એક વિચિત્ર પત્ર !

મે 22, 2014 at 11:57 am 7 comments

ઓહ હો હો..

બાળપણ યાદ આવી ગયું..

તમને પણ વાંચવા મા મજા પડે તો કરો લાઈક..

Join us www.fb.com/gujjufun

એક વિચિત્ર પત્ર !

એક ઈમેઈલ ખોલતા, એક વિચિત્ર પત્ર જોવા મળ્યો,

જેમાં શબ્દો સાથે અનેક ચિત્રોનો સમાવેશ થયો હતો,

નિહાળી, વાંચવાના પ્રયાસે મારા મનમાં પ્રષ્ન થયોઃ

“આવો વિચિત્ર પત્ર કોના હસ્તે હશે” એવો વિચાર હતો………..(૧)

“મોર”ના ચિત્ર સાથે “મોરબી”થી લખાયો એ હતો,

“બે ખુલ્લા બારણા” સાથે લખાણે ૬૨ની સાલની તારીખનો ભેદ હતો,

“સુર્ય”ના ચિત્રે “ભાઈ સુર્યકાંત”ને નામે એ પત્ર મોકલાયો હતો,

આટલું સમજી, વધુ વાંચવા માટે ઉત્સાહ મારા હૈયે જગૃત થયો !…..(૨)

“તારો પત્ર મળ્યો”જણાવી, કાનપુરના સમાચાર જાણ્યાનું લખ્યું હતું,

“હું પરિક્ષામાં પાસ થયોછું”એવું પણપત્રમાં લખ્યું હતું,

“વિચાર છે કે જુનાગઢ જવું અને પર્વત (ગીરનાર) ચઢવો”એવુંપણ હતું

“તું પણ આવીશ તો બહું મજા પડશે”એવું અંતે જણાવ્યું હતું,……….(૩)

“આવે તો મારા માટે પેન તેમજ કાનપુરના ચંપલ તેમજ બ્રિફકેઈસ લેતો આવજે”,

“બીજું મોટાભાઈ રાજકોટથી રેડીઓ લાવ્યા છે તે વગાડી આનંદ કરીએ છીએ “

ઉપરના ગુપ્ત લીપીમાં બે સંદેશાઓ મોકલેલા તે મેં સમજી લીધા,

અને, અંતે “જવાબમાં પત્ર લખજે” એવી આશાભર્યા વિચારો પણ સમજી લીધા,….(૪)

અંતે “હિરાલાલના જયભારત”નું વાંચી જાણ્યું કે આ પત્ર હિરાલાલનો સુર્યકાંતને હતો,

તો, હિરાલાલે સુર્યકાંતને જવાબ કેવી રીતે હવે આપવો રહ્યો ? એ સવાલ હતો,

ચિત્રો અને શબ્દોવાળો જવાબરૂપી પત્ર હોય શકે એવું મેં હિરાલાલને કહ્યું,

ત્યારે, “હું તો નવી કોઈ ગુપ્તલીપીમાં એ લખીશ”એવું હિરાલાલે મુજને કહ્યું…..(૫)

કાવ્ય રચના ઃ તારીખ, માર્ચ,૨૦,૨૦૧૪                 ચંદ્રવદન

બે શબ્દો…

બ્રેડફોર્ડ ઈંગલેન્ડથી એક ઈમેઈલ આવ્યો….”ફેઈસબુક” ની લિન્ક હતી ..એ ખોલતા, “એક વિચિત્ર પત્ર”નું લખાણ વાંચ્યું.

ફરી ફરી વાંચી ગયો.

ગમ્યું !

અને વિચારતા આ રચના થઈ.

ગમી તમોને ?

જણાવજો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

The Gujarati Poem “Ek Vichitra Patra” means ” One Strange Letter”.

The Letter was with WORDS mixed with PICTURES to convey the MESSAGE.

This reminded me of the CODED MESSAGES in the WARS.

A Poem was created as I read that Email with the STRANGE Message.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી ! અમેરીકામાં “એવોર્ડ્સ યોજના” અન્ય “જનકલ્યાણ”ના કાર્યો !

7 Comments Add your own

• 1. Purvi Malkan  |  મે 22, 2014 at 12:12 pm

maja padi gai patr vanchvani uncleji.

Reply
• 2. pravina Avinash  |  મે 22, 2014 at 7:12 pm

keeps the mind active.

Reply
• 3. pragnaju  |  મે 22, 2014 at 8:08 pm

અમેરિકામાં સંકેતલિપી સાથે સંકળાયેલો અન્ય એક ઝઘડાળુ મુદ્દો સાઇફરનો વિકાસ અને તેની નીતિના મુદ્દે નેશનલ સિક્યુરિટી એજન્સીનું પ્રભુત્વ છે. આઇબીએમ ખાતે જ્યારે ડીઇએસનો વિકાસ થઇ રહ્યો હતો ત્યારે એનએસએ તેની સાથે સંકળાયેલી હતી. ત્યારબાદ તેને નેશનલ બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ દ્વારા ફેડરલ સ્ટાન્ડર્ડ ફોર ક્રિપ્ટોગ્રાફીનો દરજ્જો આપવામાં આવ્યો.[૩૪] ડીઇએસનું સર્જન પરિવર્તન પામતા સંકેતલિપી વિશ્લેષણ સામે ટકી શકાય તે માટે કરવામાં આવ્યું હતું. એનએસએ અને આઇબીએમ દ્વારા બનાવવામાં આવેલી આ એક શક્તિશાળી અને સામાન્ય સંકેતલિપી વિશ્લેષણ પદ્ધતિ હતી. જ્યારે 1980માં તેની પુનઃ શોધ કરવામાં આવી ત્યારે તે અંગે સામાન્ય જનતાને જાણ થઇ હતી. સ્ટિવન લેવીના જણાવ્યા અનુસાર આઇબીએમે પરિવર્તન પામતા સંકેતલિપી વિશ્લેષણની પુનઃ શોધ કરી હતી પરંતુ એનએસએની વિનંતીને ધ્યાનમાં રાખીને તેણે તેની તકનીક કોઇને જણાવી નહોતી. આ તકનિક જાહેરમાં ત્યારે આવી કે જ્યારે બિહામ અને શમિરે તેની પુનઃ પુનઃ શોધ કરીને થોડા વર્ષો બાદ જાહેર કરી હતી. આ સમગ્ર ઘટનામાં એક મુશ્કેલી એ હતી કે હુમલાખોરો પાસે કયા પ્રકારના સ્રોતો અને જ્ઞાન રહેલું હોવું જોઇએ. તેનો ક્યાસ કાઢવો મુશ્કેલી ભરેલું કામ હતું.

એનએસએની દરમિયાનગીરીનું અન્ય એક ઉદાહરણ 1993માં જોવા મળ્યું હતું. તે હતું ક્લિપર ચિપ પ્રકરણ જેમાં સંકેતલિપી લખેલી માઇક્રોચિપને કેપસ્ટોનના ઉપયોગ માટે બનાવવામાં આવી હતી. જે સંકેતલિપીને કાબૂમાં રાખવા માટેનું સાહસ હતું. સંકેતલિપીના સર્જકો દ્વારા બે કારણોસર ક્લિપરની જોરદાર ટિકા કરવામાં આવી હતી. એ વખતે સાઇફરના ગાણિતીક નિયમોને વર્ગીકૃત કરવામાં આવ્યા (1998માં અવર્ગીકૃત કરી દેવામાં આવ્યો હોવા છતાં પણ તેને ક્પિલપર વિશેષણ નીકળી ગયાના ઘણા સમય બાદ સ્કિપજેક તરીકે ઓળખવામાં આવતો હતો. આ ગુપ્ત સાઇફરે એવી ચિંતા ઉપજાવી કે એનએસએએ જાણી જોઇને આ સાઇફર નબળો બનાવ્યો છે જેથી કરીને તે પોતાની જાસૂસીના પ્રયાસો કરી શકે. વળી, આમાં કર્ખોફના સિદ્ધાંતનો ભંગ થતો હોવાને કારણે સમગ્ર સાહસની ઉગ્ર ટિકા કરવામાં આવી હતી. કારણ કે આ યોજનામાં ખાસ એસ્ક્રો ચાવીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે સરકાર પાસે રહેતી અને સામાન્યતઃ તે કાયદાકીય દળો દ્વારા ઉપયોગમાં લેવાતી દા. ત. વાયરટેપ

Reply
• 4. Vinod R. Patel  |  મે 23, 2014 at 1:02 am

બુદ્ધીને સતેજ કરવા આવા પત્રો સારા કામ લાગે !

ઓછા સમયમાં પત્ર વાંચી બતાવે એ ખરો બુદ્ધિશાળી !

સંકેત લીપી વાળો સચિત્ર વિચિત્ર પત્ર !

Reply
• 5. ishvarlal R. Mistry.  |  મે 23, 2014 at 1:23 am

Very interesting reading the letter,very good thoughts .
Thankyou for sharing Chandravadanbhai.
Ishvarbhai.

Reply
• 6. La' Kant  |  મે 23, 2014 at 5:38 am

​આતુરતા-ઇન્તેઝારી જીવંત કરે તેવી વાતો એક થ્રિલ્લ જેવું તત્વ ​​ આપણી ભીતર ઉમેરે છે.​​
​અને આ ‘ગમવું /ન ગમવું’ એ તત્કાલીન માનસિક દશા/અવસ્થા/માહોલ/પરિવેશ પર નિર્ભર કરે છે.​
​’ફોર એ ચેન્જ ‘​ ઠીક !

Reply
• 7. chandravadan  |  મે 23, 2014 at 12:22 pm

લક્ષ્મીકાન્તભાઈ,

નમસ્તે !

તમે પહેલીવાર પધારી “બે શબ્દો” લખ્યા તે વાંચી આનંદ અને આભાર.

અન્યની અંદર પ્રભુ જ છે એવું નિહાળી, અન્ય તરફ પ્રેમભાવ રાખી,મારી જીવન સફર ચાલુ છે.

એવી સફરમાં “ચંદ્રપૂકાર” દ્વારા મારા વિચારો/હ્રદયભાવો પ્રગટ કરતો જાઉ છું.

એને વાંચી….કોઈ “પ્રતિભાવ” આપે ..કોઈ ના આપે. જે આપે તે વાંચી આનંદ અનુભવું છું..જેમ કે આજે તમે આપેલ પ્રતિભાવ !

પણ…ખરેખર તો, આ જીવન તો “કર્મ” કરવા માટે છે, જેમાં “જનસેવા” મારા રક્તમાં છે.

બસ…આવો જ ભાવ મારા હ્રદયમાં રહે એવી પ્રભુને પ્રાર્થનાઓ રહે છે.

તમારા જીવનમાં આનંદ વહે એવી પ્રાર્થના.

ફરી પધારજો !

….ચંદ્રવદન
Dr. Chandravadan Mistry

Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page

Blog Stats

• 267,008 hits

Disclimer

મે 2014
M T W T F S S
« Apr   Jun »
1234
567891011
12131415161718
19202122232425
262728293031

%d bloggers like this: