Archive for મે 6, 2014

માનવ તંદુરસ્ત(૨૬)….મસક્યુલો-સ્કેલેટલ સીસ્ટમ (MUSCULO-SKELETAL SYSTEM )

 

 

File:Muscle posterior labeled.png

 

 

414 Skeletal Smooth Cardiac.jpg

The body contains three types of muscle tissue: (a) skeletal muscle, (b) smooth muscle, and (c) cardiac muscle. (Same magnification)
Muscle Tissue (1).svg

A schematic diagram of the different types of muscle cells (same order as above).

 

 

 

માનવ તંદુરસ્ત(૨૬)….મસક્યુલો-સ્કેલેટલ સીસ્ટમ (MUSCULO-SKELETAL SYSTEM )

 

“માનવ તંદુરસ્તી”નામે તમોએ અનેક પોસ્ટો વાંચી, અને માનવ શરીર કેવી રીતે બન્યું (બંધારણ) તેમજ આ યંત્રરૂપે એ કેમ ચાલે છે તેનું પણ જાણ્યું.

આવી જાણકારીમાં તમોએ શરીરને હાડકાઓરૂપે માનવનો આકાર નભે છે એવું પણ જાણ્યું. પણ, એની સાથે બહાર નજરે આવતી ચામડીની નીચે હાડકાઓ વચ્ચે જે “માંસરૂપી” ભાગ છે જેને “મસલ્સ” (Musle ) કહેવાય તે પણ માનવ શરીરના આકાર માટે ફાળો આપે છે. તો, આ પોસ્ટ દ્વારા તમોને આ “મસલ્સ” જેનો સબંધ હાડકાઓ સાથે નિહાળી આપણે આ વિષયની માહિતીને “મુસક્યુલો-સ્કેલેટલ” (Musculo-skeletal ) નામ આપીશું.

હાડકાઓને લગતા મસલો સિવાય શરીરની અંદર બીજી જાતના મસલો હોય છે ..તેને આપણે “સ્મુથ મસલો” કહીશું અને અહીં આપણે નીચે મુજબ જોઈ શકીએ છે>>>

(૧) હ્રદયને એક પંપ તરીકે કામ કરે તે “હ્રદયના મસલો” યાને “હાર્ટ મસલો” (Heart Muscle ).

(૨) આંતરડા/ફેફસાઓ/જઠર વિગેરેમાં આવેલા “સ્મુથ મસલો” (Smooth Muscles )

બહારના મસલો કે અંદરના મસલો એનું કાર્ય કરે તે માટે “નર્વસ સીસટમ” (Nervous System ) ની જરૂરત પડે છે.

મગજમાથી એક પ્રકારની સીસટમ જેનું નામ છે “ઓટોનોમસ નર્વસ સીસટમ” (Autonomous Nervous System ) …આની અસરથી અંદરના હ્રદય અને અન્ય ભાગો જરૂરત પ્રમાણે કાર્ય કરે…અહીં, માનવીની ઈચ્છા કે વિચારોની અસર ના હોય…દાખલારૂપે ફેફસાઓ નાના મોટા થાય અને થતા રહે.

પણ…બહારના હાડકા સાથે સબંધ રાખતા મસલો સાથે કેડના હાડકાઓ યાને “વર્ટેબ્રા ” (Vetebra )ની વચ્ચેથી જુદી જુદી નર્વસ બહાર આવે તેને સાઈનલ કોર્ડ (Spinal Cord )સાથે જોડાણ હોય અને આ રીતે મગજ સાથે. આ નર્વસ દ્વારા માનવી એની ઈચ્છા મુજબ મસલોનો સહકાર લઈ કાર્યો કરે છે. આ રીતે કાર્ય કરતા મસ્લોને “સ્કેલેટલ મસલો” (Skeletal Muscles ) કહેવાય છે.

આ પ્રમાણે તમોને સરળ ભાષામાં થોડી સમજ આપવા આ મારો પ્રયાસ છે.

મસલ્સ શું છે ?

માનવ શરીરમાં “માંસ” રૂપે જે મસલો છે તેમાં મુખ્ય પ્રમાણ “પ્રોટીન” ( ) નું છે. સાથે નજીવા પ્રમાણમાં થોડી ચરબી હોય.

આ મસલોને માઈક્રોસ્કોપ (Microscope ) દ્વારા નિરક્ષણ કરીએ તો અનેક “મસલ સેલ્સ” (Muscle cells ) નજરે આવે છે.

અહીં જે પ્રકારના તત્વો હોય તેના કારણે કદ લાંબુ કે ટુંકુ બની શકે…યાને “ઈલાસ્ટીસીટી” (Elesticity ) હોય છે.અહીં મસલ-બંધારણ માટે પ્રોટીન તત્વો બે નામે છે “એકટીન” (Actin ) અને “માયોસીન”( Myosin)

પ્રમાણે શક્ય થવા માટે શક્તિની જરૂરત પડે…એવા સમયે અન્ય તત્વોના કારણે “એટીપી” કે “એડીસોનીન ટ્રાઈફોસફેટ” ( Adisonine Triphosphate)નું બળવું અને એમાંથી શક્તિ શરીરને મળવું શક્ય થાય…આવા થતા ફેરફારોમાં “કેલસીઅમ”(Calcium ) તેમજ અન્ય “ઈલેક્ટ્રોલાઈટ” (Electolytes ) પણ ફાળો આપે છે.

 

એક સારરૂપે મસક્યુલો-સ્કેલેટલ સીસ્ટમનું જ્ઞાન ઃ

માનવ શરીરમાં ત્રણ માંસરૂપી તત્વો છે જેને બે વિભાગે નિહાળતા…(૧) બહાર હાડકાઓ સાથે જોડાયેલ “સ્કેલેટલ મસલો” અને (૨) શરીરની અંદર રહેલા “સ્મુથ મસલો” જે દ્વારા (૧) હ્રદય અને (૨) અન્ય અંગો ( ફેફસાઓ, આંતરડા, જઠર વિગેરે) જુદા જુદા કાર્યો શક્ય કરી શકે.

અહીં આપણે એ પણ જાણ્યું કે …આ બધું જ શક્ય કરવા માટે “નર્વસ સીસ્ટમ”ની ખાસ જરૂરત પડે છે.

મસલોને કામ કરતા રાખવા માટે ખોરાક દ્વારા મળતા તત્વોની પણ જરૂરત રહે..કે જે થકી, મરણ પામેલા સેલ્સની જગાએ નવા સેલ્સો બની શકે, અને જે સેલ્સો મસલરૂપે છે તેને “શક્તિ” મળી શકે.

આ પ્રમાણે વર્ણન કરી સૌને કંઈક સમજ આપવાનો આ મારો પ્રયાસ છે.

જે કાંઈ જાણ્યું તે અલ્પ છે…વધું જાણવું હોય તો તમારા ડોકટર પાસે માહિતી લેશો કે “ઈનટરનેટ” પર જઈ આ વિષયે તમો જાણી શકો છો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Health Topic is about the MUSCULO-SKELETAL SYSTEM of the Human Body.

The internal microscopic structure reveals the Muscle cells beeing made of 2 proteins namely (1) ACTIN (2) MYOSIN which gives the potential for the contractions & expansions in the size of the Muscles. The energy needed for this is derived from the ATP generated with a complex mechanism.

As the external body is attached as a UNIT of the MUSCLES & BONES functioning as one to bring about the intended movements/actions, the name is the Musculo-Skeletal System.

Apart from this, there are the ORGANS within our Body which need the muscles to perform their actions, These are called the SMOOTH MISCLES which are controlled bt the AUTONOMOUS NERVOUS SYSTEM & here there is NO voluntary Control.

The External Muscles attached to the Skeletal System is controlled bt the CENTRAL NERVOUS SYSTEM & here there is a provision for the VOLUNTARY CONTROL for the desired actions.

This is only a BRIEF BASIC Understanding of yet another System of the Human Body.

Hope you like this Post !

 

Dr. Chandravadan Mistry.

 

 

 

મે 6, 2014 at 12:44 એ એમ (am) 11 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,545 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031