Archive for મે 15, 2014

માનવ તંદુરસ્તી (૩૪) ઃઆર્યુવેદીક દવાઓ અને શરીરની સારવાર અને ચર્ચાઓ

 

 

 

માનવ તંદુરસ્તી (૩૪) ઃઆર્યુવેદીક દવાઓ અને શરીરની સારવાર અને ચર્ચાઓ

સર્વ ગુજરાતી તેમજ સૌ ભારતવાસીઓ આર્યુવેદીક દવાઓ વિષે જરૂર જાણે છે એ હકિકત છે.

પણ, આજના જમાનામાં થોડા જ લોકો આવી સારવાર ચાલુ કરવાના નિર્ણય પર હોય !

જ્યારે પણ કોઈને માંદગી આવે ત્યારે એ પ્રથમ એમના ડોકટર પાસે ઈલાજ કરાવા જાય.

આજના ડોકટરો મેડીકલ કોલેજોમાં ભણતર કરી “એલોપથી”દવાઓ અને સારવાર કરવા યોગ્યતા બતાવે છે.

આજે જે કંઈ સારવારરૂપે છે તે અત્યારની “રીસર્ચ” આધારીત હોય….આજે જે પ્રમાણે રોગોની જાણકારી માટે જુદી જુદી બ્લડ ટેસ્ટો છે….હવે સાદા “એક્ષરે” (X-Ray ) ની જગાએ “કેટ સ્કેન ( CT Scan) અને એમઆર આઈ (MRI ) જેવી સુવિધાઓ છે. થોડી દવાઓ હતી તેની જગાએ જાત જાતની દવાઓ સારવાર માટે ડોકટરને મદદરૂપ થાય છે.

આવા વાતાવરણમાં આર્યુવેદીક દવાઓનું મુલ્ય ઓછું થઈ ગયું હતું.

પણ….જ્યારે જ્યારે એલોપથી સારવાર અસફળ રહી….કે એવી સારવારથી ખરાબ અસરો યાને “સાઈડ ઈફેટો”(Side Effects ) થઈ, ત્યારે આર્યુવેદીક સારવારની યાદ તાજી થઈ. એવું થયું ત્યારે પણ “એલોપથી”માં માનવાવાળાઓ યાને “મેડીકલ કોમ્યુનીટી” (Medical Community ) એવી સારવારનો સ્વીકાર કરવા તૈયાર ના હતા.

પણ…સમય વહેતો ગયો….આર્યુવેદીક દવાઓ પણ “રીસર્ચ” સાથે જઠ્ઠામાં બનવા લાગી. એની સાથે ભારત સરકારે આર્યુવેદીક ભણતર માટે કોલેજો શરૂ કરી. આથી,આર્યુવેદીક દવાઓના લાભો વિષે લોકોને જાણકારી વધવા લાગી. અનેકે આર્યુવેદીક દવાઓનો સહારો લીધો અને રોગ પર સારી અસરો નિહાળી.

એલોપથીની સારવારમાં અસફળતા અનુભવો વધતા, અને કદાચ દવાઓની ખરાબ અસરોના કારણે એલોપથીના રીસર્ચેરોએ આર્યુવેદીક દવાઓને રીસર્ચ કરી એના લાભોનો સ્વીકાર કરવા માંડ્યો…દાખલારૂપે લસણ (Garlic ) અને આદુ (Ginger ) દ્વારા થતા હાર્ટના રોગો પર થતી સારી અસર….કે પછી, તુલસીના પાનોમાં ઔષદી અસરો સાથે “એનટીબાઓટીક્સ”(Antibiotics)રૂપી અસરની જાણકારી થઈ. હજુ રીસર્ચો ચાલુ છે અને ભવિષ્યમાં તુલસી પાનોમાથી અસરજનક તત્વની શોધ કરી એલોપથી દવા તરીકે સારવાર માટે ડોકટરી “પ્રીસ્ક્રીપશનો” પણ હોય શકે. આપણે એલોપથી દવાનો ઈતિહાસ તરફ નજર કરીએ તો ડીજીટાલીસ નામના વનસ્પતીના છોડમાંથી “ડીજીટાલીસ” (Digitalis) નામની દવા હ્રદયની બિમારી માટે જાણે ભગવાને જ એક જાદુઈ દવા આપી હોય એવો અનુભવ ડોકટરોએ માણ્યો હતો. તો, ભવિષ્ય આપણને નવી શોધોમાં આર્યુવેદીક દવાઓ ફાળો જોવાની તકો આપશે, એવું મારૂં અનુમાન છે.

અહીં, મારે કહેવું છે કે….આર્યુવેદીક સારવાર ફક્ત દવાઓ પર જ ભાર નથી મુકતી…આર્યુવેદીક દવાઓ સાથે આખા માનવ શરીરના લાભ માટે નીચેની બાબતો પર સુચન કરે છે>>>

(૧) યોગ્ય ખોરાક ખાવાની સલાહોમાં પરેજી કરવાની સલાહ ભાર સાથે આપવામાં આવે છે.

આગળની પોસ્ટ દ્વારા જાણ કરી હતી કે ત્રણ પ્રકારના ખોરાકોનો ઉલ્લેખ કર્યો હતો તેમાં પાંચ તત્વો (૧) ધરતી (૨) આકાશ (૩) પાણી (૪) વાયુ (૫) અગ્નિના આધારે ત્રણ ઔષદી તત્વો ( આકાશ-વાયુરૂપી વાટ….અગ્નિ-પાણીરૂપી પિત્ત …પાણી-ધરતીરૂપી કફ )ની સમજ ઈલાજમાં લેવામાં આવે છે.કયો ખોરાક કફ કે પિત્ત કે વાયુકે વાટરૂપી અસર કરે તેનું જ્ઞાન આર્યુવેદીક ડોકટરોને હોય છે, આ જ્ઞાન આધારે પરેજીની સલાહો હોય છે. આવો ખોરાક પર ભાર એલોપથીએ કદી કર્યો જ નથી….ફક્ત ત્રણ તત્વોરૂપી જ્ઞાનમાં અહીં (૧) કારબોહાઈડ્રેઈટ્સ (Carbohydarates ) (૨) ફેટ યાને ચરબી(Fat) અને (૩) પ્રોટીન (Protein )ની ગણતરી કરવામાં આવે છે.

 

(૨) ખોરાક બાદ, શરીરનું બંધારણ નિહાળી, વજનનું ધ્યાનમાં લઈ, કસરતો/યોગ આસનો કરવાની સલાહો હોય છે

પહેલા, એલોપથી સારવારમાં આ માટે ભાર અપાતો નહી, પણ આજે દરરોજ ચાલવું…કસરતો કરવી વિગેરેની સલાહો હોય છે.

(૩)આર્યુવેદીક સારવારમાં, શરીર અને મનનો સબંધ ઘણો જ અગત્યનો ગણાયો છે.

“મેડીટેશન” (Meditation ) યાને મનન મન/મગજને શાંત કરે છે.

આવી શાંતી દ્વારા શરીરમાં જે પદાર્થો બને તે શરીરનું રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે.

એલોપથીએ પણ રીસર્ચ દ્વારા એનો પુરાવો આપ્યો છે.

કાદાચ…આર્યુવેદીક સારવાર રોગના મૂળ કારણની શોધમાં મનના આવા ફાળાને સમજ હશે.

(૪) માનવીની વિચારધારા કેવી છે તે અગત્યનું છે.

“પોઝીટીવ”વિચારો દ્વારા જે હોર્મોન્સ કે અન્ય બને તેમાંથી રોગને લડી શકે તેવા તત્વો હોય છે….કદાચ, આવું શક્ય કરવા માટે મેડીકલ સલાહો હોય શકે.

જ્યારે “પોઝીટીવ” વિચારો હોય ત્યારે “એન્ડોર્ફીન્સ” (Endorphins ) નામના તત્વો લોહીમાં વધારે પ્રમાણમાં જોવા મળ્યા છે…તો…એના કારણે દુઃખાવો ઓછો થાય છે અને શરીર રક્ષણ કરવામાં સફળતા મેળવે છે.

ભવિષ્યમાં, કેન્સર સેલ્સને મારવા શરીરમાંથી કોઈ એવો તત્વ મળી જાય એવું પણ બને !

 

ઉપર મુજબ, મેં તમોને મારી સમજ પ્રમાણે આર્યુવેદીક સારવાર સાથે એલોપથી સારવારનું લખ્યું અહીં, હકિકતો અને જાણકારી આધારીત બધુ લખાયું છે. કોઈક જગાએ મારી સમજ તેમજ અનુભવ આધારે અનુમાનરૂપે લખાયું છે….તો, કોઈ એ માટે સંમત ના હોય. એવા સમયે, પોતે પોતાના વિચાર પર ભાર મુકવો, એવી મારી સલાહ છે.

આ મુખ્ય ચર્ચાઓ બાદ, મારે “ઓલટરનેટીવ” (ALTERNATIVE ) સારવારરૂપે માન્ય થયેલ સારવારો વિષે થોડો ઉલ્લેખ કરવો છે>>>

(૧) “એક્યુપ્રેસર” (ACCUPRESSURE ) સારવાર

અહીં, સિધ્ધાંત એવો કે માનવ શરીરના હાથો, પગો અને અન્ય જગાએ નર્વ હોય ..જે માનવ શરીરના મુખ્ય તંત્ર બ્રેઈન ( Brain) યાને મગજ સાથે જોડાણમાં છે. કોઈક એવા પોઈન્ટ હોય ત્યાં ડબાવવાથી કે પ્રેસર આપવાથી ત્યાંથી જે સીગનલો શરૂ થાય તે અંતે દુર આવેલા ઓરગન પર એની અસર કરે અને આવી અસરથી દુરના ઓરગનના કાર્યમાં મદદ થાય….આવી મદદ દ્વારા રોગોની બુરી અસરો ઓછી કે નાબુદ થાય. દાખલારૂપે હાથની હથેળીના એક જગાએ “પેનક્રીઆસ” ( Panceas) જે “ઈનસુલીન” ( Insulin)બનાવે તેને અસર પડે ….આ પ્રમાણે, ડાયાબીટીઝ રોગ પર “સારી અસર” હોય શકે અને જેથી રોગનો “કંટ્રોલ” વધે.

તો, આવા વિજ્ઞાનની જાણકારીવાળા પાસે સારવાર લેવામાં આવે તો તંદુરસ્તી માટે લાભદાયક હોય શકે.

કોઈવાર, દુઃખાવો હોય અને એલોપથી દવાઓ રાહત ના આપે ત્યારે આવી સારવારથી અનેકને લાભ થયાના દાખલાઓ છે.

 

(૨) “એક્યુપંક્ચર” (ACCUPUNCTURE ) સારવાર

આ સારવારમાં શરીરના ભાગો પર આવેલા “પોઈન્ટો”પર દબાવવાના બદલે સોયો કોચી ત્યાં થોડા સમય માટે રાખવામાં આવે છે. આ પ્રમાણે ત્યાંથી નર્વ સીગનલો નર્વમાંથી પસાર થઈ, દુરના ઓરગનમાં પહોંચી, ત્યાં સારી અસર કરે છે…એવા ઓરગનની બિમારી હોય તો આવી સારવાર લાભ આપે છે.

આ સારવાર અને “એક્યુપ્રેસર” સિધ્ધાંતરૂપે એક છે.

અનેકને આવી સારવારથી લાભ થયાના દાખલાઓ છે.

મારે જે કહેવાનું તે મેં કહી દીધું.

આશા છે તમોને આ પોસ્ટરૂપી જ્ઞાન ગમે !

જે કહ્યું એ મારી સમજ પ્રમાણે છે..પુર્ણ સમજ માટે તમો તમારા ડોકટર પાસે પુરી માહિતી મેળવશો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Health Post is more DETAILED DISCUSSION on ARYUVEDIC MEDICAL Treatment.

It talks of the ACCEPTANCE of ARYUVEDIC THERAPY as the ALTERNATIVE THERAPY for the Treatment of Illnesses, esp. PAIN RELIEF & some CHONIC DISORDERS.

It also briefly mention about ACCUPRESSURE & ACCUPUNCTURE Therapies.

Those interested in knowing more can do so by the LINK below>>>

http://acupressure.com/?gclid=CLiRtsTzn74CFY6RfgodyUYAew

I hope you like this Health Post.

 

Dr. Chandravadan Mistry

મે 15, 2014 at 12:15 પી એમ(pm) 11 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,695 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031