કવિ કલાપી જીવન !

મે 25, 2014 at 12:06 પી એમ(pm) 12 comments

 

 

 

 

 

Kalapi

KAVI SHRI KALAPI ( Born 1874 & Died in 1900 at the Age of 26 Years

 

You MUST CLICK on the LINK Below 1st and then READ this Post>>>>

http://www.youtube.com/watch?v=3yX4r6xu9ec

 

કવિ કલાપી જીવન !

 

કવિ કલાપીનું જીવન એક ટુંકુ સ્વપ્નું રહ્યું,

જે ગુજરાત સાહિત્યભંડારરૂપી ધન રહ્યું !……………(ટેક)

 

૧૮૭૪માં જન્મ હતો ગુજરાતના રાજવંશી કુટુંબે,

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નામ મળ્યું જેને,

એવા એક બાળની આ વાત છે !………………….(૧)

 

જન્મ બાદ, બાળલગ્ને મળે બે પત્નીઓ ભાગ્યમાં,

કચ્છની રાજબા-રમાબા ‘ને સૌરાષ્ટ્રની કેસરબા-આનંદીબા નામમાં,

એવી એક બાળલગ્નની, આ વાત છે !……………….(૨)

 

૨૦ વર્ષની વયે સુરસિંહજી, ઘરની દાસીના પ્રેમમાં પડે,

થાય એથી રમાબા સાથે અણબનાવો, ‘ને ૧૯૦૦માં ઝેર પી મરે,

આ કરૂણગાથાની, આ વાત છે !……………………..(૩)

 

૨૬ વર્ષની ટુંકી જીદંગી તો પણ જે શક્ય થયું,

તેમાં ગુજરાત સાહિત્યનું મુલ્ય ખુબ જ વધ્યું,

આ એક યુવાનની, આ વાત છે !…………………..(૪)

 

ગુજરાતી ભાષા પર એમનો કાબુ હતો,

કાવ્યો સુંદર લખી “કવિ કલાપી”બિરદ મળ્યો હતો,

એવા એક કવિની, આ વાત છે !…………………(૫)

 

શાળા અભ્યાસે ગુજરાતી અને અંગ્રેજી શીખી હતી,

ઈંગલેન્ડની સફર ટુંકી, ‘ને ફરી દેશ આવી રાજગાદી ત્યાગી,

આવા દેશપ્રેમીની, આ વાત છે !…………………(૬)

 

શોભના નામે દાસીના પ્રેમમાં કાવ્યોની પ્રેરણાઓ હતી,

જે પુષ્પો બની, આજે પણ સૌના હ્રદયોમાં એની મહેક રહી,

આવા એક પ્રેમીની, આ વાત છે !……………….(૭)

 

ઉચ્ચ ભાષામાં સુંદર રચનાઓ કલાપી કળા કહેવાય,

પુસ્તકો પણ એના ગુજરાતનો શણગાર કહેવાય,

આવા સાહિત્ય-રત્નની, આ વાત છે !…………….(૮)

 

શું ખરેખર, જીવનમાં મળેલ પ્રેમ કારણે કલાપી બન્યા ?

કે, પ્રેમ દ્વારા હ્રદયના ઉંડાણમાં છુપાયેલા શબ્દો પ્રગટ થયા ?

આવા સવાલો ચંદ્ર કરે, એમાં જ કલાપીની વાત સમાય છે !….(૯)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૨,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ આવ્યો.

પ્રજ્ઞાજુબેન વ્યાસના બ્લોગ પર ગયો.

કવિ કલાપી વિષે લખાણ હતું …વીડીઓ પણ હતો.

આથી વધું જાણ્યું !

અને, પછી “ગુગલ”થી વધુ જાણ્યું.

એ આધારીત આ કાવ્ય રચના શક્ય થઈ છે.

તમોએ આ રચના વાંચી તે પહેલા જરૂરથી “લીન્ક” આપી તેનાથી એ વીડીઓ નિહાળી જ હશે.

ના નિહાળી હોય તો ઉપરની “લીન્ક” પર ક્લીક કરી નિહાળો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Post is a Poem on the Life of KAVI KALAPI whose birth name was SURSINHJI  TAKHTSINHJI GOHIL.

He born in a ROYAL FAMILY of SAURASTRA.

He had the CHILDMARRIAGE with 2 PRINCESSES.

But 2 of then slighlty OLDER, and he LOVED NONE.

Instead he was in LOVE with the Maid by the name SHOBHANA.

He wrote some of the MOST WONDERFUL POEMS in GUJARATI. He was hailed as KAVI KALAPI.

At the young age of 26 years he died in 1900 and it is said he died of drinking Poison when haunted by one of his Wife.

Kavi Kalapi is  AMAR (immoratal ) in his WRITINGS.

My Salutations to Kavi Kalapi !

 

Dr. Chandravadan Mistry.

 

Entry filed under: કાવ્યો.

આજે અભિનંદન છે આનંદીબેનને મારા ! ચંદ્રવિચારધારા (૧૨) ફેમીલી પ્લાનીંગ કે નિયોજીત કુટુંબ

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 25, 2014 પર 12:35 પી એમ(pm)

  વાહ
  અમારા શાળા કોલેજના દિવસોમા તેમના કાવ્યો
  અને પંક્તીઓ વાત વાતમા ટાંકતા જેવી કે
  જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
  હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !
  રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
  લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
  જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
  હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !
  બની ઉસ્તાદ આવો તો થશો આંહીં તમે ચેલા,
  મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ !
  તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
  તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
  દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
  ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
  કેટલાં યાદ કરીએ ?
  પણ આ પંક્તી પર અમારી સહેલી ને ડૂમો ભરાતા
  ખુલ્લા દિલે રડાવવી પડી હતી…
  વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
  માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !

  જવાબ આપો
 • 2. venunad  |  મે 25, 2014 પર 4:29 પી એમ(pm)

  સ્વ. કવિ કલાપી ઉપર આપે સુંદર ભાવ સાથે જિવન વૃતાન્ત કવિતાકરી છે. અભિનંદન!

  જવાબ આપો
  • 3. chandravadan  |  મે 25, 2014 પર 5:26 પી એમ(pm)

   DrSaheb,
   Thanks for your visit/comment after a long time.
   See you again.
   Chandravadan

   જવાબ આપો
 • 4. pravina  |  મે 25, 2014 પર 11:09 પી એમ(pm)

  આ એ કલાપી

  જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની

  આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની

  અને
  ***
  સુખ જેનો દુઃખ અંત છે તેને ઈચ્છે કોણ?

  ગ્રન્થિ જે પલપલ ટૂટે તે પર નાચે કોણ

  ******
  ક્લાપીના કાવ્યો આજે પણ અંતરમાં રમે છે.

  પ્રવિનાશ

  .

  જવાબ આપો
 • 5. aataawaani  |  મે 26, 2014 પર 4:17 એ એમ (am)

  પ્રિય ચંદ્ર વદન ભાઈ તમે પણ ગજબના કવિ છો ‘તમારી કાવ્ય કરવાની આવડતે એકજ કાવ્યમાં કલાપીનું આખું જીવન ચરિત્ર વર્ણવી દીધું .મારા તરફથી તમને શાબાશી અને ધન્યવાદ આતા

  જવાબ આપો
 • 6. KishoreCanada  |  મે 26, 2014 પર 1:07 પી એમ(pm)

  મોટા ભાગના ગુજરાતીઓ, કલાપીની પ્રચલિત કવિતાઓ પાઠ્યપુસ્તકમાંથી મોટા ભાગના ગુજરાતીઓ, કલાપીની પ્રચલિત કવિતાઓ પાઠ્યપુસ્તકમાંથી ભણીને મોટા થયા છે. યુવાનીના ઉંબરે ડગ ભરતા, આપણામાંથી ઘણાં બધા આ રોમાંટિક શાયરના આશિક બન્યા છે. એમાનો એક હું પણ.
  ધૂળ ખંખેરી એક પુસ્તક કાઢ્યું – “કલાપીનો કેકારવ”
  એક જમાનાનું મારુ અતિપ્રિય, કોઈકે મને ભેટ આપેલું, ખૂબ જ પ્રેમથી, યાદગીરી માટે
  મારી એક રચનામાંથી
  પીપળાનુ પાન – શબ્દસેતુ

  જવાબ આપો
 • 7. Raksha  |  મે 26, 2014 પર 3:49 પી એમ(pm)

  કલાપીનું જીવનવૃતાંત નાનકડા કાવ્યમાં ઘણી સરસરીતે સમાવિ દીધું!

  જવાબ આપો
 • 8. chandravadan  |  મે 26, 2014 પર 9:59 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Mon, 5/26/14, Purvi Malkan wrote:

  Subject: Re: કવિ કલાપી જીવન !
  To: “chadravada mistry”
  Date: Monday, May 26, 2014, 1:37 PM

  Sundar smaranaanjali
  kavi kalapini
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Dr. Mistry ( Uncle)

  જવાબ આપો
 • 9. ishvarlal R. Mistry.  |  મે 27, 2014 પર 6:14 પી એમ(pm)

  Chandravadanbhai,well said in your post about Kavi Kalapini. short and sweet.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 10. harnishjani52012  |  મે 28, 2014 પર 5:29 પી એમ(pm)

  ડોકટર સાહેબ, જ્યાં સુધી મે વાચ્યુ છે તેના પરથી લાગે છે કે કવિએ આપઘાત નહોતોકર્યો. પરંતુ તેમના શોભના (ઉંમર ૧૪) દાસી સાથેના પ્રેમને કારણે રમાબાના કારભારીઓના હાથે શંકાસ્પદ રીતે માંદા પડી અને મરી ગયા હતા.

  જવાબ આપો
  • 11. chandravadan  |  મે 28, 2014 પર 5:45 પી એમ(pm)

   Harnishbhai,
   You may be right.
   It was a fact that he was in deep love with a Maid. These was resented by his wives esp Ramaba was aggresive & vocal.
   He never committed the “Atmahatya” but it was said he died of the done by Ramaba ( or could it be he was very sick after that & died of it ). The fact remains is>>>one of the GREATEST Poet of Gujarat died prematurely. But….in this short life span his LOVE for the Maid was his INSPIRATION for his literary CREATIONS.
   Thanks for your Comment,Harnishbhai.
   Chandravadan

   જવાબ આપો
 • 12. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  મે 29, 2014 પર 2:21 પી એમ(pm)

  કવિ કલાપી ની યાદ સાથે શાળાના દિવસો યાદ આવ્યા. જેની રચના મોંપાઠ સતત કરવાની રહેતી…લાપીનું જીવનવૃતાંત નાનકડા કાવ્યમાં ઘણી સરસરીતે સમાવિ દીધું! અભિનંદન .

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,976 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: