સબંધોના મોતીઓ !

જાન્યુઆરી 22, 2014 at 1:32 પી એમ(pm) 12 comments

people spinning around ballImageImage

સબંધોના મોતીઓ !

સબંધોના મોતીઓથી જીવન બને,

સબંધો એવા રાખજો કે જીવન સારૂ બને !…..(ટેક)

વિશ્વાસની દોરી મજબુત રાખજો,

એવી દોરીથી મિત્રતાને બાંધજો,

એવી મિત્રતામાં મને પણ રાખજો !……(૧)

કોઈક સબંધો યાદોમાં સ્વપ્ન રહે,

કોઈક યાદો તો જીવનભર અમર રહે,

એવી અમરતામાં પગલા મારા રહે !…..(૨)

જીંદગી માનવની મળી એ નસીબ રહ્યું,

મોત ભલે, કર્મોથી કોઈક દીલઓમાં જીવતા રહેવું,

એવી આશાઓમાં મારે તમ સંગે રહેવું !…..(૩)

મીઠી યાદો મોકલી, તે સાચવીને રાખશો,

અમારી મિત્રતાને એવી યાદમાં ભરજો,

જે થકી, આપણે બેમાંથી એક બનીશું !…..(૪)

સમયના વહેણમાં જીવન તો વહે,

એમાં સુખ અને દુઃખ ભાગ્યરૂપે રહે,

એવા સમયે એકબીજાનો સાથ અખંડીત રહે !…(૫)

ભલે,રોવાના સમયે જીવન રોવાનો અધિકાર ના આપે,

કયારેક અન્યને બતાવવા મુખે હાસ્ય પણ ના આવે,

એવા સમયે, દર્દના આંસુઓ હૈયે ભરવા શક્તિ મળે !…(૬)

દરેક ઘરનું સરનામું જરૂરથી હોય,

પણ, ગમતું સરનામું મારૂ જ ઘર હોય,

જરૂર તમારૂં અને મારૂં એક સરનામે હોય !……(૭)

જગમાં આવ્યા જ છીએ તો જીવન તો જીવવું રહ્યું,

એવા જીવનમાં અનેકને પ્રેમ સબંધે બાંધવું રહ્યું,

એવી ચંદ્રવાણીમાં આ ભવસાગરને તરવું રહ્યું !…..(૮)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૬,૨૦૧૪            ચંદ્રવદન

 

બે શબ્દો…

એક મિત્રનો ઈમેઈલ મળ્યો હતો.

એની સાથે એક “રચના” ગુજરાતીમાં હતી.

એનું નામકરણ હતું ” સબંધના મોતી પોરવી રાખજો..એ જીવન છે!”

અ રચના મને ખુબ જ ગમી.

એમાંથી થોડા શબ્દો ચુંટી મેં આ મારી રચના કરી છે.

એ રચનાના પ્રથમ થોડા શબ્દો નીચે મુજબ છે>>

 
સબંધના મોતિ  પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત  બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે  અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય  છે,
એ રચનારનું નામ ના હતું….પણ એના શબ્દો મારા માટે “પ્રેરણા” હતા..હું એનો ઋણી છું !
તમોને મારી રચના ગમે એવી આશા !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
This Post is a Poem in Gujarati narrating the HUMAN RELATIONSHIPS with others.
It is that TRUE LOVE that creates the TRUE FRIENDSHIP.
The TRUE LOVE can lead to GOD REALIZATION.
If & when a HUMAN attains that, he had ACTUALLY found the TRUE SUCCESS in the LIFE as a Human on this EARTH.
This is the Message of this Post.
Hope you like this Post !
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

માનવજીવન યાત્રાની સમજ ! સુખ દુઃખ કોને રે કહીએ ?

12 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  જાન્યુઆરી 22, 2014 પર 1:41 પી એમ(pm)

  sundar, sundar sundar….sundar thi vishesh kashu nahi. tameta ni kavita aagal vadhe tevi shubhechcha. aapna e shabdo gamya. tameta ne fal tarike, vswad tarike ane lekh rope aapne manya pachhi poem rope manvano aanand anero aavshe.

  purvi.

  જવાબ આપો
 • 2. Ratilal Mistry  |  જાન્યુઆરી 22, 2014 પર 2:18 પી એમ(pm)

  Very good. Our blessings are always there with you.Regards from Ratilalbhai & Gajarabhabhi

  Date: Wed, 22 Jan 2014 13:32:17 +0000
  To: ratilalmistry34@hotmail.com

  જવાબ આપો
  • 3. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 22, 2014 પર 7:25 પી એમ(pm)

   Ratilalbhai & Bhabhi,
   Your words are the Blessings for me.
   Happy to know you read the Posts on my Blog !
   Thanks !
   Chandravadan

   જવાબ આપો
 • 4. P.K.Davda  |  જાન્યુઆરી 22, 2014 પર 10:31 પી એમ(pm)

  સબંધો એવા રાખજો કે જીવન સારૂ બને !….
  તદ્દન સાચી વાત. જીવનમાં સંબંધ સૌથી અગત્યની વાત છે.
  સરસ રજૂઆત

  જવાબ આપો
 • 5. pravinshastri  |  જાન્યુઆરી 22, 2014 પર 11:13 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ, કેટલું સંવેદનશીલ હૈયું છે આપનું. એજ સંવેદના “આ હતો વિજય” માં માણી.
  સમાજ સેવાની સુવાસ “પ્રભાતને પગલે”માં માણી.
  ધન્ય થયો આપની મૈત્રીને માણી.
  પ્રવીણ શાસ્ત્રી.

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  જાન્યુઆરી 23, 2014 પર 3:38 એ એમ (am)

  કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,

  સંબંધ એ એક સાચું બંધન છે . મિત્રતાનો સંબંધ પણ જીવન સાથે વણાઈ જાય છે, એ પણ એક સ્નેહના દોરાથી બંધાયેલ એક ઋજુ સંબંધ છે .

  તમારા દોસ્તો ની યાદીમાં,
  એક નામ અમારું પણ રાખજો

  તમારા સંવેદનશીલ હૃદયના દર્શન કરાવતી તમારી આ રચના ગમી .

  જવાબ આપો
 • 7. pravina  |  જાન્યુઆરી 23, 2014 પર 4:00 એ એમ (am)

  સંબંધોના બંધમાં ગાબડું ન પડે તે જોવું અગત્યનું છે.

  દોસ્તોની યાદીમાં નામ લખાયા પછી ભુંસવું નહી !

  થોડામાં જીવનનો મર્મ સરસ રીતે રજૂ કર્યો છે.

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 8. dadimanipotli  |  જાન્યુઆરી 23, 2014 પર 4:01 એ એમ (am)

  હૃદયસ્પર્શી – સુંદર રચના….

  જવાબ આપો
 • 9. ishvarlal R. Mistry.  |  જાન્યુઆરી 23, 2014 પર 4:55 એ એમ (am)

  Very nicely said about Sabanthan, we should always keep in life.
  It always help in good times & sad times.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 10. Ramesh Patel  |  જાન્યુઆરી 24, 2014 પર 1:25 એ એમ (am)

  દરેક ઘરનું સરનામું જરૂરથી હોય,

  પણ, ગમતું સરનામું મારૂ જ ઘર હોય,

  જરૂર તમારૂં અને મારૂં એક સરનામે હોય
  હૃદયમાં છલકતી ભાવનાઓનું સુંદર નિરુપણ. ખૂબ જ કિંમતી વાત આપે રચના દ્વારા ધરી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 24, 2014 પર 4:17 પી એમ(pm)

  શ્રીમાન. ડૉ. પુકાર સાહેબ

  એકવાર સંબંધરૂપી સ્નેહ થઈ ગયા પછી તેને ટકાવી

  રાખવો ખુબ જ અઘરો છે, આ માયારૂપી સંસારમાં

  આપે દરેક બાબતને સુંદર રીતે વીણી લઈ શબ્દોના

  સુંદર મણકાઓ રચ્યા છે.

  જવાબ આપો
 • 12. pragnaju  |  જાન્યુઆરી 31, 2014 પર 11:00 પી એમ(pm)

  સરસ
  સાંસારીક સંબંધો જરુર નીભાવો
  પણ મન હરિમા રાખો

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,313 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: