Archive for ફેબ્રુવારી 12, 2014

“જગન્નાથ શંકરશેઠ”ની કહાણી !

Jagannath Sunkersett
Jagannath Sunkersett.jpg
Born (1803-02-10)10 February 1803 Mumbai, Maharashtra
Died 31 July 1865(1865-07-31) Mumbai, Maharashtra
Nationality India

Hon. Jugonnath “Nana” Sunkersett Esq. (also spelled Jagannath Shankarsheth

 

જગન્નાથ શંકર શેઠની કહાણી !

 

 

 

કહાણી કહું છું એક જગન્નાથ શંકર શેઠની ,

 

જાણી,હોય ખુશી તમ હૈયામાં, આશા મારી એટલી !……………..(ટેક)

 

 

 

૧૮૦૦ની ૧૦મી ઓકટોબરે જેનો જન્મ થયો,

 

મરાઠી સોની કુટુંબે જન્મી, સોની ધંધો છોડી જેણે વેપાર કર્યો,

 

ટુંક સમયમાં ધનકમાણી સાથે સમાજ સેવા કાર્યોમાં જેણે ઝંપલાવ્યું,

 

એવી વ્યક્તિને ચંદ્ર નમન કરે !………………………………(૧)

 

 

 

સામાજિક કાર્યોમાં મહત્વતા એમણે પ્રથમ શિક્ષણ છેત્રે અર્પી,

 

શાળાઓમાં દાન અને કન્યાશાળા કરતા, ક્ન્યાકેળવણી યજ્ઞજ્યોત પ્રગટી,

 

શાળાઓને સહાય બાદ, “એલ્ફિસ્ટન કોલેજ”બાંધકામ માટે મદદ એમણે કરી,

 

એવા શિક્ષણપ્રેમીને ચંદ્ર નમન કરે !…………………………..(૨)

 

 

 

હિન્દુ ધર્મ માટે એમનો પ્રેમ હ્રદયના ઉંડાણમાં હતો,

 

સંસ્કૃત પાઠશાળાઓ,લાઈબ્રરીઓ અને હિન્દુ મંદિરો કરવામાં ફાળો એમનો હતો,

 

એવા ધર્મ પ્રેમની વિશાળ દ્રષ્ટિમાં  એમનો પ્રાણવાયુ હતો,

 

એવા ધર્મપ્રેમીને ચંદ્ર નમન કરે !……………………………..(૩)

 

 

 

ભારતમાં રેલ્વે વિષે ગંભીરતાથી એઓ વિચાર કરે,

 

સર જમશેદજી અને અન્ય ભારતીઓ સાથે એ મળે,

 

૧૮૪૫માં “ઈન્ડિયન રેલ્વે એસોસીએસન”માંથી “જી.આઈ.પી.”રેલ્વે શરૂ કરે,

 

એવા પ્રજાહિત કાર્યકરનારને  ચંદ્ર નમન કરે !…………………..(૪)

 

 

 

૧૮૫૩માં બોરીબંદરથી થાણા સુધી રેલ્વે સફર શક્ય કરી,

 

બોરીબંદરમાં એમની યાદગીરીમાં એક ઈમારત આજે ઘડી,

 

૧૮૫૭થી મુંબઈનો નકશો બદલવા રસ્તા, બાગબગીચા ‘ને ઈમારતો સહાય દીધી,

 

એવા મુંબઈપ્રેમીને ચંદ્ર નમન કરે !…………………………….(૫)

 

 

 

૧૮૬૧થી પ્રથમ પ્રાતિય ધારાસભાના સભ્ય જે બન્યા,

 

“શિક્ષણ સમિતિ” અને “એશીઆટીક સોસાઈટી”ના સભ્ય પણ થયા,

 

કલાકારોને ઉત્તેજન માટે “શંકર નાટકશાળા”કરી સૌને આનંદીત કર્યા,

 

એવા કળાપ્રેમીને ચંદ્ર નમન કરે !…………………………….(૬)

 

 

 

સમાજ પરિવર્તન કાજે પણ ફાળો એમનો અમુલ્ય હતો,

 

“સતીપ્રથા”ને નાબુદ કરવા એમણે ઘણો પ્રચાર કર્યો હતો,

 

હિન્દુઓ માટે સ્મસાનની વ્યવસ્થા કરવાનો ફાળો એમનો હતો,

 

એવા સમાજ પરિવર્તન લાવનારને ચંદ્ર નમન કરે !…………….(૭)

 

 

 

અંગ્રેજ સત્તામાં ન્યાયધીશો ‘ને જુરી તો અંગ્રેજ જ્યારે હોય,

 

ત્યારે, ૫૦% ભારતીય હોવાની મંજુરી એ મહાકાર્ય હોય,

 

અનેક ભારતીઓ જસ્ટીસ યાને જેપી પદે પણ હોય,

 

એવા ન્યાયપ્રેમીને ચંદ્ર નમન કરે !……………………………(૮)

 

 

 

મુંબઈ ગવર્નર ગ્રાન્ટ જ્યારે હોસ્પીતાલ-કોલેજ બાંધવા વિચારે,

 

ત્યારે,નાનાશેઠજી ઉદાર દીલથી દાનસહકાર એ કાર્યમાં કરે,

 

વળી, પ્રાણીબાગ, મ્યુઝીઅમ વિગેરે માટે પોતાનો ફાળો ધરે,

 

એવા દયાસાગરને ચંદ્ર નમન કરે !…………………………..(૯)

 

 

 

૧૮૬૫માં, ૩૧મી જુલાઈના  દિવસની આ વાત રહે,

 

મુંબઈમાં નાનાશેઠ અવસાનથી સૌ હૈયે શોક ‘ને નયને આંસુઓ વહે,

 

મુંબઈ નગરી ટાઉનહોલે આરસની પ્રતિમા દ્વારા એમની યાદગીરી કાયમ રહે,

 

એવા મહાપુરૂષને ચંદ્ર નમન કરે !………………………………(૧૦)

 

 

 

અરે ! સર્વ ભારતવાસીઓ અને મુંબઈ રહેવાસીઓ જરા યાદ કરો,

 

“જગન્નાથ શંકર શેઠ”ને હંમેશા યાદ કરો, શાને તમે એને ભુલો ?

 

ભારત સ્વતંત્રતા પહેલા અને પછી  એમના કરેલા કાર્યોમાં એમને અમર રાખો,

 

એવી અંતિમ અરજ સાથે ચંદ્ર એવા પવિત્ર આત્માને નમન કરે !…….(૧૧)

 

 

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૩,૨૦૧૪                     ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે ૧૩મી જાન્યુઆરી ૨૦૧૪….કોમ્પુટર પર જાતા દાવડાજીનો ઈમેઈલ હતો…એના પર એક એટચમેન્ટમાં એક “જગન્નાથ શંકરશેઠ”ની જીવન કહાણી સારરૂપે હતી.એ વાંચી….જે વ્યક્તિ વિષે હું અજાણ હતો તેના વિષે જે જાણ્યું એથી તરત પ્રભાવિત થઈ ગયો.

જેના હ્રદયમાં જે ઉંડો પ્રેમ હતો તેના દર્શન કરી શક્યો.

ભારતમાં અંગ્રેજ સત્તા સમયે જેમણે જે “ફાળો” આપ્યો હતો તે ભારત દેશ કે મુંબઈ નગરી કદી પણ ભુલી શકે નહી.

તો…શા કારણે એવી વ્યક્તિને સમયના વહેણમાં ભુલી અનેક ભુલી ગયા છે ?

મારા હૈયે એમના જીવનને “કાવ્ય”રૂપે લખવા પ્રેરણા થઈ.

જે જણ્યું એટલું જ મેં કાવ્યમાં મુક્યું છે….એ તમે વાંચ્યું.

હવે…તમે દાવડાજીએ મોકલેલ લેખને નીચે વાંચો.

કદાચ કાવ્યરૂપે સમજાયું ના હોય તો આ લેખ  દ્વારા તમે સમજી શકશો>>>

જગન્નાથ શંકરશેઠ

મુંબઈના શરૂઆતના વિકાસમાં એક મોટો ફાળો આપનાર વ્યક્તિનું નામ આજે બહુ થોડા લોકો જાણતા હશે. ૧૦મી ઓક્ટોબર, ૧૮૦૦માં મુંબઈમાં એક મરાઠી સોની કુટુંબમાં જન્મેલી આ વ્યક્તિનું નામ છે, જગન્નાથ શંકરશેઠ. લોકો એમને નાનાશેઠના હુલામણા નામે ઓળખતા હતા. યુવાન વયે એમણે કુટુંબનો સોનીનો ઘંધો ન સ્વીકારતાં વેપારમાં ઝંપલાવ્યું અને થોડા સમયમાં જ શાખ જમાવી દીધી. બહુ ટૂંકા સમયમાં એમણે ઘણું ઘન કમાઈ લીધું; એટલું જ નહિ, પણ સમાજ માટે ઉપયોગી કાર્યોમાં વાપરવાનું પણ શરૂ કરી દીધું.

સામાજિક કાર્યોમાં એમનું સૌથી મહત્ત્વનું કાર્ય શિક્ષણક્ષેત્રમાં હતું. અનેક શાળાઓ શરૂ કરવા ઉપરાંત અનેક ખાનગી શાળાઓને દાન આપીને ઉત્તેજન આપ્યું. એ જમાનામાં કન્યાશિક્ષણ સામેના સખત વિરોધનો સામનો કરીને એમણે એક કન્યાશાળા શરૂ કરી; એટલું જ નહિં, પોતાના કુટુંબની બાળાઓને કન્યાશાળામાં દાખલ પણ કરાવી. ઈ.સ. ૧૮૨૪ થી ઈ.સ. ૧૮૫૬ સુધી શિક્ષણક્ષેત્રમાં અવિરત કામ કરીને મુંબઈમાં ‘એલ્ફિસ્ટન્ટ’ કોલેજના બાંધકામ માટે એમણે મોટી રકમ દાનમાં પણ આપી હતી. મુંબઈ યુનિવર્સિટીના પાયાના કામમાં પણ એમણે ખૂબ મદદ કરી હતી. જીવનભર તેઓ યુનિવર્સિટીની સેનેટના સભ્ય રહ્યા હતા.

હિંદુ ધર્મ માટે પણ એમને અનેક કામો કર્યાં હતાં. સંસ્કૃત પાઠશાળાઓની સ્થાપના, સંસ્કૃત લાયબ્રેરી અને હિંદુ મંદિરોનાં બાંધકામ વગેરે માટે એમણે મોટી રકમો દાનમાં આપી હતી.

એમનું સૌથી મહત્ત્વનું કામ એ ભારતમાં રેલવેની શરૂઆત. ઈ.સ. ૧૯૪૫માં સર જમશેદજી જીજીભાઈ અને થોડા અંગ્રેજોએ સાથે મળીને ‘ઈન્ડિયન રેલવે એસોસિએશન’ની સ્થાપના કરી, જેને પછીથી એક કંપનીમાં ફેરવી નાખીને ‘જી.આઈ.પી’ રેલવેની શરૂઆત કરી. આ ભગીરથ કાર્ય એમની મદદ વગર અંગેજો કરી શક્યા ન હોત. ઈ.સ. ૧૯૫૩માં બોરીબંદરથી થાણા સુધીની પહેલી રેલગાડીમાં એમણે સવારી કરી પોતાની આ સફળતાની ઉજવણી કરી હતી. બોરીબંદરની ભવ્ય ઇમારત (આજનું સી.એસ.ટી.) એ એમની યાદગીરીનું ભવ્ય સ્મારક છે. આ ઇમારતમાં એમની પથ્થરમાં કંડારેલી મૂર્તિ આજે પણ જોવા મળે છે.

ઈ.સ. ૧૮૫૭થી એમણે ભાઉ દાજી અને એક અંગ્રેજ અધિકારીની મદદથી મુંબઈનો નકશો બદલવાની શરૂઆત કરી. પહોળા રસ્તા, વિશાળ ફૂટપાથ, ભવ્ય ઈમારતો, બાગબગીચા, રમતગમતનાં મેદાનો વગેરેના આયોજનમાં નાનાશેઠનો મોટો ફાળો હતો.

૧૮૬૧માં નાનાશેઠને પ્રાંતીય ધારાસભાના પ્રથમ ભારતીય સભ્ય બનાવવામાં આવ્યા. એમને મુંબઈ શિક્ષણસમિતિમાં સભ્ય પણ બનાવવામાં આવ્યા. પ્રખ્યાત એશિયાટિક સોસાયટીના એ પ્રથમ ભારતીય સભ્ય હતા. કલાકારોને ઉત્તેજન આપવા એમણે ગ્રાંટરોડમાં એક નાટ્યગૃહ બાંધ્યું. ગુજરાતીઓ તેને ‘શંકરશેઠની નાટકશાળા’ના નામે ઓળખતા હતા. બપોરે કામકાજથી પરવારીને સ્ત્રીઓ નાટક જોઈ શકે, તે માટે સ્ત્રીઓ માટે ખાસ બપોરના શો રાખવામાં આવતા અને એમનાં નાનાં બાળકોને સાચવવા નાટ્યગૃહમાં પારણાઘરની વ્યવસ્થા કરી હતી.

સમાજમાં પ્રવર્તતી સતીપ્રથા બંધ કરાવવા એમણે ખૂબ પ્રચાર કર્યો હતો. એમના પ્રયત્નોથી હિંદુઓ માટે સ્મશાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મુંબઈ પ્રાંતના જેટલા ગવર્નર આવેલા તે બધા નાનાશંકરશેઠને માન આપતા. એમની દરેક સલાહસૂચન ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું. એ સમયમાં કોર્ટમાં જ્યુરી પદ્ધતિ હતી. ન્યાયાધીશો અને જ્યુરરો બધા અંગ્રેજો હતા. નાનાશેઠે ચીફ જસ્ટિસને મળીને પચાસ ટકા જ્યુરર ભારતીય હોવા જોઈએ તેવો પ્રસ્તાવ મૂક્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો હતો. એ જમાનામાં જસ્ટિસ ઓફ પીસ (જે.પી.)ની ઉપાધિ માત્ર અંગ્રેજોને જ આપવામાં આવતી હતી. નાનાશેઠની રજૂઆતથી અનેક ભારતીઓને પણ જે.પી. બનાવવામાં આવ્યા હતા, જેમાં નાનાશેઠનો પણ સમાવેશ થતો હતો.

જ્યારે ગ્રાંટ મુંબઈના ગવર્નર હતા, ત્યારે એક હોસ્પિટલ અને મેડિકલ કોલેજ શરૂ કરવાની યોજના બનાવાઈ. નાનાશેઠે એના માટે મોટી રકમ દાનમાં આપી અને બાંધકામ ઉપર દેખરેખ રાખી; એટલું જ નહિ, હોસ્પિટલ શરૂ થયા પછી દરદીઓની દેખભાળ માટે પણ તેઓ નિયમિત હોસ્પિટલની મુલાકાતે જતા હતા.

મુંબઈમાં આજે વીરમાતા જીજાબાઈ ઉદ્યાન તરીકે જાણીતા પ્રાણીબાગ અને ભાઉ દાજી સંગ્રહાલય તરીકે જાણીતા મ્યુઝિયમના નિર્માણમાં પણ નાનાશેઠનો જ મોટો ફાળો હતો.

૩૧મી જુલાઈ, ૧૯૬૫માં એમનું મુંબઈમાં મૃત્યુ થયું તેના એક વર્ષ બાદ મુંબઈના ટાઉન હોલમાં એમનું આરસનું પૂતળું મૂકવામાં આવ્યું હતું. મુંબઈના એક મોટા રસ્તાને અને એક ચોકને પણ એમનું નામ આપવામાં આવ્યું હતું.

-પી.કે.દાવડા

આશા છે કે તમોને આ પોસ્ટ ગમી.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati about Late JAGANNATH SHANARSHETH (NANASHETH) who was a SOCIAL REFORMER….had contributed a lot in the GOOD of MUMBAI.

If you wish to know MORE, you can know by the LINK below>>>>

http://en.wikipedia.org/wiki/Jaganath_Shunkerseth

Hope you liked the Kavya (Poem) and the Informations on an individual popularly known as NANASHETH.

Dr. Chandravadan Mistry

ફેબ્રુવારી 12, 2014 at 12:42 પી એમ(pm) 6 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,545 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
2425262728