માનવ તંદુરસ્તી (૨૭)…લોહી અને લોહીમાં રહેલા સુક્ષ્મ તત્વો

મે 7, 2014 at 12:22 પી એમ(pm) 10 comments

 

 

Blood as it circulates in the ARTERIES & VEINS

 

Blood Smear showing RED CELLS with few WHITE CELLS

 

 

 White Cells in the Blood (Different Types)
ALL PICTURES in this Post are via GOOGLE SEARCH

માનવ તંદુરસ્તી (૨૭)…લોહી અને લોહીમાં રહેલા સુક્ષ્મ તત્વો

 

 

 

તમે મસલો વિષે જાણ્યું.

આ પ્રમાણે તમો માનવ શરીરને વધુ જાણતા થયા.

હાર્ટ અને લોહીના ભ્રમણ વિષે આગળ પોસ્ટ વાંચી હતી એટલે આ વિષયે તો તમોને થોડું જ્ઞાન છે.

તો, આજે આ પોસ્ટ શા માટે ?

લોહીને તમોએ “ભ્રમણ” કેમ કરે તે જાણ્યું..પણ, એ લોહી કેવી રીતે બનેલું છે તે વિગતે જાણ્યું નથી.

તો આ પોસ્ટ દ્વારા એવી સમજ આપવા માટે આ મારો પ્રયાસ છે.

લોહી ( Blood) ઃ

લોહી એટલે શરીરમાં વહી રહેલો એક પ્રવાણી તત્વ.

એ રંગે લાલ છે.

એવો લાલ રંગ ફક્ત માનવીઓમાં જ નહી પણ અન્ય જીવીત પ્રાણીઓમાં પણ એવો જ લાલ રંગ.

માઈક્રોસ્કોપ દ્વારા નિરક્ષણ કરીએ તો આપણે નીચેના વિભાગોમાં જોઈ શકીએ છે.

(૧) જુદી જુદી જાતના જુદા જુદા આકારોમાં સુક્ષ્મ “સેલ્સ”.

પણ, આ બધાને બારીકી રીતે જોતા આપણે ત્રણ જાતના સેલ્સોરૂપી ઓળખ આપી શકીએ>>>

(A) લાલજેવા સેલ્સો યાને “રેડ સેલ્સ” ( Red Cells)

(B) કલર વગરના સેલ્સો યાને “વાઈટ સેલ્સ”(White Cells)

આ સેલ્સ અનેક આકારના હોય અને જુદા જુદા કાર્યો કરે અને એમના નામો છે>>>

(એ) ગ્રન્યુલોસાઈટ્સ (Granulocytes )

અંદર રહેલા ગ્રેન્યુઅલ્સના કારણે નામો છે>>>>

(!) ન્યુટ્રોફીલ (Neurophils )

(!!) બેસોફીલ્સ (Basophils )

(!!!) ઈઓસીનોફીલ્સ (Eosinophils)

(બી)મોનોસાઈટ્સ (Monocytes )

(સી)લિમ્ફોસાઈસ (Lymphocytes )

(C) નાનામાં નાના સેલ્સ “પ્લેઈટ્લેટ” (Platelets )

 

(૨) પ્રવાણી તત્વ જેમાં બધા સેલ્સો તરે તેનું નામ છે પ્લાઝમા ( Plasma)

આ પ્રવાહી તત્વ દ્વારા અનેક” ઈલેક્ટ્રોલાઈટ્સ” (Electrolytes ) તેમજ “હોર્મોન્સ”, “વાઈટામીન્સ” (Hormones & Vitamins ) અને ખોરાકમાથી બનેલા અંતીમ પ્રદાર્થો તેમજ “એન્ટીબોડીઝ” (Antibodies) અને લોહીને કઠણ કરતા “ક્લોટીંગ ફેકટરો ( Clotting Factors) શરીરના સર્વ જગાએ પહોંચી અંગોને પોષણ આપી શકે છે.

 

જુદા સેલ્સના જુદા જુદાના કાર્યો >>>>

 

(A) રેડ સેલ્સ ( Red Cells)

આ સેલ્સમાં “આયન” (Iron ) રૂપી ધાતું પ્રોટીન સાથે રહી “હીમોગ્લોબીન” ( Hemoglobin) નામે પ્રદાર્થ બને છે…આ હોવાના કારણે “લાલ” રંગ મળે છે. આ તત્વ કારણે લોહીમાં “ઓક્ષીજન” (Oxygen ) યાને “પ્રાણવાયુ” અંગોને મળી શકે અને સૌ ભાગો જીવીત રહી શકે….આ હીબોગ્લોબીન દ્વારા જ “કારબન ડાયોક્ષાઈડ” (Carbon Dioxide ) ત્યાં બંધાય જુદી જુદી જગાએથી ફરી હ્રદયમાં અને અંતે ફેફસાઓમાં અને ત્યાં શુધ્ધ થઈ પ્રાણવાયુ અન્ય જગાએ લઈ જવાનું શક્ય બને છે.

 

(૨) વાઈટ સેલ્સ ( White Cells)

જે “ગ્રેન્યુલોસાઈટ્સ” કહેવાય તેઓ કોઈ જંતુ અંદર પ્રવેશ કરી હુમલો કરે તે પહેલા એનો નાસ કરવા દોડી જાય છે…જ્યારે “બેકટેરીઆ” જેવા જંતુઓ હોય ત્યારે “ન્યુટ્રોફીલ્સ”વધારે સંખ્યામાં ત્યાં પહોંચે છે.

જ્યારે “એલરજી” જેવો પ્રહાર હોય તે સમયે “એઓનોસીફીલ” વધુ સંખ્યામાં હોય.

જો ઈનફેકશન (Infection ) કોઈ કાયમ રહે તેવું હોય યાને “ક્રોનીક” (Chronic ) હોય ત્યારે “લીમફોસાઈટ્સ” (Lymphocyts ) વધુ સંખ્યામાં જોવા મળે છે

“મોનોસાઈટ્સ” (Monocytes)પણ એની જરૂરત પ્રમાણે રક્ષણનું કાર્ય કરે છે.

 

(૩)પ્લેઈલેટ્સ (Platelets )

આ નાનામાં નાના જુદા જુદા આકારરૂપી સેલ્સ છે.

આ સેલ્સ અને પ્લાઝમાં રહેલા “ક્લોટીંગ ” (Clotting Factors ) તત્વો સાથે મળતા જે જગાએથી લોહી શરીર બહાર જઈ રહ્યું હોય તેને અટકાવે છે. શરીરના અંદર પણ કોઈ ભાગે લોહી નળીઓની બહાર જવા માંગે ત્યારે રોકે છે.

આ સેલ્સો સંખ્યામાં ઓછા હોય કે એ ખરાબ બંધારણે હોય ત્યારે “બ્લીડીંગ”ના રોગો હોય શકે છે.

 

(B )પ્રવાહી તત્વ યાને પ્લાઝમા (Plasma )

સેલ્સોને બાદ કરતા લોહીને પ્રવાણી તત્વ તરીકે નિહાળી શકાય.

આ પ્રવાહી તત્વનું નામ છે “પ્લાઝમા”

જો આ “પ્લાઝમા”માંથી “ક્લોટીંગ તત્વો” બાદ કરીએ ત્યારે જે રહે તેનું નામ છે “સીરમ” (Serum ).

પ્લાઝમાના માધ્યમે શરીરના રક્ષણ માટે “એન્ટીબોડીઝ” તેમજ લોહી વહેતું અટકાવવાના “ક્લોટીંગ ફેક્ટરો” અને “હોરમોન્સ” તેમજ શરીરના પોષણ માટે જરૂરીત પ્રોટીન/કારબોહાઈડ્રેસ/ ફેટ્સના નાના તત્વો અને વાઈટામીન્સનું ભ્રમણ થાય અને એ પ્રમાણે શરીરના સર્વ ભાગે જરૂરત પુરી થઈ શકે છે.

 

 

એક સારરૂપે લોહી વિષેનું જ્ઞાન ઃ

આ પોસ્ટ દ્વારા વિગતે બધુ તો નહી જ કહી શકાય, પણ સરળ ભાષામાં થોડી સમજ આપવા માટે આ મારો પ્રયાસ છે.

તો…તમે જાણ્યું કે માનવીનું લોહીને રંગ કેમ લાલ….અને વધુમાં જાણ્યું કે લોહી જીવતા જુદા જુદા સેલ્સ સાથે પ્રવાહી તત્વ પ્લાઝમા તત્વથી બનેલું છે.

અને પોસ્ટ વાંચી, તમોને પુરો ખ્યાલ આવ્યો કે પ્રભુએ જે પ્રમાણે લોહી બનાવ્યું તેમાં બધા જ તત્વોની જરૂરત છે.

આવી સમજ દ્વારા તમો તમારા શરીરને વધુ જાણી શકો છો. લોહી માનવ શરીર માટે અગત્યનું છે એવું જાણી ટેસ્ટો દ્વારા સેલ્સ ( રેડ, વાઈટ અને પ્લેઈલેટ )નું પ્રમાણ યોગ્ય છે નહી એવું જાણી, યોગ્ય સારવાર સમયસર ચાલુ કરી શકો છો.

જે શબ્દોમાં મેં વર્ણન કર્યું તેમાં પુરી સમજ ના પડી હોય તો સાથે પ્રગટ કરેલા પીકચરો દ્વારા વધુ સમજી શકશો એવી આશા છે.

એ સિવાય મારી એક જ વિનંતી કે તમો તમારા ડોકટર સાથે ચર્ચાઓ કરી જેની સમજ ના પડી હોય તે તેમજ અન્ય મહિતી મેળવી શકો છો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW WORDS…
Today’s Health Post is about BLOOD & UNDERSTANDING of how it is made up in the Body.
In the previously published  Health Post you were mad aware of the HEART  & the CIRCULATION.
Now after the Post on the Musculo-Sketetal System, I have given you the details that>>>
There are CELLS (Red & White and Platelets.
These flow in the liquid medium called PLASMA It is the Plasma that carries the Hormones, Nutrients,Antibodies Etc. which are essential for the functioning of the Human Body. The System of Arteries & Veins and the Lymaphatics circulate this essential BLOOD to ALL parts of the Body.
The RED CELLS are essential for OXYGEN SUPPLY to Body.
The WHITE CELLS are for the DEFENCE of the Body & as per the shape & granules within they are involved in the different protective situations.
The PLATELETS are mainly for the COAGUALATION of the Blood. The Circulating Coagulation Factors & Platelets CLOG the SITE to prevent the Blood fro

m flowing out of the System

This protective function can sometimes lead to narrowing of the Arteries at the sites of the damage or the injury.
Please REFER to the DIAGRAMS & PICTURES for better understanding.
Hope you like this Post.
Dr. Chandravadan Mistry

 

 

Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્ત(૨૬)….મસક્યુલો-સ્કેલેટલ સીસ્ટમ (MUSCULO-SKELETAL SYSTEM ) માનવ તંદુરસ્તી (૨૮) …લીવર અને એનું કામ

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina  |  મે 7, 2014 પર 12:28 પી એમ(pm)

  Good info about Blood.

  જવાબ આપો
 • 2. pragnaju  |  મે 7, 2014 પર 1:32 પી એમ(pm)

  સરળ સ રસ સમજુતી
  જીનીયલોજીમાં લોહી શબ્દનો ઉપયોગ કોઇના પૂર્વજ, મૂળ અને વંશીય ઇતિહાસનો ઉલ્લેખ કરવા બ્લડલાઇન શબ્દની જેમ થાય છે. પરિવાર ઇતિહાસમા જ્યાં લોહી શબ્દનો ઉપયોગ થાય છે તેમાં બ્લ્યુ-બ્લડ , રોયલ-બ્લડ મિક્સ્ડ બ્લડ અને બ્લડ રિલેટિવ નો સમાવેશ થાય છે
  રોયલ માનવના લોહીનો રંગ લાલ હોય તો પણ ‘બ્લુ બ્લડ’ કહેવાય !
  કદાચ આઈ.એલ.ડી. હશે?

  જવાબ આપો
  • 3. chandravadan  |  મે 7, 2014 પર 2:16 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન,

   તમારો પ્રતિભાવ વાંચ્યો.

   વંશવેલા સાથે બ્લડ-લાઈન…અને હવે “જીન્સ”નો સબંધ.

   તમે રોયલ બલ્ડ સાથે “બ્લુ” બ્લડનો ઉલ્લેખ કર્યો.

   તો, પ્રથમ મને થયું કે વઈનમાં ભ્રમણ કરતું બ્લડ ઓક્ષીજન વગર “બ્લુ” દેખાય છે તેનો ઉલ્લેખ હશે.

   પણ “રોયલ” સાથે કેમ ?

   ગુગલ મારફતે, જાણ્યું કે ૧૮૩૪માં રોયલ શુધ્ધ માણસોના વંશને નિહાળતા એઓ “ફેર” ( ) હોવાના કારણે ચામડી પર દેખાતી વેઈન્સમાં ફરતા લોહીને “બ્લુ” જોતા સ્પેનીશમા શબ્દ અપાયો ” સાન્ગ્રે અઝુલ” જેનો અર્થ થાય “બ્લુ બ્લડ”

   આ પ્રમાણે રોયલ વંશ સાથે જોડાણ થયું

   ડો. ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 4. Ramesh Patel  |  મે 7, 2014 પર 2:16 પી એમ(pm)

  સરળ સ રસ સમજુતી..our identity ..Thanks for your valuable scientific
  writeup.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 5. Purvi Malkan  |  મે 7, 2014 પર 2:28 પી એમ(pm)

  બહુ સુંદર રીતે સમજાવેલું છે અંકલ 

  જવાબ આપો
 • 6. P.K.Davda  |  મે 7, 2014 પર 3:13 પી એમ(pm)

  લોહી વિશેની જાણકારી બહુ જરૂરી છે. લોકો જ્યારે ટેસ્ટ માટે લોહી આપે છે ત્યારે તેમને કંઈ જ જાણકારી હોતી નથી.

  જવાબ આપો
 • માનવ શરીરના અંગોની રચના અને તેની કાર્યપદ્ધતિ ને ખૂબજ સરળ અને રસપ્રદ રીતે સમજાવવાની કોશિશ કરેલ છે. ધન્યવાદ.

  જવાબ આપો
 • 8. chandravadan  |  મે 8, 2014 પર 1:25 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Wed, 5/7/14, Dharamshi wrote:

  Subject: Re: Fw: માનવ તંદુરસ્તી (૨૭)…લોહી અને લોહીમાં રહેલા સુક્ષ્મ તત્વો
  To: “chadravada mistry”
  Date: Wednesday, May 7, 2014, 9:15 PM

  HARI OM,

  WAW

  DHARAMSHI
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 9. Vinod R. Patel  |  મે 9, 2014 પર 1:27 એ એમ (am)

  We live in our body but we don’t care much to understand and learn about it .

  Such articles are very useful to learn about our body and keep it in

  good shape .

  જવાબ આપો
 • 10. ishvarlal R. Mistry.  |  મે 9, 2014 પર 7:23 પી એમ(pm)

  Chandravadanbhai, very nicely said about blood, without it we cannot survive.Thankyou for sharing.
  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: