સંસારની આગગાડીમાં માનવ સફર !

મે 20, 2014 at 12:33 પી એમ(pm) 10 comments

 

Toy train

PHOTO by GOOGLE REARCH

 

સંસારની આગગાડીમાં માનવ સફર !

 

સંસાર તો છે એક આગગાડી, જેમાં ડબ્બે ડબ્બે છે જીવો ઘણા સાથમાં,

જન્મ લેતા, ગાડી ટીકીટ છે તમ હાથમાં,સફર કરવી રહી સૌ સાથમાં,

 

 

બાળરૂપે મોટા થતા જ જાણો કે આ ગાડીમાં તમે નથી એકલા,

સાથે, માતા પિતા અને પરિવારના સૌ, ડર નથી, જો નથી એકલા,

 

 

ડબ્બે ડબ્બે છે લોકો કોઈ ગમતા અને કોઈ અણગમતા,

ગાડીમાં ટીકીટ લઈ બેઠા છે અને સાથે છીએ સૌ એવું માનતા,

 

 

તમને કોઈક ગમે કે કોઈને તમો ગમો એવું જાણો તમો,

તો,એવા ડબ્બે ડબ્બે જઈ, મળીને દેજો પ્યાર એમને તમો,

 

 

અરે, આ સફરે ના ગમતાથી બહું દુર ભાગી શકો નહી,

ત્યારે,વાતો ટાળો, દુરતા જાળવી,પણ ગાળો કદી દેવી નહી,

 

 

કોઈ વ્હાલું કે મિત્ર હોય, સૌના દીલે પ્રભુ છબી તમે નિહાળજો,

ટેવ એવી રાખો તો, પ્રેમનીર ઝરણા સદા વહેતા તમે નિહાળશો,

 

 

એ પણ ના ભુલશો કે અણગમતો કે શત્રુ હોય,

તેઓ સૌમાં પણ હંમેશા પ્રભુજી બિરાજેલ હોય,

 

આવા જ્ઞાનમાં જો આ તમારી ગાડી સફર રહે,

તો, ગાડી હાંકનાર પ્રભુજી તમ પર રાજી રહે,

 

પણ એટલું યાદ રાખજો કે ગાડીસફર આ કાયમની નહી,

એક દિવસે તો, અંતીમ સ્ટેશને ઉતરવું ઈચ્છા હોય કે નહી,

 

જે ગાડીએ આવ્યા પહેલા કે તમારી પાછળ એની ખબર રહી,

સૌને ઉતરવાના સ્ટેશનોની જવાબદારી ટીકીટવાળા પાસે રહી,

 

સંસારી ગાડીની સફરની મોજમાં, ગાડી છોડવી પડશે એ તમે ના ભુલશો,

સારા નબળા કાર્યોની પેટી સાથે લઈ જાવી પડશે,એ પણ ના ભુલશો,

 

છેલ્લું સ્ટેશન ક્યારે કોઈનું એ કોઈના જાણે, પણ અચાનક એ તો આવે,

એથી, સારા કર્મોની કમાણીથી પેટી ભરી હોય તો ડર કાંઈ ના લાગે,

 

જ્યારે છેલ્લા સ્ટેશને ઉતરશો તો ઈન્જીનવાળો દરેકની પેટી તપાસતો હશે,

ત્યારે જ, સદા એ સાથે હતો પણ સલાહો એની કદી ના માની તેનું યાદ આવશે,

 

આજે, જે કોઈ ગાડીમાં બેસી સફર કરી રહ્યા છો તો, ચંદ્ર સૌને કહે,

સફર લાંબી કે ટુંકી, સતકર્મોનું ભાથું ભરતા રહેવું, સફર હેતુ સૌનો આવો રહે !

 

કાવ્ય રચના ઃ તારીખ,મે,૧,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

એક જગાએ વાંચ્યું કે….માનવીનું જીવન એક ટ્રેઈન સફર છે.

આ વાંચ્યા બાદ,સંસારના સૌ માનવીઓને મેં આ ટ્રેઈનમાં નિહાળ્યા.

જન્મ લેતા જ ટ્રેઈન ટીકીટ આપોઆપ મળી જ જાય છે….ક્યારે કોનું “અંતીમ” સ્ટેશન યાને “મૃત્યુ” આવે એ વિષે સૌ અજાણ છે.

આ ટ્રેઈન સફર કરતા ફક્ત “મોજ મઝા ” કરતા રહેશો તો “સતકર્મોનું ભાથું”જે ખરેખર ભરવાનું એ ભુલાય જશે….બસ, આ જ “ચેતવણી” સૌને આપી છે.

આ રચના ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Poem in Gujarati is with the title of “The Life as a Human Being is like a Train Journey”.

As you are born you are given the TICKET for the Journey…..You are unaware of the last DESTINATION( meaning Death), and it can come SUDDENLY….You are not alone on the train…there are other passengers…..some can be nice & friendly while some may be who dislike you. You see God in ALL….be close to the NICE ones…keep a distance from the others, but never be RUDE on anyone. You be GOOD.As you suddenly reach your LAST STATION, you have to get off the Train…Then you realise that your suitcase filled with your DEEDS is inspected by GOD,who had been the DRIVER of this Train. If you have GOOD DEEDS..God is happy, but as a Human, if you had not done good deeds & only bad ones….God is not happy & you then realise that you had WASTED the OPPORTUNITY given to be free & be with God.

I hope you like this MESSAGE of this Poem Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

માનવ તંદુરસ્તી (૩૫)….અંતીમ ચર્ચા ! આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 20, 2014 પર 2:10 પી એમ(pm)

  આજે, જે કોઈ ગાડીમાં બેસી સફર કરી રહ્યા છો તો, ચંદ્ર સૌને કહે,
  સફર લાંબી કે ટુંકી, સતકર્મોનું ભાથું ભરતા રહેવું, સફર હેતુ સૌનો આવો રહે !
  સરસ યાદ આવે
  Life is like a train ride. Some people will sit next to you and talk to you. Some will just stand around…oblivious to your existence. Some will have to leave the train while you’re having a great conversation and who knows when you’ll see them again. And if you’re lucky, there’ll be those who will sit and talk to you throughout the whole journey.At birth we boarded the train and met our parents, and we believe that they will always travel on our side , but at some station they will get down leaving us in this journey alone… In the same way other people will board, and they will be significant: our siblings, friends, children and even the love of our life. Many will get down and leave a permanent vacuum.. Others go so unnoticed that we don’t even realize that they vacated their seats! This trip will be full of joy, some sorrows, fantasies, expectations , goodbyes and farewells. Success consists in having a good relationship with all passengers, give the best of ourselves. The great mystery to everyone is we do not know which station we will get down, so we must live in the best way, love, forgive, offer the best of ourselves … So, when the time comes to get down and leave our seat empty , we should leave beautiful memories for those who will continue their travel on the train of life!! My wish for you isthat the journey by this train for the coming year is better every day …. reap success and give lots of love, and especially thank God for the journey! Oh and I thank you for being one of the passengers on my train. Let this coming year be the best …. full of peace and love and a prosperous and healthy one for all … ….Love you my dear fellow passenger….

  Greetings and Wishes from your fellow traveler!!!

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  મે 20, 2014 પર 2:11 પી એમ(pm)

  જે ગાડીમાં બેસી સફર કરી રહ્યા છો – સફર લાંબી કે ટુંકી, સતકર્મોનું ભાથું ભરતા રહેવું,

  જવાબ આપો
 • 3. ઇન્દુ શાહ  |  મે 20, 2014 પર 2:36 પી એમ(pm)

  જિંદગીની સફર લાંબી હોય કે હોય ટુંકી,
  મળે જે કોઇ, સત્કારો, સૌને ઇશ્વર જાણી.

  જવાબ આપો
 • 4. harnishjani52012  |  મે 20, 2014 પર 2:51 પી એમ(pm)

  નીચેની લાઈનો ખૂબ ગમી. વાહ વાહ કવિ કવિ ચંદ્ર.

  છેલ્લું સ્ટેશન ક્યારે કોઈનું એ કોઈના જાણે, પણ અચાનક એ તો આવે,

  એથી, સારા કર્મોની કમાણીથી પેટી ભરી હોય તો ડર કાંઈ ના લાગે,

  જ્યારે છેલ્લા સ્ટેશને ઉતરશો તો ઈન્જીનવાળો દરેકની પેટી તપાસતો હશે,

  ત્યારે જ, સદા એ સાથે હતો પણ સલાહો એની કદી ના માની તેનું યાદ આવશે,

  આજે, જે કોઈ ગાડીમાં બેસી સફર કરી રહ્યા છો તો, ચંદ્ર સૌને કહે,

  સફર લાંબી કે ટુંકી, સતકર્મોનું ભાથું ભરતા રહેવું, સફર હેતુ સૌનો આવો રહે !

  જવાબ આપો
 • 5. Anila Patel  |  મે 20, 2014 પર 6:24 પી એમ(pm)

  “Jindagi ek safar hai suahana”- geet yad avi gayu apani arachana vachine.– aape jivanani safarnu abehoob varanan karyu chhe.

  જવાબ આપો
 • 6. Purvi Malkan  |  મે 20, 2014 પર 11:15 પી એમ(pm)

  gami ? fakt gami j nahi. khub j gami 

  જવાબ આપો
 • 7. chandravadan  |  મે 21, 2014 પર 12:45 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Tue, 5/20/14, Dharamshi Patel wrote:

  Subject: Re: સંસારની આગગાડીમાં માનવ સફર !
  To: “chadravada mistry”
  Date: Tuesday, May 20, 2014, 7:27 PM

  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshibhai,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 8. pravina Avinash  |  મે 21, 2014 પર 4:16 પી એમ(pm)

  Nice. Life is a journey. We try to carry parcel of good deeds and reach the station

  જવાબ આપો
 • 9. c s bhatt  |  મે 21, 2014 પર 9:40 પી એમ(pm)

  priy bhai chnadravadan:

  aa gadi ni kavita ghani gami. what a fitting similarity with our life and train. aa gadi no ghadnaro valo maro nyarao re. sau ben ne yaad. when are you coming this way? keep healthy. shyamal bhatt is coming to LA and there is a music program in Bhkta samaj hall. keep cool in summer heat. jay shro krushma!!!!!

  chandrashekhar

  જવાબ આપો
 • 10. Ramesh Patel  |  મે 22, 2014 પર 10:05 પી એમ(pm)

  ડબ્બે ડબ્બે છે લોકો કોઈ ગમતા અને કોઈ અણગમતા,

  ગાડીમાં ટીકીટ લઈ બેઠા છે અને સાથે છીએ સૌ એવું માનતા,
  …………ખૂબ જ ચીંતનભર્યું કવન. જીવનની સઘળી ફિલોસોફી આપે વણી લીધી…સાચું જીવન દર્શન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,096 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: