સુખ દુઃખ કોને રે કહીએ ?

જાન્યુઆરી 24, 2014 at 1:53 પી એમ(pm) 9 comments

 gulab1
સુખ દુઃખ કોને રે કહીએ ?
સુખ દુઃખ કોને રે કહીએ ?
મનવા, સમજી લે એને જરા !…..(ટેક)
સુખ કે દુઃખ તો મનના બનેલા,
વિષયો અને ઈંદ્રિઓએ એ તો ઘડેલા,
મનવા, સમજી લે એને જરા !…..(૧)
જીવને અનેક આશાઓ રે જન્મે,
મળે ફળીભુત આશાએ સુખડા, નિરાશામાં દુઃખ રહે,
મનવા, સમજી લે એને જરા !…..(૨)
ચંચળ મનડાને સમભાવે બાંધી લેજે,
મળશે આત્મબળે સમજ-શક્તિ  તને,
મનવા, સમજી લે એને જરા !….(૩)
ચંદ્ર કહે ઃ આશા તૃષ્ણા જો ગઈ કદી, મેરે ભાઈ,
તો, ભક્તિએ કરજે પાર આ ભવસાગર, મેરે ભાઈ,
મનવા,સમજી લે એને જરા !…..(૪)
કાવ્ય રચના ઃ તારીખ, સેપ્ટેમ્બર,૨૭, ૨૦૧૩           ચંદ્રવદન
બે શબ્દો…
આ રચના ૨૭મી સેપ્ટેમ્બરના દિવસે થઈ.
એને અશોકભાઈ (સબરસગુજરાતી)માં “નવી રચના” તરીકે મોકલી આપી.
હવે…એ પછી એને “અપ્રકાશીત ” રાખી, કારણ કે “હરિફાઈ”માં “એન્ટ્રી”રૂપે નિહાળી.
જીતની આશાઓ નથી…પણ નિયમોનું પાલન કરવું એ મારી ફરજ બની જાય છે.
હવે…..
તો હવે એ જ રચના તમે એક પોસ્ટરૂપે જોઈ રહ્યા છો.
ગમી ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is a Kavya Post.
It is narrating the HAPPINESS ( Sukh) and SADNESS ( Dukh) in the Human Life.
It reminds the Humans that BOTH these states are because of the HUMAN MIND. It is important to CONTROL the WORLDLY DESIRES & lean to BHAKTI.
Hope you like this Post.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

સબંધોના મોતીઓ ! સંસારમાં સમાજ પરિવર્તન !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  જાન્યુઆરી 24, 2014 પર 2:47 પી એમ(pm)

  uncle bahu j saras rachna thai chhe. asha rakhu chhu ke aa rachna temne chokkas pasand aavshe.

  purvi.

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  જાન્યુઆરી 24, 2014 પર 3:49 પી એમ(pm)

  સાચું સુખ એ આત્માનું-આધ્યાત્મિક-સુખ છે

  સુખદુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ,

  ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં —–નરસિંહ મહેતા

  સુખ કોને નથી જોઈતું?પ્રત્યેક માણસ સુખી થવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહેતો હોય છે.સુખ મળે એ માટે તો હજારો માઈલોની દુરી કાપીને સૌ “સુખ નામના દેશ ,અમેરિકા “માં આપણે આવીને વસ્યાં છીએ ને !

  જવાબ આપો
 • 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 24, 2014 પર 4:14 પી એમ(pm)

  શ્રીમાન. ડૉ. પુકાર સાહેબ

  સુખ અને દુખ એ દિવસ અને રાત્રીના બે પૈયા છે, આ ઘટના ચક્ર

  પ્રભુ દ્વારા પ્રસ્થાપિત થયેલ છે.

  આપે રચના દ્વારા સુંદર ભાવ પ્રગટ કરેલ છે, અભિનંદન સાહેબ

  જવાબ આપો
 • 5. harnishjani52012  |  જાન્યુઆરી 24, 2014 પર 11:16 પી એમ(pm)

  ગજધન,વાજીધન ઔર રતન ધન ખાન.

  જબ મિલે સંતોષધન, સબધન ધુલ સમાન.

  સંતોષ એ પરમ સુખ છે. અસંતોષ એ દુખ છે.

  જવાબ આપો
 • 6. ishvarlal R. Mistry.  |  જાન્યુઆરી 25, 2014 પર 7:01 એ એમ (am)

  Very nice poem on Sukh & Dukh. you have said it very nicely.Sukh & Dukh comes in life, all we Pray to God to go through that state in life,
  give strength and understanding.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  જાન્યુઆરી 28, 2014 પર 12:32 એ એમ (am)

  ચીંતનશીલ ને અનુભવના એરણ પછી જ આવી રચના ઉદભવે..ખૂબ જ સુંદર .

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. venunad  |  જાન્યુઆરી 28, 2014 પર 4:41 પી એમ(pm)

  Excellent, Respected Chandravadanaji. Your emotive lines are really touching!

  જવાબ આપો
 • 9. pragnaju  |  જાન્યુઆરી 31, 2014 પર 10:55 પી એમ(pm)

  આજે ઈશ્વર ઉપર શ્રઘ્ધા નહીં રાખનાર સુખી,

  જ્યારે ઈશ્વર પર શ્રઘ્ધા રાખનાર દુઃખી હોય છે, આમ કેમ ? …

  નરસંિહ મહેતાની જેમ પોતાના મનને સમજાવી શકે છે કે ‘સુખ-દુઃખ મનમાં

  ન આણીએ, ઘટ સાથે રે ઘડીઆં. …

  આપણે દુઃખ કોને કહીએ છીએ?ચંચળ મનડાને સમભાવે બાંધી લેજે,
  મળશે આત્મબળે સમજ-શક્તિ તને,
  મનવા, સમજી લે એને જરા !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: