Archive for ફેબ્રુવારી 23, 2014

મોતીબેનને અંજલી

gulab1

મોતીબેનને અંજલી

હ્રદય ખોલી, અર્પણ કરીએ છીએ અમે,
સ્વીકારજે, ઓ, માવડી, આ અંજલી અમારી…(ટેક​)

૧૯૨૦ની ત્રીજી એપ્રિલે મોતીબેન નામે જન્મ થયો જેનો,
એ જ હતી એક પત્ની સ્વરૂપે દેસરા ગામે,
એ જ હતી, માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૧)

પતિ સ્વરૂપે હતા ડાહ્યાભાઈ ઈંટ​વાલા નામે,
દીકરાઓ બિહારી, રોહીત​, મુકુંદ અને જયપ્રકાશ નામે,
દીકરીઓ ભાનુ, ગીતા, કમુ અને કૈલાશ નામે,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……..(૨)

સંસ્કારી અને આત્મબળભરપૂર હતી એ નારી,
પતિદેવને પૂજનારી હતી એ નારી,
સંતાન​-પ્રેમના ભંડારરૂપી હતી એ નારી,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૩)

જીવનમાં સુખ કે દુ:ખ રહે,
હસતા મુખડે ભરણપોષણ સૌનું કરતી રહે,
દયાભાવ સૌ પર એ વરસાવતી રહે,
એ જ માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……….(૪)

દેસરા ગામે જીવન જેનું વહી ગયું,
પરદેશ અમેરીકામાં પણ રહેવાનું થયું,
પ્રભુક્રુપારૂપે ભાગ્યમાં એ બધુ જ મળ્યું,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૫)

સંતાન​-પરિવારની ભરી વાડી જેણે નિહાળી,
ના માંગી સેવા, છતાં સંતાન​-સેવાની ભાગ્યશાળી,
જેવું આપ્યું જીવન પ્રભુએ એવું એ સ્વીકારકરનારી,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૬)

૨૦૧૪ની ફેબ્રુઆરીની ૧૦ તારીખ હતી,
જીવનયાત્રામાં અંતિમઘડીએ અગીયારસ હતી,
પ્રભુધામે જતા પહેલા, સૌને એ તો ભેગા કરી ગ​ઈ,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૭)

માવડી છે પ્રભુગોદમાં પરલોકમાં,
નથી અમ​-નયને આંસુડા આ લોકમાં,
હૈયે અમર છે એ, એની મીઠી યાદમાં,
એ જ હતી માવડી અમારી !
વંદન છે એમને આજે અમારા !……(૮)

કાવ્ય રચના : તારીખ ફેબ્રુઆરી ૧૦,૨૦૧૪          ચંદ્ર​વદન​

બે શબ્દો…

આજની પોસ્ટ કાવ્યરૂપે મારા સાસુજીને અંજલી છે.
૨૬મી જાન્યુઆરી,૨૦૧૪ના દિવસે હોસ્પીતાલમાં દાખલ કર્યા બાદ​, ૧૦મી ફેબ્રુઆરી,૨૦૧૪ એટલે અગીઆરસના શુભ દિવસે એમણે પ્રાણ છોડ્યા….આ જગતમાં ૯૩ વર્ષનું જીવન જીવી પ્રભુધામે ગયા.
જે વ્હાલા હોય તે ગુજરી જાય ત્યારે મનમાં દુ:ખ​, અને નયને આસુંઓ હોય​…પણ આત્મા અમર છે ના વિચારે ફરી શક્તિ મળે છે.
મેં હંમેશા સાસુજીને મારા હૈયે “માતા” માન્યા હતા.
મારા પત્ની કમુની એ ખુબ જ વ્હાલી “મા” હતી.
 જાણ્યું કે હોસ્પીતાલમાં છે …અને, તરત ૨૭મી જાન્યુઆરીથી અમો કોલંબીઆ, સાઉથ કેરોલીનામાં છીએ…અંતિમ વિદાય આપી…અને ત્યારબાદ​, થયેલ પૂજાઓ પણ હાજરી આપતા અમો પોતાને ભાગ્યશાળી સમજીએ છીએ…એ માટે પ્રભુનો પાડ માનીએ છીએ.
પ્રભુ એમના આત્માને શાંતી અર્પે એવી અંતરની પ્રાર્થના !
આ કાવ્યરૂપે મારા એમના પ્રત્યેના પ્રેમના પ્રતિકરૂપે આ અંજલી છે તે એમને પહોંચે, અને એનો સ્વીકાર થાય એવી આશાઓ, અને પ્રભુને વિનંતી !
ડો. ચંદ્ર​વદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati.

It is an ANJALI….my TRIBUTE/SALUTATIONS to my Mother-in-law, MOTIBEN DAHYABHAI INTWALA.

She was lady who had dedicated her entire life to her FAMILY….and her LOVE had extended to OTHERS outside of the Family.

She adored her husband and gave the UNCONDITIONAL LOVE to him & all her children ( 4 Sons & 4 Daughters).

She faced the hardships in life with the smile….gave the inspirations to all around her. After most of her life in the village of DESARA, she was in America since 1991…lived with her sons…visited her daughters & gave & inspirations to her grandchilderen & even was blessed to see her great-grandchildren.

After a stroke 3-4 years ago, she was blessed with the tender,loving care by her sons & their families. After a brief stay in the hospital she had paased away on 10th February,2014 living a life of 93 years+ on this Earth.

May her Soul rest in the Eternal Peace !

May Anjali & Salutations to her !

Dr.Chandravadan Mistry

ફેબ્રુવારી 23, 2014 at 11:56 એ એમ (am) 16 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,709 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
2425262728