હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !

April 30, 2014 at 4:36 pm 11 comments

 

હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !

 

ઘણીવાર મનમાં વિચાર આવે, શું હતો હું કે માનવ દેહ આજે મુજને મળ્યો ?

 
આવા વિચાર સાથે બીજો વિચાર આવે કે કોઈક સારા કર્મો કર્યા હશે તેથી જ આ દેહ મળ્યો ?

 

ફરી બીજો વિચાર મુજવે મુજને કે શું જે કરવાનું હતું એ પુરૂં ના કર્યું એથી જ ફરી જન્મ મળ્યો ?

 

આવા વિચારોમાં હું હતો ત્યારે અંદરથી કોઈ જાણે મુજને કાંઈ કહી રહ્યો,

 

જાણે, અચાનક મન મારૂં વિચારો મુક્ત થઈ અને સાંભળવા હું અધીરો થયો,

 

હું છું તારો આત્મા, આજે તને જે કહી રહ્યો છું એજ આ જીવનનો સાર રહ્યો.

 

હું જે પ્રમાણે આજ આ દેહમાં છું તે પ્રમાણે આદીકાળથી અનેક દેહોમાંથી હું પસાર થયો હતો,

 

કોઈવાર પશુ કે પક્ષી, તો કોઈવાર નાનો સરખો જીવ, જેનો માનવી અજાણ હતો,

 

કોઈવાર, નાનું મોટું વૃક્ષ કે કોઈવાર પાળેલ કે જંગલી પ્રાણીસ્વરૂપે હું જ હતો,

 

અને, હા, માનવ સ્વરૂપ પણ મળ્યું હતું કેટલી વાર એ કદી ભુલ્યો નથી,

 

જો,આજે આ માનવ દેહમાં છું ત્યારે, તકો જે છોડી તે ફરી યાદ આવે, એ ભુલાતી નથી,

 

જે તકોની હું વાત કરૂં એ તો પ્રભુમાં જ સમાય જવાની એ તકો હતી,

 

આત્મારૂપે તો હું જ પ્રભુઅંશ છતાં માનવ દેહ દ્વારા જ મારા ઉધ્ધારની ઘડી એ હતી,

 

યાદ કર, ગીતામાં શ્રી કૃષ્ણજીએ જે કહ્યું કે આત્મારૂપે હું અમર છું,

 

આવી અમરતાની સમજનું જ્ઞાન માનવ દેહે જ મળે એ પણ હું જાણું છું,

 

તો, આજે તને એ યાદ કરાવી, એટલી જ શીખ આપું છું તને,

 

કર્મો કરી,અધુરા પુન્યો કમાવાની આ તક મળી છે જો તને,

 

તો,સારા કર્મો ના કરી, આ માનવ અવતારની ધુળધાણી કરે ?

 

જાગ, ઓ સાથી મનવા, આ અવતારે પ્રભુનો મેળાપ કદી દે !

 

આજ છે એક ઈચ્છા મારી,હર માનવ દેહે એવું જ કહેતો આવ્યો છે હું,

 

હવે તો, સાંભળજે મનવા, કાલાવાલા તને કરી રહ્યો છું હું !

 

મન તો શાંત રહ્યું અને આત્માને સાંભળતું જ રહ્યું,

 

અંતે, શાંતીનો ભંગ કરી મનડું મારૂં જ બોલ્યું ઃ

 

ઓ ! આત્માજી, તને સાંભળતા, મારી ચંચળતા દુર થઈ,

 

હવે મને ખ્યાલ આવ્યો કે જ્યારે હું તારી પૂકારને સાંભળી,

 

ત્યારે જ હું ચંચળતા છોડી અને સ્થીર થઈ શક્યો,

 

જ્ઞાન આવું જો મેં જાણ્યું તે માટે આભાર તને દર્શાવી રહ્યો,

 

આપણે સાથે મળીને આ માનવદેહ દ્વારા પ્રભુની પાસ જઈશું,

 

નજીક પ્રભુ પાસે જઈ, એની જ કૃપા માટે અરજ કરીશું,

 

જે કાંઈ પુન્ય કામો હશે તો પણ એની કૃપા વગર છે બધુ અશક્ય,

 

એથી, તું અને હું નયને આંસુઓ લાવી, પ્રભુને મનાવી કરીશું શક્ય,

 

પ્રભુ તો છે દયાનો સાગર, પીગળશે દીલ એનું જરૂર હું કહું,

 

આ માનવ દેહ છોડવાના સમય પહેલા, આપણી વિનંતીથી પ્રભુ ખુશ હશે,

 

તો, આત્મા જો તું પ્રભુના અંસરૂપે પ્રભુમાં સમાય જશે તો મારૂં ત્યારે શું થશે ?

 

આટલા મનના શબ્દો સાંભળી આત્મા ધીરેથી મનને કહે ઃ

 

અરે, મનવા, શાને કરે તું એવી ચિન્તાઓ આજે ?

 

માનવ દેહરૂપે સમજમાં મનરૂપે તારો ફાળો છે અગત્યનો,

 

જે કાંઈ માનવ દેહતંત્રરૂપે શક્ય થયું એમાં મારો અને તારો ફાળો છે અગત્યનો,

 

મારામાં તું છુપાયેલું છે, ક્યાં છીએ અલગ આપણે ?

 

મારી સાથે તું પણ પ્રભુમાં સમાયેલું અને એ જ એક આપણે !

 

હવે, હું શરીર, મન, અને આત્માનો બનેલો વિચારે ઃ

 

ઓ ! વ્હાલા શરીર મારા સાથ દેજે મને આ જીવનમાં,

 

જે મનમાં વિચારોરૂપે હોય ત્યારે આત્માની પૂકાર સંભળજે આ જીવનમાં,

 

મન અને આત્મા જો એક હશે ત્યારે જ અમલ કરવા શરીરને કહેજે,

 

જે થકી, જે કર્મો થશે તેમાં ફક્ત સત્ય અને પવિત્રતા જ હશે !

 

તો જ, આ માનવ જન્મનો ઉધ્ધાર જરૂર હશે,

 

એવા ઉધ્ધારમાં પ્રભુ સાથે મિલન હશે !

 

સમજી ગયો,આ જ આ માનવ અવતારનો હેતુ રહ્યો,

 

હવે પ્રયત્નો હશે બધા આવી અંતીમ ગતી મળે,

 

પણ કાર્ય અધરૂં રહ્યું તો પ્રભુને ફક્ત એક વિનંતી રહે,

 

ફરી મુજને દેજે માનવ જન્મ કે અધુરૂં કાર્ય પુર્ણ બને,

 

જે થકી, બીજા અવતારે પ્રભુ સાથે મિલન શક્ય બને,

 

જો કદી, અપુર્ણા રહે, તો જન્મો જન્મ માનવ દેહ મુજને મળે,

 

જેમ પ્રભુભક્ત નરસીંહ મેહેતા કહી ગયા હતા આ જગને !

 

આટલું કહી સૌને ચંદ્રે તો ભુતકાળ કે મૃત્યુના વિચારો છોડી દીધા,

 

અને વર્તમાનમાં રહી, જનકલ્યાણ પંથે કર્મોને એક ટેવરૂપે અપનાવી લીધા !

 

કાવ્ય રચના ઃ તારીખ, એપ્રિલ,૩૦, ૨૦૧૪ ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

૩૦મી એપ્રિલનો દિવસ.

આજે કોમ્યુટર પર બેઠો હતો….ગુજરાતી ટાઈપ પેડ પર જઈ “મારા જ વિચારો”ને શબ્દ-સ્વરૂપ આપતો ગયો.

અને અંતે જાણ “મન અને આત્મા”નો સંવાદ થયો.

એની સાથે શરીર ધારણ કરેલ આ મનુષ્યથી શાંત રહેવાયું નહી.

છેલ્લે, “ચંદ્ર વિચારો”રૂપે શબ્દો વહી ગયા.

અને, આ રચના થઈ !

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Todays Poem in Gujarati created today.

And Published Today as the DIALOGUE between MIND & SOUL…and the FINAL SAY by HUMAN with the BODY.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

સ્વામી રાધાનંદજી પ્રવચનો આધારીત ઉધ્ધવ ગીતા ! પુસ્તક વાંચન ઃ “જીવી જાણ્યું એવું ! કેવું ?”

11 Comments Add your own

 • 1. P.K.Davda  |  April 30, 2014 at 4:58 pm

  ગીતામાં ભગવાને આવું જ કહ્યું છે.

  Reply
 • 2. pragnaju  |  April 30, 2014 at 5:32 pm

  મનની શક્તિનો કે મનના લયનો છે. ધ્યાન જેવી અંતરંગ સાધનામાં એકાગ્ર થયેલું મન ક્રમેક્રમે શાંત થઈ જાય છે અથવા તો આત્મસ્વરૂપમાં ડૂબી જાય છે

  આત્માને ઓળખી લો.

  उत्तिष्ठित जाग्रत प्राप्य वरान्निबोधत ।

  Reply
 • 3. Ratilalbhai  |  April 30, 2014 at 5:35 pm

  Very nice Bhai.You have given conclusion of Bhagwad Gita

  Reply
 • 4. pravinshastri  |  April 30, 2014 at 11:44 pm

  ખૂબ જ ગભીર અને ગહન વિષય આપે છેડ્યો છે. જો આ શરીરમાંથી “હું” ની બાદબાકી થાય તો જ આત્માનો સાક્ષાતકાર થાય. આપણા રેશનાલિસ્ટ મિત્રો આત્મા જેવી કોઈ વસ્તુ છે એ સ્વીકારતા નથી. શુધ્ધ સમજથી જે લાગણી જન્મે તેને આત્માના અવાજ તરીકે ઓળખી જીવન જીવાય તો તરી જવાય.

  Reply
 • 5. chandravadan  |  મે 1, 2014 at 12:47 pm

  This was an Email Response>>>>

  On Wed, 4/30/14, Dharamshi Patel wrote:

  Subject: Re: Fw: હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !
  To: “chadravada mistry”
  Date: Wednesday, April 30, 2014, 8:33 PM

  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar !
  Chandravadan

  Reply
 • 6. chandravadan  |  મે 1, 2014 at 1:34 pm

  This was an Email Response>>>>

  “Purvi Malkan” To: “chandravadan mistry”
  F

  બહુ જ સુંદર અંકલજી. આ સાથે એક વાત યાદ આવી ગઈ તે આપની સાથે શેર કરી રહી છુ.

  થોડા વર્ષો પૂર્વે અમે ટ્રેઇનમાં રાજકોટ થી મુંબઈ જઈ રહ્યા હતાં. અમારી સામેની સીટમાં એક પ્રૌઢવયનું દંપતી બેઠું હતું. જેવુ રાજકોટ છોડયું તે સાથે જ કાકાએ કાકીને કહ્યું કાંઈક ચવાણું કાઢોને. કાકીએ થેલામાંથી એક ડબ્બો કાઢ્યો તેમાં ખારી શીંગ હતી. બંને પતિપત્ની વાતો કરતાં જાય અને શીંગ ખાતા જાય. એમ કરતાં કરતાં થાન આવ્યું. ત્યારબાદ શીંગનો ડબ્બો બદલાયો ને અંદરથી લીલીદ્રાક્ષના દાણા નીકળ્યાં. (બંનેની વાતચીત ચાલું જ હતી) દ્રાક્ષ ખવાયા બાદ કાકાએ કાકીને કહ્યું પાણી આપ. તો કાકીએ થરમૉસ ખોલ્યું તેમાંથી પાણી આપ્યું. કાકાએ એક ઘૂંટ પીધો પછી કહે હુમ્મ વરિયાળીનું શરબત ….હં આ સારું કર્યું તમે કે થોડું વરિયાળીનું શરબત આપી દીધું આમેય બવ ગરમી છે. વાંકાનેર આવ્યું ત્યાં મસાલા દાળ વાળો આવ્યો ત્યાં કાકાએ બોલાવ્યો ત્યાં કાકી કહે અરે હમણાં જ તો દ્રાક્ષ ખાધીને આ દાળ કેમ લ્યો છો? તો કાકા કહે હું થોડો ગળકૂડો છું પણ તને તો તીખુ તમતમતું ભાવે છે ને તેથી તારા માટે લઉં છું ને જેમ તે મને દ્રાક્ષમાં કંપની આપી તેમ હું તને દાળમાં કંપની આપીશ.. કાકી કહે પણ….ત્યાં કાકા કહે પણ ને બણ શું કરવાનું આનંદથી ખાવાનું ને ખુશ રહેવાનુ. આ દાળ થોડીવાર સુધી ચાલી. સુરેન્દ્રનગર આવ્યું ત્યાં કાકી કહે એ સાંભળો છો થોડા ભજીયા લઈ લઈએ આ સુરેન્દ્રનગરના ભજીયા બહુ વખણાય છે. કાકા કહે હા તમે બેસો હું અબઘડી લઈ આવ્યો. ભજીયાની સાથે ચટણીને એમાં કાકા કાકીની મીઠી મધભરી વાતોએ રંગ જમાવ્યો. (અને અમે બેઠા બેઠા જોઈ જ રહ્યા) નવ વાગે વિરમગામ આવ્યું ત્યાં કાકા કહે કાઇ ખાવું છે? તો કાકી કહે ના ના કાઇ ખાવું નથી તમારે ? તો કાકા કહે એક કામ કર અંદરથી સલાડ કાઢ હું તને સુધારી દઉં. કાકાની વાત સાંભળી અંદરથી ટામેટા, કાકડી, કાંદા ને સફરજન નિકળ્યું. કાકાએ તે બધાની છાલ કાઢીને જીણું સમાર્યુ. કાકીએ છાલને ભેગી કરી કોથળીમાં ભરી અને કોથળી પાછી થેલામાં ભરી. કાકીએ અંદરથી લીંબુના ટુકડાને મીઠું-મરી કાઢ્યા અને કાકાના કાપેલા સલાડમાં મિક્સ કર્યા. પછી ડબ્બો બંધ કરીને કાકીને કહ્યું થોડીવારમાં લીંબુને મીઠાનો સ્વાદ સલાડમાં ભળી જાશે ને પછી આપણે જમવા બેસશું, પણ એ પહેલા અમદાવાદમાંથી થોડા પૂરીભાજી લઈ લઈએ.

  અમદાવાદમાં પૂરી ભાજી લીધા. અમદાવાદ છોડયા પછી બંને જમવા બેઠા જમવામાં પૂરી-ભાજી, થેપલા ને શાક, સલાડ, ચા, એની સાથે ગોળકેરીનું અને ખાટું અથાણું ને છેલ્લે વઘારેલા ખાટા ઢોકળા નીકળ્યાં. ( અમારુ કામ ફક્ત જોવાનું હતું.) બંને જમ્યા ચા પીધી. તે સાથે તે દિવસનું તેમનું રસોડુ પૂરું થયું તેમ અમને લાગ્યું. તેઓ પણ બધાની સાથે સુવાની તૈયારી કરવા લાગ્યા. ત્યાં કાકા કહે એક કામ કર તું ઉપર જઇ શાંતિથી સૂઈ જ હું અહી નીચે સૂઈ જઈશ જેથી કરીને સામાનનું ધ્યાન હું રાખી શકીશ. કાકાની વાત સાંભળીને કાકી ઉપર જઇ સુઇ ગયાં.

  રાત્રે ત્રણ વાગે આણંદ આવ્યું હશે ત્યાં અચાનક એલાર્મ વાગતા કાકા ઉઠ્યા ( એની સાથે અમારીયે નીંદર બ્રેક થઈ ગઈ) અને ક્યાંક ગયાં. થોડીવારમાં પાછા આવ્યા ને કાકીનેય ઉઠાડયા. કાકી પુછ્યું કે શું થયું? કાકા કહે જો આણંદ આવ્યું છે અમૂલનું મીઠું દૂધ લાવ્યો છું તારે માટે કાકી કહ્યું રાતે ત્રણ વાગ્યા છે તોયે કાં ઉઠ્યા? કાકા કહે પાછી ભૂલી ગઈ? તને અમૂલનું દૂધ ભાવે છે ને……ને આમેય તું ક્યારેય દૂધ ક્યાં પીવે છે આ એક દૂધ જે તને ભાવે છે.

  તે કાકા-કાકીનો આ પ્રસંગ અમે બોરીવલી પહોંચ્યા ત્યાં સુધી જોયો. બોરીવલીમાં પહોંચ્યા પછી કાકાએ ધ્યાનથી સામાનની સાથે કાકીને ઉતાર્યા, ને જે લેવા આવ્યા હતાં તેમને કહે તમે આ સામાન સંભાળો હું મારી …….( નામ ) ને સંભાળું. આગળનો રસ્તો અમારા બંને જુદો હતો તેથી અમે છૂટા પડી ગયાં. ઘરે જઇ અમે આજ દંપતી ઉપર વાત કરી રહયા હતાં. ત્યાં મારા કાકી કહે પૂર્વી આના પરથી તો આપણે બે વાત સમજવાની છે. પહેલું તો એ કે તેઓ બંને એકબીજાની ઇચ્છાને અને ભાવનાને કેવા સમજતા હતાં. શું તેમના જેવો પ્રેમ આપણી પાસે છે? અમે વાત કરતાં હતાં ત્યાં જ મારા કાકા આવી ગયાં તેમને જોઈ કાકીએ કાકાને પુછ્યું એ તમને ખબર છે મારો ગમતો રંગ ક્યો છે? કાકા કહે અરે અત્યારે રંગની વાત ક્યાં માંડીને બેઠી ચા- બા મળશે કે નહીં? કાકાની વાતથી અમે બધા ખડખડાટ હસી પડ્યા તે સાથે જ કાકી કહે જોયું? આપણને ખબર છે કે આમને શું ગમે છે ને શું નથી ગમતું પણ આમને? ને આમાથી બીજીવાત એ સમજવાની કે તમારી પાસે ભાથું કેટલું બાંધેલું છે. (જે તેઓ ઘરેથી લઈને આવેલા છે), ને કઈક વસ્તુ ખરીદવા માટે તમારી પાસે પૈસા પૂરતા છે. જો તેઓ આટલી વસ્તુ ખરીદી ને આટલી વસ્તુ (ખાવાની) તેમની પાસે હતી તેવું જ આ જીવનું પણ છે. આપણે જે અત્યારે ખાઈ રહયા છીએ તે ગયા ભવનું ભાથું છે એટ્લે કે વાસી ખાઈએ છીએ. પણ આવતા જન્મ માટે આપણે કાઇ ભાથું બાંધ્યું છે?

  પૂર્વી.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Abhar ! Khub Khub Abhar !
  So nice touching story of your life….reminded by this Post.
  I feel nice !
  Chandravadan (Uncle)

  Reply
 • 7. Vinod R. Patel  |  મે 1, 2014 at 1:52 pm

  હું શરીર, મન, અને આત્માની ફિલસુફી ની ચર્ચા આ પોસ્ટમાં કરી એ ગમી

  આત્મા અમર છે એમ ગીતામાં કહ્યું છે। શરીર ઘર બદલતું રહે છે ..

  આ જન્મમાં એવા કર્મો કરીએ કે ફરી ફરી જન્મ લેવો ન પડે .

  Reply
 • 8. ishvarlal R. Mistry.  |  મે 1, 2014 at 4:33 pm

  Chandravadanbhai, very nice post something to remember in life.What is said is true,thankyou for sharing this wonderful thoughts and saying.Some of this we also read in Gita.

  Ishvarbhai.

  Reply
 • 9. chandravadan  |  મે 2, 2014 at 2:30 pm

  This was an Email Response>>>

  On Fri, 5/2/14, Laxmikant Thakkar wrote:

  Subject: Re: Fw: હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !
  To: “chadravada mistry”
  Date: Friday, May 2, 2014, 3:11 AM

  Satya vachan
  jee!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Laxmikantbhai,
  This must be your 1st Comment.
  Thanks !
  Glad you read & liked this Post !
  Please Re-visit my Blog !
  Chandravadan

  Reply
 • 10. chandravadan  |  મે 2, 2014 at 2:37 pm

  This was an Email Response>>>>>

  On Thu, 5/1/14, Dharamshi Patel wrote:

  Subject: Re: Fw: હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !
  To: “chadravada mistry”
  Date: Thursday, May 1, 2014, 9:18 PM

  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshibhai,
  Thanks for your Response.
  You seem to like this Post.
  Next time please try to go to the bottom of the Post & click on the Comment..then you can type your Comment in English as you desire.
  I will be VERY HAPPY to read that Comment directly on the Site !
  Thanks for your Comment & your Support for my Blog !
  Chandravadan

  Reply
 • 11. pravina  |  મે 2, 2014 at 5:35 pm

  દેહ અને આત્માનો સંબંધ સરસ .

  “તું મુજમાં છે હું તુજમાં છું

  તું અને હું ભિન્ન નથી”.

  પ્રવિણાશ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

April 2014
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: