એક ચમન અનુભવને મળ્યું કાવ્ય સ્વરૂપ !

એપ્રિલ 22, 2014 at 1:13 પી એમ(pm) 12 comments

telephone : Telephone icon 

 

એક ચમન અનુભવને મળ્યું કાવ્ય સ્વરૂપ !

 

ઘરની બહાર, મારા હસ્તે યાર્ડની સાફસુફી થાય,

અ્ચાનક ઘર અંદર ફોનની ઘંટડી સંભળાય,

 

સ્નેહીનો ફોન હશે એવા વિચારે હું ઘરમાં દોડ્યો,

ફોન ઉંચકતા, સામેથી કોઈ અજાણને સાંભળ્યો,

 

હતો એ સીક્યુરીટી સીસ્ટમ વેચવાવાળો,

‘ને એકદમ ફોન ના મુકવોનો સ્વભાવ આડે આવ્યો,

 

લાંબી, મીઠી સેલ્સ પીચ એ કરતો રહ્યો,

મૌન રહી ઠંડા કલેજે હું એને સાંભળતો રહ્યો,

 

ચુપ હતો અને અજાણની ધીરજ ખુટી રહે

“તમે ઘર માલીક કે ભાડે રહો?”એવું એ પૂછે,

 

સત્ય કહું તો સંવાદ જરૂર લંબાશે એ હું જાણું,

“ભાડે રહું” અચાનક બોલાયું કેમ એ ના જાણું,

 

“આઈ એમ સોરી, થેન્ક્સ”કહી ફોન કટ હતો,

“ખોટી લપ્પન છપ્પ્ન ગઈ”મારા મનમાં વિચાર હતો,

 

“ખોટું બોલવાનો પ્રથમ અનુભવ સુખકારી રહે”

એવું કહી, ચમન એનો આનંદ સૌને વહેચી રહે !

 

મિત્ર ચમનના અનુભવની આ તો વાત રહી,

ચંદ્રે ચમન શબ્દોને કાવ્ય સ્વરૂપે આજે સૌને કહી !

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૦,૨૦૧૪ ચંદ્રવદન

 

NOTE : 1 Stanza ADDED as suggested by VINODBHAI in this COMMENT, It is posted in the DIFFERENT COLOR

 

બે શબ્દો…

 

આ રચનાનું કારણ છે એક ઈમેઈલ.

હ્યુસ્ટન રહીશ ચીમનભાઈ પટેલનો એ ઈમેઈલ હતો.

લ્યોતમે વાંચો એ જ ઈમેઈલ >>>>

મિત્રો/સ્નેહીગણ,

મને થયું કે મારા આજના આ અનુભવની તમને જાણ કરું.
 
યાર્ડમાં છોડવાઓને પાણી પાઇ, ઘરમાં દાખલ થતાં ફોનની ઘંટડી સાંભળી.
 
વીકએન્ડમાં, છોકરાઓનો કે કોઇ સગાનો હશે વિચારી, ગતી વધારી ફોન સુધી પહોંચી જોયું તો, આર્લીગ્ટન ટેકસાસ વાંચ્યું! એટલે જ રિસીવર ઝટ ઊપાડ્યું.
 
સામાવાળાનો અવાજ સાંભળી થયું કે મેં ભુલ કરી! સીક્યોરીટીવાળો એની સીક્યોરીટી વેચવા નિકળ્યો હતો!
 
એકદમ મુકી નહિ દેવાનો મારો સ્વભાવ આડે આવ્યો!
 
પેલાએ એની વાણી મને પિરસવી શરું કરી દીધી!
 
આજકાલ દરરોજ કેટલા ઘરોમાં ચોરી થાય છે વગેરે વગેરે વાતોથી મને બીવડાવવાનો એનો પ્રયાસ હતો.
 
મે વિચારી લીધુ કે જો હું વચમાં બોલીશ તો અમારા સંવાદો લંબાઇ જશે અને હું એની જાળમાં ફસાયો સમજો. એટલે, મે મારા મનને મજબૂત પકડી રાખી એને બરોબર બોલવા દીધો. એને થયું હશે કે આ બોકડો આજે હાથમાં આવી જશે.
 
મને ચુપ જોઇ એણે પૂછ્યુંઃ
 
તમારું ઘર પોતાનું છે કે ભાડે?
 
ખોટુ બોલવાનો વિચાર મને ચમક્યો ત્યાં જ મારા મનડાએ કહ્યુંઃ તુ તો મંદિર ને મહાદેવ જાય છે તો તારાથી ખોટું ન બોલાય યાર!
 
પેલાને જવાબમાં મારાથી બોલાઇ ગયું; ભાડૅ!
 
પેલો બોલ્યો; આઇ એમ સોરી, થેક્સ!
 
આજ પહેલી જ વાર સામાવાળાની સાથે માથાકુટ કર્યા વગર ફોન કટ થઇ ગયો એનો આનંદ ખુબ જ થયો. એની પર, એક મસાલા ચા બનાવી પીધી ને તમને આ અનુભવ લખવાનો મુડ આવ્યો.
 
ખોટું બોલ્યાનો આ પહેલો અનુભવ સુખાકારી નિકળ્યો એનો આનંદ આપ સહુંને વહેચી રહ્યો છું.
“ચમન”

હવે, તમે મારા કાવ્યને સમજી શકશો.

ગમ્યું ?

આ જરા “હાસ્યભાવ” માં રહી કર્યું હતું.

ચીમનભાઈ પધારી “બે શબ્દો” લખશે તો મને આનંદ થશે…ભલે એઓ આવી લખે કે “ના આવડે કાવ્ય લખવાના નિયમો, શાને ઈમેઈલનું આવું કર્યું ?” ત્પ પણ મને મંજૂર છે.

અન્ય વાંચકોને પણ “જે હોય હ્રદયમાં તે કહેવાની છુટ છે !”

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Poem in Gujarati is based on an Email from a friend CHIMAN PATEL, who had written about a telephone call which was from an “Unkown” SALESPERSON.

The MESSAGE is if you ANSWER or SHOW any interest, you are in a LENGHTY CONVERSATION.

If you are SILENT or put down the Phone, you avoid that NONSENSE.

I am sure MOST of you had such an EXPERIENCE.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

ચમન અને ચંદ્ર વિચારોમાં રમતી મા ! નવસારી-પ્રેમીઓનું આમંત્રણ !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  એપ્રિલ 22, 2014 પર 1:42 પી એમ(pm)

  વડીલ ભાઈ ચીમનભાઈના અનુભવને તમે સરસ કાવ્યમાં મુક્યો .

  તમોએ બધી એમની વાત સરસ કહી પણ છેલ્લે જે ચોટની નીચેની વાત

  હતી એ કહેવાની તો રહી ગઈ . મજા એ વાક્યમાં હતી .

  ખોટું બોલ્યાનો આ પહેલો અનુભવ સુખાકારી નિકળ્યો એનો આનંદ

  જવાબ આપો
  • 2. chandravadan  |  એપ્રિલ 22, 2014 પર 2:05 પી એમ(pm)

   Vinodbhai,
   As you said….I added the Lines …& posted within the Poem in different color
   Thanks !
   Chandravadan

   જવાબ આપો
 • 3. pragnaju  |  એપ્રિલ 22, 2014 પર 1:53 પી એમ(pm)

  માર્શલ મેકલુહાને એક સૂત્ર વહેતું મૂકેલું : ‘મિડિયમ ઈઝ મૅસેજ.’ આ સૂત્રમાં મૅસેજ શબ્દ ખૂબ મહત્વનો છે. મૅસેજ એટલે સંદેશો. સંદેશો મોકલવાની અનેક રીત છે. જ્યાં જ્યાં પ્રત્યાયન કે કૉમ્પ્યુનિકેશન થાય ત્યાં સંદેશો એક નાકેથી બીજા નાકે પહોંચે છે. વક્તા લાંબું પ્રવચન કરે, પણ કોઈ સમજે નહીં ત્યારે શું બને છે ? મૅસેજ રિસીવ થયો, પણ રજિસ્ટર ન થયો. આવું બને ત્યારે શ્રોતાઓ બગાસાં ખાય છે તોય વિદ્વાન વક્તા માઈક છોડતા નથી. સભામાં બગાસું ખાવું એ શ્રોતાનો સૌથી નિખાલસ અભિપ્રાય ગણાય
  તેવી રીતે અણગમતા ફોન બંધ કરાવવાની પણ પધ્ધતિ હોય છે સંભળાતું નથી તેમ વારંવાર કહી તે કંટાળીને ફોન બંધ કરે…!

  જવાબ આપો
 • 4. pravinshastri  |  એપ્રિલ 22, 2014 પર 2:21 પી એમ(pm)

  મજા આવી, હું આવું અસત્ય બોલવાનું પાપ કરતો રહીશ. આપના આ કાવ્ય પછી જરાયે વસવસો નહીં રહે.

  જવાબ આપો
 • 5. Anila Patel  |  એપ્રિલ 22, 2014 પર 4:09 પી એમ(pm)

  Ek vakhat manas koi bhool kare ane laabh thay etle varanvar evi bhool karavnu man thay ane pachhito e aadat bani jay.

  જવાબ આપો
  • 6. chandravadan  |  એપ્રિલ 22, 2014 પર 4:27 પી એમ(pm)

   Anilaben,
   Your say is 100% True.
   In this Post, the STYLE is a JOKE (lighter side), but the Message is NOT to tell the UNTRUTH anytime but to be SILENT ( Maun) & the the ANNOYANCE (or Galiya) can rebound on the ANNOYER himself/herself.
   ADAT(Habit) must always be with the TRUTH.
   Chandravadan

   જવાબ આપો
 • 7. Capt. Narendra  |  એપ્રિલ 22, 2014 પર 8:01 પી એમ(pm)

  Thanks for sharing the post. There are however two points I would like to make. Anything said or done in support of an unethical action is either born out of remorse or justification of one’s negative action.

  The second point, to my mind is the complete disregard of the feelings of the person at the other end of the line. What if Shri Chamanbhai had cut short the telesales person in the beginning and told him that before he could pitch his sales talk, is that he is not interested? That would have saved him from telling untruth. He would not have felt the need to justify his action by telling it to a saintly person like Dr. Mistry and boasting about celebrating the untruth with a cup of masala tea. I’m sorry, I could not see the ‘style of joke’ in the whole episode.

  જવાબ આપો
  • 8. chandravadan  |  એપ્રિલ 22, 2014 પર 10:16 પી એમ(pm)

   Narenbhai,
   My earlier Response just taking as as a “joke” can be misinterpreted or “abused” by someone.
   You have the point !
   You are right ….there can be the “alternative way” of NOT showing the interest in the Caller.
   May this was NOT an ACTUAL EVENT at all & a “fictional” for creation of a “Joke”.
   Narenbhai, I see understand your THOUGHTS.
   Thanks for your Comment !
   Chandravadan

   જવાબ આપો
   • 9. Capt. Narendra  |  એપ્રિલ 24, 2014 પર 11:01 પી એમ(pm)

    Chandravadanbhai,
    It was just a thought that I expressed, It is not a reflection on anything anyone has said or written.

 • 10. pravinash  |  એપ્રિલ 22, 2014 પર 10:58 પી એમ(pm)

  It is like Blessings and disguise.

  જવાબ આપો
 • 11. chandravadan  |  એપ્રિલ 23, 2014 પર 3:02 એ એમ (am)

  This was an Email Response>>>>

  On Tue, 4/22/14, Dharamshi Patel> wrote:

  Subject: Re: એક ચમન અનુભવને મળ્યું કાવ્ય સ્વરૂપ !
  To: “chadravada mistry”
  Date: Tuesday, April 22, 2014, 7:31 PM

  Hari om,,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 12. ishvarlal R. Mistry.  |  એપ્રિલ 23, 2014 પર 5:31 પી એમ(pm)

  Hello Chandravadanbhai, sometimes we get marketing calls,If the number shows not familiar, I would let it ring and let it go in voice mail.If you are not interested ignore it and erase.
  In otherwords donot be in a rush to pick up the phone.that is my thoughts.Unless if the caller number is familiar and you are sure .
  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: