આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી !

મે 21, 2014 at 12:05 pm 7 comments

 

આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી !

 

વાત કરૂં હું “આધ્યત્મિક વિકાસ કેન્દ્ર”ની,

જાણ્યું કે ના જાણ્યું હોય, પણ જાણો એને ધીરજથી !………..(ટેક)

 

૧૯૭૫ના સાલની આ તો વાત રહી,

મુંબઈના “માનવ મંદિર”ના ગુરૂજી અહીં આવવાની આ વાત રહી,

જે, અમેરીકાના ન્યુયોર્કના “ગીતામંદિરે” પધારવાની વાત રહી !……(૧)

 

“ગીતા મંદિર”માં ગુરૂજી સતસંગ અને પ્રવચનો કરે,

સતસંગ-પ્રેમીના ઘરે જઈ એઓ જરા આરામ કરે,

એવા સમયે, ગુરૂજી અમેરીકામાં સતસંગ “બીજ” રોપે !……(૨)

 

જુલાઈ ૧૯૭૫માં ગુરૂપુર્ણિમાનો એ દિવસ હતો,

એ તો, “આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર”સ્થાપના દિવસ થયો,

સતસંગીઓએ ભક્તિ પંથે જાવાનો નિર્ણય રહ્યો !……..(૩)

 

દર વર્ષ શુક્રવારે સતસંગ કારણે સતસંગીઓ ભેગા મળે,

૧૯૭૫થી આવી પ્રથાએ ભક્તિ કાર્ય ચાલતું રહે,

પ્રભુકૃપાથી દર શુક્રવારે ભંગ વિના થતું રહે !……..(૪)

 

કોઈ પણ સંજોગોમાં આ શુક્રવારી સતસંગ કદી બંધ ના રહે,

જેમાં, ભક્તોના હૈયેથી પ્રભુભક્તિરસ વહેતો રહે,

એવા કેન્દ્રના રક્ષણ માટે ખુદ પ્રભુજી રહે !……….(૫)

 

શુક્રવારે સતસંગ સાથે, રહીશો મળતા લાભોની ચર્ચાઓ કરે,

એવા ભક્તિ ઝરણે સ્નાન કરતા સૌ આનંદીત રહે,

એવા ખુશીભર્યા શુક્રવાર-મિલનો વહેતા રહે !……..(૬)

 

“સનાતન ધર્મ” સૌમાં નિહાળી, સર્વ ધર્મ-પ્રેમીઓને માન મળે,

હિન્દુ તહેવારો ઉજવવા માટે સૌ હૈયે આનંદ રહે,

અને, દર વર્ષ નવરાત્રીના ગરબા ભાવથી થતા રહે !…..(૭)

 

કેન્દ્ર તો દાન સહકાર માટે કોઈને પણ ના અપીલ કરે,

છતાં, પ્રભુકૃપાથી સેવા સાથે લક્ષ્મી પણ કેન્દ્રને મળે,

જરૂરત કરતા વધુ પૈસા પ્રભુકૃપાથી ત્યારે મળે !………(૮)

 

“પૈસાનો સંગ્રહ” એ જ પતન તરફ વાળે એવા સુત્રના સથવારે,

દર વર્ષ કેન્દ્ર ડાયરેક્ટરો ગુજરાતમાં રહે યોગ્ય દાન પંથે,

આવા જનકલ્યાણના કાર્યો કેન્દ્ર દ્વારા થતા રહે !……..(૯)

 

અંતે ચંદ્ર કહે ઃ ન્યુ યોર્કમાં સતસંગે “સનાતન ધર્મ”ના દર્શન થાય,

જે, કેન્દ્રના શુક્રવારે “સમુહ મિલન”માં મળતા હૈયે આનંદ થાય,

એટલું કહી, હ્રદય ખોલી,ચંદ્ર “અભિનંદન” સૌને ધરે !…..(૧૦)

 

કાવ્ય રચનાઃ માર્ચ,૩૧,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

 

માર્ચ,૩૧,૨૦૧૪ એટલે ચૈત્ર માસની ” નવરાત્રી” નો શુભ આરંભ થાય.

આ દિવસે, મેં ન્યુ યોર્કમાં રહેતા સતસંગી ડાહ્યાભાઈ સાથે ફોન પર ચર્ચા કરી કેન્દ્ર વિષે વધુ માહિતી મેળવી.

જે જાણ્યું એથી આનંદ થયો !

ત્યારબાદ, પ્રભુ પ્રેરણાથી આ રચના થઈ.

જે કોઈને આ સંસ્થા વિષે વધુ જાણવું હોય તેઓ નીચની લીન્કથી એમની વેબસાઈટ પર જઈ શકો છો>>>

http://www.avkny.com

 

અને…જો ડાહ્યાભાઈ સાથે વાતો કરવી હોય તો નંબર છે>>>>

૭૧૮-૯૯૭-૦૧૫૧

આશા છે કે તમોને આ રચના ગમી !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

This is a Poem in Gujarati.

It is about an Organization called “ADHATMIK VIKAS KENDRA” meaning “SPIRITUAL DEVELPMENT CENTER” which was established in July of 1975.

The Devotees meet for the SPIRITUAL & OTHER DISCUSSIONS every Friday, and they had been doing so without any break since 1975.

My SALUTATATIONS to these DEDICATED DEVOTEES !

The CONTACT can be by a PHONE >>>

718-997-0151

One can see the WEBSITE @

http://www.avkny.com

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સંસારની આગગાડીમાં માનવ સફર ! એક વિચિત્ર પત્ર !

7 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  મે 21, 2014 at 2:10 pm

  ન્યુયોર્ક ના આધ્યાત્મિક વિકાસ કેન્દ્રની માહિતી માટે આભાર .

  Reply
 • 2. P.K.Davda  |  મે 21, 2014 at 2:44 pm

  એકવાર સતસંગના રંગમાં રંગાવ તો જ સતસંગનું મહત્વ સમજાવ. હું દેનવરમાં હતો ત્યારે મહિનામાં એક્વાર સતસંગમાં જતો અને મને બહુ આનંદ થતો.

  Reply
 • 3. pragnaju  |  મે 21, 2014 at 3:04 pm

  આધ્યાત્મિક વિકાસ કેન્દ્રની સુંદર માહિતી
  ધન્યવાદ

  Reply
 • 4. ishvarlal R. Mistry.  |  મે 21, 2014 at 8:13 pm

  Chandravadanbhai, very nice post on Spiritual knowledge,it helps a lot in our life,thankyou for sharing.
  ishvarbhai.

  Reply
 • 5. pravinshastri  |  મે 21, 2014 at 8:33 pm

  જાણવા જેવી માહિતી.

  Reply
 • 6. chandravadan  |  મે 22, 2014 at 9:04 pm

  This was an Email Response>>>

  On Thu, 5/22/14, Purvi Malkan wrote:

  Subject: Re: આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી !
  To: “chadravada mistry”
  Date: Thursday, May 22, 2014, 4:06 AM

  Bahu
  sundar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Uncle

  Reply
 • 7. Ramesh Patel  |  મે 22, 2014 at 10:02 pm

  આ સંસ્કાર ધામો થકી જ એક સુખી સમાજ આગળ વધે છે..મનોરંજનનાં નિમ્ન સંકુલનોએ આજે વિષમ પરિસ્થિતિ પેદા કરી છે. ભલે સંપ્રદાયિક સંકુચિતતા કઠે..જે સારું હોય એ લેવાની શક્તિ પોતે જ કેળવવી રહી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

મે 2014
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: