એક વીણાની કહાણી !

માર્ચ 20, 2014 at 12:02 પી એમ(pm) 13 comments

Family : child's drawing of the family on a bicycle, vector

gulab1

એક વીણાની કહાણી !

આનંદ એક સંસ્કારી છોકરો હતો. એ પશાભાઈ અને દિવાળીબેનનો એકનો એક દીકરો હતો. ગરીબ ઘરે આનંદનો જન્મ થયો હતો. પશાભાઈ અને દિવાળીબેને એને શિક્ષણ માટે ઉત્તેજન આપ્યું હતું. આનંદ પણ હોંશીયાર અને મહેનતું હતો. ગામડાની શાળાનો અભ્યાસ સારા માર્કે પુર્ણ કર્યો હતો.ત્યારબાદ, એના મનમાં કોઈવાર વિચાર આવતો કે ઃ “કોલેજ અભ્યાસ શક્ય હશે કે નહી ?” પણ એવા સમયે એના માતા-પિતાએ કહ્યું કે “દીકરા, તારે ઉચ્ચ અભ્યાસ કરવાનો જ છે. કોઈ સારી ડિગ્રી મેળવવાની છે”. માતા અને પિતાના આવા શબ્દો દ્વારા એના હૈયે ખુબ જ ઉત્સાહ હતો.

આનંદ ગામ છોડી, નજીકના શહેરમાં જઈ કોલેજનો અભ્યાસ શરૂ કર્યો. એ સમયે, એ ત્યાં જ ભાડે રહી કોલેજ અભ્યાસમાં લીન કરી પરિક્ષાઓ પાસ કરતો રહ્યો,અને અંતે એણે ફારમસીની ડિગ્રી મેળવી ત્યારે પિતાજી પશાભાઈ તેમજ માતા દિવાળીબેન હૈયે ખુબ જ ખુશી હતી. અરે, ગામમાં સૌ રાજી રાજી હતા. પહેલીવાર, ગામનો છોકરાએ ઉચ્ચ અભ્યાસ કરીને ડિગ્રી મેળવી તો કેમ નહી સૌ ગર્વ સાથે આનંદ માણે ?

અનેક ગામવાસીઓ પશાભાઈ કે દિવાળીબેનને કહેતાઃ “આપણા આનંદે તો કમાલ કરી ! ગામમાંથી પહેલો છે ડિગ્રીવાળો. તમો ખુબ જ ભાગ્યશાળી છો !”અનેકના આવા શબ્દો સાંભળી પશાભાઈ કે દિવાળીબેન સૌને કહેતાઃ “ભગવાને અમારા આનંદને માર્ગદર્શન આપ્યું છે એથી આપણે તો પાડ પ્ર્ભુનો જ માનવો રહે !”આવા શબ્દો કહેતા એઓ અભિમાનથી મુક્ત હતા, અને મુખડે હાસ્યરૂપી આનંદ હતો, અને હૈયામાં હરખના ઝરણાઓ વહેતા હતા.

ડિગ્રી મેળવ્યા બાદ, આનંદને નજીક શહેરમાં જ એક કેમીસ્ટની દુકાનમાં સારા પગારે નોકરી મળી ગઈ, એથી એણે શહેરમાં જ રહેવાનું રાખ્યું પણ સમય મળે એટલે ગામમાં માતા અને પિતા અને સૌને મળી ખુશી અનુભવતો. પશાભાઈ અને દિવાળીબેન પણ ગામનું ઘર બંધ કરી થોડા દિવસો આનંદ સાથે શહેરમાં રહી આવતા.

થોડો સમય વહી ગયો. પશાભાઈ અને દિવાળીબેનના મનમાં એક જ વિચાર ઃ “આપણો આનંદ ક્યારે લગ્ન કરશે ?” એવા વિચારના કારણે કોઈકવાર ઘરમાં ચર્ચાઓ થતી. એવા સમયે દિવાળીબેન જ વાતની શરૂઆત કરતી.

” બેટા આનંદ, તું હવે મોટો થઈ ગયો. હવે તારે જલ્દી પરણી જવું જોઈએ .”

એવા સમયે આનંદ કહેતોઃ ” બા, બાપુજી તમે ચિન્તા ના કરો. અત્યારે મારે કામ કરીને જરા પગ પર ઉભા રહેવું છે. હું જરૂર લગ્ન કરીશ.” અને, આટલું કહી એ વાતને બદલી દેતો.

પશાભાઈ અને દિવાળીબેનની ઉંમર વધતી હતી અને મનની ચિંતા વધતી હતી.પણ દીકરા પર પુરો ભરોષો હતો.

ત્રણ વર્ષ પુરા થઈ ગયા…નોકરી સાથે બચત કરી એણે શહેરમાં એક નાનું મકાન લઈ લીધું અને માતા અને પિતાને ઘરે આવી સાથે રહેવા આગ્રહ કર્યો.

પશાભાઈ અને દિવાળીબેન દીકરાને લગ્ન માટે કોઈ પણ જાતનું દબાણ આપવામાં માનતા ના હતા.એઓ જાણતા હતા કે અનેક કુટુંબોમાં એવા દબાણ કારણે પરિણામો સારા આવ્યા ના હતા.એક વાર તો પશાભાઈ દીકરીના બાપના ઘરે જઈ દીકરીના માતાપિતાને કહી આવેલા કે “તમે, જે કર્યું તે યોગ્ય ના કહેવાય.દીકરીની મરજી નથી તો શા માટે દબાણ કરી આ લગ્ન કરી રહ્યા છો ?”આ લગ્ન બાદ, થોડા જ મહિનામાં દીકરી માબાપને ઘરે પાછી આવેલી. આવી ઘટના પછી દીકરીના પિતા પશાભાઈને મળ્યા ત્યારે કહેલું ” પશાભાઈ, તમે મને યોગ્ય સલાહ આપી હતી. જો ત્યારે મેં તમારૂં કહ્યું માન્યું હોત તો મારી દીકરીને આવું દુઃખ ના હોત !” એવા સમયે પશાભાઈએ આશ્વાશન આપી એમને કહેલું કે ” ધીરજ રાખજો…પ્રભુને પ્રાર્થના કરજો કે તમારી દીકરીને માટે કોઈ સારા ઘરનું માંગુ જરૂર આવશે જ!”

સમય વહેતો ગયો.થોડો સમય વાટ જોઈ પશાભાઈ અને દિવાળીબેન ઘડપણને નિહાળી, એક દિવસે,આનંદને ફરી લગ્ન વિષે પુછ્યું. આનંદ એક સમજદાર છોકરો હતો. એણે તરત હા પાડી, અને સાથે કહી દીધું કે “તમે મારા માટે યોગ્ય કન્યાની તપાસ કરો તો મને વાંધો નથી”.આવા આનંદ શબ્દો સાંભળી પશાભાઈ અને દિવાળીબેન તો રાજી રાજી થઈ ગયા અને ગામડે કે શહેરમાં છોકરી માટે શોધ ચાલુ કરી. એઓ જાણતા હતા કે આનંદ ભણેલો છે અને એથી, કોઈ ભણેલી છોકરી જ યોગ્ય કહેવાય…ભણેલી તેમજ સંસ્કારી છોકરી એમના ધ્યાનમાં ના આવી. તો એઓ આનંદ પાસે આવીને કહેઃ” દીકરા, તારા ધ્યાનમાં હોય તો જણાવજે” એવા સમયે, આનંદે એની સાથે ક્લાસમાં એક છોકરી હતી તેના વિષે વિગતો આપી. એ છોકરી હતી વીણા.વીણા શહેરની ના હતી પણ એક દુરના ગામની હતી. એ શાહ કુટુંબની હતી અને આનંદ પટેલ જાતિનો હતો. આનંદના માતાપિતાએ એ બાબતે જરા પણ વિરોધ બતાવ્યો નહી. માહિતી હતી તે પ્રમાણે વીણાના ઘરે જઈ એના માતાપિતાને મળી આનંદની ઈચ્છા દર્શાવી. વીણાના માતાપિતા ઉચ્ચ વિચારોવાળા હતા…એઓ જૂની પ્રથા કે ફક્ત એક જ જાતિમાં લગ્ન હોવા જોઈએ એવું માનતા ના હતા. વીણા આંનંદને જાણતી હતી. એ સંસ્કારી અને સારા સ્વભાવનો હતો અને આનંદ માટે “હા” કહી.વીણા એક વહુ બનીને આનંદના ઘરે આવી. ત્યારે પશાભાઈ અને દિવાળીબેને કહી દીધેલું કે ” વીણા બેટી, તું અમારી વહુ નથી પણ આમારી જ પોતાની દીકરી છે !”

વીણા અને આનંદનો પ્રેમ ખીલતો રહ્યો. ઘરમાં સૌ ખુશીમાં જીવન જીવી રહ્યા હતા.

પણ…એક દિવસ અચાનક આનંદ માંદો પડ્યો. સારવાર તરત શરૂ કરી પણ ફાયદો ના થયો. એને હોસ્પીતાલમાં દાખલ કરવામાં આવ્યો. ડોકટરોએ દવાઓ બદલી પણ તાવ વધતો ગયો. અંતે એ બેભાન થઈ ગયો. ડોકટરોએ આશાઓ છોડી દીધી. પ્રભુને સૌ પ્રાર્થનાઓ કરવા લાગ્યા.પણ જીવનદોર જ ટુંકી હતી કે એક દિવસે આનંદે પ્રાણ તજ્યા. માતાપિતાના રૂદન સાથે પત્ની વીણાનું રૂદન. આનંદની ઉમર હજુ તો ૩૨ વર્ષની જ હતી. પ્રભુધામે જવા માટે એનો સમય થયો ના હતો.ઘરે વીણા એકલી એક જગાએ બેસી ઉદાસ રહેતી. આવી વીણાની હાલત નિહાળી, પશાભાઈ અને દિવાળીબેને વીણાને ફરી પરણાવવા નિર્ણય લઈ લીધો. આનંદે કોઈ કોઈવાર વાતોવાતોમાં જરા હસતા વીણાને એક દિવસે પૂછ્યું હતુંઃ “વીણા, તને હું જે કહું તેનું પાલન કરીશ ?” તરત જ ત્યારે વીણાએ કહ્યું હતું કે “આનંદ, તમે તો મારા પ્રાણ છો. તમે જે કહેશો તે હું તમારી આજ્ઞા માની પાલન કરીશ !” આવા વીણાના શબ્દો સાંભળી આનંદે કહ્યું હતું કે “વીણા, આ જીદંગીનો કાંઈ ભરોષો નથી. જો પ્રભુ મને બોલાવે તો તું ફરી લગ્ન કરી નવું જીવન શરૂ કરજે. તું એવી રીતે ખુશ હશે તો મને શાંતી મળશે !” આ વાત આનંદ અને વીણાના હૈયે ગુપ્ત રહી હતી.

સાસુ અને સસરાને એની જાણ ના હતી. પણ વીણાને  પોતાની જ દીકરી માની હતી. બંને દીકરીના પિયર ગયા અને વીણાને ફરી પરણાવવાની વાત કરી ત્યારે વીણાના માતાપિતા તો અચંબા સાથે ચોંકી ગયા. સમાજમાં નારી વિધવા બને એટલે એ લાચાર બની મનની ઈચ્છાઓને દફનાવી નીચું નમી ચાલે એનો જ સમાજ સ્વીકાર કરે. વીણા યુવાન હતી. એની આગળ જીદંગીના મુલ્યવાન દિવસો બાકી હતા. શું એવા દિવસો માટે આનંદ માણવાનો વીણાનો હક્ક ના હતો ?. દીકરી વીણાનું ભલું જ નિહાળી, એઓ પણ રાજી હતા.

ઘરે આવી, વીણાને નજીક બોલાવી.દિવાળીબેને વાત શરૂ કરતાપૂછ્યું “બેટી, તારી સાથે અમારે વાતો કરવી છે “વીણા એમનું માન આપી કહે”શું કામ છે, બા ?”

“વીણા બેટી, અમે તને હસતી જોવા ઈચ્છા રાખીએ છે. તું અમોને હસતા અને ખુશ કરીશ ?” દિવાળીબેને વાત આગળ ચલાવી.

“જરૂર,બા. તમારી અને બાપુજીની ખુશીમાં મારી ખુશી છે…એની સાથે તમારા આનંદને પણ ખુશી થાશે” વીણાએ નમ્રતાથી જવાબ આપ્યો.

“તો, બેટી અમારી ઈચ્છા છે કે તારે ફરી લગ્ન કરવા પડશે”દિવાળીબેનના આટલા શબ્દોથી વીણા ચોંકી ગઈ…એકદમ મૌન થઈ ગઈ. એના મનમાં આનંદના કહેલા શબ્દો ફરી યાદ આવ્યા. એણે આનંદને જે વચન આપેલું તેની યાદ તાજી થઈ.

“વીણા બેટી, આવું જ કદાચ અમારો આનંદ ઈચ્છતો હશે. તું એની ખુશી માટે હા કહીશ એવી આશા રાખીએ છીએ”વીણાના કપાળે સ્નેહભર્યો હાથ ફેરવી એમ માતાના ભાવે દિવાળીબેને કહ્યું.

“બા, હું તમારી દીકરી અને આજ મારૂં ઘર. પણ, તમારી ખુશી એ જ મારી ખુશી. આ ઘર છોડતા મને જરૂર દુઃખ થશે, પણ આ મારૂં સાસરૂ નહી પણ પિયર હશે”વીણાએ શાંત દીલે કહ્યું….એવા શબ્દો કહેતા, વીણાના મનમાં આનંદ સાથે થયેલી વાતોની યાદ હતી.

આટલી ચર્ચા બાદ, પશાભઈ અને દિવાળીબેન યોગ્ય જીવનસાથી માટે તપાસ શરૂ કરી.વીણાના માતાપિતાની જાણમાં એક છોકરો હતો. વીણા કોલેજમાં હતી ત્યારે એના વિષે વાતો થયેલી તે યાદ કરીને કહ્યું. એ હતો વિજય. એ ભણીને ઈંજીનીઅર થયો હતો, અને શહેરમાં નોકરી કરતો હતો. વિજયને ત્યાં વીણાની વાત પહોંચી. વિજય તો વીણાને સારી રીતે જાણતો હતો. એના મનમાં વીણા માટે આદરભાવ હતો. એ સ્વભાવની સારી હતી. એણે હ્જુ લગ્ન કર્યા ના હતા. એણે લગ્ન કર્યા હતા અને એના પતિનું અવસાન થયાનું જાણ્યા હોવા છતાં, એણે ખુશી સાથે એની હા કહી.

આનંદના ગામમાં જ્યારે આવી વાતની જાણ થઈ ત્યારે લોકો અચંબો પામ્યા. સમાજમાં હાહાકાર થઈ ગયો.અનેક જુનવાણી પકડીને જુના વિચારોમાં હતા.ટીકાઓ કરતા કહેવા લાગ્યા ” એકવાર સ્ત્રી પરણી સાસરે આવે એણે સાસરૂં કદી ના છોડવું જોઈએ. આવી વિધવાબાઈએ તો ઘરે રહીને એના સાસુ સસરાની સેવા કરવી જોઈએ.શું ધોળા કપડાને ત્યાગી ફરી નવી નવી સાડીઓ પહેરવાનું મન વહુને થયું ?” આવી વાતોની દરકાર પશાભાઈ કે દિવાળીબેન જરા પણ ના કરી. કોઈક પશાભાઈને કે દિવાળીબેનને આવીને એવું કહ્યું ત્યારે સૌને એક જ જવાબ “વીણા અમારી વહુ નથી ..એ અમારી દીકરી છે અને અમે તો અમારી દીકરીને રાજીખુશીથી પરણાવીશુ”

સમાજની પરવા વગર, અને વીણાની હા સાથે એના લગ્ન વિજય સાથે થયા. એ વિજયના ઘરે ગઈ.પ્રભુની કૃપાથી એક વર્ષ બાદ, વીણા અને વિજયને ત્યાં એક દીકરો થયો. એમણે એનું નામ આનંદ રાખ્યું. વીણા હંમેશા વિજયને કહેતી “આપણો દીકરો કેટલો ભાગ્યશાળી કે એને એ આજાબાપા અને બે આજીમા મળ્યા. ” વીણા અને વિજય પહેલા પશાભાઈ અને દિવાળીબેનના ઘરે જતા અને ત્યારબાદ જ વીણા પોતાના જન્મસ્થળે માતા પિતાને ઘરે જતી. નાના આનંદને નિહાળી, પશાભાઈ અને દિવાળીબેન પ્રેમથી રમાડી, હૈયે ખુશી અનુભવી કહેતા” આપણો આનંદ તો હજુ આ ધરતી પર જ છે!”

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૪,૨૦૧૪                                ચંદ્રવદન

બે શબ્દો…

આ ટુંકી વાર્તા છે સમાજમાં એક બોધકથારૂપે.

આ વાર્તા છે સમાજમાં “પરિવર્તન” લાવવા માટે.

આપણા સમાજે નારીની પૂકાર સમજવાના પ્રયાસો કર્યા નથી, અને જુની પ્રથાઓ જેમ ચાલતી આવી તેમ જ ચાલુ રાખવા ભાર મુક્યો છે.

અહીં મુખ્ય વિચાર છે “વિધવા નારી”.

અનેકવાર, યુવાન નારી પરણ્યા બાદ એના પતિને ગુમાવે છે….એણે ધોળી સાડી પહેરી જીવન વિતાવવું અને કોઇ પણ શણગાર કે શોખ માટે એને મના છે. એની “ઉદાસી”માં વધુ ઉદાસી ભરવાની વાત છે.

એવી વિધવા નારી માટે ફરી લગ્ન કરવાની વાત કરવી એટલે એક “ગુનો”કર્યો હોય એવું સમાજ ફરમાન કરે.

ચાલો, માનીએ કે જુદા જુદા સંજોગોમાં નારી “વિધવા” બની શકે….લગ્ન કર્યા બાદ ટુંક સમયમાં…કે પછી અનેક વર્ષો બાદ….પતિનું મૃત્યુ થાય ત્યારે એને સંતાનો હોય કે નહી એ પણ ધ્યાનમાં લેવાની વાત છે. નારી એક માતા છે. સંજોગોને એ સમજે છે. પણ જ્યારે યુવાનીમાં જો એ વિધવા બને ત્યારે “આખી જીદંગીની સફર હજુ બાકી ” હોય ત્યારે નારી યોગ્ય નિર્ણય કરે એના પર સમાજે ધ્યાનમાં લઈ, નારીને એના દીલની વાત કહેવાનો કરવાનો હક્ક આપવો જોઈએ.

વીણાનું જીવન….ઘટનાઓ…સાથે સાસુસસરાનો સહકાર અને અંતે પરિણામ સમાજને બદવાની શીખ આપે છે.

આ “મુખ્ય સંદેશો” છે…પણ સાથે સાથે આ વાર્તામાં છે>>

(૧) ફક્ત એક ન્યાતિમા જ લગ્ન કરવા એવો આગ્રહ જુનવાણી છે એવી સમજ છે.

(૨) સાસુ અને સસરાએ હંમેશા ઘરમાં આવતી “વહુ”ને વહુસ્વરૂપે નિહાળવાને બદલે “પોતાની જ દીકરી છે” એવા ભાવે સ્વીકાર કરવો જોઈએ. અનેક સંસારીક અણબનાવો આથી નાબુદ થઈ જાય છે કારણ કે ઘરમાં ફક્ત “પ્રેમ ઝરણા” જ વહી રહે છે.

આશા છે કે આ “ટુંકી વાર્તા” તમો સૌને ગમી.

જરૂરથી પ્રતિભાવ આપી તમારા વિચારો દર્શાવજો….જેથી, સમાજમાં પરિવર્તન થતું રહે….નવા જમાનાને આપણે ભેટી આગેકુચ કરી શકીએ !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a short story (TUNKI VARTA) in Gujarati titled “EK VINANI KAHANI”.

It is the story of VINA who maries & within a year her husband dies of an illness….before his death he expressed his desire that she MUST REMARRY.

Vina respected her IN-LAWS ( SASU-SASARA) & was quiet & sad….the In-laws saw her as her own daughter & discussed of her REMARRIGE..& got her married to VIJAY…..she had a son whom they named ANAND ( that is the name of Vina’s 1st husband)

The MORALE of the Story is to THROW AWAY OLD UNJUST CUSTOMS & CHANGE THE SOCIETY.

The CHANGES  noted are>>>

(1) A WIDOW can REMARRY & that her life MUST NOT GO IN MISERY because of unjust customs of the Society.

(2) The IN-LAWS must see the Daughter-in-law as their own DAUGHTER & give the LOVE & thus the MISUNDERSTANDINGS/MISTREATMENTS can disappear & there can be PEACE in the Family.

(3) The UNJUST CUSTOM of DOWRY or DEHEJ ( monetary & other demands of SON’s Family from the DAUGHTER’s Parents at the time of the Wedding) MUST BE ABOLISHED.

I hope you like this Post with this MESSAGE to the SOCIETY.

Dr. Chandravadan Mistry.

Entry filed under: ટુંકી વાર્તાઓ.

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૩) એક દીકરીને ભાગ્ય વિધવા બનાવે !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  માર્ચ 20, 2014 પર 1:51 પી એમ(pm)

  Dear sir..very nice story ..
  dilko hilanevaly. Touching heart
  .

  જવાબ આપો
 • 2. pragnaju  |  માર્ચ 20, 2014 પર 2:17 પી એમ(pm)

  આપની સરસ પ્રેરણાદાયી વાર્તા સાથે એક સૂચન કરૂં ?
  હંમણા વે ગુ પર છ શબ્દોની વાર્તાનો પ્રયોગ થાય છે
  મા શ્રી વલીભાઇએ….
  ત્રણેક જેટલી છ શબ્દોની કટાક્ષ-રચનાઓ અહીં પેશે ખિદમત કરું છું.

  (૧) “કવિરાજ, ચા પાઓ તો કવિતા સાંભળું !”
  (૨) “‘વેગુ’-મહાજન, લાઈક બટનથી મારે શી લેવાદેવા ?”
  (૩) “‘વેગુ’-સર્જકો, ભાવ (રોકડ વળતર !)મળે તો પ્રતિભાવ આપું !”
  અને ‘આની તો વાવડી ચસકી લાગે છે !’
  મારી
  ખરજ વાગે ગંધાર ! આપણું નથી આપણું !! અને
  મા શ્રી nilam doshi says:

  છ અક્ષરની વાર્તા….આદરણીય પ્રજ્ઞાબહેનના કહેવાથી ..અહીં એવી ત્રણ વાર્તા મૂકુ છું.

  1 અને… આખરે સવાર પડી ચૂકી હતી.

  2..અલય,ઉઠ, ડાન્સની પ્રેકટીસ કરવાની છે.

  3 પિંજર ખૂલ્યું અને પંખીએ પાંખો ફફડાવી.પ્રસ્તુત થઇ…

  આપ વેગુ પર વાહ રે, પ્રયોગશીલતા, વાહ ! ક્યા કહના ?
  લેખ વાંચી જરુર પ્રયત્ન કરશો અને અન્યોને પણ પ્રેરીત કરશો

  જવાબ આપો
  • 3. chandravadan  |  માર્ચ 20, 2014 પર 2:59 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન,

   તમો આવ્યા અને પ્રતિભાવમાં “છ અક્ષરોની વાર્તા” વિષે લખ્યું.

   એવી આવડત ક્યાં ?

   છતાં, એક પ્રયત્નરૂપે….

   (૧) વાર્તા રે વાર્તા..બિલાડીએ ઉંદરને માર્યો.

   (૨) હું અને તું એટલે આપણી વાર્તા.

   (૩) પવન ફુકાયો, વંટોડીયો થયો.. અંતે જગપ્રલય.

   (૪) વેગુ એટલે વેબજગતના આપણે સૌની પહેચાણ.

   (૫) જુગલકિશોર કહે, પ્રજ્ઞાજુ સાંભળે વગુ બને.

   (૬) વલીભાઈ, નીલમબેન, ચંદ્રવદન લખે છ-અક્ષરી વાર્તાઓ.

   તો….શું આ જ છ-અક્ષરી વાર્તાઓ કહેવાય ?

   નવો નિશાળીયો છું..ભુલો સુધારજો !

   …ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 4. P.K.Davda  |  માર્ચ 20, 2014 પર 4:31 પી એમ(pm)

  સરસ પ્રયાસ. લગે રહો ડોકટર સાહેબ, લોકોને આનંદ મળે છે.

  જવાબ આપો
 • 5. Raksha  |  માર્ચ 20, 2014 પર 7:41 પી એમ(pm)

  I hope people follows these ideals.

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  માર્ચ 20, 2014 પર 8:44 પી એમ(pm)

  એક પ્રેરક વાર્તા ,સમાજને એક આદર્શ માર્ગ ચીંધતી, આપે લખી છે. સુશ્રી પ્રજ્ઞાબેને ટૂંકી વાર્તા થકી , ભાવ પ્રગટાવવાની કળા માટે આગળ આવવા સૂચન કર્યું એ મજાનું છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. chandravadan  |  માર્ચ 21, 2014 પર 12:53 એ એમ (am)

  This was an Email Response>>>>

  એક વીણાની કહાણી ! (2)

  Meએક વીણાની કહાણી ! આનંદ એક સંસ્કારી છોકરો હતો. એ પશાભાઈ અને દિવાળીબેનનો એકનો એ….

  harnish jani
  To Me

  Today at 4:42 PM

  આપે આપના જીવન વિસે લખ્યું છે.?? તમારી સ્કુલ લાઈફ–કોલેજ–આપન પિતાજી માતાજી સાથેના સંબંધો.વિ. લખો તો વાચવાનો આનંદ થશે.જ્ોલખ્યું હય તો બીજી વાર મુકશો.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Thanks for your Comment.
  Yes…After the publication of the Book on my Life, I had a Post as a Kavya on my Life.
  Did you read it ?
  The Link is>>>
  https://chandrapukar.wordpress.com/2013/04/30/%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%86%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%ab%80-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%aa%be/
  Hope you will read it…Your Comment there appreciated !
  Chandravadan

  જવાબ આપો
 • 8. sapana53  |  માર્ચ 21, 2014 પર 3:10 પી એમ(pm)

  વાહ સરસ મોરલવાળી વાર્તા…દરેક સાસુસસરાએ સબક લેવા જેવો..

  જવાબ આપો
 • 9. Vinod R. Patel  |  માર્ચ 22, 2014 પર 4:24 એ એમ (am)

  આપણો આનંદ તો હજુ આ ધરતી પર જ છે!”

  સરસ સંવેદનશીલ વાર્તા .એનો અંત પણ સુખદ છે .

  સમાજમાં આવા સાસુ સસરા હોવા જોઈએ જેઓ દીકરાની વહુને દીકરી

  માનીને એને વિધવા બન્યા પછી લગ્ન કરાવીને એને સાસરે વિદાય કરે .

  જવાબ આપો
 • 10. pravina  |  માર્ચ 22, 2014 પર 4:00 પી એમ(pm)

  ‘વિણાની કહાની , પ્રવિણા સુણવાની’

  આવી વાત સમાજમાં બને છે. જે આવકાર્ય છે. ડૉક્ટર સાહેબ તમે સરળ

  ભાષામાં પ્રસ્તુત કરી.

  see you on.

  http://www.pravinash.wordpress.com

  E-mail pravina_avinash@yahoo.com

  જવાબ આપો
 • 11. uday kuntawala  |  માર્ચ 22, 2014 પર 5:12 પી એમ(pm)

  Dr Chandravadanbhai,
  Congratulations on this wonderful short story.Our customs have deep roots and to undo them is no mere task.The best part of your intentions have taken a very just route.Someone has to be bold and see far ahead.Your vision is clear and with determination your goal can be met.I wish your thoughts reach every corner and household where there is a ‘daughter’
  Uday Kuntawala…a friend in London UK

  જવાબ આપો
 • 12. venunad  |  માર્ચ 22, 2014 પર 5:25 પી એમ(pm)

  Such in laws are rare but there are instances of real stories like this. Even when wife dies, his in laws do have such feelings if death is natural and the man is respectable! Very nice social story. Dear Sir, you have developed a new avenue to express in literature! CONGRATULATIONS! Regards.

  જવાબ આપો
 • 13. chandravadan  |  માર્ચ 23, 2014 પર 11:06 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Uncleji ame shin j chhie. Teone wallcreek ma kaamm hatu aaje ame phili pachha jaie chhie.L A avva nu nathi thayu kkadach biji tour ma program karishu. Aapni varta mane vanchva Ni bahu maja aavi thody senty Thai gai
  Aavi biji varta o Ni pan rachna chokkas karsho.

  From: “Purvi”
  Purvi,
  Thanks for your Comment.
  I am happy that you liked this Varta.
  Uncle(Dr.Mistry)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 372,874 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: