સંસારી માનવજીવન !

જાન્યુઆરી 18, 2014 at 2:34 પી એમ(pm) 8 comments

gulab1

સંસારી માનવજીવન !

કુદરતે આ ધરતી એવી ઘડી,

કે, વનસ્પતિઓ સાથે અન્ન અને ફળો મળે એવી કરી,

માનવ શરીર જો મળ્યું,

તો, સંભાળ એની રાખવા ખોરાક લેવું રહ્યું,

સંસારી થઈ સંસારમાં રહેવા કાજે,

કર્યા નોકરી ધંધાઓ અનેક આજે,

કામ,ધંધા સાથે એનું મુલ્ય જોડ્યું,

તેથી જ, માનવીએ “પૈસા”નું નામ એની સાથે જોડ્યું,

આજે માનવીઓ પૈસાની આશાઓ કરે,

કારણ કે, સંસારીજીવન જીવવા પૈસાની જરૂરત પડે,

પૈસારૂપે લક્ષ્મી જો ઘરે આવી,

ત્યારે, પ્રભુનો પાડ માની એને વાપરવી રહી,

જ્યારે લક્ષ્મી સાથે નારાયણનું નામ રહે,

ત્યારે, સંતોષ સાથે અન્યના ભલાનું સુજે,

અન્યના ભલાની સમજમાં માનવી દાન કરે,

ત્યારે જ એનામાં ખરી માનવતા ખીલે,

કદી જો માનવતા માનવહૈયે ખીલવા લાગી,

તો, જાણવું કે માનવજીવન ધન્ય બનવાની ઘડી આવી,

એવા માનવ પરિવર્તનમાં પ્રભુ-ભક્તિ જાગે,

ત્યારે, સંસારી જીવનમાં ત્યાગભાવનાઓ આવે,

ત્યાગભાવનાઓ જેમ વધતી જાય,

તેમ, સંસારી પણ એક સંન્યાસી કહેવાય,

સંન્યાસી થવા માટે જંગલ જાવું ના રહ્યું

સંસારમાં રહી માનવીએ સંન્યાસી થવું,

ગીતા ઉપદેશમાં સંસારી અને સંન્યાસી વિષે જે કહ્યું,

તે જ, ચંદ્રે આજે સરળ ભાષામાં સૌને સમજાવ્યું !

કાવ્ય રચના ઃ તારીખ, ૯,૨૦૧૩               ચંદ્રવદન

બે શબ્દો…

આજની આ કાવ્ય રચનાનો આધાર છે એક ઈમેઈલ.

એ ઈમેઈલમાં એક માનવી “મીસ્ટર સ્યુએલો”ની જીવન કહાણી હતી..જેમાં “પૈસા વગર” જીવન જીવવાની વાત હતી.

એવું શક્ય હોય શકે.

પણ…મારા મનમાં “પૈસા સાથે “કેવું જીવન હોવું જઈએ એવો વિચાર આવ્યો !

બસ…આ વિચાર કારણે આ રચના થઈ છે.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati on HUMAN LIFE on this Earth.

It talks about the need to take care of the HUMAN BODY…..in that context, the need of MONEY…a CREATION of the HUMANS….which when wished for MORE than the NEEDS results into GREED which leads to the HUMAN DESTRUCTION….In order to rise above this one must go towards the CREATOR…the GOD !….This leads to the TYAG BHAVNA.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

આ સંસાર ! માનવજીવન યાત્રાની સમજ !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. venunad  |  જાન્યુઆરી 18, 2014 પર 4:32 પી એમ(pm)

  “સંન્યાસી થવા માટે જંગલ જાવું ના રહ્યું
  સંસારમાં રહી માનવીએ સંન્યાસી થવું,”
  ખૂબજ સાચી વાત કહી.

  જવાબ આપો
 • 2. Sanat Parikh  |  જાન્યુઆરી 19, 2014 પર 12:41 એ એમ (am)

  Good message to into practice!

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  જાન્યુઆરી 19, 2014 પર 2:04 એ એમ (am)

  સંન્યાસી થવા માટે જંગલ જાવું ના રહ્યું

  સંસારમાં રહી માનવીએ સંન્યાસી થવું,

  તદ્દન સાચી વાત છે . ઘણી મહાન વ્યક્તિઓએ સંસારમાં રહીને સન્યાસીઓ

  કરતા સારું કામ કર્યું છે .દા . ત. મહાત્મા ગાંધીજી

  જવાબ આપો
 • 4. pravinshastri  |  જાન્યુઆરી 19, 2014 પર 12:17 પી એમ(pm)

  સંન્યાસી થવા માટે જંગલ જાવું ના રહ્યું
  સંસારમાં રહી માનવીએ સંન્યાસી થવું,
  વચન કથન અને વર્તનમાં આપ સાચા સાંસારિક સન્યાસી છો જ.

  જવાબ આપો
 • 5. chandravadan  |  જાન્યુઆરી 19, 2014 પર 4:34 પી એમ(pm)

  This was an Email Response from Dr. Niranjan Rajyaguru of Anand Ashram>>>>>

  Jan 18 at 5:48 PM

  Niranjan Rajyaguru
  To Me

  Today at 5:04 AM

  પરમ આદરણીય શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ , સાદર સ્નેહ વંદન આપના બ્લોગ પરની ત્રણે રચનાઓમાં -બ્રહ્માંડ,સંસાર અને લક્ષ્મીના સદ્ઉપયોગ વિષે અત્યંત ગહન ચિંતન અપાયું છે , ધન્યવાદ.માનવ શરીર મળ્યા પછી જો આપણામાં માનવતા ન આવે તો આપણું જીવન વ્યર્થ ગણાય , પરમાત્મા સૌને આવી સમજણ આપે એવી પ્રાર્થના.. નિરંજનના સૌને સ્મરણ ..૧૯-૦૧-૨૦૧૪
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Niranjanbhai,
  Your words mean a lot to me.
  Your Prayers for me also mean a lot to me.
  Thanks for your Response.
  Chandravadan

  જવાબ આપો
 • 6. dadimanipotli1  |  જાન્યુઆરી 20, 2014 પર 3:16 એ એમ (am)

  ત્યાગભાવનાઓ જેમ વધતી જાય,
  તેમ, સંસારી પણ એક સંન્યાસી કહેવાય,
  સંન્યાસી થવા માટે જંગલ જાવું ના રહ્યું
  સંસારમાં રહી માનવીએ સંન્યાસી થવું,

  બધુંજ છોડી અને સંન્યાસી થવું સહેલું છે, પરંતુ સંસારમાં રહી અને સંન્યાસી જીવન જીવવું કઠિન છે, સંસારી જીવનમાં ત્યાગની ભાવના, સમર્પણની ભાવના કેળવી જીવન જીવવાથી તે સંન્યાસી સમકક્ષ જ જીવન જીવે છે તેમ કહી શકાય… આ માનવ દેહ દુર્લભ છે, જે દ્વારા જીવી જાણવું જોઈએ…

  જવાબ આપો
 • 7. ishvarlalmistry  |  જાન્યુઆરી 20, 2014 પર 6:24 એ એમ (am)

  You do not have to go to Jungle or Himalaya’s for Sansaris ,you have to be Tyagi ,and contact with Saints & Gurus and their blessings is the bridge to reach the goal of life for Sansaris to live this life.Very nice post Chandravadanbhai.. very nice encouraging comments.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 24, 2014 પર 4:22 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  સુંદર પંક્તિ છે સાહેબ

  ” અન્યના ભલાની સમજમાં માનવી દાન કરે,

  ત્યારે જ એનામાં ખરી માનવતા ખીલે,”

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: