માનવ તંદુરસ્તી (૨૮) …લીવર અને એનું કામ

મે 8, 2014 at 2:01 એ એમ (am) 9 comments

 

 

PHOTO by GOOGLE ..LIVER as LOCATED in the HUMAN BODY

 

 

PHOTO by GOOGLE ..LIVER as LOCATED in the HUMAN BODY as the DIAGRAM)

 

 

માનવ તંદુરસ્તી (૨૮) …લીવર અને એનું કામ

 

લીવર (Liver ) એ માનવ શરીર માટે એક અગત્યનું “ઓરગન” (Organ ) છે.

લીવરના કાર્યો દ્વારા માનવ જીવીત રહી શકે છે.

(A)એના કાર્યોમા છે>>>

(૧) ખોરાકમાંથી બનતા ત્રણ તત્વો ( પ્રોટીન, કારબોહાઈડ્રેટ, અને ફેટ યાને ચરબી )ના અંતીમ નાનામાં નાના પ્રદાર્થો ( અમીનો એસીડ્સ, ગ્લુકોસ અને ફેટી એસીડ્સ) ને ડાઈજેસ્ટીવ ટ્રેક્ટ (Digestive Tract ) માંથી લઈ શરીરના જુદા જુદા ભાગે લોહીના ભ્રમણ દ્વારા પહોંચાડે છે.

 

(૨) ઈનસુલીન તેમજ અન્ય હોર્મોન્સની અસર પડે તેમાં ભાગ ભ્જવે છે.

 

(૩) જ્યારે બહારના પ્રદાર્થો કે અન્ય રીતે શરીરમાં ટોક્ષીન્સ ( Toxins) ભેગા થાય ત્યારે એવા પ્રદાર્થોને શરીરને હાની ના પહોંચાડે એવી બનાવી શરીરની બહાર નીકળી જાય એવું શક્ય કરે છે.

 

(૪) લોહીના “ક્લોટીંગ ફેક્ટરો” માટે પણ અગત્યનો ફાળો આપે છે

 

(૫) જ્યારે માનવી માના ગર્ભસ્થાનમાં હોય ત્યારે લોહીના તત્વો બની શકે એવો ફાળો ભજવે છે.

 

( B)લીવરનું બંધારણ એક ઓરગનના આકારે તેમજ માઈક્રોસ્કોપ દ્વારા સુક્ષ્મ રીતે >>>

 

લીવર જે પ્રમાણે આંખોથી નિહાળી શકાય તે પ્રમાણે એક મોટું ઓરગન છે જેને તમો ૩ નામે ઉલ્લેખ કરી શકો છો

(૧) જમણી બાજુનો મોટો લોબ (Right Larger Lobe )

(૨) ડાબી બાજુએ આવેલ નાનો લોબ ( Smaller Left Lobe)

(૩) એની સાથે જડાયેલ નીચેના ભાગે આવેલ “ગોલ બ્લેડર” (Gall Bladder ) અને “બીલીઅરી સીસ્ટમ ( Biliary System)

આ વર્ણનમાં આમ જોઈએ તો ગોલ બ્લેડર એક જુદું ઓરગન છે પણ લીવરના કાર્ય આધારે જ લીવરમાં બનેલા “બાઈલ” (Bile ) ને આંતરડા સાથે જોડાણ હોવાના કારણે ટોક્ષીનરૂપી બાઈલને શરીર બહાર પહોંચાડે છે.

ઉપર મુજબ, વર્ણન કરી આપણે સુક્ષ્મ સ્વરૂપે નિહાળવા પ્રયાસ કરીએ.

લીવર અનેક લીવર સેલ્સ યાને “હેપાટોસાઈટ્સ” (Hepatocytes ) થી બનેલું નજરે આવે છે. અનેક સેલ્સોથી વચ્ચેથી બીલીઅરી કેનાકુલાઈ (Biliary Canaliculli ) દ્વારા પ્રવાણી બાઈલ (Bile ) વહે છે.

અંદરના ભાગે નાની નાની બ્લડ કેપીલરીઓ (Blood Cappillaries ) દ્વારા લોહીનું ભ્રમણ અંતે “વૈન અને આરટરીઓ” (Veins & Arteries) દ્વારા હ્રદયની પાસે જઈ ફરી અન્ય જગાએ જઈ શકે છે.

લીવરને લોહી બે સીસ્ટમો દ્વારા મળે છે જેના નામો છે >>>

(૧) સીસ્ટમીક સરક્યુલેશન (SYSTEMIC BLOOD CIRCULATION )

(૨) પોરટલ સરક્યુલેશન (PORTAL BLOOD CIRCULATION )

અહીં પોરટલ સરક્યુલેશન ફક્ત લીવરની જરૂરત માટે જ હોય છે.

 

એક સારરૂપે લીવરને ફરી જાણો >>>>

 

આ પોસ્ટ દ્વારા મેં તમોને લીવર આંખે કેવું દેખાય તેનો ખ્યાલ આપ્યો.

અને એની સાથે સુક્ષ્મ રીતે એનું કેવું બંધારણ છે તેનો થોડો ખ્યાલ આપ્યો.

આવા વર્ણન સાથે લીવર માનવ શરીર માટે અનેક કાર્યો કરી માનવીને જીવીત રાખે છે…એના વગર “ટોક્ષીન્સ” ( TOXINS) યાને ઝેરી પ્રદાર્થો શરીરમાં જ રહી નુકશાન પહોંચાડી શકે છે.

જે મેં શબ્દોમાં વર્ણન કર્યું તેની સાથે પ્રગટ કરેલા પીકચરો દ્વારા તમોને લીવર વિષે સારી સમજ પડી હશે એવી આશા છે.

આ ટુંકાણમાં સરળ ભાષામાં સમજાવવા મારો પ્રયાસ છે…અહીં વિગતે કહેવું અશક્ય છે.

જે કોઈને વધુ જાણવું હોય તેઓ ઈનટરનેટ પર જઈ જાણી શકો છો…એ સિવાય, પોતાના ડોકટરને પૂછી લીવર વિષે જાણી શકે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS

Today’s Health Post is on LIVER & ITS FUNCTION in the Human Body.

The mention of the Liver was done already in the old Health Post on the DIGESTIVE SYSTEM.

Here reason of publishing this Post is to give more detailed information about this VERY IMPORTANT ORGAN because of its FUNCTIONS.

When the Human is being formed in the Mother’s Womb, it acts as the FACTORY for BLOOD CELLS formation.

In the ADULT Human Body, the LIVER is the organ with the DUAL BLOOD supply namely :

(1) Systemic Circulation

(2) Portal Circulation.

Along with Metabolosm on several substances of the body Eg Cholestrol, occurs in the Liver.

The EXCRETION  & DETOXIFICATION of the substances harmful to the Body is done by the Liver.

Thus the Liver plays a most important role in the sustaining, protection of the Human Body.

Any injury to Liver Cells lead to diseases which can be fatal.

It is not possible to narrate in details, but I hope this simple understanding will be appreciated.

 

Dr. Chandravadan Mistry

 

 

 

Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૨૭)…લોહી અને લોહીમાં રહેલા સુક્ષ્મ તત્વો માનવ તંદુરસ્તી (૨૯) ….સ્ટેમ સેલ્સ અને જેનેટિક્સ

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  મે 8, 2014 પર 2:59 એ એમ (am)

  લીવર વિષે એક ડોક્ટર પાસેથી સારું જ્ઞાન પ્રાપ્ત થયું . આભાર

  જવાબ આપો
 • લીવર તેમજ તેના કાર્ય અંગેની રસપ્રદ જાણકારી આપવા બદલ ધન્યવાદ.

  જવાબ આપો
 • 3. pragnaju  |  મે 8, 2014 પર 12:14 પી એમ(pm)

  સુંદર સમજુતી
  ૧ અમેરીકામા વધુમા વધુ વપરાતી દવામા ટાઇનેલોન એક છે.અને વધારેમા વધારે મરણ તેને લીધે લીવર ફેઈલ થવાથી થાય !! ગયા વર્ષે જ અમારા બે સ્નેહીઓને હાસપીસમાંથી વિદાય કર્યા..ટીપ્પણી આપો
  ૨ અમારા કુટુંબી રક્તદાન કરવા ગયા તો તપાસમા …
  Anti HBcigM 0.01PEIU/ml સલાહમા તેમને કાંઇ વાંધો નથી પણ રક્તદાન ન થાય
  ૩હળદર લીવરને બચાવે છે
  હળદરમાંથી મળતા તત્વ કરકુમિનની મદદથી ‘ બીમારી કે બીમારીથી લીવરને બચાવવાની તેમાં ક્ષમતા હોય છે.સેન્ટ લુઇસ યુનિવર્સિટીમાં થયેલા સંશોધનોમાં આવો દાવો થયો છે. યુનિવર્સિટીના એનપિંગ ચેને કહ્યું છે કે ‘હું લીવર ફાઇબ્રોસિસના મોલિકયુલર મિકેનિઝમ વિષે શોધ ચલાવી રહ્યો છું અને તે પ્રાકૃતિક રીતે લીવરને ક્ષતિથી બચાવવાના ઉપાય શોધી રહ્યો છું…અને હળદરની કેપસ્યુલો વેચાવા માંડી !
  ૩ અમારા હુરટી સાંભળો, શરીર શું કહે છે!અંગો વાત કરે છે ડો. મુકુર પેટ્રોલવાળા સાથે માં પણ આ ઉતર નથી!
  ટીપ્પણી આપો

  જવાબ આપો
  • 4. chandravadan  |  મે 8, 2014 પર 1:12 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન,

   સુંદર પ્રતિભાવ ! આભાર !

   આ પોસ્ટ દ્વારા ફક્ત લીવર વિષે ‘બેઝીક” જાણકારી આપવાનો પ્રયાસ હતો…એના રોગો કે ઉપચારો કહેવાનો ઈરાદો ના હતો.

   તમે હળદરના લાભો લખ્યા…અત્યારે એના પર રીસર્ચ ચાલે છે તેનું જણાવ્યું.

   આર્યુવેદીક કે હરબલ દવાઓના લાભો નિહાળતા એલોપથી કે “વેસ્ટ”ના સાયન્ટીસ્ટો આજે “ઈસ્ટ”ની જાણકારી પર હસી ઉડાવતા નથી એ ખુશીની વાત છે.

   ઈતિહાસ કહે છે કે એલોપથીમાં હ્રદયના લાભ માટે પ્રથમ દવા “ડીજીટાલીસ” એક વનસ્પતીમાંથી જ મળી હતી…કદાચ ભવિષ્યમાં આર્યુવદિક દવાઓમાંથી અનેક રોગોના સરળ ઉપાયો પણ હોય શકે !

   ડો. ચંદ્રવદન
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 5. chandravadan  |  મે 8, 2014 પર 1:18 પી એમ(pm)

  This was an Email Response>>>

  On Wed, 5/7/14, Dharamshi Patel wrote:

  Subject: Re: Fw: માનવ તંદુરસ્તી (૨૮) …લીવર અને એનું કામ
  To: “chadravada mistry”
  Date: Wednesday, May 7, 2014, 9:17 PM

  HARI OM,

  WAW

  DHARAMSHI
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 6. chandravadan  |  મે 8, 2014 પર 1:21 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Wed, 5/7/14, himatlal joshi wrote:

  Subject: Re: માનવ તંદુરસ્તી (૨૮) …લીવર અને એનું કામ
  To: “chadravada mistry”
  Date: Wednesday, May 7, 2014, 9:01 PM

  bahu saari jaankaari
  mali aabhaar Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Aataji,
  Namaste !
  Abhar !.
  Fari Avjo !
  Chandravadan

  જવાબ આપો
 • 7. Ratilal Mistry  |  મે 8, 2014 પર 9:08 પી એમ(pm)

  Very good information bhai for mankind.Please continue.Thanks you

  Date: Thu, 8 May 2014 02:01:53 +0000
  To: ratilalmistry34@hotmail.com

  જવાબ આપો
 • 8. Purvi Malkan  |  મે 10, 2014 પર 2:46 એ એમ (am)

  બહુ સુંદર. અંકલજી. પણ હવે એ સમજાવો કે ૫૦ ની ઉમર પછી વિટામિન લેવા જરૂરી બની જાય છે. તો આ વિટામિન શરીર માટે કેવી રીતે કર્યા કરે છે? 

  પૂર્વી. 

  જવાબ આપો
  • 9. chandravadan  |  મે 10, 2014 પર 2:01 પી એમ(pm)

   પુર્વી,

   આવી પ્રતિભાવ આપ્યો, એ માટે આભાર.

   તારો સવાલ ઃ ૫૦ વર્ષની ઉમર પછી વાઈટામીન લેવાની જરૂરત ?

   આનો જવાબ એટલો કે ઉમર થાય તેના કારણે વાઈટામીન લેવા જ એ ખોટી વાત.

   આજના ખોરાક દ્વારા બધા જ વાઈટામીનો જરૂરત પ્રમાણે મળી રહે છે.

   જે કોઈને ભુખ ના લાગતી હોય કે પ્રમાણસર ખોરાક લઈ શકતા ના હોય ત્યારે લેવા યોગ્ય હોય.

   જો કોઈને વાઈટામીન ડેફીસીયન્સી યાને શરીરમાં ઓછા પ્રમાણે હોય ત્યારે સારવારરૂપે લેવાની સલાહ હોય

   શરીરને જરૂરીત વાઈટામીનોના નામો “એ, બી, સી ડી ઈ હોય છે

   શરીરને એક તંત્રરૂપે કામ કરવા માટે જરૂરીત છે….દાખલારૂપે જુદા જુદા વાઈટામીન “બી” દ્વારા શરીરનું “મેટાબોલીઝમ” ચાલે…ખોરાકના પ્રદાર્થો લોહી અને અંગો સુધી પહોંચી શકે…એમાં “બી૧૨” લોહી માટે અગત્યનો છે…”ડી” કેલસીઅમ માટે જરૂરીત એટલે હાડકાઓ માટે અગત્યનો વિગેરે.

   આ વિષે એક પોસ્ટ હોય ..ભવિષ્યમા હશે !

   ડો. ચંદ્રવદન

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: