પાણી પીવડાવા માટે ચંદ્રની લગની !

April 11, 2014 at 12:48 pm 8 comments

પાણી પીવડાવા માટે ચંદ્રની લગની !

લગની લાગી છે મને આજ, તરસ્યાને પાણી પીવડાવવાની, અરે ! ભાઈ, આવજો તમે પાણી પીવાના કાજ !…..(ટેક)

જાણ્યો હતો એક તરસ્યો મેં તો રણમાં રે, જાણ્યો હતો એક તરસ્યો મેં તો વનમાં રે, જેને તરસ લાગી હોય તે જ ખરેખર જાણે રે …….લગની….(૧)

તરસ્યાને કાજે મારે તો એક પરબ જ બાંધવી રે, માટલા કે નળમાંથી પાણી પીવાની સગવડ કરવી રે, તરસ્યો થઈ જેણે પરબ પાણી પીધું તે જ ખરેખર જાણે રે….લગની….(૨)

રહું નાનેરા ગામમાં ‘ને પાણી પીવા અહીં મળતું નથી રે, પીવાના પાણી કાજે દુર ચાલીને લેવાનું એ તો રહ્યું રે, તરસ્યાને કુવાની યાદ ત્યારે લાગે છે વ્હાલી  રે …..લગની….(૩)

કુવાના પાણી જ્યારે થાય ગાયબ ‘ને કુવામાં પાણી નાહી રે, ત્યારે, પાતાળ કુવા બાંધવાની યાદ મુજને સતાવે રે, તરસ્યાને જાણી, બોરહોલ પાતાળ કુવા ખોદવાનું પ્યારૂં લાગે રે …..લગની….(૪)

ચંદ્ર કહે, ભુખ્યાને અન્ન તેમ તરસ્યાને પાણી લાગે છે વ્હાલું રે, આજે, જ્યાં જરૂરત એવી, ત્યાં પાણીની સગવડ કરતા હૈયું બને પ્રભુવ્હાલું રે, તરસ્યાની તરસ જો ભાંગી તો ચંદ્ર હૈયે હોય ખુબ જ ખુશી રે,…..લગની……..(૫)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૯,૨૦૧૪                  ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે “પાણી”વિષે. મેં જાણ્યું હતું કે “ભુખ્યાની ભુખ કે તરસ્યાની તરસ મીટાડવું” એ મહાન કાર્ય છે. અન્નદાન અને “પાણીની સગવડ કે સેવા” …આ બન્ને સેવા ઉત્તમ કહેવાય. “તરસ્યો હોય તે જ તરસને જાણે”…તરસનું દર્દ શબ્દોમાં કોઈ નહી તો તરસ્યો જ કહી શકે. સૌરષ્ટમાં ઉનાળા સમયે કુવામાં પાણી ના રહે….કોઈ નાના ગામોમાં પીવાના પાણી માટે દુર દુર ચાલીને જવું પડે.એઓ જ પાણીનું “મુલ્ય” જાણી શકે.

નાનો હતો ત્યારે રસ્તા પર “પાણીની પરબો” ના દર્શન થાતા. થાકેલા અને તરસ્યા યાત્રાળુઓ માટે પરબ એક ખુશી હતી. “પાણીની સેવા”નો યજ્ઞ કરવા માટે મારૂં મન વ્યાકુળ હતું. એક “આશ્રમ”માં પીવા માટે પાણી વેચાતું લેવાતું હતું. મનમાં દુઃખ થયું. અને…બોર્ હોલથી ઉંડો કુવો હોય તો આ આફત દુર હોય શકે એવું હતું. બસ..મને પ્રભુએ પ્રેરણા આપી. ઉંડો “પાતાળ કુવો” કરવા માટે દાન સહકાર આપ્યો..ખોદતા ઉંડાણે પાણી મળ્યું….હવે ફેબ્રુઆરી,૨૦૧૪માં એક “પંપ” મુકી કુવાનું પાણી આખા વર્ષ હશે. બસ…આ વિચાર સાથે મારા હૈયે ખુશી છે !

આ પોસ્ટ વાંચી અન્યને “માનવ સેવા” માટે પ્રભુ પ્રેરણા મળે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

 

FEW WORDS…

This Post is a Poem in Gujarati about quenching of the THURST of the HUMANS.

WATER is the essential element for ALL LIVING BEINGS.

Humans reside in areas where the water can be scarce or one has to walk long distance to get it. These poeple know the value of the WATER.

Those who are really thirsty, suddenly finds a source of WATER…is always filled with joy.

Building WELLS….or the PARABS ( a place where one is provided the drinking water) or CREATING the PIPELINE so that village homes have the souce of water closeby is the GREAT SERVICE to the MANKIND.

May you LISTEN to BELOW>>>

Hope you like the Post.

Dr. Chandravadan Mistry

 

 

 

 

Entry filed under: કાવ્યો. Tags: .

શીવરામની જીવનયાત્રા ! અન્ન- દાન મહિમા !

8 Comments Add your own

  • 1. P.K.Davda  |  April 11, 2014 at 1:46 pm

    માનવતાનું કામ કરવા બદલ ધન્યવાદ. તમે પોતે જ પાતાળ કુવા જેવા છો, એટલે બારમાસી પાણીનો પૂરવઠો છે.

    Reply
  • 2. pragnaju  |  April 11, 2014 at 2:06 pm

    યાદ
    હવે એ રોજ યાદોના રણ શોધે છે
    અને ભુંસાયલા એના ચરણ શોધે છે

    સમયની આગ પણ જાશે શમી નિશ્ચે
    નકામો કેમ પાણી શરણ શોધે છે.

    ફરેછે લોક પાણીની પરબ સાથે
    હવે તો ઝાંઝવાં પણ હરણ શોધે છે….ગૃહિ‌ણી ઠંડા પાણીનો ઘડો લઇને એ મજૂરો પાસે પહોંચે છે. … એવા એ મજૂરોના તરસ્યા ખોબામાં ઠલવાતા કળશિયામાંથી ઠંડા પાણીની જે ધાર પડી એ તો કરુણાની કવિતા !પાણીની પરબ જેમ વટેમાર્ગુને મફત પાણી પીવડાવીને તૃષા તૃપ્તિ કરે છે તેમ બ્લૉગર બ્લૉગ દ્વારા વાચકની તરસ છીપાવે છે

    Reply
  • 3. pravinshastri  |  April 11, 2014 at 2:08 pm

    ઠેર ઠેર પાતાળકૂવાઓ બને તો તરસ્યાને પાણી મળી રહે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ રાજસ્થાન જેવા સ્થાનોએ તો આની ખૂબ જ જરૂર છે. જો કે હવે બોટલ વોટર એક ઉદ્યોગ તરીકે વિકસ્યો છે સમય બદલાતો જાય છે. એક યા અન્ય રીતે ચંદ્રની લગની વહેલી સંતોષાય એજ અભ્યર્થના.

    Reply
  • 4. pravina  |  April 11, 2014 at 2:24 pm

    ભુખ્યાને અન્ન તેમ તરસ્યાને પાણી લાગે છે વ્હાલું રે, આજે, જ્યાં જરૂરત એવી, ત્યાં પાણીની સગવડ કરતા હૈયું બને પ્રભુવ્હાલું રે, તરસ્યાની તરસ જો ભાંગી તો ચંદ્ર હૈયે હોય ખુબ જ ખુશી રે,

    Real Happiness.

    pravina Avinash

    Reply
  • 5. Vinod R. Patel  |  April 11, 2014 at 4:56 pm

    તરસ્યાની તરસ જો ભાંગી તો ચંદ્ર હૈયે હોય ખુબ જ ખુશી રે,…

    તમારી સેવાની ભાવના માટે ધન્યવાદ

    Reply
  • 6. sapana53  |  April 12, 2014 at 4:09 pm

    તર્સ્યાને પાણી પીવડાવવામાં ખૂબ પૂણ્ય છે…પરબ ને ફારસીમાં સબીલ કહે છે જે મોહર્મ મહીનામાં શીયા લોકો ઠેક ઠેકાણે નાખે છે કારણકે ઈમામ હુસેનને પ્યાસા શહીદ કરવામાં આવ્યા હતાં..તરસ્યાને જોઈને દિલ ના કંપે અને ભૂખ્યાને જોઇએને દિલ ના રડે તો સમજવવુ કે સીનામાં પાષાણ છે ..દિલ નહીં

    Reply
  • 7. chandravadan  |  April 14, 2014 at 12:41 pm

    This was an Email Response>>>>

    From: himatlal joshi
    To: chadravada mistry
    Sent: Sunday, April 13, 2014 9:49 PM
    Subject: Re: પાણી પીવડાવા માટે ચંદ્રની લગની !..New Post on Chandrapukar

    bahu sars chhe

    Ataai
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Ataji,
    Khub Khub Abhar !
    Chandravadan

    Reply
  • 8. ગોદડિયો ચોરો…  |  April 18, 2014 at 11:15 pm

    વાહ ડો. સાહેબ વાહ

    માનવતાની વહેતી સરિતાના સદગુણ તા ભર્યા સજ્જ્નને પ્રેમ

    ભરી પરબ માંડવાની લગની લાગી છે.

    લગની લાગી છે તરસ્યા ને પાણી પાવાની

    છે અનેરો માનવી મુઠી ઉંચેરો માનવી એને લાગી લગન પાણી પાવાની.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,305 hits

Disclimer

April 2014
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: