Archive for ફેબ્રુવારી 15, 2014

ટમેટાનો ઈતિહાસ !

 : Tomato isolated on white background. Stock Photo 
 : tomato over white background
 
 : Tomatoes

ટમેટાનો ઈતિહાસ !

ટમેટા રે ટમેટા, ઈતિહાસ તારો છે ખુબ ન્યારો !…..(ટેક)

અમેરીકામાં ઉગતા છોડે લાલ રંગના ટમેટા લાગે પ્યારા, ખાવા માટે ઈચ્છા હોય તો પણ ખાવા માટે ડરતા લોકો સારા, શાને માટે ડર એવો, કહેશો તમે જરા !…………………(૧)

જંગલી વરૂઓ ટમેટા ખાઈને  ખુદ મરતા, જેથી “વુલ્ફપીચ”નામે ટમેટા ત્યારે ઓળખાતા, આવા ઝેરી ફળથી સૌ ડરતા !…………………………(૨)

ત્રીજી સદીએ ટમેટા વિષે સૌએ જાણ્યું, ભુલાઈ ફરી ૧૬મી સદીમાં એને યાદ કર્યું, કોઈ માનવીએ ખાઈ મૃત્યુને ભેટી લીધું !………………..(૩)

ટમેટામાં તો ઝેર છે એવું ફરી સૌએ કહ્યું, પણ, ટામેટાનો એસીડ અને સ્ટીલની થાળી કારણે એ હતું, થોડી થયેલ રીસર્ચનું એ સત્ય હતું !…………………….(૪)

૧૯મી સદીમાં અમેરીકાથી અંગ્રેજો ટમેટાને ઈંગલેન્ડ લાવે, પાળેલા પ્રાણીઓ ટમેટા ખાતાના મરે ‘ને તંદુરસ્ત બને, એવું જાણી હવે ટમેટાનો ડર ના રહે !……………………(૫)

ઈંગલેન્ડથી અંતે ઈટાલીમાં પીઝાને ટમેટા શણગારે, હવે તો ટમેટામાં ટોનીક તત્વ સમાયેલ હોય એવું કહેવાય, “લવ એપલ” જેવું પ્યારૂં નામ પણ અપાય !……………..(૬)

અમેરીકાની હાઈન્ઝ કંપની ટમેટાનો કેચ-ઉપ કરી પ્રચાર કરે, વળી કેમ્પબેલ નામે માનવી સ્પેનીશ ટોનિટિલને ટમેટા નામ ધરે, “કેમ્પબેલ ટમેટા સુપ” નામે વિશ્વમાં પ્રખ્યાત કરે !…………..(૭)

આજે વિશ્વમાં ટમેટાથી નથી કોઈ રહ્યું અજાણ, વિશ્વમાં ટમેટાનો પાક કરતા સૌ ખુશ છે એવું જાણ, એક ઝેરી કહેવાતું ફળ છે આજે સૌનું વ્હાલું એવું જાણ !……….(૮)

પુર્વીએ ટમેટા ઈતિહાસ વિષે “ફુલછાબ”માં લેખ લખે, જેને વાંચી, ચંદ્ર પ્રભાવિત થઈ એનું એક કાવ્ય કરે, એ જ તમે આજે અહી માણી શકે !…………………………..(૯)

કાવ્ય રચના ઃ તારીખ,૨૨,૨૦૧૪                  ચંદ્રવદન

બે શબ્દો….

૨૨મી જાન્યુઆરી,૨૦૧૪ના પ્રગટ થયેલા “ફુલછાબ”ના ન્યુઝપેપરમાં “ટમેટાનો ઈવલ ઈતિહાસ”નામે પુર્વી મોદી મલકાણનો એક લેખ હતો. એ ગુજરાતી લેખ દ્વારા ટામેટા પ્રથમ અમેરીકામાં પાકતા હોવાનું જાણ્યું. એવી જાણ સાથે પ્રથમ એ “ઝેરીલું” ફળ ગણાતું….કોઈને ખાવાથી મૃત્યુ થયાના દાખલાઓ હતા. સૌને ડર હતો. પાળેલા પ્રાણીઓ ટમેટા ખાધા બાદ વધારે તંદુરસ્ત જોવામાં આવ્યા. ટમેટા પર “રીસર્ચ” થઈ. અને અંતે અમેરીકા …ત્યારબાદ, યુરોપમાં તેમજ વિશ્વમાં ટમેટા પ્રખ્યાત અને પ્યારો ખોરાક થઈ ગયો. જે લેખ દ્વારા જાણ્યું એ જ કવ્યરૂપે પ્રગટ કર્યું છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

In one of the Newspapers of Gujarat…FULCHHAB, there was an Article on the HISTORY of TOMATOES.

I read that LEKH by PURVI MODI MALKAN.

I really liked it !

So…a Poem in Gujarati was created based on the INFO.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

ફેબ્રુવારી 15, 2014 at 2:56 પી એમ(pm) 8 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,822 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
2425262728