હોળી ઉત્સવ શા માટે ?

માર્ચ 16, 2014 at 3:10 એ એમ (am) 11 comments

            Holika bonfire

HOLI IN INDIA - ENJOYED BY ALL.jpg

Holi is a spring festival enjoyed by all ages.

હોળી ઉત્સવ શા માટે ?

હોળી આવે અને સૌ હૈયે ખુશીનીર વહે,

પણ શા માટે આપણે આ ઉત્સવ કરીએ ?

કરી સવાલ આવો, ઉત્તર કહીએ !

 

ફાગણ સુદી પુનમ તો હોળી નામે ઓળખાય છે,

એવા શુભ દિવસની વાતો કરતા મુજને આનંદ થાય છે,

 

પૂરાણો કહે, રાજા હિરણ્યકશ્પુ અભિમાની વિષ્ણુને વેરી કહે

વિષ્ણુ-પ્રેમી પુત્ર પ્રહલાદને શત્રુ માની, મારવા પ્રયાસો કરે,

 

ડુંગર પરથી ફેંકાવતા પ્રહલાદ પ્રાણ ના જાતા એ ક્રોધીત રહે,

રાક્ષકી હોલિકાને પુત્ર પ્રહલાદને મારવા આદેશ આપે,

 

હોલિકાને અગ્નિ ના બાળી શકે એવી શક્તિનું ગુમાન રહે,

બાળ પ્રહલાદને ગોદમાં લઈ,અગ્નિથી જલતી ચીતામાં બેસે,

 

અગ્નિદેવ તો અભીમાની હોલિકાને બાળી નસ્ટ કરે,

પણ, બાળ પ્રહલાદજી તો પ્રભુકૃપાથી સુરક્ષિત રહે,

 

આ ઘટના ફાગણ સુદ પુનમે થઈ એવું પૂરાણો કહે,

એથી જ આ દિવસે હોળી ઉત્સવની પ્રથા બની રહે,

 

હોળીની અગ્નિ-જ્યોતમાં તમે સત્યને જાણવા પ્રયત્ન કરો,

અંધકારરૂપી અસત્યનો ત્યાગ કરી, પ્રભુને જાણવા પ્રયત્ન કરો,

 

પ્રહલાદને પ્રભુ ભક્તિના પ્રતિકરૂપે નિહાતા, જીવનપંથ પકડો,

ભક્તિ શક્તિએ હોલિકારૂપી અહંકારનો તમે ત્યાગ કરો,

 

અંતે,ચંદ્ર કહેઃ હોળી ઉત્સવે માનવી જો આવી સમજ ગ્રહે,

તો, સત્યના પંથે એનું સંસારી જીવન જરૂર ધન્ય બને !

 

કાવ્ય રચના ઃતારીખ ફેબ્રુઆરી,૨૮,૨૦૧૪                    ચંદ્રવદન

 

બે શબ્દો…

હોળીનો તહેવાર આવે ત્યારે સૌના હૈયે ખુશી હોય છે.

એકબીજા પર જુદા જુદા રંગો રંગી…હૈયામાં રહેલ આનંદને બહાર પ્રગટ કરવા તલ્લીન બની જાય છે.

થોડી પળો માટે સૌના મન-હૈયેથી “ભેદભાવ, વેરભાવ” દુર થઈ જાય છે.

તો, શું હોળી ફક્ત પળભરનો જ આનંદ ?

હું કહું કે હોળી દ્વારા સૌએ પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માટે નિર્ણય લેવાની ઘડી છે !

હોળીમાં નિહાળો>>>

(૧)પ્રહલાદજીની અટળ પ્રભુભક્તિ !

(૨) રાજા હિરણ્યકશ્પુની અજ્ઞાનતામાં પ્રભુ પ્રત્યેનો વેરભર્યો અહંકારનું પતન !

(૩) શક્તિની અભિમાની હોળિકાના દર્શન કરો “મરણ”…..અભિમાનમાં જીવતો માનવી બળી બળી અંતે મૃત્યુ પામે છે, અને એનો માનવજન્મ અસફળ રહે !

તો….શીખ છે…પ્રભુભક્તિમાં રહી સત્યના માર્ગે ચાલશો તો, માનવજીવન ધન્ય થશે ! તમો આ વર્ષના હોળીના ઉત્સવે (માર્ચ,૧૬,૨૦૧૪) આનંદ કરતા અહંકારનો ત્યાગ કરી, અન્યની “સેવા”રૂપી પ્રભુભક્તિના પંથે હશો એવી અંતરની આશા છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

HOLI is a CELEBRATION of Hindu,which this year in 2014 it will be on 16th March,2014.

As per the Indian Calender, it on 15th Day (PUNAM) of the Manth of FAGAN.

This Celebration links PRAHLAD who was a VISHNU-BHAKT.

His father RAJA HIRANAKASHYUP was anti-VISHNU and had attempted to kill Prahlad, but always saved by God. Burning Prahlad alive was the intent of HOLIKA….and as this was a BAD INTENT, her FIRE-PROTECTION Power failed her….Prahlad with GOD’s PROTECTION was saved.

If one wishes, MORE can be known @

http://en.wikipedia.org/wiki/Holi

Hope ALL take the Celebration of HOLI with the HAPPINESS & RESOLVE to MAKE CHANGES in the LIFE on this EARTH.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રપૂકારના બ્લોગ પર ૮૦૦૦ પ્રતિભાવો ! ચંદ્રવિચારો શબ્દોમાં (૨૩)

11 ટિપ્પણીઓ Add your own

 • 1. P.K.Davda  |  માર્ચ 16, 2014 પર 3:51 એ એમ (am)

  મનાવો પછી રોજ હોળી મજેથી
  (ભૂજંગી)
  કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,
  જલાવો તમે આજ હોળી મજેથી,
  ઉડાડો ગુલાલો અને રંગ ભાઈ,
  અને માનજો બાળી નાખી બુરાઈ.

  ભલે છેતરાઓ તમારી જ જાતે,
  નથી નાશ પામી બુરાઈ જરાએ,
  હજીતો વધારે વધે છે બુરાઈ,
  હજી આજ લોકો રહ્યા છે લુટાઈ.

  હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
  અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
  ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
  હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.

  કરો નાશ આ દાનવોનો પહેલા,
  પછી છો ઉડાડો થઈ રંગ-ઘેલા;
  રંગો મુખ કાળા ધુતારા જનોના,
  મનાવો પછી રોજ હોળી મજેથી.

  -પી. કે. દાવડા

  જવાબ આપો
  • 2. chandravadan  |  માર્ચ 16, 2014 પર 4:12 એ એમ (am)

   PK
   So nice Rachana of Holi.
   Thanks for sharing.
   Chandravadan

   જવાબ આપો
 • 3. Navin Banker  |  માર્ચ 16, 2014 પર 12:25 પી એમ(pm)

  વર્ષોથી આવી બધી ચીકની ચુપડી સુફિયાણી વાતો સાંભળી સાંભળીને હવે તો હૈયુ એવું આળુ થઈ ગયું છે કે અહંકાર ત્યજવાની અને પાપનો નાશ કરવાની ને એવી બધી વાતો કશી અસર જ કરતી નથી. પી.કે. દાવડા સાહેબની વાત એકદમ સચ્ચાઇથી ભરપુર લાગે છે.આપણે હવે આવી પુરાણકાળની કપોળકલ્પિત દકિયાનુસી વાતોમાંથી બહાર નીકળીને વાસ્તવિક બનવાનો સમય પાકી ગયો છે.
  હોળી એ જુવાન છોકરા-છોકરીઓને રંગે રમવાનો, એકબીજાના સ્પર્શનો આનંદ માનવાનો અને સંગીતના તાલે નાચવાનો ઉત્સવ માત્ર રહ્યો છે. આજની દુનિયામાં, હોળી રમતા છોકરા-છોકરીઓને હિરણ્યકશ્યપુનું નામ પણ ખબર નથી અને એ નામ બોલતાં યે નથી આવડતું ટ્રેડીશનલ રીતે હોળી પ્રગટાવવાની, પાંચ ડોલરની ખજુર અને બે ડોલરની કેરી કે એક ડોલરનું નાળિયેર આગમાં બાળવાનું અને હોળિકામાના દર્શન કર્યાનો સ્તુત્યભાવ માણતાં માણતા ઘેર આવીને લાડવા ખાવાના…એ જ હોળી…..
  મારા આ વિચારો ઘણાંને નહીં ગમે. આપને પણ નહીં ગમે એ જાણું છું પણ ધેટ્સ ઇટ.

  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

  જવાબ આપો
  • 4. chandravadan  |  માર્ચ 16, 2014 પર 12:34 પી એમ(pm)

   નવીનભાઈ,

   અમે આવ્યા…અને, દીલની વાત કરી પ્રતિભાવ આપ્યો.

   આભાર !

   ચંદ્રવદન

   જવાબ આપો
 • 5. pragnaju  |  માર્ચ 16, 2014 પર 1:40 પી એમ(pm)

  સૌ મીત્રોને હોલી મુબારક…….

  હોળી એટલે રંગોનો તહેવાર. ગુલાલ એટલે ખુશહાલીનું પ્રતિક

  આ હોળી આપ સૌના જીવનમાં હોળીના રંગ ભરે.

  ચાલો આપણે આદિવાસીઓ સાથે માણીએ

  કનચે મહિને ઉનીસો ફાગુન મહિને ઉનીસો બાઈ

  ફાગુન મહિને ઉનીસો કાય કાય ભેટ લસીલો ?

  જવાબ આપો
 • 6. chandravadan  |  માર્ચ 16, 2014 પર 6:44 પી એમ(pm)

  This was an Email Response>>>>

  હોળી ઉત્સવ શા માટે ?

  Meહોળી ઉત્સવ શા માટે ? Holi is a spring festival enjoyed by all ages. હોળી ઉત્સવ શા માટે ? હોળી આવે અને સૌ હૈય

  Mar 15 at 8:31 PM

  pradip raval
  To Me

  Today at 10:18 AM

  wah..kharekhar sari samaj sathe chhe…..
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pradipbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  માર્ચ 16, 2014 પર 7:01 પી એમ(pm)

  સુંદર ભાવ ગીત.ઉત્સવોથી ઉમંગ છલકાય ને ભાવે રંગાય. પાપનો ભાઈ થાજો નાશ..ને યાદ કરતાં સૌને હોળી મુબારક.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. Vinod R. Patel  |  માર્ચ 16, 2014 પર 7:07 પી એમ(pm)

  પ્રહલાદને પ્રભુ ભક્તિના પ્રતિકરૂપે નિહાતા, જીવનપંથ પકડો,

  ભક્તિ શક્તિએ હોલિકારૂપી અહંકારનો તમે ત્યાગ કરો,

  સુંદર સંદેશ સાથેનું આ હોળી કાવ્ય ગમ્યું .

  આપને હોળી મુબારક .

  જવાબ આપો
 • 9. sapana53  |  માર્ચ 17, 2014 પર 1:07 એ એમ (am)

  સરસ રચના..હોળી મુબારક..

  જવાબ આપો
 • 10. chandravadan  |  માર્ચ 17, 2014 પર 7:27 પી એમ(pm)

  This was an Email Response>>>>

  (2)


  Meઆતાજી, નમસ્તે ! હોળી આવી….મારા બ્લોગ પર હોળીની પોસ્ટ વાંચવા આવજો @ http://www.chandrapukar.wordpre

  Mar 16 at 11:33 AM


  himatlal joshi
  To Me

  Today at 10:46 AM

  પ્રિય ચંદ્રકાન્તભાઈ
  તમે કાવ્યના રૂપમાં સુંદર હોળીની રજૂઆત કરી બહુ સરસ
  એક વખત મારા ગામ દેશીન્ગાની હોળી આવી દુહા ગા va વાલા ઓએ દુહાની રાજ્ઝટ બોલાવી ત્રણ ગાડા ખેડું કુતિયાણા નાં સિપાહી (મુસલમાન લોકોની એક જાત )પસાર થયા તેઓ ક્યાંક જઈ રહ્યા હતા અને બાપુ એમને શુર ચડ્યું ગામતરે જવાનું પડતું મૂકી અને બાપુ એણે દુહાની રમઝટ બોલાવી સવારો સવાર દુહા ગાયા
  have હું એક દુહો હોળી નિમિત્તે સંભળાવી દઉં
  હમણાં હું લખીશ એવા દુહા પણ હોળી ના દિવસોમાં બોલાય હો તો કંઈ અજુકતું નહિ માની બેસતા
  બાયડી યુ મળિયું બવ લખ્પત્તી અને રાંક
  પણ તે વાળ્યો આડો આંક લાખેણી મારી લાલકી

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataji,
  Abhar !
  Your Comment is the Blessings to me !
  Chandravadan

  જવાબ આપો
 • 11. pragnaju  |  માર્ચ 18, 2014 પર 10:20 પી એમ(pm)

  સરસ
  હોળી મુબારક

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: