ટમેટાનો ઈતિહાસ !

ફેબ્રુવારી 15, 2014 at 2:56 પી એમ(pm) 8 comments

 : Tomato isolated on white background. Stock Photo 
 : tomato over white background
 
 : Tomatoes

ટમેટાનો ઈતિહાસ !

ટમેટા રે ટમેટા, ઈતિહાસ તારો છે ખુબ ન્યારો !…..(ટેક)

અમેરીકામાં ઉગતા છોડે લાલ રંગના ટમેટા લાગે પ્યારા, ખાવા માટે ઈચ્છા હોય તો પણ ખાવા માટે ડરતા લોકો સારા, શાને માટે ડર એવો, કહેશો તમે જરા !…………………(૧)

જંગલી વરૂઓ ટમેટા ખાઈને  ખુદ મરતા, જેથી “વુલ્ફપીચ”નામે ટમેટા ત્યારે ઓળખાતા, આવા ઝેરી ફળથી સૌ ડરતા !…………………………(૨)

ત્રીજી સદીએ ટમેટા વિષે સૌએ જાણ્યું, ભુલાઈ ફરી ૧૬મી સદીમાં એને યાદ કર્યું, કોઈ માનવીએ ખાઈ મૃત્યુને ભેટી લીધું !………………..(૩)

ટમેટામાં તો ઝેર છે એવું ફરી સૌએ કહ્યું, પણ, ટામેટાનો એસીડ અને સ્ટીલની થાળી કારણે એ હતું, થોડી થયેલ રીસર્ચનું એ સત્ય હતું !…………………….(૪)

૧૯મી સદીમાં અમેરીકાથી અંગ્રેજો ટમેટાને ઈંગલેન્ડ લાવે, પાળેલા પ્રાણીઓ ટમેટા ખાતાના મરે ‘ને તંદુરસ્ત બને, એવું જાણી હવે ટમેટાનો ડર ના રહે !……………………(૫)

ઈંગલેન્ડથી અંતે ઈટાલીમાં પીઝાને ટમેટા શણગારે, હવે તો ટમેટામાં ટોનીક તત્વ સમાયેલ હોય એવું કહેવાય, “લવ એપલ” જેવું પ્યારૂં નામ પણ અપાય !……………..(૬)

અમેરીકાની હાઈન્ઝ કંપની ટમેટાનો કેચ-ઉપ કરી પ્રચાર કરે, વળી કેમ્પબેલ નામે માનવી સ્પેનીશ ટોનિટિલને ટમેટા નામ ધરે, “કેમ્પબેલ ટમેટા સુપ” નામે વિશ્વમાં પ્રખ્યાત કરે !…………..(૭)

આજે વિશ્વમાં ટમેટાથી નથી કોઈ રહ્યું અજાણ, વિશ્વમાં ટમેટાનો પાક કરતા સૌ ખુશ છે એવું જાણ, એક ઝેરી કહેવાતું ફળ છે આજે સૌનું વ્હાલું એવું જાણ !……….(૮)

પુર્વીએ ટમેટા ઈતિહાસ વિષે “ફુલછાબ”માં લેખ લખે, જેને વાંચી, ચંદ્ર પ્રભાવિત થઈ એનું એક કાવ્ય કરે, એ જ તમે આજે અહી માણી શકે !…………………………..(૯)

કાવ્ય રચના ઃ તારીખ,૨૨,૨૦૧૪                  ચંદ્રવદન

બે શબ્દો….

૨૨મી જાન્યુઆરી,૨૦૧૪ના પ્રગટ થયેલા “ફુલછાબ”ના ન્યુઝપેપરમાં “ટમેટાનો ઈવલ ઈતિહાસ”નામે પુર્વી મોદી મલકાણનો એક લેખ હતો. એ ગુજરાતી લેખ દ્વારા ટામેટા પ્રથમ અમેરીકામાં પાકતા હોવાનું જાણ્યું. એવી જાણ સાથે પ્રથમ એ “ઝેરીલું” ફળ ગણાતું….કોઈને ખાવાથી મૃત્યુ થયાના દાખલાઓ હતા. સૌને ડર હતો. પાળેલા પ્રાણીઓ ટમેટા ખાધા બાદ વધારે તંદુરસ્ત જોવામાં આવ્યા. ટમેટા પર “રીસર્ચ” થઈ. અને અંતે અમેરીકા …ત્યારબાદ, યુરોપમાં તેમજ વિશ્વમાં ટમેટા પ્રખ્યાત અને પ્યારો ખોરાક થઈ ગયો. જે લેખ દ્વારા જાણ્યું એ જ કવ્યરૂપે પ્રગટ કર્યું છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

In one of the Newspapers of Gujarat…FULCHHAB, there was an Article on the HISTORY of TOMATOES.

I read that LEKH by PURVI MODI MALKAN.

I really liked it !

So…a Poem in Gujarati was created based on the INFO.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

વેલેન્ટાઈન ડે જીણાભાઈ સુખાભાઈ મિસ્ત્રીને અંજલી

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ફેબ્રુવારી 15, 2014 પર 3:12 પી એમ(pm)

  ઓ ટામેટા !
  ૧ ટામેટાને કોઇપણ સ્વરૂપમાં ખાઇ શકાય છે. જેમકે કાચા સલાડનાં સ્વરૂપમાં કે પછી શાકભાજી સ્વરૂપે અથવાતો ટામેટાનો સુપ પીને પણ તેનું સેવન કરી શકાય છે. ટામેટાનાં નિયમીત સેવનથી વિટામીનA, વિટામીન B અને વિટામીન C પ્રાપ્ત થાય છે.
  ૨ રિંગણના મોરપીંછ કલરથી તો આપણે કોઈ અજાણ નથી પરંતુ હવે તમે ટામેટા પણ રિંગણના કલરમાં જોવા માટે તૈયાર થઈ જાઓ. કારણકે ફળોના રંગ બાબતે રિસર્ચ કરતા વૈજ્ઞાનિકોએ ટામેટાને હવે રિંગણ કલરમાં ઉત્પાદન કરવામાં સફળતા મેળવી લીધી છે.
  ૩પાચન શક્તિ વધારનાર: ટામેટાના ટુકડા કરીને તેની પર સુંઠ અને સિંધાલુણ ભભરાવીને ખાવાથી પાચન શક્તિ વધે છે. તેનાથી ભોજન પ્રત્યે અરૂચિ અને આફરો પણ દૂર થઈ જાય છે.

  મોઢાના ચાંદા: ટામેટાના રસને પાણીમાં ભેળવીને કોગળા કરવાથી મોઢાના ચાંદા મટી જાય છે.

  તાવ : તાવ આવે તે વખતે લોહીની અંદર વિજાતીય દ્વવ્યો વધી જાય છે. ટામેટાનો સુપ આ તત્વોને કાઢી દે છે. આનાથી રોગીને આરામ મળે છે. આ સામાન્ય તાવમાં જ આપવો જોઈએ.
  ૪ ટામેટા લાઇકોપીનીનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. જે પેટ, આંતરડા તેમજ અન્ય કેન્સરથી બચાવે છે. તેમાં વિટામિન Aનું પ્રમાણ પણ વધુ હોય છે જે આંખો માટે બેસ્ટ છે.
  તેમાં વિટામિન સીની માત્રા ખુબ હોય છે જે બોડીની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે.

  -વજન ઘટાડવા માટે સવારે એક ગ્લાસ ટામેટાનું જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. નાસ્તામાં બે ટામેટા સંપૂર્ણ ભોજન બરાબર માનવામાં આવે છે.

  -જમવામાં ટામેટાનું પ્રમાણ વધારવાથી એસિડિટીની સમસ્યા દૂર થઈ જાય છે.

  -ટામેટામાં હાજર કેલ્શિયમ દાંત તેમજ હાડકાને મજબૂત બનાવે છે. તેમાં ફાઇબરની માત્રા સૌથી વધુ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

  -ફ્રિઝમાં ટામેટા રાખવાથી તેના પોષક તત્વ ઓછા થઈ જાય છે અને તેના સ્વાદ પર પણ અસર પડે છે તેથી તેને સામાન્ય તાપમાનમાં જ રાખવા જોઇએ.

  -ટામેટા કે તેનો સોસથી તાંબાના વાસણ સાફ કરવાથી તેની ચમક વધે છે.

  -ટામેટાને મસળી તેમાં થોડું કાચુ દૂધ તેમજ લીંબુનો રસ મેળવી ચહેરા પર લગાવો, તે ઈન્સ્ટંટ ગ્લોઇંગનું કામ કરશે.

  -ટામેટાના જ્યૂસમાં નિકોટિનિક એસિડ હોય છે જે બ્લડપ્રેશર ઓછું કરે છે તેમજ હાર્ટને લગતી બીમારી દૂર કરે છે.

  -ટામેટાનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. ભારત ચોથા ક્રમે આવે છે.

  -સ્પેનના બુનોલમાં દુનિયાનો સૌથી મોટો ટોમેટિના ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે 19 દેશમાંઆ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન થાય છે.

  જવાબ આપો
  • 2. chandravadan  |  ફેબ્રુવારી 15, 2014 પર 3:45 પી એમ(pm)

   Pragnajuben
   Your Comment adds the USEFUL TIPS about the Tomatoes as the FOOD and the KNOWLEDGE about the HEALTH BENEFITS.
   Thanks for the Comment.
   Hope those who visit the Blog & read your Comment too,
   Chandravadan

   જવાબ આપો
 • 3. Samir Dholakia  |  ફેબ્રુવારી 16, 2014 પર 3:52 પી એમ(pm)

  DR SAHAB EXCELLENT. THANKS OFOR SENDING SUCH EXCELLENT MAILS. BUT COULD NOT REPLY YOU AS WAS SERIOUSLY ILL SINCE LAST ONE AND A HALF YEARS. (ALMOST). DOCTORS WERE SUSPECTING COLON MALIGNANCY. BUT MY BIOPSY REPORTS WERE NORMAL. THANK GOD. BUT DOWN WITH ULCRATICE COLITIS. DOCTORS SAY SUCH KIND OF ULCERS CAN ONLY HAPPEN IF SOMEONE SMOKES OR EATS TOBACCO.. BUT I TAKE NONE OF THESE THINGS. I LOST 14KGS IN 3 MONTHS. COULD NEITHER SWALLOW NOR COULD EAT FOOD . ANYWAY BIUT NOW THE PICTURE HAS CHANGED. I AM QUITE NORMAL HVE GAINNED 4 KG. AND BACK TO ROUTINE. ANYWAY DONT PANIC EVERYTHING IS FINE NOW. JUST INFORMED YOU AS WAS NOT REPLYING TO ANY OF YOUR MAIL. SO THOUGHT OF SHARING YOU. GOD IS GREAT.. HOPE YOU ARE THE BEST OF YOUR HEALTH.. SAMIR RANJITBHAI DHOLAKIA(B.Ed)(VOCAL CLASSICAL)                                                                    SWARAA MUSIC CLASSES.                                                                                                                                           

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  ફેબ્રુવારી 16, 2014 પર 4:48 પી એમ(pm)

  ટામેટા વિષે ઘણું નવું જાણવા મળ્યો

  લાલ ચટાક ટામેટા જોઇને જ ખાવાનું મન થાય એવા ચિત્રો છે।

  ટામેટાના ઘણા ફાયદા છે .

  ટામેટાને એક ફળ કહીશું કે શાક !

  જવાબ આપો
 • 5. dhavalrajgeera  |  ફેબ્રુવારી 17, 2014 પર 4:49 પી એમ(pm)

  Dear Chandra,

  How to plant and Nurture ઓ ટામેટા !
  ટામેટાને કોઇપણ સ્વરૂપમાં ખાઇ શકાય છે…..But who will teach and send
  ટામેટા…We can provide 7 + or – Acres to farmthe river Bank….
  Happy season
  Dhavalrajgeera
  http://www.bpaindia.org ..

  જવાબ આપો
 • 6. ishvarlal R. Mistry.  |  ફેબ્રુવારી 17, 2014 પર 6:16 પી એમ(pm)

  very nice poem on tamatoe , like the comments by Pragnajuben ,very informative and helpful for the body.
  thankyou for sharing.

  ishvarbhai.

  જવાબ આપો
 • 7. pravina Avinash  |  ફેબ્રુવારી 18, 2014 પર 12:18 પી એમ(pm)

  Tomatoes are simply GOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD

  જવાબ આપો
 • 8. chandravadan  |  ફેબ્રુવારી 21, 2014 પર 10:56 એ એમ (am)

  Purvi Malkan” To: “chadravada mistry” tomato ni kavita majani rahi uncle
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  It was your Lekh in Gujarati in a Newspaper that had inspired me.
  I was not able to publish your Lekh….but If had it as a copiable document I may have been able to do that.
  Can you send as an Email./
  Uncle

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 395,706 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
2425262728  

%d bloggers like this: