પોલીઓ સાથે વિનોદ પટેલની લડાઈ !

ફેબ્રુવારી 28, 2014 at 1:47 પી એમ(pm) 7 comments

પોલીઓની રસીના શોધક ડો. જોનાસ સોક ( જન્મ-ઓક્ટોબર ૨૮ ૧૯૧૪- દેહાંત – જુન ૨૩,૧૯૯૫ )

પોલીઓ સાથે વિનોદ પટેલની લડાઈ !

રંગુનના બોમ્બમારાથી બચવા, ભગવાનદાસ કુટુંબ બર્મા દેશ છોડે, એવા સમયે, દીકરી શાંતાનો પુત્ર વિનોદ તો ફક્ત ચાર વર્ષનો રહે,  ૧૯૪૧ની સાલના સમયગાળાની આ વાત રહી !………………(૧)

કુટુંબ ગુજરાતના ડાંગરવા નામે નાના ગામમાં રહેવાનું શરૂ કરે, એવા સમયે, બાળ વિનોદ ભયંકર તાવ સાથે જમીન પર પડે, જે કારણે, પાનસર ગામે તાવ માટે વિનોદને ઈંજેકશન મળે !……(૨)

ઈંજેક્શનથી તાવ ઉતરે, પણ વિનોદ દેહ પર ખામીઓ રહે, જમણા હાથ અને ડાબા પગે એવી અસરો નજરે પડે, એને જ સર્વે નિરાશાના ભાવે રહી, “પોલીઓ” કહ્યો !……………(૩)

બાળ વિનોદ દેહ પર રહેલી ખામીઓ માતા-પિતા નિહાળે, માતા-પિતા હૈયે તો દુઃખ સહીત આસુંઓ નયને વહે, એવા સમયે, બાળ વિનોદ હૈયે શું રે હશે !…………………..(૪)

સારવાર માટે આણંદના દવાખાને નિયમિત જવાનું રહે, પ્રેમભરપુર માતા-પિતા એમની ફરજો બજાવતા રહે, જે થકી, કાંઈ સુધારા સાથે બાળ વિનોદ ચાલી શકે !……….(૫)

પ્રથમ તો,અન્યને નિહાળી, બાળ વિનોદ હૈયે નારાજી થોડી, એવી નારાજી સાથે હિનતાભાવ યાને “ઈનફીરીઓરીટી કોમ્પ્લેક્ષ”થોડી, પણ એવા સમયે, પ્રભુ વિનોદને આત્મબળ અર્પે !……………(૬)

આત્મબળે વિનોદ શાળા અભ્યાસમાં તેજસ્વી રહે, બીકોમ અને એલએલબી ડીગ્રી પણ હાંસીલ કરે, જે થકી, માનસન્માનભરી નોકરી પણ મળે !……………(૭)

જ્યારે માનવ દેહમાં ખામી કે કાંઈ અધુરાપણું હોય, ત્યારે દેહમાં છુપાયેલી અપાર અકલ્પીત શક્તિ નજરે હોય, અહીં પોલીઓ પર થયેલી વિનોદ-જીતના દર્શન હોય !…….(૮)

પત્ની અવસાન ૧૯૯૨માં અને જીવનમાં ભયંકર આચકો આવ્યો, ત્યારે આત્મબળે સામનો કરી, નિવૃત્તિજીવન માટે અમેરીકા આવ્યો, આજે, અનેક ભારતવાસીઓમાંથી ચમકી રહે !…………….(૯)

પોલીઓ કારણે વિનોદે જીવનમાં કદી પણ હાર ના માની, સર્વ જેવો હું કહી, એક પુર્ણ માનવી રહી, જીવનમાં આગે

કુચ કરી, એમાં રહે પોલીઓ વિજેતા વિનોદના દર્શન !……………….(૧૦)

૧૯૫૫માં જ્યારે ડો. જોનાસ શોક પોલીઓ નાબુદ કરવાની રસી શોધે, અને, પોલીઓમા મહારોગ પર વિજયની વાતો વિશ્વમાં ફેલાઈ રહે, ત્યારે વિનોદ હૈયાની ખુશી વિનોદ સિવાય કોઈ ના કહી શકે !…..(૧૧)

 

૨૦૧૪માં “ભારતમાં પોલીઓ નાબુદ” એવું વિશ્વમાં જાહેર થયું, ત્યારે વિનોદ હૈયે બાળ વિનોદની યાદતાજી હશે કેખબર નથી શું થયું? જરૂર આનંદના નીર વિનોદ નયનેથી વહેતા હશે !…..(૧૨)

 

આજે પોલીઓ નાબુદ, પણ માનવીને સતાવવા હશે કોઈ રોગ બીજો, શીખ અહીં એટલી રહી કે એવા સમયે બનશે કોઈ વિનોદ બીજો, બસ, આટલી આશા ચંદ્ર હૈયે આજે વહી રહે !……………………(૧૩)

 

માનવ દેહને જ્યારે પણ ખોટ કે અધુરાપણું  મનડે ડંસે, ત્યારે પ્રભુ જ “આત્મબળ”રૂપી સહારો કરૂણાભાવે અર્પે, અને,”હું પણ છું પુર્ણ”નો ભાવ જાગૃત બને !…………………….(૧૪)

 

વિનોદ એના બ્લોગ પર પોલીઓ વિષે કહેતા, કહાણી પોતાની કહે, વાંચી એને, ચંદ્રનું ડોકટરી હૈયું હલીને કંઈક લખવા પ્રેરણાઓ ધરે, જે થકી, ચંદ્ર હસ્તે આ રચના શક્ય બને !……………………….(૧૫)

 

 

કાવ્ય રચનાઃ તારીખ જાન્યુઆરી,૧૮,૨૦૧૪                          ચંદ્રવદન

બે શબ્દો…

વિનોદભાઈ પટેલના બ્લોગ “વિનોદ વિહાર”ની પોસ્ટ વાંચી. ભારતમાં “પોલીઓ”રોગ નાબુદ થયાનું જાણ્યું. એ પોસ્ટમાં વિનોદભાઈ્ને  બાળપણમાં પોલીઓ થયાનું જાણ્યું. પોલીઓથી એક હાથ અને એક પગમાં એની અસર રહી ગયાનું જાણ્યું. એવા સંજોગોમાં વિનોદભાઈના હયે “આત્મબળ”ના દર્શન થયા.  તમે એ પોસ્ટ વાંચી ના હોય તો એની “લીન્ક” છે>>>>>

http://vinodvihar75.wordpress.com/2014/01/18/382-%e0%aa%86%e0%aa%96%e0%aa%b0%e0%ab%87-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%aa%bf/

જરૂરથી વાંચવા વિનંતી છે. બસ…એ પોસ્ટ વાંચ્યા બાદ મારા હૈયે “જે થયું” તે આધારીત આ રચના થઈ છે. તમોને આ પોસ્ટ ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

There was  a Post on VINOD VIHAR informing that INDIA WAS DECLARED “POLIO FREE”.

Vinod Patel as a child in India was the VICTIM of the POLIO.

He took the opportunity to tell his STORY.

That story was an INSPIRATION for OTHERS to FIGHT BACK at this DISEASE.

He told the JOY of the discovery of the POLIO VACCINE in 1955 by DR. JONAS SALK.

Just imagine if there was a PREVENTION possible by such a vaccine then….Vinod may have been saved from contacting this VIRAL ILLNESS.

But….VINOD STORY tells the POTENTIAL of the INNER SHAKTI which can make the person sees the POSITIVE against all ODDS.

I have tried to capture all the EVENTS/FEELINGS as experienced by Vinod Patel himself via a POEM.

Hope you like this Post with the Poem.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

૨૦૧૪માં મહાશીવરાત્રી ! સુનીલ-ચંદ્રવદન મિત્રતા !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  ફેબ્રુવારી 28, 2014 પર 1:53 પી એમ(pm)

  bahu j bodhdaayak vaat kahi aape. aa rite shri vinodbhai ne y janva malya teno to adhik vadhu aanand.

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  ફેબ્રુવારી 28, 2014 પર 3:03 પી એમ(pm)

  Hats off to Shri Vinod Patel.

  જવાબ આપો
 • 3. pravina Avinash  |  ફેબ્રુવારી 28, 2014 પર 3:44 પી એમ(pm)

  It is very nice of Dr. Mistry to share this life story of Shri. Vinodbhai,

  jay shree krishna

  જવાબ આપો
 • 4. nabhakashdeeph Patel  |  ફેબ્રુવારી 28, 2014 પર 6:14 પી એમ(pm)

  આદરણીયશ્રી વિનોદભાઈની, તપસ્યા, ખુમારી ને મિત્રતાપૂર્ણ વ્યવહારની વાતો કહેતાં , અમારી સૌની જીભ સુકાતી નથી. આપની આ વાત , મેં અમારા મિત્રવર્તુળોમાં કરતાં, અંદરથી અહોભાવ ને આદર સતત તેમના પ્રત્યે છલકાયા છે. આપે આજે આ પોષ્ટ દ્વારા , પ્રેરણાના પિયુષ પાયા છે…અભિનંદનડૉશ્રી ચંદ્રવદનભાઇ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. dhavalrajgeera  |  માર્ચ 1, 2014 પર 2:24 એ એમ (am)

  We see many Vinod Patel at Vikalang Uvarsad and BPA.

  જવાબ આપો
 • 6. pragnaju  |  માર્ચ 1, 2014 પર 2:23 પી એમ(pm)

  અતિ પરિચયાદ્ અવજ્ઞા’ – પરિચિત છે
  એને જાણવાની ખેવના પણ પ્રગટ કરતા નથી.
  ત્યારે આપણે રોજ મળીએ છીએ,
  જેમના વિચારોથી પ્રભાવીત થયા,
  જેમનું જીવન પ્રેરણાદાયી છે તેમને
  માનવ દેહને જ્યારે પણ ખોટ કે અધુરાપણું મનડે ડંસે,
  ત્યારે પ્રભુ જ “આત્મબળ”રૂપી સહારો કરૂણાભાવે અર્પે,
  અને,”હું પણ છું પુર્ણ”નો ભાવ જાગૃત બને !…
  રીતે ઓળખાવવા બદલ અભિનંદન

  જવાબ આપો
 • 7. Sanat Parikh  |  માર્ચ 1, 2014 પર 5:55 પી એમ(pm)

  Kudos to Vinod Patel.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 396,657 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
2425262728  

%d bloggers like this: