એક દીકરીને ભાગ્ય વિધવા બનાવે !

માર્ચ 24, 2014 at 12:29 પી એમ(pm) 12 comments

532703_3ac2c766a3abfe2cdb2a54864016f745_large

એક દીકરીને ભાગ્ય વિધવા બનાવે !

એક સંસારી કુટુંબમાં સંતાનરૂપે દીકરી રે જન્મે,

માતા પિતાનો વ્હાલ એને ખુબ જ મળે,

ભરણપોષણ કરી, દીકરીને એમણે મોટી કરી,

મોટી દીકરી તો પરણી એના સાસરે રે ગઈ,

સાસરીયે દીકરીને સૌ “વહુ” કહીને પૂકારે,

દ્રષ્ઠિમાં વહું તે કેવી રીતે દીકરી હોય શકે ?

છતાં, પીયરીયું ત્યાગી, એ સાસરાને ઘર કહે,

મનમાં માતાપિતા ‘ને સાસરે સૌને એ પ્રેમ આપે,

પરણ્યાને વર્ષ ના પુરૂ ‘ને પતિ એના પ્રભુધામે,

હવે, દીકરીની વહુને “વિધવા”ની ઓળખ મળે,

ભાગ્યમાં વિધાતાએ લખેલું ‘ને પતિ માંદગીમાં મરે,

પણ, સાસરાપક્ષ વહુના પગલે આવું કહી દોષીત ઠરે,

દોષીત ગણી, વહુને સમાજના નિયમ-પાલનનો હુકમ કરે,

ના કપાળે કંકુ, કપડા ધોળા, ‘ને માથાવાળનું મુંડન કરવા કહે,

સંસ્કારી ‘ને ભણેલી નારી સ્વરૂપે એ એનો ઈનકાર કરે,

ક્રોધીત બની, સાસરાપક્ષી એને હવે ત્રાસ આપી જીવન અશાંત કરે,

દીકરીના રૂદનનું જાણી, એના માતાપિતાના હૈયા પીગળે,

હ્રદયો કઠ્ઠણ કરી, દીકરીને પાછી ઘરે લાવી, થોડી શાંતી પામે,

પરણેલી દીકરીને પાછી ઘરે રાખી તે માટે સમાજ ટીકા કરે,

પણ,સમાજના અન્ય રીત-રિવાજોનું પાલન કરતા રહે,

દીકરી હતી યુવાન અને હજુ એના જીવનની સફર બાકી,

મનમાં એના, લગ્ન કરી, જીવન સફર ફરી કરવાની રહી,

એક દિવસ, હિંમત કરી, ઈચ્છા એવી માતાપિતાને દર્શાવી,

સમાજથી ડરી, માતાપિતા એવી મંજુરી એને ના આપી,

દીકરી વિચારે કે સાસરામાં દુઃખ ‘ને હવે પીયરીએ પણ હું દુઃખી,

ક્યારે કોઈ મને પંપાળી, વ્હાલ આપી, કરશે મુજને સુખી ?

જ્યારે પીયરમાં સહકાર ના મળ્યો, તો મનમાં નિરાશા રહે,

એવી નિરાશમાં ધીરજ ખુટી અને આત્મહત્યાના વિચારે એ રહે,

જ્યાં કોઈ નથી બેલી, તો જીવવાનો શું અર્થ રહે?

આત્મહત્યાનો વિચારને મક્કમ રાખી અમલ કરવાના પંથે વળે,

એવા સમયે, આત્માની પૂકાર અચાનક એણે સાંભળી,

દેહમાં ઉભરેલા આત્મબળે એણે જીવવાની કસમ લીધી,

છતાં, દીકરી મનડે નિરાશા વધતા, પ્રભુને એ પ્રાર્થના કરે,

પ્રભુ એવી હ્રદયની પ્રાર્થના સાંભળી, સહાય કરવા દોડે,

દીકરીના દુઃખની જાણી, એક બચપણનો દોસ્ત નજીક આવે,

સાચા પ્રેમના નાતે, એને પરણવા ઈચ્છા એની દર્શાવે,

“કોણ કહે કે એક વિધવા નારી ફરી લગ્ન ના કરી શકે ?

શું ફક્ત પુરૂષને જ ફરી લગ્ન કરવાનો હક્ક છે ?”

સમાજ પાસે આ પ્રષ્નોનો કોઈ યોગ્ય જવાબ ના હતો,

એક સમાજ સુધારક કે પ્રભુએ મોકલેલો તારણહાર એ હતો ?

એક દીકરી વિધવા બની, ફરી પરણી સંસારમાં એક પત્ની બને,

એક પ્રભુજીવમાં નિરાશાના બદલે ફરી આશાઓભરી ખુશીઓ વહે,

એક દીકરી ફરી નવા સાસરે, જ્યાં એને ખુબ ખુબ પ્રેમ મળે,

દીકરીને વહુ નહી પણ ઘરની દીકરીરૂપે સ્વીકારી, ઘરની લક્ષ્મી કહે,

એવા મમતાભર્યા સ્નેહમાં સાસરૂ દીકરીનું ઘર બને,

પ્રેમભર્યા વાતાવરણે સાસરૂ ફક્ત ઘર નહી પણ મંદીર બને !

જો, સમાજ જુના અન્યાયભર્યા રીતરિવાજો તોડવા પગલા લેશે,

તો, ચંદ્ર કહે, સમાજ ખરેખર સૌના ભલા માટે,એવું સૌ કહેશે !

કાવ્ય રચના ઃ તારીખ,૨૩,૨૦૧૪                    ચંદ્રવદન

બે શબ્દો…

મેં એક ટુંકી વાર્તા લખી હતી.

એ વાર્તામાં “એક વિધવા”ની જીવનકહાણી હતી.

તો,આજે કાવ્યરૂપે વિધવા નારી વિષે લખી સમાજ સુધારાનો સંદેશો આપવાનો હેતુ અહી છે.

આ કાવ્ય રચના માટે પ્રેરણા મળી છે એક ટીવી સીરીઅલ દ્વારા.

કોઈએ રેકોર્ડ કરેલ “સાઈ બાબા”ની સીરીઅલમાં એક યુવાન નારી વિધવા થયાનો દાખલો હતો. એમાં ભરેલી ઘટનાઓ દ્વારા આ રચનાને પ્રાણ મળ્યા છે.

નારીએ “વિધવા” બનવું એ જાણે એનો જ વાંક એવી માન્યતા રાખવાની “ખોટી” પ્રથા સમાજને “અન્યાય”ના પંથે લઈ જાય છે.

આજના “નવયુગ”માં વિચારધારા બદલાય છે.

પણ….વિધવા નારી પર થતા ત્રાસના કારણે અનેક “આત્મહત્યા”ના પંથે પણ પહોંચ્યાના દાખલાઓ આજે પણ જાણવા મળે એ જ દુઃખભરી કહાણી.

આ કાવ્ય દ્વારા “મુખ્ય સંદેશો” વિધવા નારીના ભલા માટે સમાજને બદલવાનો કહ્યો છે.

પણ આ કાવ્ય રચના દ્વારા બીજી સમજ નીચે મુજબ છે>>>

(૧) સંતાનરૂપે “દીકરી” હોય તો એનો પ્રેમ સાથે સ્વીકાર હોવો જોઈએ.

(૨) એક દીકરી પોતાનું ઘર છોડી સાસરાને “પોતાનું જ “ઘર કરવા ઈચ્છા રાખે તેને “પ્રેમ” આપવો એ જ સૌની ફરજ.

(૩) જ્યારે દીકરો પરણે અને જે નારી નવા ઘરે આવે ત્યારે “વહુ”ને બદલે “દીકરી” સ્વરૂપે નિહાળતા ફક્ત “પ્રેમ” જ આપી શકાય એ ધ્યાનમાં લેવાની વાત છે.

(૪)જો નસીબ કારણે નારી “વિધવા” બને તો જુનવાણીના વિચારોને ઠોકર મારવી પડે તો ત્યારે અચકાવું ના જોઈએ.

સમય સંજોગો પ્રમાણે સમાજના “નિયમો”નું ઘડતર થાય છે.

સમયના વહેણમાં જમાનો અને સંજોગો પણ બદલાય છે.

“સમાજમાં યોગ્ય ફેરફારો” કરવા એ સમાજની “ફરજ” બની જાય છે.

ફરજોનું પાલન એ જ “સમાજમાં પરિવર્તન” !

આશા છે તમોને આ કાવ્ય અને મારી વિચારધારા ગમે.

તમો જો સહમત હોય કે ના હોય તો પણ…જરૂરથી તમારા વિચારો પ્રતિભાવરૂપે દર્શાવશો તો એ વાંચી મને ખુશી હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is aPoem in Gujarati about the WIDOW.

The Hindu Society had made some UNFAIR RULES for the WOMEN.

The OLD CUSTOMS are OUTDATED & need the CHANGE.

This Post tries to bring this UNFAIRNESS towards the women of the Society & DEMANDS the REVOLUTION to bring about that NEEDED CHANGE.

This is the MESSAGE !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

એક વીણાની કહાણી ! એક દીકરીને સાસરા સાથે સાસુપણું અને નણંદપણું !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  માર્ચ 24, 2014 પર 12:53 પી એમ(pm)

  ‘જો નસીબ કારણે નારી “વિધવા” બને તો જુનવાણીના વિચારોને ઠોકર મારવી પડે તો ત્યારે અચકાવું ના જોઈએ.
  સમય સંજોગો પ્રમાણે સમાજના “નિયમો”નું ઘડતર થાય છે.;વારંવાર આ પ્રેરણા દાયક વાતો નો પ્રચાર ખૂબ જરુરી છે
  મા-બાપને પુત્ર અને પુત્રવધૂ કરતા પૌત્ર વધુ ગમે. એમાંથી જ પેલી કહેવત પડીઃ મૂડી કરતા વ્યાજ વધારે વહાલું લાગે..દરેક માને એમ લાગે છે કે દીકરી પિયરમા જેટલી સુખી હતી એટલી સાસરે સુખી નથી.
  બીજાના મનોરંજન સિવાય પતિ-પત્નીની લડાઈ કશા કામની નથી.
  પતિ-પત્ની જીન્દગીભર નક્કી કરી શકતા નથી કે કોણ કોનાથી વધુ સારુ. છેલ્લે બેમાંથી એકનું અવસાન થાય છે અને બીજાને વિચારવા માટે પૂરતો વખત મળે છે તો એને ખ્યાલ આવી જાય છે કે મરનાર પોતાનાથી વધુ સારુ હતુ. મરણ મરનારના ગુણો ઉપસાવી આપે છે.માણસનાં ગુણ કરતાં એના રુપની ખબર વહેલી પડે.

  જવાબ આપો
 • 2. Purvi Malkan  |  માર્ચ 24, 2014 પર 10:24 પી એમ(pm)

  aapnu lekhan banne ma sundar chhe.

  જવાબ આપો
 • 3. અક્ષયપાત્ર/Axaypatra  |  માર્ચ 25, 2014 પર 6:58 પી એમ(pm)

  good message here and thank you for reminding me to write on my blog.

  જવાબ આપો
 • 4. dilip gajjar  |  માર્ચ 25, 2014 પર 8:48 પી એમ(pm)

  shree chandravadanbhai. sunder vichayukt rachna chhe…dikri ke stri sadio thi vikrut samaj sanskruti dharme tenu shoshan j karyu chhe tena poshan ma ke parivar ma sanskaaro gyan ni khot chhe…
  hu uk ma j chhu sampark ma rahish. publication ready thata j inform karish…

  જવાબ આપો
 • 5. Dinesh Mistry  |  માર્ચ 25, 2014 પર 11:33 પી એમ(pm)

  Chandravadanbhai, this point of one-sided cultural viewpoint is very well raised and illustrated with principles and resolution. There are many examples of embedded cultural discrimination. Most of these are due to the belief system and tradition passed-on without the true understanding of actual reasons for which the traditions were introduced in the olden days. The same traditions in modern environment are not fitting.
  Dinesh Mistry

  જવાબ આપો
 • 6. Vishvas  |  માર્ચ 26, 2014 પર 5:27 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  ખરેખર એક હૃદયસ્પર્શી રચના છે.

  હમણાથી કાર્યરત વધારે રહેવાથી બ્લોગ અપડેટ કરી શકાતો નથી, બાકી આપના શબ્દોને રાહ જોવી પડે ખરી.

  હા , બસ બધા મજામાં છીએ. અને અત્યારે તો પાટણ મેડીકલ કોલેજમાં એક વર્ષથી મદદનીશ પ્રાધ્યાપક તરીકે છું.

  ત્યાં પણ બધા સકુશળ હશો.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 7. pravina  |  માર્ચ 27, 2014 પર 4:58 પી એમ(pm)

  આજની ‘નારી’ કંઈક જુદું ચિત્ર ઉપસાવે છે.

  જૂના ઘસાયેલાં રીત રિવાજને ક્યારની તિલાંજલી આપી ચૂકી છે.

  તેવી રીતે ‘સાસુ, સસરા અને માતા, પિતા ખૂબ લાગણીપ્રધાન જણાય છે.

  પ્રવિણા અવિનાશ.

  જવાબ આપો
 • સમાજ ઉપયોગી સુંદર શીખ સાથેની સુંદર રચના.

  જવાબ આપો
 • 9. venunad  |  માર્ચ 29, 2014 પર 5:22 પી એમ(pm)

  તમે સફળતા પૂર્વક ભાવ રજુ કર્યો છે, અભિનંદન!

  જવાબ આપો
 • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  એપ્રિલ 2, 2014 પર 3:58 પી એમ(pm)

  ખુબ જ સરસ

  સમાજને રાહ બતાવનાર, રચના

  જવાબ આપો
 • 11. rekha patel (Vinodini)  |  એપ્રિલ 6, 2014 પર 6:47 પી એમ(pm)

  bahu sundar kaavya rachna chhe …
  haal vijay bhai na sahiyara sarjan maa chaalati varata ” rup ej abhisaap ” kaik aane j lagati che

  જવાબ આપો
  • 12. chandravadan  |  એપ્રિલ 6, 2014 પર 8:27 પી એમ(pm)

   Rekhaben,
   May be your 1st Visit to my Blog.
   Thanks for the Comment.
   Yes… I read that.
   You can come back & give the LINK to that Post here.
   Hope you will revisit my Blog !
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: