Archive for મે 2, 2014

પુસ્તક વાંચન ઃ “જીવી જાણ્યું એવું ! કેવું ?”

Image (287)

પુસ્તક વાંચન ઃ “જીવી જાણ્યું એવું ! કેવું ?”
 
સોમવાર અને ૩૧મી માર્ચ,૨૦૧૪નો દિવસ એટલે ૨૦૭૦ની સાલે ચૈત્ર માસમાં “નવરાત્રી”નો શુભ આરંભ થયો.
આ દિવસે એક રજીસ્ટ્ર્ડ કવર પોસ્ટ દ્વારા મળ્યું. એ ખોલતા, મારી નજરે એક પુસ્તક હતું જેના કવર પર એક ફોટો સાથે નામકરણ હતું”જીવી જાણ્યું એવું ! કેવું ?”.તરત જ હું એ સુંદર પુસ્તક પર મોહી ગયો.વળી, મેં જ્યારથી જાણેલું કે આ પુસ્તક તૈયાર થઈને એનું વિમોચન પણ થઈ ગયા બાદ, આ પુસ્તક વાંચવા માટે હું અધીરો હતો કારણ કે એમાં મારા મિત્ર ગોદડભાઈ સાગરસણીયાના જીવન કહાણી હતી.
ઘણા જ આનંદ સાથે પુસ્તક ખોલી પ્રથમ તો હું એક પછી એક બધા જ પાનો નિહાળી ગયો….પાન ૧થી છેલ્લા પાન ૩૪૪ સુધી નિહાળી, અંતે પ્રગટ કરેલા કલર ફોટાઓભર્યા ૧૨ પાનોભરી “ગોદડભાઈરૂપી જીવનકહાણી” જાણી.
એકવાર, ઝલકરૂપે દર્શન કર્યા બાદ, હું ધીરેથી જુદા જુદા વિભાગે વાંચન કરી હૈયે ખુશીઓ ભરતો રહ્યો.જ્યારે પુર્ણ વાંચન શક્ય થયું ત્યારે મારા મનમાં થયું કે…હવે જ ખરેખર મેં ગોદડભાઈ જેવા મહાન વ્યક્તિને ઉંડાણથી પહેલીવાર જાણ્યા ! આ પહેલા, ગોદડભાઈ જ્યારે “અખિલ ગુજરાત પ્રજાપતિ સંધ”ના મુખપત્રક્ના તંત્રીપદ સંભાળી રહ્યા હતા ત્યારે આ નવી સંસ્થા વિષે જાણી હું પ્રભાવિત થયો હતો, અને જે કારણે આજીવન સભ્ય બની આ માસીક પોસ્ટથી મેળવી ગુજરાતના પ્રજાપતિ સમાજના હિત માટે થતી પ્રવૃત્તિઓનું હું જાણતો રહ્યો….જ્ઞાતિમાં “પોલીટીકલ”રસ જાગૃત કરવા માટે આ સંસ્થાઓ પ્રયાસ હતો એ મારા માટે ખુબ જ આનંદની વાત હતી. આવી ખુશીમાં મેં માસીકના તંત્રી ગોદડભાઈને પત્રો લખી મારા વિચારો દર્શાવવાની પહેલ કરી….ત્યારબાદ, ફોનો કરી એમની સાથે વાતો કરવાનો લ્હાવો લીધો….આ પ્રમાણે અમારી “મિત્રતા” શક્ય થઈ…અને એક પુષ્પરૂપે એ ખીલતી રહી. એમાં ગોદડભાઈને એક વડીલ સમાજ કાર્યકર્તા સ્વરૂપે મેં નિહાળ્યા…એમના જન્મસ્થળ “સાગરાસણા” ગામ કે એમના “કુળ” વિષે અજાણ હતો. એ સિવાય, એમની જીવનસફરમાં થયેલી અનેક ધટનાઓથી પણ હું અજાણ હતો. આ પુસ્તક વાંચન બાદ, હું ગોદડભાઈને “વધુ સમજી” શક્યો…અને અનેક વ્યક્તિઓના હૈયામાં ગોદડભાઈ માટે કેવી લાગણી હતી તે પણ જાણી શક્યો.
“સાગરાસણા”ગામ એક નાનું ગામ છે. એવા નામના ગામ સાથે સબંધના કારણે જ એમણે મુળ પ્રજાપતિ અટકને બદલે “સાગરાસણીયા” અટક અપનાવી હશે એવું અનુમાન મેં કર્યું હતું જ. ત્યાથી કેમ ક્યારે પાલનપુર સ્થાયી થવાનું થયું તે પણ જાણ્યું. વંશવેલા અને કુળ વિષે જાણી મને ખુબ જ ખુશી થઈ.૨૦૦૬માં હું પ્રથમવાર ગોદડભાઈને રૂબરૂ બીલીમોરાના સંમેલનમાં મળ્યો, અને એમના આગ્રહને વશ થઈ હું પહેલીવાર જાન્યુઆરી ૨૦૦૭માં આવ્યો અને ત્યારે એમના પત્ની મૂળીબેનની સાથે પરિવારના સર્વને મળી શક્યો હતો તેની યાદ તાજી થઈ.એવા સમયે, હું ગોદડભાઈના બાળપણ તેમજ એમની શિક્ષણયાત્રાને પણ વિગતભરપૂર જાણી શક્યો.ગોદડભાઈ એક હોંશીયાર વિધ્યાર્થી હતા પણ સાથે સાથે એઓ ઉંડો રસ હ્રદયે રાખી આત્મવિશ્વાસ સાથે ધ્યેયને પકડી આગેકુચ કરનાર વ્યક્તિ હતા જેનો પુરવો મળે છે એમણે શિક્ષક બન્યા બાદ પ્રાપ્ત કરેલી અનેક ડિગ્રીઓ.
પુસ્તકના પાન ૩૫થી વાંચન કરતા, જાણ્યું કે ગોદડભાઈના વંશો અસલ અત્યારના પાકિસ્તાનના લાહોર શહેરના નજીકના રહીશો હતા. ત્યાંથી, એઓ રાજસ્થાન વિસ્તારે આવ્યા અને અંતે અત્યારના ગુજરાત રાજ્યના સાગરાસણા ગામમાં પ્રથમ સ્થાયી થયા હતા. અહીં “રાજાભાઈ”ના બે પુત્રોમાં મોટા ગણેશ અને એમના એક પુત્રનું નામ હતું “ભીખાભાઈ” …જે હતા ગોદડભાઈના પિતાજી , જેઓ માટીકામ કરી ઈંટો/નળિયા અને વાસણો ઘડી અને સાથે થોડી જમીન ખેડી પરિવારનું ગુજરાન કરતા. એઓ ઓછું ભણ્યા હોવા છતાં શિક્ષણપ્રેમી હતા, અને એમના એવા પ્રેમ અને જીવનમંત્રોની અસર ગોદડભાઈ પડી હતી.સમયના વહેણમાં અને સંજોગો કારણે પરિવાર પાલનપુરમાં વસવાટ શરૂ કર્યો તેનું જાણ્યું.
૧૯૫૩માં પિતાજીના મૃત્યુ બાદ, પરિવારની જવાબદારી ગોદડભાઈએ સંભાળી. એઓ શિક્ષકની નોકરીએ સેવા કરતા સંકળાયેલ હતા ત્યારે ઘરની જવાબદારી એમના પત્નીએ સુંદર રીતે અદા કરી હતી…મહેમાનોની આવજાવમાં કે બાળકોને સમજ આપવામાં એમણે એમનું જીવન અર્પણ કરી દીધું હતું.ગોદડભાઈએ જો જીવનમાં કંઈક સફળતા મેળવી તેમાં એમના પત્નીનો “છુપો” ફાળો ખુબ જ અગત્યનો છે એવું મારૂં માનવું છે.
ગોદડભાઈને બાળપણ અને યુવાનીમાં પિતાજીના શબ્દો “પોતાના ગામમાં નોકરી ના કરવી”નું જાણી પ્રથમ નોકરી ગામ બહાર કરી જ શરૂઆત કરી હતી, અને ૧૯૩૮થી ૧૯૪૭ સુધી પરિવારથી દુર રહ્યા. ગોદડભાઈના જીવનમાં પિતાજીના ગુણોનો પ્રભાવ ઉંડો હતો. સાદાઈ અને સચ્ચાઈ સાથે સમાજ હિત કે જનકલ્યાણના પંથે ગોદડભાઈ હંમેશા રહ્યા અને એથી જ એમણે અનેકના દીલો જીતી લીધા હતા.કામકાજમાં બીઝી હોવા છતાં સમય કાઢી એમણે એમના સંતાનોને તેમજ “પૌત્રો/પૌત્રીઓને પણ કંઈક શીખ સાથે પ્રેમ આપવાનું કદી ચુક્યા ના હતા.
આ પુસ્તકના વાંચન દ્વારા મને અન્યના અભિપ્રાયોરૂપે ઘણું જાણવા મળ્યું….શાળામાં નોકરી કરતા અનેક બાળકોએ “ગોદડસર” સ્વરૂપે જાણ્યા…સમાજ કાર્યો કરતા અનેકે એક માનવ-કાર્યકર્તા તરીકે જાણ્યા….અને પરિવારના સૌએ “પિતાજી કે દાદા” સ્વરૂપે જાણ્યા. એ બધું જ પુસ્તકમાં લખાયું છે.ચાલો, પાલનપુરના કાળ હનુમાન મંદિર પૂજારી સીતારામબાપાના શબ્દોમાં ગોદડભાઈ”કર્તવ્યનિષ્ઠ કર્મયોગી”રૂપે ઉલ્લેખ કર્યો તેમાં ગોદડભાઈનું આખું જીવન સમાય જાય છે.અન્ય વ્યક્તિની નજરે નિહાળતા, પુસ્તકના પાનો ૧૭થી નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશ સાથે અન્ય સંદેશાઓમાં લેખરાજ બચાણીના પાન ૨૨ પરના શબ્દોમાં ગોદડભાઈ “એક કર્મઠ કાર્યક્રતા. સમાજસેવા તથા શિક્ષણ માટે સમર્પિત નિષ્ઠાવાન અગ્રણી છે…તેમની સાદગી સરળતા, સદભાવી જીવન એ તેમની મહાનતા છે”સૌના સારરૂપે છે.આ બધા સાથે એમના પુત્ર પીનાકીનના શબ્દોમાં “પિતાજી પાસે શિસ્ત,સમાજનું પાલન આયોજન અને સામાજિક જવાબદારી જેવી અનેક બાબતો શીખવા મળી, જે બદલ અમોને ગર્વની લાગણી થાય છે” અને દાદા સ્વરૂપે નિહાળનારાઓમાંથી કાશ્મીરાના શબ્દોમાં “દાદાની એક દુનિયા છે પણ અમારા માટે તો દાદા જ દુનિયા છે”…આ બે વ્યક્તિઓ દ્વારા પરિવારના સૌનો ગોદડભાઈ માટે ઉંડો પ્રેમ હતો તેના દર્શન સૌને થાય છે.
અનેક અભિપ્રાયોરૂપે પાન ૨૬૨થી ૩૦૮ સુધી લખાણો હતા. તો મેં ઘણું જ જાણ્યું.પણ, “પુસ્તક પ્રકાશન વેળાએ”ના શિવરામભાઈના લખાણે જાણ્યું કે પુસ્તકરૂપે જીવનકથા પ્રગટ કરવા માટે ગોદડભાઈ પ્રથમ મંજુર ના હતા, પણ અંતે “હા” કહી.પાન ૭થી પાન૯ સુધીની જયન્તિભાઈના હસ્તે લખાયેલ “પ્રસ્તાવના”વાંચતા વધુમાં જાણ્યું કે ગોદડભાઈની સંમતી બાદ જ “પ્રકાશન કમીટી” બની અને આ ભગીરથ કાર્ય હસ્તે લેવાયું.અને, ત્યારબાદ, પાન ૧૦ અને ૧૧ પર લેખક ભરતભાઈ ઠાકોરના “લેખકનું નિવેદન”માં “ગોદડભાઈના જીવનપ્રસંગો અને શૈક્ષણિક, સામાજીક સેવાઓની ઘટનાઓમાંથી પસાર થવાનું પ્રાપ્ત થયું તેને મારૂં સદભાગ્ય સમજું છું” વાંચી મારા હૈયે પણ એવી જ ભાવનાઓ જાગૃત થઈ કે આ સુંદર પુસ્તક દ્વારા મારૂં જીવન પણ ધન્ય થઈ ગયું !
આ મારા ઉપર કરેલા વર્ણન સાથે જો પાન ૨૬૨થી ૨૬૪ સુધીનું લખાણનો ઉલ્લેખ ના કરૂ તો એ મારી ભુલ કહેવાય. આ પાનો પર છે પુસ્તક માટે મેં મોકલેલ સંદેશો જેનું લખાણનું નામ હતું “ગોદડભાઈ અને ચંદ્રવદનની જોડી” અને એક કાવ્ય રચના હતી”ગોદડભાઈની ૮૭મી બર્થડેની યાદ”.આ લખાણમાં મેં જે કંઈ શબ્દોમાં લખ્યું હતું તે “મારા હ્રદયના ઉંડાણ”નું હતું. પ્રકાશન કમીટીએ યોગ્ય ગણી પુસ્તકમાં પ્રગટ કર્યું એ મારા માટે ગર્વની વાત છે…અનેક મહાન વ્યક્તિઓના સરખામણીમાં હું એક નાનો માણસ. પણ જરૂર ગોદડભાઈની નજીક પ્રભુની કૃપાથી જ આવી શક્યો હતો. એમના જીવનમાં હું એક “મિત્ર” પદને પામી શક્યો એ જ એમની ઉદારતા કે પ્રભુની કૃપા કહેવાય.જ્યારે પુસ્તકપાન ૧૨થી ૧૭ સુધી ગોદડભાઈએ ખુદ લખેલા લખાણ”અંતર વરસે અનરાધાર”મેં વાંચ્યું કે “શ્રી જયન્તિભાઈ બી.પ્રજાપતિ મને પણ ચાર વર્ષથી મારી જીવનકથાનું પુસ્તક પ્રગટ કરવાની વાતો કરતા હતા.પણ, મેં હંમેશા ના પાડી. ચાલુ વર્ષે ચંદ્રવદનભાઈ મિસ્ત્રીની બુક બહાર પડી એટલે તેમણે ફરીથી આગ્રહ કર્યો…..અને જે મિત્રો છે તે શ્રી જયન્તિભાઈ બી. પ્રજાપતિ, શ્રી શિવરામભાઈ એમ પ્રજાપતિ,શ્રી ભરતભાઈ ઠાકોર, શ્રી રમણીકભાઈ રાવળ, ડો. ચંદ્રવદન મિસ્ત્રી (U.S.A. ) અને શ્રી વસંતભાઈ મિસ્ત્રી (England )એ ફરી આગ્રહ કર્યો એટલે મેં અંમતિ આપી છે”આટલા શબ્દોથી મારા હૈયે આનંદ થયો. પણ આગળ લખાણે એમણે “ઋણ ક્યારે ચુકવાશે ?” લખ્યું. ત્યારે મારા મનમાં એક જ વિચાર હતો ઃ “ગોદડ્ભાઈ, તમે સંમતિ આપી તો જ સમાજના અનેકને લાભ થયો છે કારણ કે તમારૂં જીવન અનેકને પ્રેરણાઓ આપશે….જો પુસ્તક સ્વરૂપે ના હોત તો તમારૂ જીવન સમયના વહેણમાં ભુલાય ગયું હોત અને અનેકને પ્રરણાઓ કેવી રીતે શક્ય હોત ?” એટેલે જ હું તો એવું કહું છું કે “જે જગમાં થાય તે પ્રભુ ઈચ્છાથી જ થાય….એવા સ્વીકારમાં ગોદડભાઈ તમોને ફક્ત ખુશી જ હશે !”
આ પુસ્તક પ્રકાશન માટે પ્રકાશન કમીટીના સૌને મારા અભિનંદન !
શ્રી ગોદડભાઈને પણ અભિનંદન સાથે મારા અંતરની પ્રાર્થનાઓ કે તમો હંમેશા તંદુરસ્ત રહો અને અનેકને માર્ગદર્શન આપતા રહો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
લેન્કેસ્ટર. કેલીફોર્નીઆ, અમેરીકા.
FEW WORDS…
After the Publication of the Book on my Life, the close friends of Godadbhai Bhikabhai Sagrasaniya, asked for his permission to publish a book on his life….Godadbhai who did not show any interest for such book publication eventually agreed…& thus this Book “JIVI JANYU EVU ! KEVU ?”
I had the pleasure of reading this book.
I had known Godadbhai as he was the Editor of the Monthly Publication of “Akhil Gujarat Prajapati Sangh”.
As I wrote the letters I came to know him more..then contacted him by phones & I was closer to him. Finally I met him for the 1st time at the Internatinal Prajapati Conference which was held in December of 2006 at Bilimora, Gujarat. He insisted that I visit Palanpur & I did see him again in January of 2007.
I had become a “close friend”.
I had known him as a TEACHER, who loved the Education, and he was the inspiration to many students..he manged the privately run School at Palanpur.
He had the deep love for the Prajapati Samaj. He was a Social Worker uplifting the Community.People of all walks of life respected Godadbhai for his truthfulness, simplicity, and the dedication. Even at the age of 80 & beyond he was active.God had extended his life after a heart attack as he got the Heart Surgery….& even after such an event, he remains active for the Samaj work.
This book can be an INSPIRATION to others.
I am glad that the Book on Godadbhai’s Life is published.
My ABHINANDAN to the Book Publication Committee.
May Salutations to Godadbhai !
Dr. Chandravadan Mistry

મે 2, 2014 at 1:04 પી એમ(pm) 4 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,706 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031