અન્ન- દાન મહિમા !

April 12, 2014 at 12:59 pm 10 comments

Cartoon beggar. Vector clip art illustration with simple gradients. All in a single layer. - stock vector

અન્ન- દાન મહિમા !

જાણો તમે અન્નદાનનો મહિમા, કર લો અન્નદાન ! કર લો અન્નદાન, વધારો દાન મહિમા, વધારો દાન મહિમા !…….(ટેક)

અન્નદાનથી ભુખ્યાની ભુખ મટે, ભુખ મટે તો મન શાંત બને, એથી….કરો અન્નદાન, કરો અન્નદાન !….જાણો….(૧)

અન્નદાનને પૈસાથી કદી ના તોલો, પૈસાનું મુલ્ય કાંઈ નથી એવું સમજો, એથી….કરો અન્નદાન,કરો અન્નદાન !….જાણો…..(૨)

જગમાં દાનવીરો અનેક થઈ ગયા, સર્વ દાનવીરોમાં અન્નદાતારો ચમકી રહ્યા, એથી….કરો અન્નદાન,કરો અન્નદાન !…જાણો……(૩)

ભુખ્યો ભોજન ખાયને દુવાઓ દેશે, એવી દુવાઓમાં પ્રભુ રાજી હશે, એથી….કરો અન્નદાન,કરો અન્નદાન !…જાણો……(૪)

જલારામબાપાએ અન્નદાન યજ્ઞ કરેલો, બાપાના ભક્તોએ ભોજનદાન મહિમા જાણેલો, એથી….ચંદ્ર “તીથીભોજન” યોજના કરી આનંદ હૈયે ભરે !….જાણો…..(૫)

કાવ્ય રચના ઃ તારીખ જાન્યુઆરી,૨૦, ૨૦૧૪         ચંદ્રવદન .

બે શબ્દો…

આજની પોસ્ટ છે “અન્નદાન મહિમા”. મારા હૈયે અન્નદાન ઉત્તમ દાન છે એવી ભાવના હંમેશા રહી હતી. મારા ગુરૂ “જલારામબાપા”ના જીવનમાં અન્યને “ભોજન”આપવાના યજ્ઞની મને જાણ હતી. એવા ભાવે મારા ગામ વેસ્મા (જન્મસ્થળ)માં ત્યાંની હોસ્પીતાલમાં દર મહિને એક ગુરૂવારે દર્દીઓને ભોજન મળે એવી યોજના શક્ય કરી ખુબ જ ખુશી અનુભવી. આ વિચારને ફરી યાદ કરી….”અન્નદાન”વિષે કાવ્યરૂપે લખવા માટે પ્રેરણા થઈ. આ પોસ્ટ તમોને ગમે એવી આશા ! જે કોઈ આ પોસ્ટ વાંચે અને કોઈવાર ભુખ્યાને ભોજન આપે, તો મારા હૈયે ખુશી હશે. અને, કોઈ આ પોસ્ટ વાંચ્યા બાદ, “અન્નદાન”યજ્ઞરૂપે અમલમાં મુકે તો વધુ ખુશી. પ્રભુ અનેકને પ્રેરણા આપે એવી  અંતરની આશા !                

   

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’ Post is a Poem telling that FOOD DONATION….FEEDING the   HUNGRY is one of the GREATEST SERVICE to the HUMANITY. 

May this Post INSPIRE All.

If one is changed…I will be VERY HAPPY.

May God inspire ALL.

May you LISTEN to this>>>

http://www.youtube.com/watch?v=OEbqDi3HFR4&feature=related&noredirect=1

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

પાણી પીવડાવા માટે ચંદ્રની લગની ! અસહાયને સહાય !

10 Comments Add your own

 • 1. pragnaju  |  April 12, 2014 at 1:22 pm

  આપણા શાસ્ત્રમાં અન્ન- દાનનુ વિશેષ મહત્વ છે.પણ દાનનો હેતુ હોવો જોઇએ,

  દાનના મુખ્ય બે હેતુ છે શ્રધ્ધા અને શક્તિ,દાનની માત્રા નહિ પણ શ્રધ્ધા અને શક્તિ જ તેના ફળની વૃધ્ધી કે ક્ષય માટે કારણરૂપ હોય.શ્રધ્ધા વિના અપાતુ દાન નિષ્ફળ જાય છે,આ શ્રધ્ધા પણ વળી ત્રણ છે સાત્વિક,રાજસિક અને તામસિક.
  પરિવારનુ પાલનપોષણ કર્યા પછી જે સંપતિ બચે અને દાન થાય એને દાન કરવાની શક્તિ કહે છે
  શાસ્ત્રોમા આ નવ પ્રકારની ધન શક્તિનુ દાન થઇ શકતુ નથી – ન્યાસ,બંધક,દાન,દાનથી પ્રાપ્ત ધન,અન્વાહિત,નિક્ષિપ્ત અને સાન્વય. ધર્મ,અર્થ,કામ,લજ્જા,
  હર્ષ અને ભય દાનના આ છ અધિષ્ઠાન છે.
  * આયોજન વિના ફક્ત ધાર્મિક ભાવનાથી આપવામા આવતુ ધર્મદાન કહેવાય.
  * આયોજનવશ આપવામા આવતુ દાન અર્થદાન કહેવાય
  * * શુભ સમાચાર સાંભળી જે અપાય તેને હર્ષદાન કહેવાય.
  * નિંદા,હિંસા અને અનર્થના ભયથી ડરીને જે અપાય તેને ભયદાન કહેવાય.
  આ દાનનાં છ અંગો કહેવાયા છે.
  -ધર્માત્મા,દાનની ઇચ્છા રાખનાર,પવિત્ર અને આનંદિત કર્મથી વ્યવસાય કરનારો દાન કરી શકે.
  -સાત્વિક,દયાળુ,કુળ,વિધા અને આચરણથી શ્રેષ્ઠ દાન કરી શકે
  -દાન કરતી વખતે યાચક તરફ હાર્દિક ભાવ,અને દોષ દ્રષ્ટિ ન રાખનાર દાન કરી શકે

  Reply
 • 2. P.K.Davda  |  April 12, 2014 at 1:45 pm

  અન્ન દાનમ મહા દાનમ
  પ્રત્યેક કોળિયે ગૌ દાનમ

  Reply
 • 3. chandravadan  |  April 12, 2014 at 2:56 pm

  This was an Email Response>>>>

  From: Gohel Paresh
  To: chadravada mistry
  Sent: Saturday, April 12, 2014 7:43 AM
  Subject: Re: અન્ન- દાન મહિમા !

  Superbbbbbb
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pareshbhai,
  May be 1st time to my Blog.
  Thanks for your visit/comment
  Please Re-visit !
  Chandravadan

  Reply
 • 4. Purvi  |  April 12, 2014 at 3:54 pm

  Uncle aajkal anek bodh dayak rachnao lakho chhe .mane aapna veividhya Thi ghani j prerna male che

  Reply
 • 5. Vinod R. Patel  |  April 12, 2014 at 4:23 pm

  આપણી હિંદુ સંસ્કૃતિમાં દાનનો મહિમા ખુબ ગવાયો છે .

  એમાં ભુખ્યાને માટે દાન એ સારા પ્રકારનું દાન છે .

  દાન એવું હોવું જોઈએ કે જેથી લેનાર લાચાર ના બને અને આપનાર એને પ્રભુએ

  આપેલું દાન છે એમ માને .

  સંત કબીરનો એક દુહો યાદ આવે છે .

  જો કુછ કિયા સો તુમ કિયા , મૈ કછુ કિયા નાહિ

  કહીં કહીં જો મૈ કિયા ,તુમ હિ થે મુઝ માંહી ..

  તમારી સેવા ભાવના માટે ધન્યવાદ .

  Reply
 • 6. pravina  |  April 12, 2014 at 7:08 pm

  ભુખ્યાને ભોજન, તેમની આંરડી ઠારીએ તો આપણે પણ ઠરીએ.

  ખૂબ સુંદર કાર્ય બદલ અભિનંદન

  પ્રવિણા અવિનાશ

  Reply
 • 7. hirals  |  April 12, 2014 at 11:07 pm

  એવા ભાવે મારા ગામ વેસ્મા (જન્મસ્થળ)માં ત્યાંની હોસ્પીતાલમાં દર મહિને એક ગુરૂવારે દર્દીઓને ભોજન મળે એવી યોજના શક્ય કરી ખુબ જ ખુશી અનુભવી.

  બહુ સરસ,

  અમારે ઘરે મહિનામાં એક વાર ‘સિવિલ હોસ્પીટલ’ માટે ૨ ટીફીન બનતાં એ દિવસો યાદ આવી ગયા.

  Reply
 • 8. Ramesh Patel  |  April 14, 2014 at 5:29 pm

  જીવનનું સાફલ્ય આવી ભાવનામાં જ છે. આપશ્રી દ્વારા ભારતીય સંસ્કૃતિનાં ઝરણાં વહેછે.ડૉ.શ્રી ચંદ્રવદનભાઈની રચનાઓમાં સર્વ ધર્મનો સાર વહે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 9. Dilip Gajjar  |  April 15, 2014 at 2:25 pm

  કદી લુલા કે લંગડાને નિહાળી,
  દર્દ હૈયે અનુભવ્યું તમે ?
  કદી એવું થયું તો બહું જ સારૂ થયું,

  ભક્તિભાવના ઝરણાં બુક તૈયાર થઇ ગઈ છે
  ભાવ જ બીજા ને સહાય કરવા તત્પર કરે છે ..

  Reply
 • 10. ગોદડિયો ચોરો…  |  April 18, 2014 at 11:17 pm

  વાહ ડો. સાહેબ વાહ

  અન્નદાન મહિમાની જ્યોતી જગાવી જલારામાજી

  એના ગુણલાને ગાવાની સમજ આપે છે ચંદ્ર પુકારજી

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

April 2014
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: