મા ! મારી મા !

એપ્રિલ 19, 2014 at 12:54 એ એમ (am) 18 comments

gulab1

મા ! મારી મા !

મા, તું એક દેવી છે,

તું તો પુજવા જેવી છે,

 

મા, તું એક નારી છે,

તું તો વિશ્વની પ્યારી છે,

 

મા, તું એક મનુષ્ય રૂપ છે,

તું તો માનવબીજ રૂપ છે,

 

મા, તું એક ગર્ભધારી છે,

તું તો પોષણદાયી છે,

 

મા, તું લાગણીઓનો દરિયો છે,

તું તો મીઠા સ્નેહની જીવનધારા છે,

 

મા, તું કોઈની એક દીકરી છે,

તું તો જીવસર્જનદાયી છે,

 

મા, તું  પ્રભુને પ્યારી છે,

તું તો પ્રભુ-દર્શનની પ્યાલી છે,

 

મા,તું સંસારે એક સ્વર્ગરૂપી છે,

તું તો જગમાં મારૂં વૈકુંઠ છે,

 

મા, તુજ ગોદમાં હું રમ્યો,

આજે આનંદ એનો હૈયે રહ્યો,

 

હવે, નથી કોઈ ઈચ્છા ચંદ્ર હૈયે બાકી,

સંસારે પ્રભુને મળવા આશા મેં રાખી,

 

 

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૧૩,૨૦૧૩               ચંદ્રવદન

બે શબ્દો…

૧૩મી સેપ્ટેમ્બરના દિવસે….અચાનક “મા” વિષે એક લખાણ વાંચ્યું.

માતાની યાદ તાજી થઈ.

પ્રભુએ પ્રેરણા આપી.

અને, આ “સરળ”શબ્દોમાં મારો “ભાવ” પ્રગટ કર્યો.

વાંચો…તમે વાંચી તમારી માતાને યાદ કરો.

જો એ પ્રમાણે શક્ય થાય તો મારી આ રચનાને પ્રભુએ જ સફળ કરી એવું હું માનીશ !

ભલે, આ રચના સેપ્ટેમ્બર,૧૩,૨૦૧૩માં શક્ય થઈ હતી, પણ આજે એપ્રિલની ૧૯,૨૦૧૪નો દિવસ છે આ તારીખે ૧૯૮૮માં મારા માતૄશ્રીએ એમના પ્રાણ છોડ્યા હતા, અને પ્રભુધામે ગયા હતા. એથી, એમની આ મરણતીથીએ આ પ્રગટ કરી એમને યાદ કરી વંદના સહીત એક “અંજલી”  છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is 19th April,2014.

It is the DEATH ANNIVERSARY of my MOTHER who had died on 19th April in 1988.

Let this Poem on MA (Mother) be an ANJALI to her !

May all the READERS be reminded of their MOTHERS…may the MOTHERLY BLESSINGS be on ALL.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

ખરી મિત્રતાનું ફુલ ! ચમન અને ચંદ્ર વિચારોમાં રમતી મા !

18 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 19, 2014 પર 1:02 એ એમ (am)

  માતા તત્વ સ્વરુપે સદા સૌની સાથે….
  મારી ‘મા’ની પાસે હોય ગમે તે કષ્ટ તે મટી જાય,
  મનના જે હોયે મેલ મહારી ‘મા’ની પાસે જાય.

  મારી ‘મા’ની પાસે ત્રિવિધ ભલેને તાપ તે મટી જાય,
  જે અન્ય રસ તણા સ્વાદ સ્વાદ તે સર્વે શીતલ થાય.

  મારી ‘મા’ની પાસે આવો ત્યાં તો શાન્તિ શાન્તિ થાય,
  આનંદ અને આનંદવારિનું મીન સૌ બની જાય.

  મારી ‘મા’ તો મંગલ મધુર પુનિત છે, આવે તે પણ થાય,
  ‘પાગલ’માં, ‘મા’ માં, ભેદ મળે ના, હરખે હરખે ગાય.

  જવાબ આપો
 • 2. prdpraval  |  એપ્રિલ 19, 2014 પર 4:21 એ એમ (am)

  “માં” એક અનુભૂતિ થી એ પણ મેળ વી શકાય તેવો ઈશ્વરીય શ્વાસ છે.. સર્વે સ્વરૂપ માં અસ્ટ લક્ષ્મી રૂપ ખુબ સરસ વર્ણન છે. ખાસ તો સાચો અહેસાસ તેના ગયા પછ થતો હોય છે.

  જવાબ આપો
 • 3. chandravadan  |  એપ્રિલ 19, 2014 પર 12:16 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Fri, 4/18/14, himatlal joshi > wrote:

  Subject: Re: મા ! મારી મા !
  To: “chadravada mistry”
  Date: Friday, April 18, 2014, 9:48 PM

  બહુજ સુંદર માં
  વિષે લખ્યું છે
  ધન્યવાદ
  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataji,
  Namaste !
  Khub Khub Abhar.
  Chandravadan

  જવાબ આપો
 • 4. pravina Avinash  |  એપ્રિલ 19, 2014 પર 12:20 પી એમ(pm)

  મારી ‘મા’ની સ્મૃતિ હરપળ થાય

  મારી ‘મા’નો વિયોગ હરદમ વરતાય

  મારી ‘મા’નો અહેસાસ જીવન પ્રેરે

  મારી ‘મા’ની પ્રતિકૃતિ આયને નિરખાય

  ‘મા’ વિશે સુંદર આપના ભાવ ગમ્યા.

  પ્રવિણા અવિનાશ

  જવાબ આપો
 • 5. dhavalrajgeera  |  એપ્રિલ 19, 2014 પર 4:05 પી એમ(pm)

  “મા, એક દેવી મંગલ મધુર પુનિત જગમાં વૈકુંઠ છે.”

  Rajendra
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 6. chandravadan  |  એપ્રિલ 19, 2014 પર 4:28 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Sat, 4/19/14, wrote:

  Subject: Re: મા ! મારી મા !
  To: “chadravada mistry”
  Date: Saturday, April 19, 2014, 8:21 AM

  Ma ne Pranam.

  Sent from my iPad
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kalpanaben,
  Namaste !
  May be this is your 1st Response.
  Thanks !
  Please do visit my Blog again.
  May you enjoy the OLD Posts @ Chandrapukar !
  Chandravadan

  જવાબ આપો
 • 7. chaman  |  એપ્રિલ 19, 2014 પર 4:49 પી એમ(pm)

  મા વિષે તમારા વિચારો વાંચી દરેકને માની યાદ આવી જશે.
  સુંદર રચના, સુંદર વિચારો સાથે.

  પ્રાસ જળવાયો છે થૉડી પંક્તિઓ સિવાય જે મેં અહિ ટપકાવી છે તમારી સુવિધા માટે. સમય મળે ને એ સુધારાય તો સોનામાં સુગંધ ભળશે.

  મા,તું સંસારે એક સ્વર્ગરૂપી છે,
  તું તો જગમાં મારૂં વૈકુંઠ છે,

  મા, તુજ ગોદમાં હું રમ્યો,
  આજે આનંદ એનો હૈયે રહ્યો,

  મા,તું સંસારે એક સ્વર્ગરૂપી છે,
  તું તો જગમાં મારૂં વૈકુંઠ છે,

  મા, તુજ ગોદમાં હું રમ્યો,
  આજે આનંદ એનો હૈયે રહ્યો,

  ચીમન પટેલ “ચમન”

  જવાબ આપો
  • 8. chandravadan  |  એપ્રિલ 19, 2014 પર 5:37 પી એમ(pm)

   Chimanbhai,
   Thanks for such a nice Comment.
   I had added my words to your Kavya Panktio.
   This I had shared with you via the Email.
   Hope you liked my thoughts too.
   Please do revisit my Blog !
   Chandravadan

   જવાબ આપો
 • 9. chandravadan  |  એપ્રિલ 19, 2014 પર 8:26 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Sat, 4/19/14, Mansukhlal Gandhi wrote:

  Subject: મા ! મારી મા !
  To: “Dr.Chandravadan”
  Date: Saturday, April 19, 2014, 11:35 AM

  મા તો ખરેખર
  દેવીજ છે, અને દેવીને તો
  પુજવીજ જોઈએ….
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Mansukhbhai,
  Abhar ! Khub Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 10. chandravadan  |  એપ્રિલ 19, 2014 પર 8:51 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Sat, 4/19/14, Lalloo Parag Daya wrote:

  Subject: Re: મા ! મારી મા !
  To: “chadravada mistry”
  Date: Saturday, April 19, 2014, 1:30 PM

  Chandravanbhai—thank you
  for the excellent blog on MA. May your mother’s soul
  rest in eternal peace and may all members of the family feel
  happy and proud that they served Ma to the best of their
  ability. What Ma does to a family cannot be described in
  words only but in feeling for the sacrifice she made for the
  welfare of the members of the family and the community at
  large.
  Lalloobhai P.Daya—(Durban–S.Africa)
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Laloobhai,
  Namaste !
  I am so glad to read your words as your Comment.
  I think this is your 1st Visit/Comment on the Blog.
  I thank you so much for the Comment !
  I hope you will REVISIT my Blog again & again..& may you find a Post that you like again.
  All the Best for you & your Family.
  Chandravadan

  જવાબ આપો
 • 11. Purvi  |  એપ્રિલ 19, 2014 પર 9:13 પી એમ(pm)

  Bahu sundar

  જવાબ આપો
 • 12. Ramesh Patel  |  એપ્રિલ 20, 2014 પર 1:39 એ એમ (am)

  સુંદર રચના, સુંદર વિચારો સાથે.

  માવલડી – રમેશ પટેલ ‘આકાશદીપ’

  તું રે માવલડી ચંદન તલાવડી

  જગની તરસ્યું છીપાવે જી રે

  બા બોલું ને ઝૂલે રે બાળપણ

  આયખે કેસર ઘોળે જી રે

  માનો તે ખોળો પ્રેમનું પારણું

  સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે

  જનનીનું હૈયું ધરણીનું ભરણું

  નિત નિત વ્હાલે વધાવે જી રે

  અમી વાદલડી વરસે નયનોથી

  જીવનમાં તૃપ્તિ સીંચે જી રે

  તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી

  દીઠું ઋણી જગ સારું જી રે

  મા ને ખોળે ઝૂલ્યા જાદવજી

  વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે

  પૂજું મા તને ચરણ પખાળી

  તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

  રમેશ પટેલ ‘આકાશદીપ’

  જવાબ આપો
  • 13. chandravadan  |  એપ્રિલ 20, 2014 પર 2:50 એ એમ (am)

   રમેશભાઈ,

   આવ્યા ..અને આ સુંદર પ્રતિભાવ સાથે તમારી સુંદર રચના.

   ખુબ જ ગમ્યું ! આભાર !

   ચંદ્રવદન

   જવાબ આપો
 • 14. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  એપ્રિલ 20, 2014 પર 11:49 એ એમ (am)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ આપની તેમજ આદરણીય શ્રી રમેશભાઈ બન્ને ની રચના ખૂબજ સુંદર ભાવ સાહેની રહી. બન્ને વડીલોને વંદન સાથે ધન્યવાદ.

  જવાબ આપો
 • 15. chandravadan  |  એપ્રિલ 20, 2014 પર 3:05 પી એમ(pm)

  This was an Email Comment>>>>

  On Sat, 4/19/14, Dharamshi Patel wrote:

  Subject: Re: મા ! મારી મા !
  To: “chadravada mistry”
  Date: Saturday, April 19, 2014, 8:02 PM

  Hari om,

  ,Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshi,
  Thanks !
  May be 1st Comment.
  Hope you will revisit my Blog.
  Chandravadan

  જવાબ આપો
 • 16. chandravadan  |  એપ્રિલ 21, 2014 પર 12:40 પી એમ(pm)

  This was an Email Response>>>>

  On Mon, 4/21/14, Arwin Gosai wrote:

  Subject: Re: Fw: મા ! મારી મા !
  To: “chadravada mistry”
  Date: Monday, April 21, 2014, 3:41 AM

  Thanks for the message
  Arwin
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Arwinbhai,
  Thanks !
  Please do REVISIT my Blog !
  Chandravadan

  જવાબ આપો
 • 17. Vinod R. Patel  |  એપ્રિલ 21, 2014 પર 2:17 પી એમ(pm)

  હવે, નથી કોઈ ઈચ્છા ચંદ્ર હૈયે બાકી,

  સંસારે પ્રભુને મળવા આશા મેં રાખી,

  ——————-

  માનો પ્રેમ મળ્યો એટલે કે પ્રભુ મળ્યા

  માની ગોદમાં સ્વર્ગનું સુખ સમાયું છે

  માની ગોદમાં જે શીતળતા છે એ હિમાલયમાં પણ નથી હોતી।

  માં નો મહિમા અપરંપાર છે।

  માં એ માં બીજા બધા વગડાના વા

  એક માં શબ્દમાં આખું સાહિત્ય સમાઈ જાય છે .

  જવાબ આપો
 • 18. P.K.Davda  |  એપ્રિલ 21, 2014 પર 7:08 પી એમ(pm)

  મા તે મા, બીજા બધા વગડાના વા

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,313 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: