Archive for મે 23, 2014

અમેરીકામાં “એવોર્ડ્સ યોજના” અન્ય “જનકલ્યાણ”ના કાર્યો !

image0

The LARGE FLOATING TROPHY….and A SMALL REPLICA TROPHY

with the PLAQUE to DISPLAY the WINNING STUDENT’S PHOTO for the YEAR

અમેરીકામાં “એવોર્ડ્સ યોજના” અન્ય “જનકલ્યાણ”ના કાર્યો !

 

ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં અનેક છેત્રે “જનકલ્યાણ”ના કાર્યો કરવામાં મારી જીવનસફર હતી. જે કંઈ શક્ય થયું તેમાં પ્રભુની કૃપા હતી અને એથી જ મારા હૈયે આનંદ હતો.તેમ છતાં, મનમાં “પુર્ણ શાંતી” ના હતી.

હું વિચારતો હતો કે મનની આવી હાલત શા માટે ?

એવા વિચારોમાં મને અમેરીકાની યાદ આવી. અમેરીકા જ્યાં હું ૧૯૭૭થી સ્થાયી થયો હતો. અમેરીકા મારી “કર્મભૂમી” હતી.

તો, કર્મભૂમી માટે મેં શું કર્યું ?

હા…અનેકવાર અનેક સંસ્થાઓને “દાન સહકાર” મોકલવાની તકો મેં લીધી હતી.

પણ કંઈક “કાયમ” પ્રેરણા આપે એવું કાઈ પણ કર્યું ના હતું.

ગુજરાતમાં “શિક્ષણ ઉત્તેજન” માટે કાર્યો કર્યા તે પ્રમાણે અહીં કાંઈ હોય તો કેવું ?

બસ….આ વિચાર સાથે મારા મનનો “અસંતોષ” જરા હલકો થઈ ગયો.

મને “શિક્ષણ ઉત્તેજન” માટે કાંઈ કરવા પ્રેરણા મળી. કેલીફોર્નીઆના “એન્ટલોપ વેલી” વિસ્તારના લેન્કેસ્ટર શહેરમાં આવેલી “ક્વાર્ટસ હીલ્સ હાઈ સ્કુલ”ની યાદ તાજી થઈ…આ હાઈ સ્કુલમાં મારી દીકરી રૂપાએ અભ્યાસ કર્યો હતો….એનું ઋણ ચુકવવાની આ તક હતી. મેં શહેરના જાણીતા મિત્રને મારો વિચાર દર્શાવ્યો, અને એમની સહાય/માર્ગદર્શને એ શાળાના વાઈસ પ્રીન્સીપાલને મળવાનું થયું. મારા વિચારને એમણે વધાવી લીધો.

આ કારણે એક “મોટી ફ્લોટીંગ ટ્રોફી” સાથે નાની “રીપ્લીકા ટ્રોફી” અને એના પર એ વર્ષના શાળાના હોંશીયાર સ્ટુડન્ટને ઈનામ આપવા માટે દાન રકમ આપી.મારા હૈયે એક અનોખી “શાંતી” હતી.

આટલું શક્ય કર્યા બાદ, આ વિસ્તારની “એન્ટેલોપ વેલી કોલેજ”માં પણ એવી જ યોજના શરૂ કરી.

૨૦૧૩ના મે મહીનામાં બન્ને જગ્યાએ એક સ્ટુડન્ટને વિજેતા ચુંટી, જ્યારે પ્રથમવાર “એવોર્ડ” આપવામાં આવ્યા ત્યારે મારા હૈયે આનંદ હતો.

આ પ્રમાણે આ બે જગ્યાએ યોજના ચાલુ રહેશે.

ઉપર મુજબનું શક્ય થયું અને એ સિવાય અમેરીકા તેમજ વિશ્વમાં અન્ય જગાએ હંમેશા ગરીબ/દર્દીઓઓને મદદ મળતી રહે એવી ભાવના સાથે એક દાન રકમ ફીડાલીટી દ્વારા “ચેરીટેબલ ફંડ” રૂપે મુકી એના વાર્ષિક વ્યાજમાંથી સહકાર થતો રહે એવું શક્ય થયું …આ યોજના પ્રમાણે નીચેની સંસ્થાઓ દ્વારા મારી ઈચ્છા પુર્ણ થતી રહે છે >>>>

(૧) “યુનીસેફ” ( UNICEF)

(૨) રેડ ક્રોસ ઓફ અમેરીકા  (RED CROSS of AMERICA)

(૩) “ડબ્લ્યુ.એફ.પી.” ( W.F.P. = World Food Program  )

(૪) સંકરા આઈ ફાઉન્ડેશન ( SANKARA EYE FOUNADATION )

આ યોજના દ્વારા ઓકટોબર ૨૦૧૩માં પહેલીવાર દાન સહકારનો લાભ આપી શકાયો.

આ પ્રમાણે “કર્મભૂમી” પર મારૂં યોગદાન પ્રભુકૃપાથી શરૂ થયું તે માટે હું પ્રભુનો પાડ માનું છું.

અહીં મારે એક અગત્યની વાત કહેવી છે.

૧૯૮૧માં હું જ્યારે કેલીફોર્નીઆના લેન્કેસ્ટર શહેરમાં આવી રહેવા લાગ્યો ત્યારે અનેક ભારતીયોને નિહાળી, મારા મનમાં હિન્દુઓ માટે એક મંદિર હોય એવી આશાઓ રાખતો રહ્યો…..અનેકવાર મનમાં થયું કે પ્રભુપ્રેરણાથી અનેકના હ્રદયદ્વારો ખુલશે, પણ એવું ના થયું ત્યારે મારા મનમાં નિરશા પણ આવી. છતાં, પ્રભુ પર શ્રધ્ધા હતી કે એક દિવસ એની જ ઈચ્છાથી આ વિસ્તારે એક મંદિર જરૂર હશે.૨૦૧૧-૨૦૧૨ના સમયગાળામાં “એક ડોકટર”ને પ્રભુએ પ્રેરણા આપી…એણે એના વિચારને અમલ કરવા અન્યને વાતો કરી….અંતે, દાન પ્રવાહના કારણે મંદિરનું બાંધકામ શરૂ થયું…”ફુલ નહી તો ફુલની પાંખડી”ના ભાવે એ દાન પ્રવાહમાં મેં પણ “ફાળો” આપ્યો ત્યારે મારા હૈયે “એક અનોખી શાંતી” હતી…એ જ મંદિર માટે એક “બેલ”યાને “ઘંટ”આપવાનો લ્હાવો પણ પ્રભુએ આપ્યો….નજીકના બેકર્સફીલ્ડ શહેરમાં જ્યારે મંદિર થયું ત્યારે એક મોટા બેલ આપ્યાની ખુશી થઈ હતી, એવી જ ખુશી આ નવા મંદિરના બેલ માટે અનુભવી. કર્મભૂમી અમેરીકામાં મારી આ સફરમાં આ મારી ભક્તિપંથે રંગાય રહેવાનો પ્રયાસ છે.માર્ચ-એપ્રિલ૨૦૧૪માં આ મંદિર ખુલ્લુ મુકાશે ત્યારે એની ખુશી હશે…

એપ્રિલ અને મે માસો પુર્ણ થશે…મંદિર બની ગયું છે..હવે મુર્તીઓ આવશે.

આ પ્રમાણે….આ ૨૦૧૪ના વર્ષની આખરીમાં કે ૨૦૧૫ની શરૂઆતમાં મંદિર સૌ માટે ખુલ્લુ હશે.

એવી જ પ્રભુ ઈચ્છા હશે.

 

અન્યને પ્રેરણા મળે એવી પ્રભુને પ્રાર્થના છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is my REFLECTIONS on my JOURNEY in AMERICA.

After doing the various SOCIAL WORKS in GUJARAT, I was happy but not FULLY SATISFIED.

As I had been in America since 1977, America had given me a LOT.

Therefore…it was my desire to PAY BACK….Thus, I thought of the SOCIAL WORK & thus the AWARDS at the HIGH SCHOOL ( where my youngest daughter studied) and the ANTELOPE VALLEY COLLEGE were started to give the INSPIRATION to the Students to STUDY further.

Along with this I thought of giving DONATIONS to several CHARITABLE ORGANISATIONS annually via a FUND…..This was established to assist 4 Organizations ( UNICEF, RED CROSS, WFP of UN, & SANKARA EYE FOUNDATION). The 1st annual Donation from the interest income was done in OCTOBER 2013 ( on my Birthday 13th October).

Along with these activities, I am most happy at the HINDU MANDIR being built at Lancaster…It will be opened in March/April of 2014. I feel content to have given “some” Support for this Project.A PUBLIC MANDIR can be the INSPIRATION to DEVOTION (BHAKTI)…May All get God’s Blessings !

This Post is NOT to talk of me….I am NOTHING….The DOER is the GOD !

May ALL REALISE this FACT….& get the INSPIRATIONS in the LIFE too !

Dr. Chandravadan Mistry

મે 23, 2014 at 12:25 પી એમ(pm) 26 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,709 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031