નવસારી-પ્રેમીઓનું આમંત્રણ !

April 23, 2014 at 2:02 pm 8 comments

Navsari
નવસારી
city
Navsari is located in Gujarat

Navsari
Navsari

Location in Gujarat, India

Coordinates: 20°56′57″N 72°54′49″E / 20.9491°N 72.9136°E / 20.9491; 72.9136Coordinates: 20°56′57″N 72°54′49″E / 20.9491°N 72.9136°E / 20.9491; 72.9136
Country India
State Gujarat
District Navsari
Elevation 9 m (30 ft)
Population (2011)
• Total 163,000
Languages
• Official Gujarati, Hindi
Time zone IST (UTC+5:30)
PIN 396445
Telephone code 02637

નવસારી-પ્રેમીઓનું આમંત્રણ !

 

અરે ! નવસારી-પ્રેમી છીએ અમે,

પ્રેમથી બોલાવીએ તમોને અમે !…………(ટેક)

 

દક્ષિણ ગુજરાતમાં સુંદર શહેર જો નિહાળવું,

તો, પધારી, નવસારી શહેર તમે જરૂર નિહાળવું,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !….અરે !….(૧)

 

હાઈવે આઠ થી રોડટ્રીપ કરી તમે પધારજો,

નહી તો, ટ્રેઈનટ્રીપ કરી તમે પધારજો,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !…અરે !….(૨)

 

પહેલા બજારમાં જઈ, દાદાભાઈ નવરોદજી પુતળાને નિહાળજો,

એવા દર્શનમાં ભારત આઝાદી લડાઈને ફરી તમે યાદ કરજો,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !..અરે !…(૩)

 

વલ્લભ મીઠાની ખમણી કે ઈશ્વરમામાની પેટીશ ખાજો,

અને, કોલાહનું આઈસક્રીમ ખાવાનું પણ ના તમે ભુલશો,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !..અરે !….(૪)

 

દુધીઆ તળાવ પાળે બેસી, અસલ સુંદરતા વિષે વિચારજો,

પ્યારી પુણા નદીને જોવાનું પણ કદી ના તમે ભુલશો,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !..અરે !….(૫)

 

અસલ સુરત જીલ્લાનું નવસારી એક શહેર હતું,

ગર્વથી એક જીલ્લાસ્વરૂપે તમે આજે એને જોવું રહ્યું,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !…અરે !….(૬)

 

અંતે ચંદ્ર કહે ઃ બચપણમાં જે હૈયે હતું એ જ આજે કહ્યું,

પણ, આજનું નવસારી તો અતી સુંદર અને મોટું રહ્યું,

તો…અંતિમ સલાહે નવસારી તમે જરૂર પધારજો !..અરે !….(૭)

 

કાવ્ય રચના તારીખ,માર્ચ,૧૭,૨૦૧૪                    ચંદ્રવદન

 

 

બે શબ્દો…

નવસારી શહેરમાં જ પ્રગટ થતું ન્યુઝપેપર “પ્રિયમિત્ર”મને ઈમેઈલથી એમના તંત્રીશ્રી સુરેશભાઈ દેસાઈ દ્વારા મળે છે….એ વાંચી નવસારી શહેર તેમજ આજુબાજીના વિસ્તારના સમાચારો જાણી ખુબ જ આનંદ થાય છે.

અઠવાડીઆના ક્રમે એ “પ્રિયમિત્ર” આજે વાંચ્યું….પ્રભુની પ્રેરણા સાથે બચપણની નવસારી શહેરની “મીઠી યાદ” ફરી તાજી થઈ તેને જ મેં કાવ્યસ્વરૂપમાં ગુંથવા પ્યાસ કર્યો છે.

સૌ કોઈને પોતાનું “વતન” વ્હાલું લાગે…..કોઈ એના જન્મભુમી શહેર…કે પછી નાના ગામની યાદ હૈયે રાખી જીવનમાં આગેકુચ કરે…એવી જ યાદ ફરી ફરી સંજોગો સાથે તાજી થઈ જાય …એ જ એક સત્ય છે !

આ મારી પોસ્ટ વાંચી, નવસારી કે નવસારી નજીક જીવન ગાળેલ હશે તેઓ માટે જુની યાદ તાજી કરવાની ઘડી હશે…..જે કોઈની જન્મભુમી દુર હશે તેઓને આ પોસ્ટ દ્વારા પોતાના બચપણની યાદ તાજી કરવા તક આપશે.

સૌ પધારી આ પોસ્ટ વાંચે….આનંદ અનુભવે….કોઈ સમય હોય, ઈચ્છા હોય તો “પ્રતિભાવ” પણ આપશે એવી આશાઓ છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Reading about NAVSARI in the Newspaper “PRIYAMITRA” published by SURESH DESAI, I was inspired & created this Poem in Gujarati.

The Poem tells about NAVSARI, a city I had known since my childhood & loved by me even today.

Navsari had grown…and will continue to grow but the “old memories” will always remain.

As the RESIDENTS of NASARI, you are ALL INVITED to VISIT & SEE the city.

Hope you like the Kavya Post !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

એક ચમન અનુભવને મળ્યું કાવ્ય સ્વરૂપ ! ૨૦૧૪ની ભારતની ચુંટણી !

8 Comments Add your own

 • 1. Dhanjibhai  |  April 23, 2014 at 2:21 pm

  Sir,
  We very much like this Kavya Post.

  Sent from our I Pad
  Nirmla and Dhanjibhai
  Home phone: 718.690.3868
  Mobile phone: 978.430.2974
  apartment 9 B
  Greeley Village
  Lexington,MA,02421,USA

  >

  Reply
  • 2. chandravadan  |  April 23, 2014 at 3:10 pm

   Dhanjibhai & Nirmalaben,
   Namaste !
   May be this is your 1st Visit to my Blog.
   I am so happy that you came & you liked this Post.
   Thanks !
   Please do Re-visit my Blog.
   Chandravadan

   Reply
 • 3. pragnaju  |  April 23, 2014 at 4:23 pm

  સુંદર

  અમારા જીવનમાં નવસારી…૧૦-૬-૧૯૬૦ની ગોરાંભાયલી સવારે હું ઊનાઈથી નવસારી ડૉ.બામજીને ત્યાં ચૅક અપ માટે ગઈ હતી.મલકાતા મલકાતા મીઠી પારસી બોલીમા કહે- તું આવી જ કેવી રીતે ? સારું થયું, પણ હવે તારાથી જવાશે નહીં .ઝરમર વરસાદ શરુ થઈ ગયો હતો.
  આકાશમા મેઘ ગર્જના સાથે વિજળીનો ચમકારો થયો.અને વાત પૂરી થાય તે પહેલા તો હાથમા મજેનું બેબી! તે યામિની…

  Reply
 • 4. Anila Patel  |  April 23, 2014 at 6:17 pm

  Aapanu aamantran malyu jarur avishu kokvar pan aap malshon?
  Saras vatanani maheknu kavy.

  Reply
 • 5. Ramesh Patel  |  April 23, 2014 at 7:16 pm

  ખૂબ જ ભાવવાહી રીતે , વતન નવસારીની મીઠી યાદો તાજીતાજી કરી દીધી. ..અમે પણ મુલાકાત લઈ આનંદ માણ્યો છે..રેલ્વે સ્ટેશન નજીકની ખ્યાત અરૂણોદય લોજ , અમારા કુટુમ્બના જમાઈરાજ છે..મહેમાનગતિએ મળેલા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • Nice post . Love you navsari.

  Reply
  • 7. chandravadan  |  April 24, 2014 at 12:04 pm

   પારૂ,

   નવસારીની પોસ્ટ….અને, તારો પ્રતિભાવ ઘણા જ લાંબા સમય બાદ.

   વાંચી ગમ્યું !

   યાદ કરી પધાર્યાનો આભાર !

   ફરી બ્લોગ પર દર્શન થશે એવી આશાઓ.

   ડો. ચંદ્રવદન

   Reply
 • ખૂબ જ ભાવવાહી રીતે , નવસારીની મીઠી યાદો તાજીતાજી કરી દીધી. ..અમે પણ મુલાકાત લઈ આનંદ માણ્યો છે.. સત્તાપોર -હીરાબજાર, નારાયણ પ્રિન્ટીંગ પ્રેસ ના માળ ઉપર ઘણો સમય માટે એક કુટુંબીજન ને ત્યાં મહેમાનગતિ માણેલ છે. ટાટા મેમોરીયલ હોલમાં સંગીતની મહેફીલો પણ માણી છે. ખૂબજ સુંદર અને રહેવા લાયક શહેર…ની ફરી યાદ તાજી કરાવવા બદલ ધન્યવાદ.!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

April 2014
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: