બાળક લેવો એ સમાજમાં ખુશીની વાત હોય ત્યારે પરિવારના સૌના હૈયે ખુશી સાથે શાંત વાતાવરણ લાવે છે…આવા શાંતીભર્યા વાતાવરણે શરીર “તંદુરસ્તી” જાળવી શકે છે.

(૪) જ્યારે પુરૂષ સ્ત્રીને સમભાવે માન આપે ત્યારે સ્ત્રી પણ એવું વર્તન કરવા રાજી રહે છે….જ્યારે પુરૂષ કે સ્ત્રી પોતાને “ઉચ્ચ” પદે મુકવાનો પ્રયાસ કરે ત્યારે જ ઝગડાઓ જન્મે છે. ઘરમાં ઝગડાઓ તંદુરસ્તી બગાડે છે.

(૫) સમયના વહેણમાં પરિવર્તન આવે એ કુદરતનો નિયમ છે. જુના વિચારોનો ત્યાગ કરવાનો રહે એવી સમજ વડીલોમાં આવે ત્યારે નવજવાનો અને સમાજના વડીલો જ્ઞાનપંથે એક થઈ તંદુરસ્તીના પંથે હોય છે એવું મારૂં માનવું છે.

 

કોઈ મારી વિચારધારામાં “સમાજ પરિવર્તન”ના દર્શન કરી શકે….એથી એવી વ્યક્તિ આ પોસ્ટને તંદુરસ્તીની પોસ્ટરૂપે સ્વીકાર ના કરી શકે.

કોઈ અહીં ભારત સરકારના ભારતની વસ્તી વધારાના પગલારૂપે યોગ્ય કે અયોગ્ય ગણી એને નવા ચર્ચા પંથે લઈ જઈ શકે.

આથી,

સૌ વાંચકોને આ પોસ્ટ વાંચી, સમજ મળે એના આધારે એમની સ્વતંત્ર વિચારધારા લઈ જઈ પ્રતિભાવરૂપે “બે શબ્દો” લખવા વિનંતી છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is in the Category of ” CHANDRAVICHARDHARAA SHABDOMA”.

In the discussions above, there is mention of an EXCHANGE of EMAILS, between P.K. DAVDA and ME.

Davdaji introduced the topic of the FAMILY PLANNING adopted by the Government of India to curb the rising uncontrolled POPULATION of India.

This action was against the OLD THINKING of “God gives the Children….and we  must accept ALL & as many children as granted by God”.

The marketing of the IDEA of the FAMILY PLANNING was gradually accepted with the Changing Society.

Questions remain>>>

Was this a good Policy ?

Was it OK when the SALARY & the ECONOMIC times demand a Family with LESS Children ?

Has the Policy changed the Indian Society ? Are the Younger Generation & Elders of the Society accepting the “smaller family” willingly ?

There are so many points on which one can differ in the VIEWS.

Please join the DISCUSSIONS with your VIEWS as your COMENTS !

Dr. Chandravadan Mistry

 

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

કવિ કલાપી જીવન ! “માનવ તંદુરસ્તી” એક પુસ્તક !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. P.K.Davda  |  મે 26, 2014 પર 3:35 પી એમ(pm)

  A good medical analysis of a social issue.

  જવાબ આપો
 • 2. pragnaju  |  મે 27, 2014 પર 5:55 પી એમ(pm)

  ૧ અનેકાનેક ચઢાવ ઉતાર વચ્ચે દુનિયાભરના ફેમીલી પ્લાનીંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે.
  ૨ ડેમોક્રસીમાં કાયદાકીય રીતે કરવુ અઘરુ
  ૩ ગર્ભપાતનો કાયદો આવ્યો તો સ્ત્રી ભૃણહત્યાનો મોટો પ્રશ્ન આવ્યો
  ૪ આ જમાનામા આધ્યાત્મિક રીતે સંસ્કારોથી કુટુંબ નિયોજન ઘણા ઓછાએ અપનાવ્યું
  ૫ કેટલાના મતે તો આ ન કેવળ પ્રકૃતિ વિરુધ્ધ પણ હાની કારક લાગ્યું!
  ૬ સૌથી સરસ વાત તો જ્યારે જીવન ધોરણ સુધર્યું ત્યારે પ્રશ્ન હલ થતો લાગ્યો!
  ૭ આવા જીવન ધોરણે જીવવા એક/બે બાળકથી વધુ પોષાય જ નહીં
  ૮ તેના બીજે છેડે મોટી ઊંમરે લગ્ન અને કેટલાકે તો નિઃસંતાન રહેવુ પસંદ કર્યું
  ૯ વિશ્વમા ઘણી જગ્યા એ નૅટલીઝમન્પ પ્રશ્ન આવ્યો.વિગતે જાણવા અમારા દિકરાનો લેખ વાંચો
  નેટલીઝમ: ઝાઝા બાળ રળિયામણા…/ પરેશ વ્યાસ …
  niravrave.wordpress.com/…/નેટલીઝમ-ઝાઝા-બ…
  Translate this page
  Apr 17, 2014 – નેટલીઝમ: ઝાઝા બાળ રળિયામણા
  ૧૦ બીજી તરફ વિવિધ કારણોથી વ્યંધત્વનું પ્રમાણ વધ્યું અને સ્ત્રી પ્રુરુષ બીજ બેંકો વધી, પૈસા કમાવવાનો રસ્તો મળ્યો,આર્ટી.ફરટીલાસેઝન,સૅરોગેટનો અબજોનો ધંધો ઉભો થયો.અને ડીએનએ લેબ અને બાપ નક્કી કરવા કેસો અને વકીલો…! કેસ લડતા વકીલો પણ જાણતા થયા કે સ્પર્મ મોટા
  ઇલ હોય અને એઇડ વાળા દર્દીનું વિર્ય ખાસ ફીલ્ટરથી ફીલ્ટર કરે તો ચેપ નથી લાગતો
  બચ્ચેમેં બૂ કહાં સે આયે માબાપકી ?
  દુધતો ડીબ્બે કા ઔર કેળવણી સરકાર કી…
  હજુ તો ક્લોનીંગ, જેનેટીક ફેરફાર,સ્ટેમ સેલ……………..

  જવાબ આપો
 • 3. pravinshastri  |  મે 28, 2014 પર 3:12 એ એમ (am)

  પહેલાના સમયમાં, દીકરીઓને જન્મ આપનારી સ્ત્રીઓ પર માનસિક જુલમો થતાં હતાં. હવે લોકો સમજતાં થયોં છે કે X Y ક્રોમોઝોન માટે પુરુષ જવાબદાર છે. હવે ONE IS FUN માનનારા ઘણાં દંપતિઓ છે. સમય બદલાયો છે. સંતાન ન હોવાનો રંજ પણ ઘટટો જાય છે.

  જવાબ આપો
 • 4. aataawaani  |  મે 28, 2014 પર 3:18 એ એમ (am)

  જુના વખતમાં પણ ઓછા બાળકો હોય એ લોકોને ગમતું . આ માટે કહેવતો પણ બની “પારવે વાંકડિયા”એનો અર્થ એ થાય કે જુવાર ઘાટી ન વાવી હોય તો વાંકડા તંદુરસ્ત ડુંડા જામે . બીજો દોહરો છે .
  કાઉ જાજાં કાગોલીયાં કાઉ જાજા કપૂત
  હિક્ડ તો ધૈડી ભલી હિકડ ભલો સપુત .
  કાઉં=શું કગોલીયાં = કાગડા નાં બચ્ચાં હિક્ડ= એક ધૈડી=દીકરી

  જવાબ આપો
 • 5. ishvarlal R. Mistry.  |  મે 28, 2014 પર 8:54 પી એમ(pm)

  Very good subject Chandravadanbhai, In this modern times family planning is very important,that is the trend mostly everywere. in the world.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 6. La Kant Thakkar  |  મે 29, 2014 પર 9:54 એ એમ (am)

  ​[Questions remain>>> // Was this a good Policy ? Was it OK when the SALARY/INCOME & the ECONOMICALLY prudent, times’ demand a Family with LESS Children ?
  Has the Policy changed the Indian Society ? Are the Younger Generation & Elders of the Society accepting the “smaller family” willingly ?There are so many points on which one can differ in the VIEWS.Please join the DISCUSSIONS with your VIEWS as your COMENTS ! — Dr. Chandravadan Mistry]

  તમારા latest ,’એક નવા આયામ’ અંગે …मारे आ कहेवानुं छे :-

  Over & above these thoughts-points,
  TODAY, enhanced Education in Females ,have made them more “Outward/-LOOKs/BEAUTY”-concious, they are more inclined to “GO INDEPENDENT” in many ways as a resultant combined effects of Modern Times of “IT boost-Variety of Computers,Mobiles,Tabs etc.being made as a FICTICIOUS [ not real or true; imaginary or fabricated.” – “Synonyms:false, fake, counterfeit, fabricated, sham] “MUST HAVE- NEED” ,creating टाइम्स-बेस्ड DEMANDS . Getting Prefrential SPECIAL TREATMENT on many counts .even Laws too are favouring THEM more & more,ARE female-oriented,in the name of Harrasment faced by them in many ways from Chauvenist MALE DOMINATED SOCIETIES,in the past .Even Kalyugi effects including imitating Western Cultures BLINDLY .Competition and jealousy based show-off business activities lure more and more towards unending rate-race for money.These aspects have multiplying parennial effects on personal Budgets requiring ‘a man’/woman ‘to be more and more SELFISH,Greedy and Self-centered.Ultimately all these have cumulative effects over one’s MIND,-WHICH DOES GET DISTURBED WITH ALL SORTS OF Burdens,Tensions.Worries,confusions,mess…..deteriorating OVER-ALL HEALTH CONDITIONS.

  Yes, such Policies, ‘ to have LESS children[Planned Families] have helped our Indian Society to an extent ,but has also ADVERSELY AFFECTED TOO. ‘The NEXUS’ of , have disappeared.
  ‘OLD AGE HOMES ‘ HAVE increased .
  ​Basiclly, anything in ‘EXCESS’ works like poision [ अति सर्वत्र वर्जयेत ​
  -La’Kant / 29.5.14

  જવાબ આપો
 • 7. La Kant Thakkar  |  મે 29, 2014 પર 10:29 એ એમ (am)

  Please read :
  ‘The NEXUS’ of , have disappeared.
  ‘OLD AGE HOMES ‘ HAVE increased . in the comment made earlier.
  -La’Kant / 29.5.14

  જવાબ આપો
 • 8. La Kant Thakkar  |  મે 29, 2014 પર 10:32 એ એમ (am)

  the SPIRIT OF “we all together -joint families” was omitted above ,before .have disappeared.
  -La’Kant / 29.5.14

  જવાબ આપો
 • 9. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  મે 29, 2014 પર 1:46 પી એમ(pm)

  પહેલાના સમયમાં, દીકરીઓને જન્મ આપનારી સ્ત્રીઓ પર માનસિક જુલમો થતાં હતાં. હવે લોકો સમજ આવી ગઈ છે, હજુ તે માટે ઘણા પ્રચાર અને પ્રસારની લોક જાગૃતિ માટે જરૂરત પણ જણાય છે.

  સુંદર– અભિનંદન

  જવાબ આપો
 • 10. Ramesh Patel  |  મે 30, 2014 પર 1:17 એ એમ (am)

  સમાજના બદલાતા મૂલ્યો ને કેળવણી..આ પ્રશ્નોનોનું સમાધાન કરતું રહેશે. તંદુરસ્તી શરીર અને સમાજ બંનેની તે ઉપર નિર્ભર છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

Ramesh Patel ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: