માનવ તંદુરસ્તી ( ૩૨) તંદુરસ્તી પર શરીર,મન અને આધ્યાત્મિક જ્ઞાનની અસર

મે 13, 2014 at 12:39 એ એમ (am) 4 comments

 

 

Kundalis

    PRAGNAJUBEN VYAS’s BLOG…Thanks for the Picure !

The MIND at thee HIGHEST LEVEL of UNDERSTANDING as seen by the Diagramatic Illustration

 

માનવ તંદુરસ્તી ( ૩૨) તંદુરસ્તી પર શરીર,મન અને આધ્યાત્મિક જ્ઞાનની અસર

 

માનવી સ્વરૂપ પ્રભુએ અદભુત ઘડ્યું છે.

એક પ્રાણી તરીકે ઉચ્ચ સ્થાન કારણ કે માનવી જ મનથી વિચારો કરે…વિચારો કર્યા બાદ સમજી કે ખોટું સમજી એ અમલમાં મુકે કે ના મુકે.

આવી સ્વતંત્રતા છે !

જ્યારે વિચારો યોગ્ય કે શુધ્ધ હોય ત્યારે મનને જરૂર શાંતી/આનંદનો અનુભવ થાય છે.

આવી વિચારધારામાં માનવી એની અંદર ખોજ કરે છે….એવી ખોજમાં એ મન/શરીરની બહાર વિશ્વમાં હોય…જેને “યુનીવર્સ” ( UNIVERSE) કહેવામાં આવ્યું છે.

આ પ્રમાણે માનવી એની વિચારધારામાં રહે ત્યારે કંઈક એવો અનુભવ થાય જેમાં “દિવ્ય શક્તિ”ના દર્શન થાય…આવી સફર એ જ “આધ્યાત્મિકતા”.

આટલું કહી, મારે નીચે મુજબ કહેવું છે >>>

માનવ શરીરના બંધારણ વિષે તમોએ અનેક “માનવ તંદુરસ્તી” પોસ્ટો દ્વારા જાણ્યું છે.

માનવને એક “જીવ”રૂપે નિહાળતા તરત જ સવાલ ઉભો થાય ઃ આ જીવરૂપી તંત્ર કેવી રીતે ચાલી શકે ? આવા સમયે, અનેક પોસ્ટો દ્વારા તમે જુદી જુદી સીસ્ટમો દ્વારા જુદા જુદા કાર્યો થાય છે એવું જાણી થોડો સંતોષ પણ થાય. જેટલું જાણ્યું છે તેને ફરી યાદ કરતા એક જ વિચાર રહે ઃ પ્રભુની આ તો અદભુત કારીગીરી છે !”

માનવનો સ્વભાવ ના જાણેલું જાણવા ઈચ્છાઓ રાખે છે …અને, એ એની “બુધ્ધિ” તરફ વળે છે.

આવા સમયે બુધ્ધિના માર્ગદર્શને “મેડીકલ સાયન્સ ” (MEDICAL SCIENCE )નો જન્મ થતા માનવી નવી નવી શોધો તરફ વળે છે.

બુધ્ધિ યાને બ્રેઈન તો શરીરમાં જોઈ શકે પણ મનનો તો ફક્ત અનુભવ કે કલ્પના જ કરી શકે છે.

એવી કલ્પનામાં રહી મગજના કયા ભાગમાં મનના વિચારો જન્મે છે જનમ્યા બાદ કયા વિભાગમાં યાદશક્તિ યાને “મેમોરી” (MEMORY) રૂપે રહે છે તેની શોધમાં રહે છે.

જે આંખોથી જોઈ શક્યો તેવું શરીરનું બંધારણ યાને “એનાટોમી” (ANATOMY ) તેમજ જે આંખેથી જોવાતું ના હતું તે માટે “માઈક્રોસ્કોપ”ની શોધ કરી “સુક્ષ્મ” નિહાળી જ્ઞાન વધારી એણે થોડો આનંદ અનુભવ્યો.

જુદા જુદા અંગો કેમ કાર્ય કરે એવા વિચારે સાયન્સ ( SCIENCE) શક્ય થયું તે જ “ફીઝીઓલોજી” (PHYSIOLOGY ) .

રોગો હોય ત્યારે અંગોની તપાસ કરતા જે જાણ્યું તે જ્ઞાન તે જ “પેથોલોજી” (PATHOLOGY)

આ બધું તો “એનાટોમી” રૂપે નિહાળી કરવામાં એને સફળતા ઘણી જ મળી.

પણ જ્યારે “મન” વિષે સવાલ આવ્યો ત્યારે એ હાતાશ તો ના થયો.

વિચારો કરતા માનવી કે કોઈ પ્રાણી પર પ્રયોગ કે “એક્ષ્પેરીમેન્ટ” (EXPERIMENT ) કરી મન અને વિચારો વિષે એ વધુ જાણતો ગયો. ડીએનએ (DNA) અને જીન્સ (GENES) અને ક્રોમોઝોમ્સ (CHROMOSOMES ) કુલ્લે ૨૩ જાણી ૨૩મી જોડી પર “એક્ષ”(X ) અને “વાઈ” (Y ) કેવી રીતે છે તે પરથી સ્ત્રી અને પુરૂષનું બંધારણની જાણ થાય છે.

આજે મેડીકલ સાયન્સ આ ક્ષેત્રે વધારે જાણકારી દર્શાવે છે.

અહી, સાયન્ટીસ્ટ જુના વિચારોને ધ્યાનમાં લેવા લાગ્યો

ઋષી મુનીઓ ખરેખર તો ” ફીલોસોફર્સ” (PHILOSOPHER ) કહેવાય….મનમાં “કોન્સીઅસ” અને “સબકોન્સીઅસ” તેમજ મનના વિસ્તાર બહાર જઈ “કોસમીક” (COSMIC )પદે પણ મનની અસર છે એવી વિચારધારા પુરાણોના ચિંતકોએ આપેલી તે તરફ શોધને વણાંક આપે છે.

આજે, ધ્યાન યાને “મેડીટેશન”ના લાભો સાયન્સ પણ ગણાવવા લાગ્યું છે

જે પ્રમાણે મન માટે વિચારધારા બદલાવી, તે પ્રમાણે શરીરને યોગ (Yoga) દ્વારા લાભોને પણ સાયન્સ માનવા તૈયાર છે.

હવે…રહી “આધ્યામ્કિતા”ની પંથના અસરની વાત.

દિવ્ય શક્તિ છે એવો સ્વીકાર….એની દ્વારા શુધ્ધ વિચારો…શુધ્ધ વિચારો દ્વારા “પોઝીટિવ એનરજી” ( POSITIVE ENERGY) અને એના કારણે શરીર તેમજ મનની શાંતી અને આનંદ અને અંતે માનવ તંદુરસ્તી જળવાય રહે કે જે બગડી હોય તે સુધરે છે.

આ પ્રમાણે…મન…શરીર બન્ને એકબીજાને સહાય કરે છે

આજે માનવ “ક્લોનીંગ ” કરી કુદરતને એક નવી “ચેલેન્જ” ( CHALLANGE) આપી રહ્યો છે.

હવે પછી ભવિષ્યમાં શું હશે તેની કલ્પના કરવી અસંભવ છે.

એટલું તો જરૂર ખરૂં કે માનવ જ એકવાર મહાશક્તિશાળી હતો..મન પર કાબુ કરી શકતો હતો. આજે એવી શક્તિ નથી પણ ભવિષ્યમાં એવી અદભુત શક્તિ પણ એની પાસે હોય શકે !

મારે અંતે એટલું જ કહેવું છે કે……આ પોસ્ટ દ્વારા માનવ શરીર વિષે જે મારે ઈચ્છા હતી તે પુર્ણ થાય છે.

હવે, ભવિષ્યમાં “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો “ડોકટરપૂકાર” નામકરણે હશે….એવી પોસ્ટો અત્યાર સુધીમાં ૧૦ છે..જે કોઈએ રોગો વિષે જણવા સવાલો કર્યા હતા તે આધારીત હતી.

તો…આ પોસ્ટ દ્વારા જે પુર્ણ થયું તેની સાથે હું સૌને મારૂં હ્રદય ખોલી “આભાર” દર્શાવું છું કે સૌએ બ્લોગ પર પધારી આ પોસ્ટો વાંચવા સમયનો ભોગ આપ્યો…ફરી મળીશું !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Health Post is about the BODY, MIND and the INFUENCE of the SPIRITUALIY on the HEALTH.

The MIND plays an important role in the Human Life & wellbeing is well known & accepted by the Medical Science.

The Role of the SPRITUALTY or even the RELIGION is debated….and the MODERN thinkers are ACCEPING it .

The EASTERN culture stressed the MIND’s CALMNESS….and therefore it gave the importance to MEDITATION and stated its beneficial effects on the HEALTH. As the extension of this Meditation is the concept of PURE THINKING or POSITIVE THOGHTS….and then the finally linking it to SPIRITUALITY.

The RELIGIOUS thinking or HIGHER PHILOSOPHICAL thinking engages the MIND towards the Creator and some HIGHER ENERGY. Here often the Question of the FAITH is brought about. This is similar to one’s trusting his/her DOCTOR or the MEDICINES given as the TREATMENT. The FAITH or the TRUST leads to the POSITIVE THOUGHTS and this leads to GOOD HEALTH.

Human Being is a CREATION of the GOD who will always for NEWER things….and thus the HEALTH RESEARCHES will continue. More understanding of GENES Etc, will lead to newer CURES for the Humans. The Future is unknown.

Hope you like this Post !

 

Dr. Chandravadan Mistry

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૩૧ ) માનવ શરીરનું મન કે માનસીક તંત્ર માનવ તંદુરસ્તી (૩૩) ઃએલોપથી મેડીસીન કે આર્યુવેદિક સારવાર સાથે અન્ય ઉપચારો

4 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 13, 2014 પર 2:56 પી એમ(pm)

  હાલ હોલીસ્ટીક સારવારના સફળ પ્રયોગો થયા છે આપણા બ્લોગર મિત્રોમા ડૉ રાજેન્દ્રજી અને સુ જા આ અંગે અનુભવ પણ ધરાવે છે.આ ચક્રો સાથે સ્થુળ મન અંગે ચાર વાત પર ચિંતન કરશોજી મન, બુધ્ધી, ચિત અને અહંકાર અને એક સામાન્ય ગણિત …
  પુણ્યના કામ
  ——
  અહંકાર
  અહંકાર ૨ હોય તો પુણ્યના કામ નું મુલ્ય ૧/૨ થાય
  મન સ્વચ્છ થાય બાદ બુધ્ધિ પ્રજ્ઞા થાય અને ચિતમા જડાયલા સંસ્કારોના દર્શન થાય અને અહંકાર ઓછો થતા આધ્યાત્મિક સમજાવવાની શરુઆત થાય
  .
  ઘણી વાતો અનુભવ જન્ય છે તે માટે સાધના જરુરી છે

  જવાબ આપો
 • 2. pravina Avinash  |  મે 14, 2014 પર 11:47 એ એમ (am)

  ‘યોગના ‘ આચરણ અને નિયમિત અભ્યાસ’ દ્વારા માનવ પોતાની પ્રગતિ દિન

  રાત સાધી શકે છે.

  પ્રવિણા અવિનાશ

  જવાબ આપો
 • 3. chandravadan  |  મે 14, 2014 પર 1:00 પી એમ(pm)

  This was an Email Response>>>

  On Tue, 5/13/14, Dharamshi Patel wrote:

  Subject: Re: માનવ તંદુરસ્તી ( ૩૨) તંદુરસ્તી પર શરીર,મન અને આધ્યાત્મિક જ્ઞાનની અસર
  To: “chadravada mistry”
  Date: Tuesday, May 13, 2014, 7:40 PM

  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar.
  Hope you read the Post…and then one day click @ the Comments at the bottom of the Post & then type your thoughts & submit & thus I can read your Comment DIRECTLY on the Blog.
  Chandravadan

  જવાબ આપો
 • 4. aataawaani  |  મે 15, 2014 પર 4:24 એ એમ (am)

  bahu sars tandurasti maate lakhyu chhe mistri saheb

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: