મોતીબેનને અંજલી

February 23, 2014 at 11:56 am 16 comments

gulab1

મોતીબેનને અંજલી

હ્રદય ખોલી, અર્પણ કરીએ છીએ અમે,
સ્વીકારજે, ઓ, માવડી, આ અંજલી અમારી…(ટેક​)

૧૯૨૦ની ત્રીજી એપ્રિલે મોતીબેન નામે જન્મ થયો જેનો,
એ જ હતી એક પત્ની સ્વરૂપે દેસરા ગામે,
એ જ હતી, માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૧)

પતિ સ્વરૂપે હતા ડાહ્યાભાઈ ઈંટ​વાલા નામે,
દીકરાઓ બિહારી, રોહીત​, મુકુંદ અને જયપ્રકાશ નામે,
દીકરીઓ ભાનુ, ગીતા, કમુ અને કૈલાશ નામે,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……..(૨)

સંસ્કારી અને આત્મબળભરપૂર હતી એ નારી,
પતિદેવને પૂજનારી હતી એ નારી,
સંતાન​-પ્રેમના ભંડારરૂપી હતી એ નારી,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૩)

જીવનમાં સુખ કે દુ:ખ રહે,
હસતા મુખડે ભરણપોષણ સૌનું કરતી રહે,
દયાભાવ સૌ પર એ વરસાવતી રહે,
એ જ માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……….(૪)

દેસરા ગામે જીવન જેનું વહી ગયું,
પરદેશ અમેરીકામાં પણ રહેવાનું થયું,
પ્રભુક્રુપારૂપે ભાગ્યમાં એ બધુ જ મળ્યું,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૫)

સંતાન​-પરિવારની ભરી વાડી જેણે નિહાળી,
ના માંગી સેવા, છતાં સંતાન​-સેવાની ભાગ્યશાળી,
જેવું આપ્યું જીવન પ્રભુએ એવું એ સ્વીકારકરનારી,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૬)

૨૦૧૪ની ફેબ્રુઆરીની ૧૦ તારીખ હતી,
જીવનયાત્રામાં અંતિમઘડીએ અગીયારસ હતી,
પ્રભુધામે જતા પહેલા, સૌને એ તો ભેગા કરી ગ​ઈ,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૭)

માવડી છે પ્રભુગોદમાં પરલોકમાં,
નથી અમ​-નયને આંસુડા આ લોકમાં,
હૈયે અમર છે એ, એની મીઠી યાદમાં,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૮)

કાવ્ય રચના : તારીખ ફેબ્રુઆરી ૧૦,૨૦૧૪          ચંદ્ર​વદન​

બે શબ્દો…

આજની પોસ્ટ કાવ્યરૂપે મારા સાસુજીને અંજલી છે.
૨૬મી જાન્યુઆરી,૨૦૧૪ના દિવસે હોસ્પીતાલમાં દાખલ કર્યા બાદ​, ૧૦મી ફેબ્રુઆરી,૨૦૧૪ એટલે અગીઆરસના શુભ દિવસે એમણે પ્રાણ છોડ્યા….આ જગતમાં ૯૩ વર્ષનું જીવન જીવી પ્રભુધામે ગયા.
જે વ્હાલા હોય તે ગુજરી જાય ત્યારે મનમાં દુ:ખ​, અને નયને આસુંઓ હોય​…પણ આત્મા અમર છે ના વિચારે ફરી શક્તિ મળે છે.
મેં હંમેશા સાસુજીને મારા હૈયે “માતા” માન્યા હતા.
મારા પત્ની કમુની એ ખુબ જ વ્હાલી “મા” હતી.
 જાણ્યું કે હોસ્પીતાલમાં છે …અને, તરત ૨૭મી જાન્યુઆરીથી અમો કોલંબીઆ, સાઉથ કેરોલીનામાં છીએ…અંતિમ વિદાય આપી…અને ત્યારબાદ​, થયેલ પૂજાઓ પણ હાજરી આપતા અમો પોતાને ભાગ્યશાળી સમજીએ છીએ…એ માટે પ્રભુનો પાડ માનીએ છીએ.
પ્રભુ એમના આત્માને શાંતી અર્પે એવી અંતરની પ્રાર્થના !
આ કાવ્યરૂપે મારા એમના પ્રત્યેના પ્રેમના પ્રતિકરૂપે આ અંજલી છે તે એમને પહોંચે, અને એનો સ્વીકાર થાય એવી આશાઓ, અને પ્રભુને વિનંતી !
ડો. ચંદ્ર​વદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati.

It is an ANJALI….my TRIBUTE/SALUTATIONS to my Mother-in-law, MOTIBEN DAHYABHAI INTWALA.

She was lady who had dedicated her entire life to her FAMILY….and her LOVE had extended to OTHERS outside of the Family.

She adored her husband and gave the UNCONDITIONAL LOVE to him & all her children ( 4 Sons & 4 Daughters).

She faced the hardships in life with the smile….gave the inspirations to all around her. After most of her life in the village of DESARA, she was in America since 1991…lived with her sons…visited her daughters & gave & inspirations to her grandchilderen & even was blessed to see her great-grandchildren.

After a stroke 3-4 years ago, she was blessed with the tender,loving care by her sons & their families. After a brief stay in the hospital she had paased away on 10th February,2014 living a life of 93 years+ on this Earth.

May her Soul rest in the Eternal Peace !

May Anjali & Salutations to her !

Dr.Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સુરત,ગુજરાતના હરિશ રઘુવંશી ! ૨૦૧૪માં મહાશીવરાત્રી !

16 Comments Add your own

 • 1. ishvarlal R. Mistry.  |  February 23, 2014 at 6:27 pm

  May her soul rest in peace,she was very caring and dedicated mother,very hardworking and helpful and kind to friends,lived a very long life. Our Sympthy to family.
  Ishvarbhai and Damayantiben Mistry.

  Reply
 • 2. pravinshastri  |  February 24, 2014 at 3:30 pm

  એક સરસ કાવ્ય સ્નેહાંજલી. કમુબહેન અને આપના પરિવારને મારી સાંત્વના.
  પ્રવીણ શાસ્ત્રી.

  Reply
 • 3. Vinod R. Patel  |  February 24, 2014 at 8:21 pm

  સૌ. કમુબેનના પૂજ્ય માતુશ્રી મોતીબેનને સરસ કાવ્યમય શ્રધાંજલિ આપી છે .

  પ્રભુ એમના આત્મા ચીર શાંતિ આપે એવી મારી પ્રાર્થના છે .

  Reply
 • 4. pravina Avinash  |  February 24, 2014 at 10:30 pm

  સૌ કમુબેનના પૂ. માતુશ્રીની સુંદર શ્રદ્ધાંજલી. પરિવારને દુખ સહન કરવાની

  શક્તિ આપે.

  Reply
 • 5. Sanat Parikh  |  February 25, 2014 at 12:48 am

  I am sorry to hear the sad demise of your mother-in-law. Please accept my heartfelt condolences to you and your family. May her soul rest in peace. She lived long and fullfilled life and reson to celebrate her life.

  Reply
 • 6. chandravadan  |  February 25, 2014 at 2:30 am

  This was an Email Response to this Post>>>>

  Purvi Malkan
  To Me

  Today at 5:51 PM

  bahu j sundar Anjali. ek dikra karta ye ek jamai dikro bani ne Anjali aape tenathi vadhu saru soubhagya kyu?
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  So nice words !
  Thanks !
  Uncle

  Reply
 • 7. chandravadan  |  February 25, 2014 at 2:32 pm

  This was an Email Response for the Post>>>>

  Vasant Mistry
  To Me

  Feb 24 at 8:14 PM

  ચાદ્રવદનભાઈ
  તમારી સાસુજીના સમાચાર જાણીયા
  ભગવાન એમના આત્માને શાંતિ આપે.
  બીજું વધુમાં જણાવવાનું કે 5 કિલો પાપડ પાર્સલ
  કરવાના છે સાથે તમારે કઈ જોઈતું હોય તો જણાવશો
  વેસ્મા જવાયું નથી પણ થોડા દિવસમાં જઈ આવીશ તે
  જાણશો..
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vasant,
  Thanks !
  Chandravadan

  Reply
 • 8. chandravadan  |  February 25, 2014 at 2:34 pm

  This was an Email Response >>>>

  keshav budhia
  To Me

  Feb 24 at 8:55 PM

  Hello Chandravadan bhai and Kamuben,

  Very sorry to hear about passing away of Motiben. We pray for her soul who is now with God. Our heartily condolences to both of you and family members.

  Jai Sri Krishna

  Keshav and Bhagavati Budhia
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Keshavbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 9. chandravadan  |  February 25, 2014 at 2:38 pm

  This was an Email Response>>>>

  On Monday, February 24, 2014 6:17 PM, chiman patel wrote:

  Sorry for the news.
  Condolences to both of you.

  with regards,

  Chiman Patel ‘chaman’

  http://chimanpatel.gujaratisahityasarita.org/
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chimanbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 10. chandravadan  |  February 25, 2014 at 2:42 pm

  This was an Email Response>>>>

  Subject: Re: MY MOTHER-IN -LAW’S DEATH
  To: “chadravada mistry”
  Date: Sunday, February 16, 2014, 7:21 AM

  પરમ આદરણીય
  શ્રી ચંદ્રવદનભાઈ,
  આપનો સંદેશો મળ્યો,
  હમણાં સતત મુસાફરીમાં
  વ્યસ્ત હતો,ચાર જગ્યાએ
  કોલેજોમાં સંતસાહિત્ય
  વિષે પરિસંવાદમાં
  વક્તવ્ય આપવા જવાનું
  થયેલું, એ સિવાય
  રાજકોટના રામકૃષ્ણ
  મિશન મંદિરમાં સ્વામી
  વિવેકાનંદની ૧૫૦ મી
  જન્મ જયંતીના
  ઉપલક્ષ્યમાં ભારતીય
  સંતોની વાણીમાં
  ભાવાત્મક એકતા વિષે
  સાતમી તારીખે ભજન ગાન
  સાથે વ્યાખ્યાન હતું
  તેથી આપને બહુ વિલંબથી
  આ પ્રત્યુત્તર પાઠવી
  શક્યો છું, તો માફ કરશો,
  આપના સાસુમા -આદરણીયા
  કમુબહેનના માતુશ્રીની
  વિદાયના સમાચાર જાણ્યા
  , પરમાત્મા સદગતના
  આત્માને શાંતિ આપે તેવી
  પ્રાર્થના કરું છું,
  ત્યાં સહુ
  કુટુંબીજનોને આપ
  દ્વારા પૂર્ણ આશ્વાસન
  મળતું રહ્યું હશે,
  નિરંજનના સ્નેહ વંદન
  ..૧૬-૨-૨૦૧૪
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Niranjanbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 11. chandravadan  |  February 25, 2014 at 2:44 pm

  This was an Email Response>>>>

  J.b.prajapati
  To Me

  Feb 12

  આદરણીય ચન્દ્રવદનભાઇ
  તથા પૂજ્ય કમૂબહેન
  સાદર પ્રણામ.
  આપના તરફથી દુઃખદ સમાચાર જાણીને ખૂબ જ દુઃખ થયું
  પરમાત્મા સદ્ગતના આત્માને શાન્તિ આપે અને આપ તથા પૂ.કમૂબહેન તથા તેમના કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ….
  જ્યંતીભાઇ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jayantibhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 12. Capt. Narendra  |  February 25, 2014 at 6:32 pm

  પરમ પૂજ્ય માતુશ્રીને આપેલી અંજલી ઘણી ભાવવાહી છે. આપના હૃદયની ભાવનાઓનું આપે સુંદર રીતે કાવ્યમાં નિરૂપણ કર્યું છે. વિશ્વની તમામ માતાઓનું પરમધામ વૈકુંઠ જ હોય છે જે કમુબહેનના માતુશ્રીનું ચિરધામ બની રહે એવી પ્રાર્થના.

  Reply
 • 13. Dr.S.D.Mistry  |  February 27, 2014 at 6:27 pm

  Dear Chandravadanbhai and Kamuben,
  Your tribute to your mother-in-law is very well worded in Gujarati.
  She had a full life and was loved by all in family and those who knew her.Our prayers are for her soul to have sad-gati and eternal peace.
  Shashibhai and family

  Reply
 • 14. SARYU PARIKH  |  February 27, 2014 at 7:21 pm

  ભાઈશ્રી,
  આપના સાસુ-માને સ્નેહાંનજલી અર્પણ કરી કુટુંબમાં પ્રેમની ગાંઠ વધુ મજબુત કરવામાં તમારા દિલની સહજ સરળતા દેખાય છે.
  સદ્ગત આત્મા અને સર્વેને નમસ્તે.
  સરયૂ

  Reply
 • 15. nabhakashdeeph Patel  |  February 27, 2014 at 11:05 pm

  સુશ્રી કમુબેન અને ડો.ચંદ્રવદનભાઈ…વડિલોના આશિષ થકી, જે શાન્તવના મળે છે, એ અમૂલ્ય હોય છે.આવી છત્રછાયા અળગી થાય , ત્યારે સ્વજનોના હ્ર્દય લાગણીથી ઉભરાય.આપે શબ્દોની અજંલીથી લાગણીઓ વહેંચી છે. આપના પરિવારને પ્રભુ હિંમત બક્ષે એ પ્રાર્થના સાથે દિવંગત અક્ષરધામે સુખિયા રહે એવી શ્રધ્ધાંજલિ…મેં એક ઈ મેલ આપને કર્યો હતો ,પણ લોસ્ટ થતો લાગ્યો હતો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 16. chandravadan  |  February 27, 2014 at 11:05 pm

  This was an Email Response>>>>>

  Re: મોતીબેનને અંજલી

  Tuesday, February 25, 2014 10:56 AM

  From: prakashmistry>To: emsons

  Namaste Chandravadanbhai,

  OUR SINCERE CONDOLENCE AND SYMPATHY TO YOU FOR THE SAD LOSS OF YOUR BELOVED MOTHER-IN-LAW.

  MAY LORD KRISHNA GIVE YOU BOTH STRENGTH AND COURAGE DURING SAD TIMES.

  OM SHANTI SHANTI SHANTI

  Prakash & Kiran Mistry
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Prakashbhai,
  Thanks !
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

February 2014
M T W T F S S
« Jan   Mar »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  

%d bloggers like this: