આ છે અખિલ બ્રમાંડ !

January 14, 2014 at 3:39 pm 9 comments

The Big Bang Theory

આ છે અખિલ બ્રમાંડ !

ઉપર આકાશમાં નીલા રંગની ચાદર નિહાળો,

નથી શરૂઆત એની, નજરમાં નથી જાણે અંત આવતો,

ફક્ત, કલ્પના કરી શકો, એને જ સૌએ બ્રમાંડ કહ્યું !……(૧)

 

વિશાળતામાં દેખાય છે સુર્ય,સાથે ચંદ્રમા અને તારા,

માનવ-શક્તિથી ગ્રહો અને અનેક સુર્ય-મંડળો જાણ્યા,

“મીલકીવેય સાથે છુપાયેલી અનેક ગેલેક્ષીઓમાં બ્રમાંડની કલ્પના રહી !…..(૨)

 

પૃથ્વી પર ધરતીરૂપે જમીન ‘ને સાગરોરૂપી પાણી આવે નજરે,

વનસ્પતી સાથે અનેક જીવો સંગે માનવીઓ આવે નજરે,

એવી કુદરતી લીલાને પણ બ્રમાંડમાં સમાવી લ્યો !…………….(૩)

 

જે જાણ્યું કે જે છે હજુ અજાણ તેનો કરો જરા વિચાર,

છે કારીગીરી અજબ, તો જરૂર હશે “સર્જનહાર”નો વિચાર,

માનો કે ના માનો કરો સર્વ શક્તિમાન પ્રભુનો વિચાર !……(૪)

 

જે છે અજાણ આજે, તેને જાણવા માનવ પ્રયાસો હશે અનેક,

વધુ જાણ્યા બાદ પણ માનવી-અજાણ હશે અનેક,

એવી હાલતે, પ્રભુરૂપી શક્તિનો માનવ-સ્વીકાર હશે એક !…..(૫)

 

ચંદ્ર કહે ઃ અખિલ બ્રમાંડમાં જ એક દિવ્ય શક્તિ છે,

એવી દિવ્ય શક્તિ વગર બ્રમાંડ કેમ હોય શકે ?

બસ, ફક્ત પ્રભુને ભજો ‘ને બ્રમાંડને અંતરમાં નિહાળો !……(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ જાન્યુઆરી,૧૩,૨૦૧૪              ચંદ્રવદન

NOTE…You may CORRECT the WORD as…બ્રહ્માંડ in this KAVYA

બે શબ્દો…

જગત વિષે…જગતના સંસાર વિષે…માનવીઓ વિષે…વિગેરે પોસ્ટો તૈયાર હતી.

પણ કાંઈ “અધુરૂ” છે એવું મનમાં થયું.

અને “અખિલ બ્રમાંડ”ની યાદ આવી.

અને….આ રચના થઈ !

આશા છે કે તમોને ગમે…અને ત્યારબાદ, અન્ય પોસ્ટો પણ વાંચવા તમે પધારશો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Poem about the UNIVERSE.

The Universe as we KNOW…What we had seen & known,there still LOT UMKOWN.

The Humans have tried to know the “unknowns” and thus we know now MORE….yet we will NEVER be able to KNOW ALL.

The CREATOR is ALL KNOWING !

This is the MESSAGE in the Poem.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

૬૫મી બર્થડેની આ વાત ! આ સંસાર !

9 Comments Add your own

 • 1. સુરેશ જાની  |  January 14, 2014 at 4:04 pm

  એ કોઈ ગુઢ, ન સમજી શકાય તેવી સ્થીતી હતી. સમગ્ર બ્રહ્માંડ એક જ બીંદુ ઉપર કેન્દ્રીત થયેલું હતું. તેમાં દ્રવ્ય ખીચોખીચ ભરેલું હતું. આંકડા વડે દર્શાવી ન શકાય એટલું પ્રચંડ તેનું વજન હતું. કોઈ પણ પદાર્થ ખમી ન શકે એટલું તેનું ઉષ્ણતામાન હતું. અને એ બીંદુની બહાર કેવળ શુન્યાવકાશ હતું – એટલે કે ત્યાં કશું જ ન હતું. તેનું ઉષ્ણતામાન શુન્ય અંશ કેલ્વીન હતું – જેનાથી વધારે ઓછું તાપમાન શક્ય જ ન હોય તેટલું. અને આ બન્ને, સાવ વીભીન્ન હોવાપણાંને અલગ રાખતું એક અદ્રશ્ય, અને જડ આવરણ પણ હતું જ.

  અથવા આનાથી સાવ વીપરીત કાંઈક હતું. એટલે કે સમસ્ત જગત પ્રચંડ વજનના, ઠંડાગાર દ્રવ્યથી ભરેલું હતું અને તેના કેન્દ્રમાં કેવળ ધગધગતું શુન્ય હતું – કોઈ કદ વીનાનું, ઉષ્ણાતીઉષ્ણ, બળબળતું અને ધગધગતું, અનસ્તીત્વ.

  એ આમ હતું કે તેમ હતું; હોવાપણું હતું કે ન હોવાપણું; તેની ચકાસણી કરી શકે તેવું કોઈ પણ હાજર ન હતું.

  પણ આવું કશુંક, અનાદી કાળથી, બ્રહ્માંડના ગર્ભમાં લપાઈને, સુતેલું, પડેલું હતું. ત્યાં કે ક્યાંય, તે સમયે કે તે પહેલાંના સમયે કશું બનતું ન હતું. ત્યાં હોવાપણું કે બનવાપણું પણ ન હતું. કોઈ પરીવર્તન વીનાની એ કેવળ જડતા હતી.

  અને ત્યાં કશુંક થયું.
  ————-
  http://gadyasoor.wordpress.com/2009/01/09/big_bang/

  Reply
 • 2. Ratilal Mistry  |  January 14, 2014 at 4:10 pm

  Thanks Bhai I like it.When I read this I remember Narsinha Mehta’s poem Akhil Brahmand maa ek tu shree hari juice rup anek base.

  Sent from my iPad

  >

  Reply
 • 3. pravinshastri  |  January 14, 2014 at 9:08 pm

  એક અલ્ટ્રા માઈક્રો પોઈન્ટની ફરતે બ્રહ્માંડની અનેક આકાશગંગાઓ પરિભ્રમણ કરે છે. એ સેન્ટર પોઈન્ટ સાથે માનસિક જોડાણ સાધનારો પોતે બ્રહ્મ બની જાય છે. જેઓ બ્રહ્મત્વ નથી પામ્યા તેઓ માત્ર શબ્દ છલનાથી ગુરુ હોવાનો દેખાડો કરે છે.
  સૂર્યતો એક માત્ર તારો જ છે. બીજા ખરતા તારાની જેમ સુર્ય પણ અવકાશમાં ઓગળી જાય ત્યારે….?

  Reply
 • 4. Ramesh Patel  |  January 14, 2014 at 9:39 pm

  અનંતા આ આકાશ…આધ્યાત્મિક ભાષામાં ‘સ્વયં ભૂ’ છે ..નથી આદિ કે અંત. કોઈ વ્યવસ્થિત શક્તિ આ મહા શક્તિઓનું નિયમન કરે છે. આ શક્તિઓની ક્રિયાશીલતા પણ એક તત્ત્વની હાજરી સિવાય શક્ય નથી.

  તે ફક્ત આ માનવ દેહ થકી જ સમજાય છે…એ જ આત્મા..પરમાત્મા ને અખિલ બ્રહ્માંડનો અધિષ્ઠાતા…આ જાણવા મથતા આપણે અણજાણ થઈ કહેતા રહીશું..કેમ પામવો તાગ!.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. pravina Avinash  |  January 15, 2014 at 2:14 am

  આ વાંચીને નરસિંહ મહેતાનું ખૂબ સુંદર ભજન યાદ આવ્યું.

  અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

  ઝૂઝવે રૂપ અનંત ભાસે

  સુંદર રચના

  Reply
 • 6. chandravadan  |  January 15, 2014 at 4:17 am

  This was an Email Response>>>

  Purvi Malkan
  To Me

  Today at 12:18 PM

  અખિલ બ્રમાંડ to bahu j sundar rahyu uncle.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Uncle.

  Reply
 • 7. ishvarlalmistry  |  January 16, 2014 at 5:59 am

  Very nicely said in your poem,good comments to understand.God is great , we just realize and it is beyond our imagination.Saints realize it better.Thankyou sharing your thoughts.

  Ishvarbhai.

  Reply
 • 8. Vinod R. Patel  |  January 17, 2014 at 3:19 pm

  ચંદ્ર કહે ઃ અખિલ બ્રમાંડમાં જ એક દિવ્ય શક્તિ છે,

  એવી દિવ્ય શક્તિ વગર બ્રમાંડ કેમ હોય શકે ?

  આનો જવાબ નરસિંહ મહેતાએ આ રીતે આપ્યો

  અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

  ઝૂઝવે રૂપ અનંત ભાસે

  બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। …..

  Reply
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  January 24, 2014 at 4:27 pm

  આદરણીય ડૉ. ચન્દ્રવદન સાહેબ

  આ માનવ દેહ થકી જ સમજાય છે.

  એ જ આત્મા…..!

  પરમાત્મા ને અખિલ બ્રહ્માંડનો અધિષ્ઠાતા છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

January 2014
M T W T F S S
« Dec   Feb »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: