શીવરામની જીવનયાત્રા !

એપ્રિલ 9, 2014 at 5:05 પી એમ(pm) 13 comments

Family : child's drawing of the family on a bicycle, vector

gulab1

શીવરામની જીવનયાત્રા !

એક નાનકડા ગામમાં શીવરામ નામે એક માણસ રહેતો હતો.

એક નાના સરખા ઘરમાં રહતો હતો.

એની પાસે મિલકતમાં એક નાનું ખેતર હતું.

ખેતરમાં એ મહેનત મજુરી કરી એનું જીવન નિભાવતો હતો.

થોડા વર્ષો પહેલા જ એનું લગ્ન કરી એના પિતાજી ગુજરી ગયા હતા. માતાજીને તો એણે બચપણમાં જ ગુમાવ્યા હતા.

આથી, પિતાજીના અવસાન બાદ, શીવરામ ઘરમાં પત્ની શાંતા સાથે આનંદભર્યું જીવન ગાળતો હતો. એમને કોઈ સંતાન ના હતું. તેમ છતાં “એવી જ પ્રભુ ઈચ્છા હશે” એવા વિચારમાં બંનેનો સ્વીકાર હતો. પત્ની શાંતા દયાળુ અને પ્રભુભક્તિ પ્રેમી હતી. દ્વારે આવેલા સૌ કોઈનો સત્કાર કરતી અને ભુખ્યાને ભોજન આપવાનું એ કદી ચુકતી નહી. શીવરામ પત્નીને ખુબ જ પ્યાર કરતો. શાંતા પણ શીવરામની સેવા કરી આનંદ અનુભવતી.

આવા ખુશીભર્યા જીવનમાં એક દિવસ પત્ની શાંતા અચાનક બિમાર પડી. સાધારણ તાવ અને થોડો માથાનો દુઃખાવો હતો. શીવરામ પત્નીને નિહાળી કહેવા લાગ્યો ઃ

“શાંતા, હું ડોકટર પાસે જઈ તારા માટે દવાઓ લઈ આવું….તું જલ્દી સારી થઈ જશે !”

“અરે, શાને તમે ચિંતા કરો છો ? આ તો જરા તાવ છે તે ઉતરી જશે !” શાંતાએ આશ્વાશન આપતા કહ્યું.

શીવરામ તો પણ ડોકટર પાસે જવા વિચારી રહ્યો હતો, અને એવા સમયે, માથાના દુઃખાવો વધી ગયો. અચાનક એક ખેંચ આવી. શાંતાનું એક બાજુનું શરીર પર સ્ટ્રોકની અસર માલમ પડી, અને થોડી મીનીટોમાં એ બેભાન પડી. શીવરામ પત્ની નજીક દોડી ગયો અને જમીન પર પડેલી પત્ની તરફ નજર કરી બોલ્યો ઃ “શાંતા, શાંતા, બોલ શું થયું ?”

અ ભયભીત હાલતમાં હતો.શાંતાની વાચા સાંભળવા માટે આતુર હતો.

ત્યારે ફક્ત અઘોર શાંત વાતાવરણ હતું . એવા વાતાવરણમાં શાંતાના શ્વાસો ઝડપમાં ચાલી રહ્યા હતા, અને હ્રદયના ધબકારો સાથે શાંતાની છાતી ઉપરનીચે જતી નજરે આવતી હતી. અચાનક શ્વાસો વધ્યા, અને અંતે એક ઉંડા શ્વાસ સાથે શાંતાનું શરીર પ્રાણહીન હતું. આવા સમયે, શીવરામએ પત્નીના મસ્તકને પંપાળી રહ્યો હતો અને દિવાલ પર શ્રી કૃષ્ણના ફોટા તરફ નજર કરી, મનમાં એક જ વિચાર હતો ઃ “પ્રભુ, તારા દરબારમાં શું ખોટ પડી ? શાને તેં મારી વ્હાલી શાંતાને બોલાવી ?”

ફોટામા રહેલા શ્રી કૃષ્ણજી ચુપ હતા.

શીવરામ પ્રભુજીના ફોટાને નિહાળતો રહ્યો. અને, આજુબાજુના ઘરોમાંથી એ ત્રણ વ્યક્તિઓ ઘરમાં દાખલ થયા. દ્રશ્ય નિહાળી પત્ની શાંતાના મૃત્યુનું જાણ્યું અને શીવરામને આશ્વાશનના શબ્દો કહી હિંમત આપવા પ્રયાસ કરવા લાગ્યા.

“શીવરામ, પ્રભુની ઈચ્છા બળવાન છે. હવે હિંમત સાથે શાંતા માટે જે કરવાનું તે કરવાનું રહે છે “

આવા શબ્દો દ્વારા શીવરામના નયનેથી આંસુંઓ થોડા ઓછા થયા. શીવરામના મનમાં એક જ વિચાર હતો ઃ “પ્રભુ, તારી લીલા ન્યારી છે ! તારી ઈચ્છાનો સ્વીકાર છે !”

બસ, આવા વિચાર દ્વારા શક્તિ મેળવી, શીવરામે સંસારી રીત-રિવાજોનું પાલન કર્યું અને પત્ની શાંતાને દેહને અગ્નિસંસ્કાર કરી પૂજાઓ કરી.

હવે, ઘરમાં શીવરામ એકલો હતો.

ઘર બહાર એનું જીવન ખેતરમાં કામ કરી વહી રહ્યું હતું.

એક દિવસ, સાંજના જ્યારે એ ઘરમાં હતો ત્યારે ઘરના આંગણેથી કોઈની પૂકાર હતી ઃ

“ભાઈ, ચાર દિવસો ભુખ્યો છું …દયા કરી, કાંઈ આપો !”

શીવરામે પહેલીવાર આવું આંગણે સાંભળ્યું….પત્ની શાંતા એવા સમયે ઘરે હોય અને ઘર આંગણે આવેલને એ સહાય કરવા એ હંમેશા તૈયાર હતી.

આજે પત્ની શીવરામ સાથે ના હતી અને ઉપરથી પ્રેરણા રેડી.

શીવરામ રસોડામાં ગયો. રોટલા સાથે શાક લઈને એણે ઘરના દ્વારો ખોલ્યા. પ્રેમથી ઓટલે બેસાડી એણે અતિથીને ભોજન આપ્યું. એ જમી રહ્યો અને શીવરામ એને જોઈ રહ્યો. ભુખ્યાના મુખડે આનંદ હતો. એ નિહાળી શીવરામ પણ ખુશ હતો.

ભોજન કરી, પેલો દુબળો પાતળો માણસ વિદાય લેતા શીવરામને દુવાઓ દેતો દુર ચાલી ગયો. આ ઘટના શીવરામથી ભુલાતી ના હતી. અને, એક દિવસ, જ્યારે એ ખેતર પર કામ કરતો હતો ત્યારે બપોરના તાપમાં એક માનવી નજીક આવી કહે ઃ ” ભાઈ, મને ખુબ જ તરસ લાગી છે. પાણી મળશે ?”

શીવરામે પોતાનો વિચાર કર્યા વગર ઘરેથી લાવેલો લોટો ખોલી તરસ્યાને પ્રેમથી પાણી પાયું. એ પણ ખુશ થઈ શીવરામને આશિર્વાદો આપતો ગયો.

હવે, શીવરામનું જીવન બદલાય ગયું હતું. બે માનવીઓને સહાય કર્યાનો હૈયે આનંદ હતો.

“પ્રભુજી, હું કેવો મુર્ખ હતો. પોતાને એકલો સમજતો હતો. ખરેખર તો આ સંસારમાં હું અનેકની સેવા કરી શકું છું. સર્વ મારા જ છે તો એકલપણું કેવું ?” આવા વિચાર સાથે શીવરામે એક પરિવર્તન સાથે નવો જીવનપંથ ચુંટ્યો. શીવરામ ખેતીનું કામ કરતો રહ્યો. કમાણીમાંથી એનું ગુજરાન થતું હતું. અને, સાથે સાથે જનકલ્યાણના પંથે એ ખુબ જ આનંદીત હતો ! પ્રભુભક્તિમાં એના મનમાં એક અનોખી શાંતી હતી !

 

વાર્તા લેખન ઃ તારીખ, ફેબ્રુઆરી,૨૭,૨૦૧૪                             

(મહાશીવરાત્રીનો શુભ દિવસ )

ચંદ્રવદન

 

બે શબ્દો…

આ ટુંકી વાર્તામાં એક માનવી ( શીવરામ) ની જીવન કહાણી છે.

આ મારી કલ્પના છે !

પણ જગતમાં આવી કલ્પનાઓ જ “સાકાર” થાય છે.

આ વાર્તા દ્વારા એક શીખ છે >>>

આ સંસારમાં જન્મ એકલો લઈ, જીવન જીવી ફરી એકલો જ આ જગને છોડે છે. જીવન જીવતા કર્મો એવા કરો કે માનવી પ્રભુને જાણી એની નજીક જવાના પ્રયાસો કરી, અંતે પ્રભુમાં જ સમાય જવાની આશા પુર્ણ કરવા માટે જીવનપંથે અપનાવી આગેકુચ કરતો રહે. એ જ માનવજીવનનો ધ્યેય હોવો જોઈએ !

 

આશા છે કે આ વાર્તા સૌને ગમે.

જરૂરથી “બે શબ્દો” પ્રતિભાવરૂપે લખશો તો વાંચી મને ખુશી થશે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Short Story ( TUNKI VARTA).

It is an imaginary story of the life of one individual SHIVRAM.

As his wife dies he thinks being ALONE.

Then 2 events ….a hungry person begging at his house & the thirsty person at the farm.

As he do the SERVICE to the NEEDY, he witnesses the JOY on the faces of OTHERS.

He then thinks of OTHER HUMANS as his own….& the Feeling of the ALONENESS disappears…His Life was transformed into the DIVINE LOVE.

This Story  has the Morale to the Mankind>>>

YOU ARE BORN ALONE & YOU DIE & LEAVE THIS EARTH ALONE.

YOU MUST MAKE YOUR LIFE SUCH THAT  YOU SERVE OTHERS IN NEED….IN DOING SO, YOU WILL BE CLOSER TO THE DIVINE.

I hope all enjoy this Post.

Your Comments appreciated !

Dr. Chandravadan Mistry

Entry filed under: ટુંકી વાર્તાઓ.

બે લાખની સંખ્યામાં ચંદ્રપૂકાર મહેમાનો ! પાણી પીવડાવા માટે ચંદ્રની લગની !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 9, 2014 પર 5:32 પી એમ(pm)

  સરસ સંદેશ
  આધ્યાત્મિકતા, ઈશ્વરભક્તિ કે આત્મિક વિકાસને નામે લોકસેવાનો સદંતર ત્યાગ કરવો કે સેવાભાવની ઉપેક્ષા કરવી એ પદ્ધતિ પણ પ્રામાણિક છે એવું નહિ કહી શકાય. કેટલાક લોકો એવી પદ્ધતિને પ્રામાણિક માને છે તે તેમની ભૂલ છે. આધ્યાત્મિકતાનો અનાદર કરનારી સમાજસેવા ને સમાજસેવાને નિરર્થક અથવા અસાર કહી બતાવનારી આધ્યાત્મિકતા બંને અપૂર્ણ છે એ યાદ રાખવાની જરૂર છે. એ બંનેનો સુમેળ જ વ્યક્તિ તથા સમષ્ટિને માટે મંગલકારક છે. સમષ્ટિને માટે તો ખાસ.

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  એપ્રિલ 9, 2014 પર 6:59 પી એમ(pm)

  આ વાર્તા દ્વારા એક શીખ છે >>>

  આ સંસારમાં જન્મ એકલો લઈ, જીવન જીવી ફરી એકલો જ આ જગને છોડે છે. જીવન જીવતા કર્મો એવા કરો કે માનવી પ્રભુને જાણી એની નજીક જવાના પ્રયાસો કરી, અંતે પ્રભુમાં જ સમાય જવાની આશા પુર્ણ કરવા માટે જીવનપંથે અપનાવી આગેકુચ કરતો રહે. એ જ માનવજીવનનો ધ્યેય હોવો જોઈએ !

  મહા શિવરાત્રીના પવિત્ર દિવસે રચાયેલી આ વાર્તાનો બોધપાઠ ગમ્યો .

  શિવરામના જેવી કભી ખુશી કભી ગમ થી ભરેલી જીવન યાત્રા સમાજમાં ઘણી જોવા મળે છે .

  જવાબ આપો
 • 3. pravina  |  એપ્રિલ 10, 2014 પર 12:09 એ એમ (am)

  સારો સંદેશ આપતી વાત.

  જવાબ આપો
 • 4. P.K.Davda  |  એપ્રિલ 10, 2014 પર 12:29 એ એમ (am)

  Good story by a good story teller.

  જવાબ આપો
 • 5. SARYU PARIKH  |  એપ્રિલ 10, 2014 પર 2:25 એ એમ (am)

  જીવનમાં જે બને તે સારા માટે સમજીને, એ અનુભવ અને પરિસ્થિતિનો સદઉપયોગ કરવાની જાગૄતિ આવે, તેમનું જીવન ધન્ય બની રહે. સારી વાત કહી.
  સરયૂ

  જવાબ આપો
 • 6. mdgandhi21, U.S.A.  |  એપ્રિલ 10, 2014 પર 3:22 એ એમ (am)

  સારો સંદેશ આપતી વાત.

  જવાબ આપો
 • 7. chandravadan  |  એપ્રિલ 10, 2014 પર 4:04 એ એમ (am)

  This was an Email Response>>>>>

  Re: શીવરામની જીવનયાત્રા !

  From anand rao

  To chadravada mistry

  Dear Chandravadanbhai,

  Read your story -Shivram’s life.

  Good one … Spirit of serving the needy.

  – Anand Rao
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Anandji,
  So happy to read your response.
  I am happy that you liked the Varta & its message.
  Chandravadan

  જવાબ આપો
 • 8. chandravadan  |  એપ્રિલ 10, 2014 પર 12:45 પી એમ(pm)

  This was an Email Response>>>>

  : શીવરામની જીવનયાત્રા !

  From Purvi Malkan

  To chadravada mistry

  Shivram Ni prerna samjhva layak ane blog Na nava pravasio banne no anand
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks
  Uncle

  જવાબ આપો
 • 9. ઇન્દુ શાહ  |  એપ્રિલ 10, 2014 પર 5:22 પી એમ(pm)

  જે પરિસ્થિતિ આવે તેનો પ્રભુ પ્રસાદ સમજી સ્વીકાર કરીએ, પ્રભુ હંમેશા સાથે રહી હિમત અને શક્તિ આપશે.સુંદર વાર્તા.

  જવાબ આપો
 • 10. rajnikant shah  |  એપ્રિલ 11, 2014 પર 1:45 એ એમ (am)

  good ….

  message for positive thinking…

  Date: Wed, 9 Apr 2014 17:05:41 +0000
  To: rashah10@hotmail.com

  જવાબ આપો
  • 11. chandravadan  |  એપ્રિલ 11, 2014 પર 1:54 એ એમ (am)

   Rajnikantbhai,
   Thanks !
   Your 1st visit & your Comment appreciated.
   Please DO come back !
   Chandravadan

   જવાબ આપો
 • 12. chandravadan  |  એપ્રિલ 11, 2014 પર 3:18 એ એમ (am)

  This was an Email Response>>>>>

  From KALPANA DESAI

  To chadravada mistry

  ચંદ્રવદનભાઈ,
  તમારી સારી શીખ આપતી ટૂંકી વાર્તા વાંચી.
  આભાર.

  કલ્પના દેસાઈ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kalpanaben,
  Thanks !
  I hope you can post the Comment directly to the Blog next time.
  Yes..You can write only in English on the Blog space..but you can type in Gujarati & then copy/paste the message in the Blog Space.
  Chandravadanbhai

  જવાબ આપો
 • 13. chandravadan  |  એપ્રિલ 14, 2014 પર 12:37 પી એમ(pm)

  This was an Email Response>>>.

  From: himatlal joshi
  To: chadravada mistry
  Sent: Sunday, April 13, 2014 9:53 PM
  Subject: Re: INVITATION

  આતાજી,

  નમસ્તે !

  આવજો વાર્તાવાંચવા
  ………………………………………………………………………………………………

  bahu gamyu chandrvadan bhaai

  computer mane bahu madd nathi kartu

  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataji,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 395,692 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: