Archive for મે 19, 2014

માનવ તંદુરસ્તી (૩૫)….અંતીમ ચર્ચા !

 

માનવ તંદુરસ્તી (૩૫)….અંતીમ ચર્ચા !

 

તમોએ “ચંદ્રપૂકાર”ના બ્લોગ પર પધારી, ૨૦૧૦થી “માનવ તંદુરસ્તી”ની અનેક પોસ્ટો વાંચી.

પોસ્ટ નંબર ૩૪ દ્વારા એક ડોકટર તરીકે મારી ઈચ્છા હતી તે પુર્ણ કરી.

જ્યારે હું ૨૦૦૬માં ડોકટરી નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યાર બાદ, બ્લોગમાં અન્ય પોસ્ટો પ્રગટ કરી આનંદ હતો….છતાં, મારા હૈયે કાંઈક અધુરાપણું હતું.

૨૦૧૦માં “માનવ તંદુરસ્તી”પોસ્ટરૂપે કરવાના નિર્ણય સાથે મેં સૌને સરળ ગુજરાતી ભાષામાં મેડીકલ જ્ઞાન દ્વારા માનવીઓને એમના શરીર વિષે જાણકારી આપી, રોગો વિષે પણ સમજ આપવાનો મારો હેતુ હતો.

તો, પ્રથમ શરીરની સમજ ….અને ત્યારબાદ, “ડોકટર પૂકાર” નામકરણે બિમારીઓ કેવી રીતે થાય એવું જ્ઞાન આપવા પ્રયાસ કર્યો હતો. ડાયાબીટીસ, હ્રદયના રોગો, પ્રોસ્ટેટ કે કેન્સરના રોગો, જઠરનું ચાંદુ કે “પેપટીક અલસર” (Peptic Ulcer ) કે “લુપસ” (Lupus ) જેવા ચામડીના રોગ તેમજ અન્ય વિષયે ચાર્ચાઓ કરી સરળ સમજ આપવા મેં પ્રયાસ કર્યો.

“માનવ તંદુરસ્તી”ની ત્રીસ ( ૩૦)મી પોસ્ટ દ્વારા મને થયું કે “એલોપથી સારવાર” વિષે મારૂ જ્ઞાન માનવ શરીર વિષે હતું તે બધુ જ મેં સૌને કહી દીધું. આ વિચારથી મારા મનમાં શાંતીભર્યો સંતોષ હતો. તેમ છતાં, મેં ૩૧થી ૩૪ સુધીની પોસ્ટો પ્રગટ કરી. શા કારણે ?

આવી પોસ્ટો દ્વારા મેં, અલોપથી સારવાર સિવાય, અન્ય સારવારો યાને “ઓલટનેટીવ થેરાપી” ( Alternative Theapies) વિષે થોડી ઝલક આપી. આવી ઝલકમાં (૧) આર્યુવેદીક સારવાર (૨) હોમીઓપથી સારવાર અને (૩) “એક્યુપંક્ચર કે એક્યુપ્રેસર” (Accupuncture/Accupressure ) વિષે થોડી સમજ આપી. એક એલોપથી ડોકટર તરીકે આ પ્રમાણે કરવું એ જ અચંબાની વાત બની જાય છે. એવું શા માટે ?

એક એલોપથી ડોકટર તરીકે કામ કરતા, મેં અનેકવાર અનુભવ કર્યો કે કોઈક રોગોને નાબુદ ના કરી શકાય એવા વિચારો સાથે નિરાશા હતી. કોઈ રોગની સારવાર કરતા, ઘણીવાર એવા સંજોગો હોય કે દર્દી કે દર્દીના સબંધીઓને કહેવા પડતું કે ” હવે કોઈ ઈલાજ નથી….કે થોડા દિવસોમાં દર્દી મૃત્યુને ભેટશે “. આવા સમયે હું પોતે આવા શબ્દો કહેતા અચકાતો અને કહેતો ” અમારાથી થાય તેવું બધું જ કર્યું છે, હવે બધું પ્રભુના હાથમાં છે !” આવી ઘડીએ આવા શબ્દો દ્વારા જ “આશાઓ”જાગૃત રહે છે. કોઈવાર, કોઈ ડોકટરે જીવનને થોડા સમયની મુદત આપી હોય તેઓએ “ચમત્કાર”રૂપે અનુભવ્યું છે એવા દાખલાઓ પણ જોવા મળે છે. તો, કોઈકવાર, એલોપથી સારવાર બંધ કર્યા બાદ, “હર્બલ”(Herbal ) કે “આર્યુવેદીક” ( Arvuvedic) સારવાર કારણે રોગમાં રાહત કે રોગ નાબુદ થયાના દાખલાઓ પણ જાણ્યા છે.

આવા મારા અનુભવો કારણે મેં આવી “ઓલટરનેટીવ” (Alternative ) સારવાર વિષે “માનવ તંદુરસ્તી”માં ઉલ્લેખ કરવો યોગ્ય ગણ્યો. આશા એટલી જ કે તમો સૌ પણ મારા આ નિર્ણય સાથે સહમત હશો.

૩૧થી ૩૪ની પોસ્ટો દ્વારા મેં બીજી અગત્યની વાત કહી છે. રોગો પર વિજય કે હાર સાથે જોડાયેલ છે “આત્મ-વિશ્વાસ”. આત્મવિશ્વાસ એટલે એક રીતે “દિવ્ય શક્તિ”નો સ્વીકાર. જગતના સર્જનહારને પણ યાદ કરવાની મારી સલાહ રહી છે. તમે જો કોઈ કહેવાતા સારા ડોકટર પાસે ઈલાજ માટે જાઓ ત્યારે તમો એવા ડોકટર પર “શ્રધ્ધા” રાખો છો. જો એવી વ્યક્તિ પર જરા પણ વિશ્વાસ ના હોય ત્યારે એની આપેલ સારવારથી રાહત મેળવવાનું કઠીણ બની જાય છે. આવી વિચારધારા દ્વારા મેં સારવારમાં પ્રભુને પણ જગા આપી છે.

હું એક “એલોપથી” સારવારનો પ્રેમી. હું એવું પણ કહું કે “ઈનફેક્શન” જેવા રોગો માટે સમયસર એલોપથી ઉપચારો દ્વારા અનેકને જીવનદાન પણ મળ્યું છે એ એક સનાતન સત્ય છે. અનેક રોગો જલ્દી સારા થયાના દાખલાઓ છે. પણ જ્યારે રોગો જાણે કાયમના હોય જેવા કે “આસ્તમા” (Asthma ) કે ગુંટણોના રોગો (Arthritis ) ત્યારે “આર્યુવેદીક કે અન્ય સારવાર દ્વારા રાહત કાયમ માટે મળ્યાના દાલાઓ ઘણા છે…આવી રાહત મળતા થોડો સમય લાગે પણ આવી સારવારથી ખરાબ અસરો યાને “સાઈડ ઈફેક્ટસ” (Side Effects )પણ ઘણી જ ઓછી જોવા મળે છે. આવા સત્યનો સ્વીકાર હવે એલોપથી કરે છે અને એથી જ મેડીકલ શિક્ષણમાં આવી શીખ આપવાની શુભ શરૂઆત થઈ ચુકી છે.

જો, આર્યુવેદીક કે અન્ય સારવારોમાં “કંઈક” કારણ હશે, એવો ભાવ હશે ત્યારે “રીસર્ચ” હશે….અને એલોપથીના જાણકારો આર્યુવેદીક દવાઓમાંથી નવી દવાઓ દર્દીઓ માટે શોધી જનક્લ્યાણનાં પંથે હશે. અહીં, હું એટલું કહું કે માનવીઓ માટે ભવિષ્ય સારૂં જ હશે.

 

 

આ પોસ્ટ સાથે મારી સલાહો નીચે મુજબ છે>>>>

(૧) “એલોપથી” સારવાર અનેક રીસર્ચો આધારીત અને પરિણામો આધારીત એક વિજ્ઞાન છે ! આવી જ્ઞાન-સમજ દ્વારા અનેક રોગો માટે જલ્દી રાહત મળી શકે છે ,એ એક સત્ય છે. આવા સત્યનો સ્વીકાર હોવો જોઈએ.

આવા જ્ઞાન સાથે એલોપથી સારવાર સમયે, એવી પણ સમજ અપાય છે કે જે રોગ ફક્ત દવાઓથી સારો ના હોય ત્યારે “સર્જરી”ની જરૂરત છે એવી પણ સલાહ આપે જ છે.

આવા જ્ઞાનરૂપી સારવારનો રોગ માટે સહારો લેવો એ યોગ્ય જ કહેવાય.

(૨) એલોપથી સારવાર સર્વ રોગોને નાબુદ કરી ના શકે એવી કબુલાત પણ છે…જ્યારે રોગ નાબુદ ના કરી શકાય ત્યારે એની રાહત માટે દવાઓનો સહારો આપે છે.આ પણ યોગ્ય કહેવાય.

(૩) જ્યારે રોગો “કાયમના” યાને “ક્રોનીક” (Chronic ) હોય ત્યારે એની સારવાર માટે કોઈ “ઈમરજ્ન્સી” (Emergency ) ના હોય. એના ઉપચાર માટે સમય હોય…ત્યારે, કોઈ “એલોપથી” સિવાય બીજી સારવારનો વિચાર કરે તે પણ યોગ્ય કહેવાય.આવા ઉપચારથી સારી અસરો ધીરે ધીરે જણાય, અને જો બૂરી અસરો યાને “સાઈડ ઈફેક્ટ્સ” (Side Effects ) ઓછી કે ના હોય અને જો અંતે રોગને જડમૂળથી કાઢી નાંખવા માટે સફળતા હોય તો એવા પગલા લેવા એ જ યોગ્યતા કહેવાય.

(૪) ઉપરની મુખ્ય સલાહો સાથે, નીચેની જાણકારી આપવાનો મારો હેતું છે>>>

( i) એલોપથી દવાઓ સાથે દર્દીની તપાસ યાને “ફીઝીકલ એક્ષામીનેશન” (Physical Examination ) થાય છે અને દર્દીએ જણાવેલું તે સિવાય ચિન્હો આધારીત રોગની પરખ થાય અને એ આધારે દવાઓ અપાય છે.તો, સર્વ દર્દીઓની ફરજ બને છે એમણે ડોકટરને પુરી માહિતી આપવી જોઈએ.

(ii) ઘણીવાર, રોગને જાણવા માટે ટેસ્ટો કરવાની જરૂરત પડે છે. એવા સમયે લોહી, પેશાબ કે અન્ય ટેસ્ટો ..દાખલારૂપે “એક્ષરેયે, કેટે સ્કેન,એનજીઓગ્રાફી વિગેરે ( X-rays, CAT Scans, Angiography) .

જે ચીજ તમારા શરીરની છે તેના હક્કદાર તમે યાને દર્દી છે.

ભલે, ડોકટર એવી ટેસ્ટની સમજ આપે પણ એવા “રીપોર્ટ” ( Report)ના માલીક દર્દી છે એ જાણવું અગત્યનું છે. જો દર્દી એવા રીપોર્ટની કોપી માંગે તો એ એનો હક્ક છે.

મારી જાણ પ્રમાણે ભારતમાં દર્દીએ કોઈ લેબમાં જઈ ટેસ્ટો કર્યા બાદ, રીપોર્ટ ડોકટરની ઓફીસે લઈ જવાનું હોય છે..તો એવા સમયે સર્વ રીપોર્ટો કોપી કરી પોતાની ઘરે રાખેલી ફાઈલમાં મુકી શકે છે…આ યોગ્ય કહેવાય.

પણ…અમેરીકા કે ઈંગલેન્ડમાં રીપોર્ટો સીધા ડોકટર પાસે પહોંચે છે, અને ત્યારબાદ, ડોકટર દર્દીને એની સમજ આપે છે. એવા સમયે પણ દર્દી એની કોપી માંગી શકે છે..એ એનો હક્ક છે. પણ દર્દી એવું સમજે કે કોપી માંગીશ તો ડોકટર “અવિશ્વાસ” છે એવું અનુમાન કરી ડરે છે. તો અહીં હું સૌને કહું કે કોપી માંગવાની જો તમે ટેવ રાખશો તે કોઈ દિવસે તમોને બીજા ડોકટરને તમારા રોગની મહિતી આપવામાં મદદરૂપ બનશો.

(iii ) એલોપથી સારવાર સમયે ડાયાબીટીસ જેવા રોગ જાણ્યા બાદ, પ્રથમ ડોકટરો કહે કે આ રોગનો દવાઓથી “કંટ્રોલ” કરી શકાય પણ તદ્દન નાબુદ ના કરી શકાય.

ત્યારે, “હર્બલ” (Herbal ) કે આર્યુવેદીક દવાની સારવાર સમયે દર્દીઓને એવું કહેવામાં આવે કે “હવે આ દવાઓથી ડાયાબીટીસ જડમૂળથી નાબુદ”તો તમો જરા સાવધાન રહેશો…ભલે, ઈનસુલીન ના લેવી પડે કે એલોપથી દવાઓ ઓછી લેવી પડે….તો પણ એટલું કહેવું પડે કે “ડાયાબીટીસ આ નવી સારવારથી વધું કંટ્રોલમાં છે “રોગ નાબુદ થાય એવા દાવાઓ પર વિચારો કરજો…વિચારો કરી ટેસ્ટો કરી નિહાળતા રહેજો એવી મારી સલાહ છે.

અનો અર્થ એ નહી કે આર્યુવેદીક કે અન્ય સારવાર દ્વારા કોઈક રોગો નાબુદ ના હોય શકે.

(૫) અહીં, બીજા વિચાર છે કે આજે પક્ષિમના દેશોમાં યાને એમેરીકા કે ઈંગલેન્ડમાં ડોકટરો રોગો કે સારવાર વિષે પુર્ણ માહિતી દર્દીઓને આપે, જે એમની ફરજ બની જાય છે.આવા સમયે, વૃધ્ધ દર્દી હોય ત્યારે સગાસબંધીઓ કોઈક વાર કેન્સર જેવા રોગો સમયે “પુર્ણ સત્ય” જાહેર કરવા અચકાય છે. આવા વર્તનનું કારણ છે એ કે જો દર્દી સત્ય જાણી હાતાશ થઈ જશે. પણ શું એઓને આવું સત્ય છુપાપવાનો હક્ક ખરો ?

જ્યારે, ભારત કે અન્ય દેશોમાં શિક્ષણ કે અન્ય સમજની જ્યોત હશે ત્યારે વૃધ્ધ દર્દી પણ “પુર્ણ સત્ય” જાણવા માટે આતુર હશે.

(૬) મારો અંતીમ અને ખુબ જ અગત્યનો સલાહરૂપી વિચાર….દરેક માનવીએ પોતાની અંતીમ ઘડી યાને મૃત્યુ વિષે સ્વીકાર કરવો એ પ્રથમ અગત્યનું પગલું છે. એવા સ્વીકાર બાદ, પોતાએ સમજવાનું છે આ ઘડી અચાનક હોય. એવા સમયે, આજની મેડીકલ સારવારમાં “કારડીયો-પલમનરી” (Cardio-Pumonary  ) સારવાર દ્વારા પ્રાણ જતા અટકાવવાની શક્તિ છે…કોઈવાર પરિણામે શરીર એવી હાલતે પણ હોય શકે કે “બેભાન” અવસ્થામાં માનવ લાંબો સમય ગાળી શકે…અહીં, મશીન સપોર્ટ (Machine Support )ની વાત જોડી હોય છે.જો દર્દીએ એના અંતીમ વિચારો દર્શાવ્યા ના હોય તો એની નજીકના સબંધીઓ પર આવો નિર્ણય નભે છે…અને, સૌ મુજવણોમાં હોય શકે. પણ જો આવા સમયે, એક “વીલ” (Will )રૂપે આગળથી વિચારી કરી હોય તો પરિવારના વ્હાલાઓને નિર્ણય લેવામાં ખુબ જ સરળતા મળી શકે છે.”સીપીઆર” (CPR ) કરવી કે નહી ? શ્વાસો અને પ્રાણ ટકાવી રાખવા મશીન સપોર્ટ લેવો કે નહી ? અને મશીન સપોર્ટ ચાલુ હોય તો ક્યારે એને બંધ કરી ફક્ત નળીથી પ્રાણવાયુની સારવાર ચાલુ રાખવી ? ક્યારે કેન્સર જેવા રોગોની સારવાર સમયે “કીમોથેરાપી” (Chemotharapy ) ના આપવાના નિર્ણય સાથે ફક્ત “કમફર્ટ કેર” કે “હોસપીસ કેર” ( Comfort Care or Hospice Care ) તરફ પગલા લેવા ? વિગેરે સર્વ વિષે નિર્ણયો લેવા માટે સરળતા રહે.

 

આજે, આ પોસ્ટ પ્રગટ કરતા, મારા હૈયે ખુબ જ ખુશી છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This Post on HEALTH is only a GENERAL DISCUSSION.

By this Post, I tell the readers  that I had narrated everything I had desired to inform all about the HUMAN BODY.

In addition, I had discussed some DISEASES….like Diabetes Mellitus, Heart Diseases, Skin Disease like Lupus, & Peptic Ulcer Etc.

By Post Number 30, I had told about the whole HUMAN BODY and also about some common Diseases.

Then… I published the Posts 31-34 which talked about the ALTERNATIVE THERAPIES like AYRUVEDA, HOMEOPATHY and even ACCUPRESSURE/ACCCUPUNCTURE.

I also introduced the DIVINE ENERGY which plays a role in the HEALING.

I finally informed all that ALTERNATIVE Therapies are now accepted by the ALLOPATHY MEDICINE. May be new RESEARCHES on the ARYUVEDIC Medicines give us the NEWER Medicines in the FUTURE. And in the end, I had SOME ADVICES for the Public.

This Post concluded my NARRATION of the Post….my be we will meet on this Blog for the READ as DOCTORPUKAR Posts as the answer to the READERS’ QUESTIONS about some DISEASES.

Dr. Chandravadan Mistry

મે 19, 2014 at 12:01 એ એમ (am) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,706 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031