સ્વામી રાધાનંદજી પ્રવચનો આધારીત ઉધ્ધવ ગીતા !

એપ્રિલ 28, 2014 at 12:21 પી એમ(pm) 6 comments

 

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 1

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 2

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 3

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.

 

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 4

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over12 years on Uddhava Gita

AND….

To VIEW the UDHDHAV GITA & OTHER PUBLICATIONS CLICK on the LINK Below>>>

http://www.gitananda.org/catalog/books-2.html

સ્વામી રાધાનંદજી પ્રવચનો આધારીત ઉધ્ધવ ગીતા !
સમજાવું છું “ઉધ્ધવ ગીતા” જ્ઞાન, તે તમો સાંભળો,
જાણી, સમજી, તમે જીવન તમારૂં ધન્ય કરો !………….(ટેક)

૨૪ અધ્યાયોરૂપી છે આ બ્રહ્મજ્ઞાન,
જે, ચાર પુસ્તક-સ્વરૂપે સજાવેલું છે પરમજ્ઞાન,
જીવન ધન્ય થયું જેણે જાણ્યું એને,
ધ્યાન ધરી તમે સાંભળજો એને !……………………..(૧)

પ્રથમ પુસ્તકરૂપી ભાગે છે અધ્યાયો સાત,
તો, જાણો સાત અધ્યાયોરૂપી એનો સાર,
એવું જાણી, પ્રભુભક્તિ ખરી સમજાય,
બસ, ભાવ આવો જાણી, મુખેથી પ્રભુ ગુણલા ગવાય !…….(૨)

હવે, ઉધ્ધવ ગીતાનો પ્રથમ અધ્યાય તમે જાણો,
પ્રથમ અધ્યાય છે પ્રેમભક્તિનો ખરો પાયો,
શ્રી કૃષ્ણને વૈકુંઠ પધારવા દેવો કરે વિનંતી,
એવું સાંભળી, ઉધ્ધવજી શ્રી કૃષ્ણજીને કરે અરજી !…………(૩)

હવે, ઉધ્ધવ ગીતાનો બીજો અધ્યાય તમે જાણો,
અવધૂતના આઠ ગુરૂઓનું વર્ણનમાં એને સમજો,
પૃથ્વી, વાયુ, આકાશ, પાણી, અગ્નિ, ચંદ્ર, સુર્ય,કપોતી વાર્તાને આઠ ગુરૂ માનો,
કળયુગમાં માનવી જીવને, સંન્યાસ, ત્યાગ,ભક્તિને જરા જાણો !….(૪)

હવે, ઉધ્ધવ ગીતાનો ત્રીજો અધ્યાય તમે જાણો,
એ દ્વારા, બીજા નવ ગુરૂઓને પણ તમે જાણો,
અજગર, મહાસાગર, પતંગિયું, મધમાખી, હાથી, મધુહા, હરણ, માછલી વિષે તમે જાણો,
અને, અંતે નવમા ગુરૂરૂપે પીંગળાની વાર્તારૂપે કાંઈ સમજો !………..(૫)

હવે, ઉધ્ધવ ગીતાનો ચોથો અધ્યાય તમે જાણો,
એ દ્વારા, બીજા સાત ગુરૂઓને પણ તમે જાણો,
સમડી, બાળક, કુવારિકા,બાણ-બનાવનાર, સાપ, કરોળિયો, અને ભમરાને જાણો,
જે થકી, માનવ શરીર સહીત વૈરાગ્ય, સમત્વભાવને જરા સમજો !…….(૬)

હવે, ઉધ્ધવ ગીતાના પાંચમા અધ્યાયને તમે જાણો,
સંસાર અને આત્માની સમજ આપતા ભાવને જરા જાણો,
એવી સમજમાં, “ગુરૂ લક્ષણ”ને પણ જરા સમજો,
વિવેક, સુખ, મોહત્યાગરૂપે સંસારી સ્વભાવને જરા સમજો !……………(૭)

વધુમાં, પાંચમા અધ્યાયે સંસારી માયાનો પ્રભાવ જાણો,
વૈદિક વિધીઓ, સ્વર્ગ, નરકને પણ જરા જાણો,
જીવન ફેરાના કારણો સાથે સાતલોકોને પહેચાણો,
અંતે, પ્રકૃતિ, કર્મ, સુષ્ટિ રચના સાથે જીવોની સમસ્યાઓને સમજો !…….(૮)

હવે, ઉધ્ધવ ગીતાના છઠ્ઠા અધ્યાયને તમે જાણો,
એમાં, જીવ અને આત્માનો ભેદ જરા સમજી લ્યો,
સંત કોણ, એને સમજી જ્ઞાન, ભક્તિ માર્ગ પણ શીખી લ્યો,
એવી શીખમાં, પ્રભુ શરણું અને મુક્તિ પણ તમે જાણી લ્યો !…………(૯)

હવે, ઉધ્ધવ ગીતાના સાતમો અધ્યાય તમે જાણો,

સત્સંગના મહિમારૂપે જ્ઞાન મેળવવાનું જરા જાણો,

ગોપીરૂપી પરમ પ્રેમ ભક્તિને પણ જરા સમજો,

સંસારી વૃક્ષના મૂળ અને થડના જ્ઞાને કર્મયોગને સમજો !…….(૧૦)

 

આવું ઉધ્ધવ ગીતાનું વાંચન કરી, ભાગ બીજો તમે હસ્તે લ્યો,

આ પુસ્તક દ્વારા, અધ્યાય ૮ થી ૧૩ વિષે કંઈક જાણો,

એવા જ્ઞાન દ્વારા, સંસારી જીવન જીવવાનું રહસ્યનું જરા જાણો,

આવી પ્રભુપહેચાણ સાથે, માનવ જીવન બને ધન્ય એવું સમજો !……(૧૧)

 

હવે, ઉધ્ધવ ગીતાના આઠમો અધ્યાયને તમે જાણો,

અહીં, ત્રિગુણી પ્રકૃતિ જ્ઞાન વર્ણનને જરા સમજો,

એવા વર્ણન દ્વારા માયાનાશથી પજ્ઞા પ્રાપ્તિનું જાણો,

આ “હંસ”રૂપી ભગવાન આદેશને હવે જરા સમજો !…………………(૧૨)

 

હવે, ઉધ્ધવ ગીતાનો નવમો અધ્યાય તમે જાણો,

અહીં, આધ્યત્મ પ્રાપ્તિ અને ભક્તિમાર્ગના જ્ઞાનને પણ જાણો,

સ્વાર્થ કે કર્મફળ ત્યાગ સાથે તમ પવિત્રતાને જરા સમજો,

ભક્તિ પંથે “પ્રભુ સ્વરૂપ” મનનની શીખને હવે સમજો !…………….(૧૩)

 

હવે, ઉધ્ધવ ગીતાનો દસમો અધ્યાય તમે જાણો,

અહીં, “સિધ્ધિ”રૂપી જ્ઞાનને જરા તમે સમજો,

સર્વ વ્યાપી ભગવાનને સમજી, સાધનાઓને પણ સમજો,

આવી “પુર્ણ” સમજમાં વિગ્નો દૂર કરી, કાંઈ સિધ્ધિ તમે મેળવો !………(૧૪)

 

હવે, ઉધ્ધવ ગીતાના અગિયારમો અધ્યાય તમે જાણો,

એમાં સમાયેલ ભગવાનની વિભૂતિઓને પણ જાણો,

ત્રણ શક્તિઓ,સમત્વભાવ, યમ-મૃત્યુ અને ગાયત્રી મંત્રને જાણો,

“ભગવાન જ બધું છે !” એવા મંત્રરૂપી સમજ તમે જાણો !……………(૧૫)

 

હવે, ઉધ્ધવ ગીતાના બારમા અધ્યાયને તમે જાણો,

અહીં, સમજાવેલ ચાર વર્ણો અને જીવન આશ્રમોને પણ જાણો,

વર્ણ, ગુણો, ફરજો સમજતા, ગ્રહસ્થી જીવનને પણ જાણો,

એવી સમજ દ્વારા મોહમાયા ત્યાગની શીખને જરા જાણો !…………..(૧૬)

 

હવે, ઉધ્ધવ ગીતાના તેરમા અધ્યાયને તમે જાણો,

“ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ”ના જ્ઞાનને જરા જાણો,

એવા જ્ઞાનમાં ભક્તિ, સંન્યાસી જીવન અને સ્થિતપ્રજ્ઞને પણ સમજો,

અંતે, ગુરૂ અને વૈરાગ્યને સમજી, “પરમ ભક્તિ”ને હવે સમજો !……..(૧૭)

 

 

હવે, ઉધ્ધવ ગીતાના ભાગ બીજા પછી, ત્રીજો ભાગ હસ્તે લ્યો,

આ પુસ્તક વાંચને અધ્યાય ૧૪ થી ૧૯ તમે વાંચી લ્યો,

આવા જ્ઞાન દ્વારા ભક્તિ, જ્ઞાન, અને કર્મયોગોને ફરી સમજી લ્યો,

આટલા જ્ઞાનમાં “આત્મા”ને ઉત્પત્તિ અને પ્રલયરૂપે તમે સમજી લ્યો !…….(૧૮)

 

હવે, ઉધ્ધવ ગીતાના ચૌદમા અધ્યાયને તમે જાણો,

અનુભવ જ્ઞાન સાથે મોક્ષ અને દાન, તપ,શોર્યબળને પણ સમજો,

ભક્તિના ચૌદ લક્ષણો અને જ્ઞાનના પ્રકારો પણ સમજો,

આવી સમજ ઉધ્ધવજીને શ્રી ક્રુષ્ણજીએ કહી છે એવું જાણો !…………..(૧૯)

 

હવે, ઉધ્ધવ ગીતાના પંદરમા અધ્યાયને તમે જાણો,

અહીં ભક્તિ,જ્ઞાન, અને કર્મયોગોને ફરી તમે સમજો,

શુભ-અશુભની સમજ સાથે યોગ સંયમ અને નિષ્ઠાને જરા જાણો,

આવી અધ્યાયરૂપી સમજમાં “પ્રેમ પ્રભુભક્તિ”ને જરા સમજો !………..(૨૦)

 

હવે, ઉધ્ધવ ગીતાના સોળમા અધ્યાયને તમે જાણો,

સ્થળ, કાળાદિમાં, ગુણદોષ વિષે કંઈક તમે જાણો,

વેદોમાં વિધિઓનો હેતુ સાથે માનવ દેહ શુધ્ધિને જરા જાણો,

“સત્વ, રજસ, તમસ” સમજ છે વેદોના સારરૂપે એવુ તમે જરા સમજો !…….(૨૧)

 

હવે, ઉધ્ધવ ગીતાના સત્તરમાં અધ્યાયને તમે જાણો,

પ્રકૃતિ-પુરૂષ, અને જન્મ-મરણ પ્રકારોનું પણ જાણો,

ત્રણ ગુણો, નવ તત્વોનું જાણી, આત્મા અસ્તિત્વને જરા સમજો,

આત્મા અને શરીરનો ભેદ સમજી, મોહમાયાના બંધનો તમે છોડો !………..(૨૨)

 

હવે, ઉધ્ધવ ગીતનો અઠારમો અધ્યાય તમે જાણો,

આ અધ્યાય દ્વારા, “લોભી બ્રામણ” સાથે યોગમુક્તિને સમજો,

અનુભવજ્ઞાન, સહનશીલતા, મનની શાંતીની સમજ જરા જાણો,

એવી સમજે, અભિલાષા, પસ્તાવો, પ્રાયશ્રિતનું મહત્વ પણ સમજો !………(૨૩)

 

હવે, ઉધ્ધવ ગીતાના ઓગણીસમાં અધ્યાયને તમે જાણો,

અહીં, આપેલ આત્માનું “પુર્ણ” જ્ઞાનને જરા તમે સમજો,

સુષ્ટિની ઉત્પતિ અને પ્રલયની સમજમાં ખરૂં આત્માસ્વરૂપને જાણો,

માનવ જીવનમાં, પ્રકૃતિ સાથે જન્મ મરણના ફેરા અને મુક્તિને સમજો !…….(૨૪)

 

 

હવે, ઉધ્ધવ ગીતાનો પુસ્તકરૂપી ભાગ ચોથો તમ હસ્તે લ્યો,

આ પુસ્તક વાંચનમાં અધ્યાય ૨૦ થી ૨૪ વિષે તમે જાણો,

ભગવાને ઉધ્ધવજીને આપેલ “અંતિમ આદેશ”વિષે જરા જાણો,

અંતે તો, પ્રભુકૃપા દ્વારા જ છે “માનવ ઉધ્ધાર” એવું સમજો !………………(૨૫)

 

હવે, ઉધ્ધવ ગીતાનો વીસમો અધ્યાય તમે જાણો,

અહીં, સર્વ પ્રકારના ગુણો વિષેની સમજ ફરી જાણો,

ભલે, ત્રણ પ્રકારના ગુણો પણ “પ્રભુશ્રધ્ધા” અને “પ્રભુશરણું”નું મહત્વ તમે જાણો,

જે થકી, મનુષ્ય જીવન હેતું અને મુક્તિનું તમે સમજો !…………………….(૨૬)

 

હવે,ઉધ્ધવ ગીતાનો એકવીસમો અધ્યાય તમે જાણો,

“કામના” ની સમજ સાથે કુસંગ ત્યાગનું તમે જાણો,

સત્સંગ મહિમા સાથે અજ્ઞાનતાના ઉપાય વિષે પણ જાણો,

એવી “સમજ પરિવર્તન”માં માનવ ઉધ્ધારના દર્શન કરી લ્યો !…………….(૨૭)

 

હવે, ઉધ્ધવ ગીતાના બાવીસમા અધ્યાયને તમે જાણો,

ઉધ્ધ્વજીના “ક્રિયાકાંડના પ્રષ્ન આધારીત છે એવું તમે જાણો,

મૂર્તિપૂજા, અગ્નિપૂજા, અને અનેક વિધિઓ વિષે કાંઈ જાણો,

“અંતિમ વિધિ”નું સમજી, “ક્રિયાકાંડ”ને તમે અંતે સમજો !…………………(૨૮)

 

હવે, ઉધ્ધવ ગીતાનો ત્રેવીસમો અધ્યાય તમે જાણો,

જ્ઞાનયોગરૂપે મોહમાયાના કારણો સમજવાનો લ્હાવો સમજો,

જ્ઞાન માર્ગમાં વિઘ્નો સમજી, એના ઉપાયો પણ સમજો,

જ્ઞાન પ્રાપ્તિની નિશાનીઓ પણ જરા હવે સમજો !……………………..(૨૯)

 

હવે, ઉધ્ધવ ગીતાના છેલ્લા અને ચોવીસમા અધ્યાયને તમે જાણો,

અહીં, સમજાવેલ “મન સંયમ”રૂપી ભક્તિને જરા સમજો,

“શરણાગતી” રૂપી ભક્તિ કરવાના “પ્રભુ આદેશ”હવે જરૂર સમજો,

જે પ્રભુએ ઉધ્ધવજીને “અંતિમ આદેશ”રૂપે જે કહ્યો !………………..(૩૦)

 

ઉધ્ધવ ગીતારૂપી કાવ્ય કથા તમે જે આજે વાંચી,

તે, સ્વામી રાધાનંદજી પ્રવચનો આધારીત ચાર પુસ્તકસ્વરૂપે હતી,

ચંદ્રે તો, જે કાવ્ય સારરૂપે લખી, તે સૌએ સમજવાની રહી,

હવે તો, આ ચાર ભાગોરૂપી ઉધ્ધવ ગીતા વાંચવા સૌને ચંદ્રની અરજ રહી !……(૩૧)

 

“સ્વામી રાધાનંદજી પ્રવચનો”નું અસલ રેકોર્ડીંગ શકુંતલાજીએ શબ્દે શબ્દે ઉતાર્યું,

જેને, સુમંતભાઈએ ટાઈપ કરી, પાને પાને મુક્યું,

અંતે, “ગોપીકાજી” અને અરૂણભાઈએ પુસ્તકરૂપી સંપાદન કર્યું,

જે શક્ય થયું તે તો એક ભગીરથ કાર્ય થયું, એવું ચંદ્રે અંતે સૌને કહ્યું !…………….(૩૨)

 

કાવ્ય રચના ઃ તારીખ,ફેબ્રુઆરી,૧૨,૨૦૧૪              ચંદ્રવદન

( ફેબ્રુઆરી માસે હું કોલંબીઆ, સાઉથ કેરોલીનામાં હતો ત્યારે “ઉધ્ધવ ગીતા” ના ચાર ભાગો મારા હસ્તે હતા…એનું વાંચન એક “ઝલક” રૂપે કરી એના સારરૂપે આ કાવ્ય રચના પ્રભુની પ્રેરણાથી શક્ય થઈ છે….આ ગીતાના પુસ્તક વાંચન દ્વારા જ “ખરી અને પુર્ણ” સમજ હોય શકે, એથી મારી તો સલાહ છે કે સૌ આ ચાર ભાગો રૂપી “ગીતા” વાંચી શકે તો જ “પુર્ણ સમજ” મેળવવા પ્રયાસ કરે !)

 

બે શબ્દો…

આ પહેલાની પોસ્ટ દ્વારા મેં સ્વામી રાધાનંદજીનો પરિચય આપ્યો.

આ પોસ્ટ દ્વારા સ્વામીજીએ લખેલા અનેક પુસ્તકોમાંથી મને “ઉધ્ધવ ગીતા”વાંચવાનો લ્હાવો મળ્યો અને એની સાથે પ્રભુ પ્રેરણાથી ચાર પુસ્તકોના “સાર”રૂપે એક કાવ્ય રચના શક્ય થઈ તે જ આજે એક પોસ્ટરૂપે પ્રગટ છે.

સ્વામીજી ટેક્ષાસમાં રહે છે.

એમના વિષે વધુ જાણવું હોય તો….

ઈમેઈલ છે>>>>

gitananda@gmail.com

અને જો ફોનથી જાણવું હોય તો>>>>

૯૭૨ ૩૦૪ ૫૪૩૬

એમના પુસ્તકો વિષે જાણવું હોય તો નીચેની સાઈટ પર જવા વિનંતી>>>

http://www.gitananda.org/

આશા છે કે તમોને આ “લાંબી પોસ્ટ છે છતાં, સમય કાઢી વાંચી આનંદ થયો હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’ Post is Poem in Gujarati.

It is based on the reading of 4 Volumes of UDHDHAV GITA as per the Lectures og SWAMI RADHANANDJI who resides in TEXAS,U.S.A.

There are LINKS above to know more about Swamiji.

Hope you enjoy this Post !

Dr. Chandravadan Mistry

 

 

 

Entry filed under: કાવ્યો.

મારી નજરે સ્વામી રાધાનંદજી ! હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  એપ્રિલ 28, 2014 પર 2:20 પી એમ(pm)

  Bah saras

  જવાબ આપો
 • 2. pragnaju  |  એપ્રિલ 28, 2014 પર 2:36 પી એમ(pm)

  “સ્વામી રાધાનંદજી પ્રવચનો”નું અસલ રેકોર્ડીંગ શકુંતલાજીએ શબ્દે શબ્દે ઉતાર્યું,
  જેને, સુમંતભાઈએ ટાઈપ કરી, પાને પાને મુક્યું,
  અંતે, “ગોપીકાજી” અને અરૂણભાઈએ પુસ્તકરૂપી સંપાદન કર્યું,
  જે શક્ય થયું તે તો એક ભગીરથ કાર્ય થયું, એવું ચંદ્રે અંતે સૌને કહ્યું !

  ખૂબ સુંદર

  જવાબ આપો
 • 3. pravina Avinash  |  એપ્રિલ 28, 2014 પર 7:20 પી એમ(pm)

  “ગુરૂ ભાળ્યા ગીતા મંહી”

  અંતે, “ગોપીકાજી” અને અરૂણભાઈએ પુસ્તકરૂપી સંપાદન કર્યું,

  જે શક્ય થયું તે તો એક ભગીરથ કાર્ય થયું,

  પ્રવિ્નાશ

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  એપ્રિલ 28, 2014 પર 11:30 પી એમ(pm)

  ખૂબ જ ઉત્તમ, ચીંતનધારા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. P.K.Davda  |  એપ્રિલ 29, 2014 પર 9:09 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈએ ૨૪ અધ્યાય સમજી લઈને આપણને ટુંકાણમાં બહુ સારી રીતે સમજાવ્યા છે. ધન્યવાદ.

  જવાબ આપો
 • 6. kalpanaraghu  |  મે 3, 2014 પર 2:48 પી એમ(pm)

  Excellent.When u close to yr SOUL,samvaad takes place.
  Tyare aavi vacha futi nikale che.ane mate mind and SOUL nu merge thavu jaruri che.aa tamaru anternu creation che.Ame kon like karnaar?V. Good.Keep it up.This is ultimate.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: