ખરી મિત્રતાનું ફુલ !

April 17, 2014 at 12:20 pm 10 comments

 Pragnaju Vyas's photo.

ખરી મિત્રતાનું ફુલ !

 

જગમાં છે તું એક પણ બનાવજે મિત્રો અનેક !……(ટેક)

 

કદી જીવનમાં કોઈને તેં જો મિત્ર કહ્યો,

તો, મિત્રતા નિભાવવાનો ભાગીદાર તું થયો !

 

હ્રદયમાંથી મિત્રતાનો સ્નેહ જો કદી હશે,

તો, ખરી મિત્રતા ખીલશે અને ખીલતી રહેશે !

 

તેં ભુલથી કદી મિત્રતા પર શક કર્યો,

તો, માનજે તારી મિત્રતા-પાયો જુઠો હતો,

 

હ્રદયભાવે બંધાયો જો મિત્ર કદી તારો,

તો, ના બોલાવે આવશે સહારે આ મિત્ર તારો,

 

કદી, ખોટા પંથે પડ્યો તું આ જીવનમાં,

તો, ખરો મિત્ર ટોંકશે તને આ જીવનમાં,

 

હ્શે મિત્રતાના વખાણો ભરેલા એના દીલમાં,

પણ, ના ઈચ્છા રાખજે સાંભળવા તારા દીલમાં,

 

એકબીજા પ્રત્યે વર્તન હશે જો આવું તમારૂં,

તો, જગમાં ખરી મિત્રતાનું ફુલ મહેકી રહ્યું તમારૂં,

 

ચંદ્ર કહે, આ જગમાં સ્નેહ સિવાય છે બીજું શું ?

એ જ આવશે તમ સંગે પરલોકમાં એટલું કહું હું !

 

કાવ રચના ઃ તારીખ,માર્ચ,૧૭,૨૦૧૪                 ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

એક ઈમેઈલ આવ્યો.

એની સાથે એક ગુલાબ ફુલ સાથે “મિત્રતા” વિષે હતું.

આ વાંચી, મારા મનમાં “મિત્રતાભાવ”ના નીર વહી ગયા.

એવા નીરમાં સ્નાન કરતા, આ રચના શક્ય થઈ છે.

તમોને ગમી ?

આ રચના વાંચી, તમે તમારા મિત્રોની યાદ તાજી કરો એવી મારા અંતરની આશા છે.

આ જગમાં “સ્નેહ” જ એક ભાથુ છે જે આપણી સંગે “પરલોક”માં આવી શકે છે…બાકીનું બધું જ આ જગમાં રહી જનાર છે….આજ એક “સનાતન સત્ય” છે….આ “સ્નેહ”  જ પુન્યરૂપી આપની “કમાણી” છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

The Poem in Gujarati is “KHARI MITRATANU FUL” meaning “A FLOWER of TRUE FRIENDSHIP”.

If the friendship is from the DEPTH of the HEART, it is the TRUE FRIENDSHIP.

A true friend will standby at the times of the difficulties…..he/she will not hesitate to SCOLD you if you are WRONG & always wish for YOUR BEST.

I hope like the Post & the Message.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

ઉંદર અને બિલાડીની મિત્રતા મા ! મારી મા !

10 Comments Add your own

 • 1. sapana53  |  April 17, 2014 at 12:35 pm

  ખરી મિત્રતામાં અવિશ્વાસ ના હોય અને જો મિત્ર્નું જરા પણ ખરાબ થતું હોય તો દિઅ બળી જાય…સુદામા અને કૃષન્ની મિત્રતા આપણી નજર સામે છે…મિત્રતામાં ગરીબ તવંગર નાનું મોટું પ્ર્ખ્યાત અપ્રખ્યાત બધું ભૂલવું જોઇએ એક નિર્મળ પ્રેમનું ઝરણ હોવું જોઇએ..સરસ કવિતા ગમી

  Reply
 • 2. pragnaju  |  April 17, 2014 at 12:45 pm

  ચંદ્ર કહે, આ જગમાં સ્નેહ સિવાય છે બીજું શું ?
  એ જ આવશે તમ સંગે પરલોકમાં એટલું કહું હું !

  સરસ

  Reply
 • 3. P.K.Davda  |  April 17, 2014 at 1:57 pm

  ખૂબ જ ઉત્તામ ભાવ, ઊંચા વિચાર. સરસ રજૂઆત.

  Reply
 • 4. Dilip Gajjar  |  April 17, 2014 at 3:01 pm

  ચંદ્ર કહે, આ જગમાં સ્નેહ સિવાય છે બીજું શું ?
  એ જ આવશે તમ સંગે પરલોકમાં એટલું કહું હું !
  Khub j sunder…

  Reply
 • 5. chandravadan  |  April 17, 2014 at 4:23 pm

  This was an Email Response>>>>

  On Thu, 4/17/14, Purvi Malkan wrote:

  Subject: Re: ખરી મિત્રતાનું ફુલ !
  To: “chadravada mistry” >
  Date: Thursday, April 17, 2014, 7:20 AM

  Sundar
  Rachana !
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Dr. Mistry (Uncle)

  Reply
 • 6. Ramesh Patel  |  April 17, 2014 at 4:52 pm

  એકબીજા પ્રત્યે વર્તન હશે જો આવું તમારૂં,

  તો, જગમાં ખરી મિત્રતાનું ફુલ મહેકી રહ્યું તમારૂં,

  ચંદ્ર કહે, આ જગમાં સ્નેહ સિવાય છે બીજું શું ?

  એ જ આવશે તમ સંગે પરલોકમાં એટલું કહું હું !
  ………………………………….
  સરસ ભાવાત્મક કૃતિ, જીવન સંદેશ દેતી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 7. Harnish Jani  |  April 17, 2014 at 9:57 pm

  બહુ સરસ ભાહ ગીત– અને સચ્ચાઈ અને પ્રેરણાથી ભરપુર.

  Reply
 • મિત્રતાના મૂળ નક્કી કરી શકાય નહિ, ખૂબજ સુંદર ભાવાત્મક કૃત્તિ !

  Reply
 • 9. Vinod R. Patel  |  April 21, 2014 at 2:20 pm

  મિત્રતાનું મુલ્ય રજુ કરતી ભાવવાહી રચના

  Reply
 • 10. SARYU PARIKH  |  April 22, 2014 at 2:42 pm

  સરસ ભાવભરી રચના. જીવનમાં સાચી, સારી મિત્રતા એ મોટો ખજાનો છે.
  સરયૂ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

April 2014
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: