છોટુભાઈ ઈંટવાલાને શ્ર્ધ્ધાજંલી !

January 5, 2014 at 2:32 pm 4 comments

છોટુભાઈ ઈંટવાલાને શ્ર્ધ્ધાજંલી !

ગુજરાતના લીલાપોર ગામના લાડલાની આ વાત છે,

એવા છોટુભાઈ ઈંટવાલાની આ એક “ચંદ્ર અંજલી” છે !………..(ટેક)

૧૯૨૮ની સાલે ૧૮મી જુનના શુભ દિવસે,

દક્ષિણ ગુજરાતના લીલાપોરમાં એક બાળ જન્મે,

જેને છોટુભાઈ ઈંટવાલા નામે સૌ જાણે !………..(૧)

એક પ્રજાપતિ કુટુંબે જેનો જન્મ હોય,

તેના ભાગ્યમાં હીરાલાલ પિતા સ્વરૂપે હોય,

એવા બાળ પ્રજાપતિને સૌ જાણે !…………..(૨)

મુંબઈની “ભવન્સ કોલેજ”માં જેણે ભણતર કર્યું,

“બી.અસ.એ.”ડીગ્રી હોન્ર્સ સાથે મળ્યાનું ગૌરવ જેને મળ્યું,

એવા તેજસ્વી પ્રજાપતિ બાળવિધ્યાર્થીને સૌ જાણે !………(૩)

વધુ અભ્યાસ બાદ, મુંબઈની “નાણાવટી વિધ્યાલય”ના અધ્યાપક જે બને,

ગુરૂપદ નિભાવી,કુશળતા પુર્વક ૧૯૬૯ સુધી ત્યાં કામ કરે,

એવા જ્ઞાની શિક્ષકને તો સૌ જાણે !……………………..(૪)

૧૯૬૯ બાદ, અન્ય સંસ્થાઓમાં જે શિક્ષણ ફાળો જે આપે,

તે, ૧૯૭૫માં મિત્રો સાથે સ્વતંત્ર “કોચીન્ગ ક્લાસ” કરે,

એવા શિક્ષણ-પ્રેમીને તો સૌ જાણે !……………………(૫)

મુંબઈના “શ્રી લાડ પ્રજાપતિ સેવા મંડળ”ની સેવા અનેક વર્ષો જે કરે,

જેના થકી, “પ્રજાપતિ સંદેશ” માસીક જ્યોત-પ્રકાશ સૌને મળે,

એવા જ્ઞાતિપ્રેમી ને તો સૌ જાણે !………………..(૬)

જન્મભુમી નજીક બીલીમોરા પ્રજાપતિ આશ્રમે સેવા રહે એમની,

ભજનરસીક, નાટક લખનાર ‘ને ભજવનાર સ્વરૂપે ઓળખ હતી એમની,

એવા સાહિત્ય પ્રેમીને તો સૌ જાણે !………………..(૭)

જ્યારે, સર્વ જ્ઞાતિ સમાજોમાં અંધકાર ફેલાય રહ્યો હતો,

ત્યારે, ૧૯૭૨માં અરૂણાબેન પંચાલ સાથે આંતરજ્ઞાતિ લગ્ન કરી “પ્રકાશ” આપ્યો,

એવા વિશાળ હ્રદયના માનવીને સૌ જાણે !………(૮)

અંતિમ નિવૃત્તિ જીવનમાં માંદગી એમને સતાવે ત્યારે પત્ની સેવા મળે એમને,

૨૦૧૩ના નવેમ્બરની બીજી તારીખે પ્રભુજી “અંતીમ વિદાય” ઘડી અર્પે એમને,

એવા મહાન પ્રજાપતિ જ્ઞાતિ વિરલાને સૌ જાણે !……..(૯)

મુંબઈના રહીશ છોટુભાઈ તો અમેરીકા રહીશ ચંદ્રવદન ને પત્ર લખે,

૧૯૯૭ બાદ, પત્રો, ફોનોથી મળ્યા બાદ, ચંદ્રવદને રૂબરૂ મળે,

એવા કુટુંબીક “કાકા”ને ચંદ્ર આજે વંદન કરે !……………(૧૦)

“ઈંટવાલા સાહેબ” નામે સૌ વિધ્યાર્થીઓના હૈયે છોટુભાઈ તો અમર છે,

પત્ની અરૂણાબેન અને પરિવાર હૈયે “મીઠી યાદ”માં એઓ આજે અમર છે,

એવા “પ્રજાપતિ જ્ઞાતિ રત્ન”ને ચંદ્ર આજે હ્રદય ખોલી અંજલી અર્પે !………(૧૧)

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૧,૨૦૧૩              ચંદ્રવદન

બે શબ્દો …

“મહર્ષિ પ્રજાપતિ” એટલે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ નામની સંસ્થાનું મુખપત્રક.

એ સંસ્થાનો ડીસેમ્બર ૨૦૧૩નો અંક ડીસેમ્બર,૨૦ના દિવસે પોસ્ટથી મળ્યો.

એ અંકના ૧૬માં પાને છોટુભાઈ ઈંટવાલાને “શ્રધ્ધાજંલી” રૂપે ટુંકુ લખાણ હતું.

છોટુભાઈ ગુજરી ગયાની દીલગીરી અનુભવી એમના જીવન વિષે વધુ જાણ્યું.

જે જાણ્યું એ જ કાવ્યરૂપે શબ્દોમાં લખ્યું છે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is my Respects to CHHOTUBHAI INTWALA.

It is an ANJALI…a Poem  !

May his Soul Rest in peace !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સાઈબાબાવાણીની શ્રધ્ધા અને સબુરી “તગારે,નગારે, અને પગારે”ભારત દેશ !

4 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  January 5, 2014 at 8:26 pm

  પ્રભુ સ્વ. છોટુભાઈ ઈંટવાલાને આત્માને ચીર શાંતી બક્ષે !

  Reply
 • 2. nabhakashdeep  |  January 6, 2014 at 6:36 am

  સમાજને આજીવન ઋણ ચૂકવનાર એવા છોટુભાઈને શ્રધ્ધાંજલી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 3. Purvi Malkan  |  January 6, 2014 at 1:31 pm

  vyakti ne varnvavani aapni rit j anokhi chhe. kyarek kyarek aapna shabdo dwara te vyaktione malvaano anand aave chhe ane kyarek n malya no afsos.

  purvi.

  Reply
 • 4. ishvarlalmistry  |  January 6, 2014 at 6:01 pm

  May Chhotubhai’s soul rest in peace,he was doing good for the community.
  ishvarbhai.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

January 2014
M T W T F S S
« Dec   Feb »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: