Archive for મે 20, 2014

સંસારની આગગાડીમાં માનવ સફર !

 

Toy train

PHOTO by GOOGLE REARCH

 

સંસારની આગગાડીમાં માનવ સફર !

 

સંસાર તો છે એક આગગાડી, જેમાં ડબ્બે ડબ્બે છે જીવો ઘણા સાથમાં,

જન્મ લેતા, ગાડી ટીકીટ છે તમ હાથમાં,સફર કરવી રહી સૌ સાથમાં,

 

 

બાળરૂપે મોટા થતા જ જાણો કે આ ગાડીમાં તમે નથી એકલા,

સાથે, માતા પિતા અને પરિવારના સૌ, ડર નથી, જો નથી એકલા,

 

 

ડબ્બે ડબ્બે છે લોકો કોઈ ગમતા અને કોઈ અણગમતા,

ગાડીમાં ટીકીટ લઈ બેઠા છે અને સાથે છીએ સૌ એવું માનતા,

 

 

તમને કોઈક ગમે કે કોઈને તમો ગમો એવું જાણો તમો,

તો,એવા ડબ્બે ડબ્બે જઈ, મળીને દેજો પ્યાર એમને તમો,

 

 

અરે, આ સફરે ના ગમતાથી બહું દુર ભાગી શકો નહી,

ત્યારે,વાતો ટાળો, દુરતા જાળવી,પણ ગાળો કદી દેવી નહી,

 

 

કોઈ વ્હાલું કે મિત્ર હોય, સૌના દીલે પ્રભુ છબી તમે નિહાળજો,

ટેવ એવી રાખો તો, પ્રેમનીર ઝરણા સદા વહેતા તમે નિહાળશો,

 

 

એ પણ ના ભુલશો કે અણગમતો કે શત્રુ હોય,

તેઓ સૌમાં પણ હંમેશા પ્રભુજી બિરાજેલ હોય,

 

આવા જ્ઞાનમાં જો આ તમારી ગાડી સફર રહે,

તો, ગાડી હાંકનાર પ્રભુજી તમ પર રાજી રહે,

 

પણ એટલું યાદ રાખજો કે ગાડીસફર આ કાયમની નહી,

એક દિવસે તો, અંતીમ સ્ટેશને ઉતરવું ઈચ્છા હોય કે નહી,

 

જે ગાડીએ આવ્યા પહેલા કે તમારી પાછળ એની ખબર રહી,

સૌને ઉતરવાના સ્ટેશનોની જવાબદારી ટીકીટવાળા પાસે રહી,

 

સંસારી ગાડીની સફરની મોજમાં, ગાડી છોડવી પડશે એ તમે ના ભુલશો,

સારા નબળા કાર્યોની પેટી સાથે લઈ જાવી પડશે,એ પણ ના ભુલશો,

 

છેલ્લું સ્ટેશન ક્યારે કોઈનું એ કોઈના જાણે, પણ અચાનક એ તો આવે,

એથી, સારા કર્મોની કમાણીથી પેટી ભરી હોય તો ડર કાંઈ ના લાગે,

 

જ્યારે છેલ્લા સ્ટેશને ઉતરશો તો ઈન્જીનવાળો દરેકની પેટી તપાસતો હશે,

ત્યારે જ, સદા એ સાથે હતો પણ સલાહો એની કદી ના માની તેનું યાદ આવશે,

 

આજે, જે કોઈ ગાડીમાં બેસી સફર કરી રહ્યા છો તો, ચંદ્ર સૌને કહે,

સફર લાંબી કે ટુંકી, સતકર્મોનું ભાથું ભરતા રહેવું, સફર હેતુ સૌનો આવો રહે !

 

કાવ્ય રચના ઃ તારીખ,મે,૧,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

એક જગાએ વાંચ્યું કે….માનવીનું જીવન એક ટ્રેઈન સફર છે.

આ વાંચ્યા બાદ,સંસારના સૌ માનવીઓને મેં આ ટ્રેઈનમાં નિહાળ્યા.

જન્મ લેતા જ ટ્રેઈન ટીકીટ આપોઆપ મળી જ જાય છે….ક્યારે કોનું “અંતીમ” સ્ટેશન યાને “મૃત્યુ” આવે એ વિષે સૌ અજાણ છે.

આ ટ્રેઈન સફર કરતા ફક્ત “મોજ મઝા ” કરતા રહેશો તો “સતકર્મોનું ભાથું”જે ખરેખર ભરવાનું એ ભુલાય જશે….બસ, આ જ “ચેતવણી” સૌને આપી છે.

આ રચના ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Poem in Gujarati is with the title of “The Life as a Human Being is like a Train Journey”.

As you are born you are given the TICKET for the Journey…..You are unaware of the last DESTINATION( meaning Death), and it can come SUDDENLY….You are not alone on the train…there are other passengers…..some can be nice & friendly while some may be who dislike you. You see God in ALL….be close to the NICE ones…keep a distance from the others, but never be RUDE on anyone. You be GOOD.As you suddenly reach your LAST STATION, you have to get off the Train…Then you realise that your suitcase filled with your DEEDS is inspected by GOD,who had been the DRIVER of this Train. If you have GOOD DEEDS..God is happy, but as a Human, if you had not done good deeds & only bad ones….God is not happy & you then realise that you had WASTED the OPPORTUNITY given to be free & be with God.

I hope you like this MESSAGE of this Poem Post.

Dr. Chandravadan Mistry

મે 20, 2014 at 12:33 પી એમ(pm) 10 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 396,657 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031