પેરીસના ત્રણ છોકરાઓ !

March 6, 2014 at 3:08 pm 6 comments

પેરીસના ત્રણ છોકરાઓ !

“પેરીસના ત્રણ છોકરાઓ” નામે એક નાટક છે,

એના ભજવનાર એક  પ્રાણસુખભાઈ નાયક છે !…….(ટેક)

પેરીસમાં રહે છે એક ગરીબ વૃધ્ધ એની એક દીકરી સાથે,

વ્હાલી દીકરી માંદી પડે’ને સારવાર માટે પૈસાની આશાઓ વૃધ્ધ-હૈયે,

પણ….ગરીબના સહારે કોણ આવે ?………………….(૧)

વૃધ્ધ છે એક વાયોલીનકલાકાર ‘ને લીધો એણે એની કળાનો સહારો,

રાત્રીએ પેરીસની ગલી ગલીમાં વાયોલીન એ વગાડતો રહ્યો,

પણ…રાત્રીએ ભરઉંઘમાં સુરો એના કોણ સાંભળે ?……….(૨)

સુરોમાં ભરી હતી એણે એના દીલના દર્દની પૂકાર,

સુરોમાં હતી દીકરીના જીવનદાન માટે સહાય-આશાનો આધાર,

પણ….ભર નિંદરે સુતેલી પેરીસ નથી જરા તૈયાર !………(૩)

નિરાશ અને થાકેલ વૃધ્ધ એક જગાએ અંતે બેસી પડ્યો,

ત્યારે, થીયેટરમાંથી ત્રણ છોકરાઓની નજરે એ પડ્યો,

અને, હા !….બાળ હૈયે વૃધ્ધ પ્રત્યે દયા ઉભરી !……(૪)

એક બાળકે વાયોલીન એની લીધી, બીજએ પોતાની ગીતાર પકડી,

ત્રીજાએ “મીઠા સુરે” સંગીત સાથે ગલીને ભરી જાગૃત કરી,

અને,હા !….પેરીસના રહેનારા સૌ જાગી ગયા !……(૫)

માળે માળે. ગલી ગલીએથી ટોપલીમાં પૈસા પડતા રહે,

જોત જોતામાં ટોપલી તો પૈસાથી ભરપૂર બને,

અને, હા !….નિરાશા વૃધ્ધની હતી હવે ગાયબ !…….(૬)

વૃધ્ધ ખુશીમાં દુર જઈ રહેલા બાળકોને પૂછીરહેઃ

કોણ છો તમે ? જરા કહી જાઓને મને,

અને, હા !….ત્રણ બાળકો વૃધ્ધ સુરો સાંભળે !……(૭)

નામ છે “આશા”મારૂં, ‘ને “શ્રધ્ધા” છે આ મારો સાથી,

“ભક્તિ”છે મારૂં નામ ‘ને આશા, શ્રધ્ધા છે મારા સાથી,

એટલા શબ્દો ત્રણના વૃધ્ધના કાને ગુંજી રહે !…..(૮)

ભવૈયો નાટક તણો છે પ્રાણસુખભાઈ નાયક નામે,

જીવન જીવવાની શીખ મળે છે નાટક કહાણીમાં રે,

એવા શબ્દો કહી, ચંદ્ર પ્રાણસુખભાઈને વંદન કરે !…(૯)

કાવ્ય રચના ઃ તારીખ, જાન્યુઆરી,૧૫,૨૦૧૪           ચંદ્રવદન

બે શબ્દો…

પ્રવીણકાન્ત શાસ્ત્રીનો એક ઈમેઈલ.

એમણે એક “હરિશ નાયક”એ આપેલા “શ્વેતા” પુસ્તક માટેના અભિપ્રાય માટે એક “લીન્ક્સ” આપી એ આધારે એમના જીવન વિષે જાણ્યું.

ત્યારબાદ…હરિશભાઈના ફોન જાણી, મેં હરિશકાકા સાથે ફોનથી વાતો કરી જાણ્યું એ એમનું જીવન બાળ સાહિત્ય પ્રેમ અને વાર્તાઓ લખવા માટે જોડાયેલું હતું. એમણે ફોન પર એક “પ્રાણસુખભાઈ નાયક”ની વાત કરી ..એ હતા નાટક ભજનાર….ગુજરાતમાં અનેક જગાઅએ જઈ અનેકને આનંદ આપનાર હતા.

એમણે “પેરીસના ત્રણ છોકરાઓ”નામે નાટક કરેલો તેમાં એક વૃધ્ધ એની માંદી દીકરીની સારવારના પૈસા માટે પેરીસની ગલીમાં રાત્રીમાં વાયોલીન વગાડે પણ કોઈ જાગે નહી..નારાશ હતો ત્યારે નાટકના થીયેટરમાંથી બહાર આવેલા ત્રણ બાળકો એની નિરશા નિહાળી “સુર સંગીત ” આપી પેરીસવાસીઓને જગાડે છે…માળો પરથી પૈસા હેટમાં પડે છે….આ કલ્પીત ત્રણ બાળકો જ “ફેઈથ”…”આશા”..અને “ભક્તિ” !

આશા છે કે તમોને આ કાવ્ય રચના ગમે..તમે અંગ્રેજીમાં આ વાર્તા જરૂર જાણી હશે.

એક માણવા જેવો વિડીયો.

http://www.youtube.com/watch?v=JvlKpP2N-4k

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post about the “THREE BOYS of PARIS” was after reading about HARISH NAIK, who had written  many CHILDREN STORIES as a writer in India…now residing in U.S.A. He narrated the DRAMA done on 3 Boys of Paris. This was based on a Story in English about an old man with a violin trying to raise money for her sick daughter….but Paris was sleeping at night. Then 3 boys from the Drama Company realising the situation give the MUSICAL RENDERING which awakened ALL & the money was thrown on the street from the people in the balcony…..These 3 Boys represent FAITH,HOPE & DEVOTION to GOD.

Hope you like the Post ( Kavya) based on this Story.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

રતનબાને અંજલી ! શ્રીનાથજીની પ્રવિણા-ભક્તિ !

6 Comments Add your own

 • 1. Sanat Parikh  |  March 6, 2014 at 5:20 pm

  Very poignant story of Three boys in Paris. Where does Harisbhai live in USA?

  Reply
  • 2. chandravadan  |  March 6, 2014 at 5:36 pm

   Sanatbhai,
   Thanks !
   Harishbhai lives in New Jersey.
   You must have watched the Video Clip & seen him in it.
   Chandravadan

   Reply
 • 3. Vinod R. Patel  |  March 6, 2014 at 11:44 pm

  બાળકોના પ્યારા લેખક વયોવૃદ્ધ શ્રી હરીશ નાયક ની પેરિસના ત્રણ છોકરાઓની

  વાર્તા ખુબ જ પ્રેરક અને બોધદાયક છે .

  ન્યુ જર્સી રહેતા બાળ વાર્તાકાર હરીશભાઈને વંદન .

  Reply
 • 4. pravina  |  March 7, 2014 at 1:16 am

  પેરિસમાં ત્રણ બાળકોની પ્રેરક કહાની.

  હરીશભાઈનું સુંદર કામ.

  Reply
 • 5. Anila Patel  |  March 7, 2014 at 7:51 pm

  Bahuj saras hrudaysparshi varta.

  Reply
 • 6. pravinshastri  |  March 10, 2014 at 11:05 pm

  શ્રી હરીશ્ભાઈ નાયક એ બાળસાહિત્ય સમ્રાટ છે. મૂળ સુરતના. પહેલા સુરતના વર્તમાન પત્ર ગુજરાતમિત્ર સાથે સંકળાયલા હતા. હવે તેઓ વર્ષોથી ગુજરાત સમાચાર સાથે સંકળાયલા છે. તે ઓ ન્યુ જર્સીમા રહે છે. એઓશ્રી હજુ પણ દુજરત સમાચારના શનિવારના ઝગમગમાં ઉચ્ચ બાળવાર્તાઓ પીરસે છે. ગુજરાત દર્પણ અને તિરંગા ઈન ન્યુ જર્સીમાં પણ એમની બાળવાર્તાઓ નિયમિતરીતે વાંચવા મળે છે. એમને કોઈકે મારી નવલકથા “શ્વેતા” પહોચાડી. એ તો હોસ્પિટલને ખાટલે પડ્યા હતા. લાઈટ ખેંચી શ્વેતા વાંચવા માંડી. અટ્ક્યા નહીં એક મિનિટના એક પાનાના હિસાબે એક્કી બેઠકે (ખરેખર સૂતા સૂતા) આખી નવલકથા પુરી કરીને જ જંપ્યા. એટલું જ નહીં પણ આશીર્વાદરૂપે (Unsolicited) પ્રતિભાવ પણ મોકલ્યો.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

March 2014
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: